My Innocent Love - 3 books and stories free download online pdf in Gujarati

My Innocent Love - 3

“My Innocent Love”

Chapter 3:- The old pain…


અવની આગળ શું સવાલ કરશે એ વિચારી રહી હતી એટલામાં એક ખુબ જ સુંદર યુવતી સિકયુરિટી ગાર્ડની નજર વટાવીને સ્ટેજ પર આવીને રુદ્રને સામે   ગોઠણ પર બેસી પ્રેમનો એકરાર કરે છે. અવનીને તેની આ હરકત પર સખત ગુસ્સો આવે છે. તેના ગોરા ભરાવદાર ગાલ તથા નાક પર લાલાશ તરી આવે છે. તેનો ગોરો સુંદર ગોળ ચેહરો લાલ થઈ ગયો. તેણે પોતાને પણ નથી ખબર કે આવું તેની જોડે કેમ થઈ રહ્યું હતું. અવનીને મનોમન તે યુવતી પ્રત્યે સખત ગુસ્સે થઈ રહી હતી. શું કરશે રુદ્ર આગળ…? શું જવાબ આપશે રુદ્ર તે યુવતીને…? એ તમામ સવાલોની ઉલ્જણ અવનીના દિમાગમાં ચાલી રહ્યા હતા. અવની મનોમન શું રુદ્રને પ્રેમ તો નથી કરવા લાગી આવા વિચારો સતત તેના દિમાગમાં ધમાચકડી કરી રહ્યા હતા.



હવે આગળ….



રુદ્ર એ યુવતીને જોઈ સ્તબ્ધ થઇ જાય છે. 
એ સહશા જ બધાની નજરોથી છુપાઈને સ્ટેજ તરફ આવી જતા હાજર તમામ લોકો આશ્ચર્ય પામે છે. દેખાવમાં ખુબ જ સુંદર, પાણીદાર આંખો, ગુલાબની પાંખડી જેવા હોઠ, સપ્રમાણ ઉંચાઈ તથા ભરાવદાર શરીર અને ગોરો વ્રણ ઉપરાંત લાલ રંગના ફ્રોકમાં તે પરી જેવી લાગી રહી હતી. તેને પ્રથમ નજરે જોઈ કોઈપણ વ્યક્તિ તેના પ્રેમ પડે એવી તે કોઈ ફિલ્મી હિરોઇનને પાણી ભરાવે એવી તેની કાયા હતી. તે રુદ્રની ફેન હતી એમાં કોઈ બેમત ન હતા પરંતુ સાવ અચાનક તે સ્ટેજ પર આવીને રુદ્રને સામે પ્રેમ નો એકરાર કરે છે, તે જોઈ બધા સ્તબ્ધં થઈ જાય છે. તેની આ બાલિશ હરકત પર અવનીના મુખ પર સખત નારાજગી તરી આવે છે. સમયસૂચકતા વાપરીને તે તરત સિકયુરિટી ગાર્ડને તે યુવતીને સ્ટુડિયોની બહાર કાઢવા બોલાવે છે.



રુદ્ર:- કોઈ તેને હાથ નહિ લગાડે….!!
રુદ્ર આદેશ આપતા બને ગાર્ડ ત્યાં જ ઉભા રહી ગયા.

અવની:- પણ રુદ્ર આ અમારા સ્ટુડિયોના નિયમો વિરુદ્ધ છે. કોઈ પણ વ્યક્તિ આવી રીતે ચાલુ ઇન્ટરવ્યુમાં અડચણ ન કરી શકે અને જો કરે તો તેને તુરંત જ સ્ટુડિયોની બહાર કાઢી મૂકવી પડે.

રુદ્ર:- હા, હશે પણ આજે નહી….!! 

યુવતી:- હા જોયું રુદ્ર સર ના કહે છે , હવે મને સરને મળવા દો…!! 
અત્યંત મીઠા અવાજમાં તેણે કહ્યું. ઉત્સાહમાં તે રુદ્ર તરફ આગળ વધી રહી હતી, ત્યાં તેને અવની અટકાવે છે.

અવનીને આ વાતની ખીચ ચડતી પણ રુદ્ર કીધું તો હવે તે કઈ કરી શકે એમ નથી. તે છતાં તે પુરતો પ્રયાસ કરે છે.

અવની:- ના, આવી રીતે કોઈ પણ સ્ટાર પાસે ન જવાય.
પેલી યુવતી ગુસ્સો આવતા તે અવની સામે વર્તો જવાબ આપે છે.

યુવતી:- કેમ નહિ…?? સરને કોઈ વિપ્તી નથી તો તમને શું છે..??

અવની:- કારણકે આ અમારા સ્ટુડિયોના નિયમો વિરુદ્ધ છે. તમે આવી રીતે કોઈ પણ સ્ટારને ન મળી શકો. શું ખબર તમે એની જાન માટે જોખમી હોય તો…??

રુદ્ર તક મળતા જ તેઓને શાંત થવા કહે છે. તે યુવતીને તેની સામે બેસવા કહે છે. તે જોઈ અવની અંદરોઅંદર ગુસ્સેથી તરબતર થઈ જાય છે પરતું તે રુદ્રને સમક્ષ એક શબ્દ પણ ઉચ્ચારી નથી શકતી.

રુદ્ર:- અરે સાંભળો….!! તમે વાત કેમ વધારો છો…?? જ્યારે શાંતિથી હલ નીકળી શકે છે તો એક બીજાને વધવાનું બંધ કરો….!!

યુવતી:- જો રુદ્ર સર કેટલા સમજદાર છે ને એક તમે છો… છણકો કરતા તે બોલી.

અવની:- હા, રુદ્ર તો સમજદાર જ છે પણ તમે નહી સમજ્યા…? આવી રીતે ચાલુ ઇન્ટરવ્યુમાં આવાની બાલિશ હરકત કોઈ મૂર્ખ વ્યક્તિ જ કરી શકે.

યુવતી:- ઑય, મોઢું સંભાળીને વાત કરજો. રુદ્ર સર છે એટલે નહિ તો તમારી આ વાતનો જવાબ મે જરૂરથી આપ્યો હોત.

અવની:- સાંભળું રુદ્ર....!! આપને હમણાં જ આ વિષય પર વાત કરી કે આજની યુવાપેઢીને વાત કરવાની રીત નથી આવડતી અને આ છોકરી એ વાતનું નજરોસમક્ષ ઉદાહરણ છે.

રુદ્ર:- એમાં વાંક તમારો છે. તમે એ ચર્ચા પૂર્ણ 
 જ ક્યાં કરી કે એલોકો કંઇક શીખે. તમે એટલી મહત્વની વાત હવા કરી ગયા તો એલોકો ના સમજે ને…!!

અવનીને રુદ્રની એ વાતનો આંચકો લાગ્યો પરંતુ તે સાચું કહી શકે એમ ન હતી એટલે તે કહેવાયેલા શબ્દો સાંભળી ગઈ. તે રુદ્રને સાચું કહી દેવું હતું પણ તેમાં તેના બોસ લજ્જાય તેમ હતું અને તેના ચેનલને ખોટ ન જાય તેથી તે ચૂપ રહી. તક જોતા તે યુવતી અવની પર સખત પ્રહાર કરતી હતી.


યુવતી:- સાચું કહ્યું સર તમે… મીડિયાવાળાનું કામ જ આ છે. અધૂરું જણાવી વાતનો અંત કરી દે પછી કહે જનતા જાગૃત નથી.

અવની:- મને માફ કરો રુદ્ર…!!
અવની એટલાં જ શબ્દો બોલીને નીચું જોઈ રહી હતી.

રુદ્ર:- તમારે માફી માંગવાની જરૂર નથી. કોઈપણ વાત અધૂરી મુકવી એવું ખોટું વલણ ના રાખો. બને ત્યાં સુધી સત્યને અંતિમ ચરણ સુધી પહોંચવા માટે હમેશાં પ્રયત્ન કરો. તો જ તમે સમાજને પ્રગતિ પંથે દોરી શકશો.

અવની:- હા, હવે થી અમે અમારા પૂરતા પ્રયાસો કરશું.


અવની હજુ પણ નીચે મુખ રાખી જવાબ
રહી હતી. તે જોઈ રુદ્ર તેની પાસે આવીને તેનું મુખ ઉંચુ કરે છે. ત્યારે તે જોઈ છે કે અવની રડી રહી હતી. તેની મોતી જેવી આંખો ભીની હતી.

રુદ્ર:- અરે એમાં રડવા જેવું શું છે…!! જીવનમાં ભુલો તો બધાથી થાય. તમે રડીને એનો સામનો ના કરી શકો. તેને હસતા મોઢે ટક્કર આપી શકાય.


રુદ્ર સમજી ગયો કે તેની કહેલી વાતોથી અવનીને ઠેસ પહોંચી હતી, તેથી તે પાણી નો ગ્લાસ અવનીને આપે છે. અવનીનો મૂડ સારો કરવાં ફરી બોલવાનું શરૂ કર્યું.

રુદ્ર:- જો અવની મારે તને એક વાત કહેવી છે…!!

અવની:- હા બોલો…

રુદ્ર:- ગણી યુવતીઓ રડતા સમયે ખુબજ બદસુરત લાગે પણ તું રડતા સમયે ખુબજ સુંદર દેખાઈ રહી છે.

રુદ્રનું એટલું કહેતાંને સાથે અવની હસી પડી. એ જોઈ રુદ્રને પણ રાહત થઈ. અવની પહેલા કરતા સ્વસ્થ માલુમ થઈ રહી હતી. તેથી રુદ્ર પેલી યુવતી સામે જોયું. તે પણ પોતાના ફેવરિટ સ્ટારને પહેલીવાર આટલા સમીપથી નીહાળી રહી હતી.

રુદ્ર:- તો મેડમ તમે જણાવશો તમે અચાનક સ્ટેજ પર કેવી રીતે આવી પહોંચ્યા…??

યુવતી:- એ તો સર તમને મળવાના ઉત્સાહમાં અહીંયા આવી ગઈ.
 
રુદ્ર:- તમારા ઉત્સાહમાં બીજાનું ખોટું થાય એ તો સારું ન કહેવાય ને…?

યુવતી:- હા સર, અવની મેમ પ્લીઝ મને માફ કરી દો.

અવની:- ઇટ્સ ઓકે.

યુવતી:- સરની પર્સનાલિટી એવી છેકે કોઈ પણ તેમના માટે કઇ પણ કરી શકે…!!

અવની:- હા, એ તો 110% સાચું કહ્યું.
તેની આ વાત પર અવની મનોમન મલકાઈ રહી હતી.

રુદ્ર:- મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંયા મારો ઇન્ટરવ્યુ ચાલે છે. શાંત બેઠેલા રુદ્ર બોલ્યો. બને છોકરીઓ એકબીજા સામે જોઈ હસી રહી હતી.

અવની:- ઓહ એમ વાત છે..??

રુદ્ર:- હા, તો વાંધો નહિ, આપને આ ઇન્ટરવ્યુને અહીંયા વિરામ આપ્યે. મઝાકીયા સ્વરે રુદ્ર કહ્યું. રુદ્ર ઉભો થઈને સ્ટેજ પરથી નીચે ઉતરવાની તૈયારી કરતાં રુદ્ર બોલ્યો.

અવની:- રુદ્ર…તમે તો નારાજ થઈ ગયા. ચાલો હવે આગળનો સવાલ તમને પૂછીશ બસ…!!

રુદ્ર:- આ ઘટના પરથી એક વાત તો સાબિત 
થઈ ગઈ કે સ્ત્રીવૃત્તિ ને સમજવું ગણું અઘરું છે. સ્મિત કરતાં રુદ્રે કહ્યું. રુદ્રની વાતનો જવાબ આપવા અવની તૈયાર જ હતી.

અવની:- દિલથી સમજો તો કઈ અઘરું નથી પણ લોકોની નિયત નથી. બાકી સ્ત્રી જેવી સરળ પ્રકૃતિ ધરાવતી જાતિ દુનિયામાં એકેય નથી. સ્ત્રી જળ(પાણી) જેવી છે.

રુદ્ર:- પાણી જેવી…??

અવની:- હા પાણી જેવી..!! 
હું સમજાવું…જેમ તમે પાણીને ગમે તે વાસણમાં નાખી દો તે તેનો આકાર ધારણ કરીલે છે , બસ સ્ત્રી પણ એવીજ છે. તમે જે સંબધ નિભાવા કહો તે પુરી નિષ્ઠાથી તેને જીવી લેશે. તે જન્મે ત્યારે દીકરી, લગ્ન કર્યા બાદ સારી પત્ની તથા વહુ, બાળકને જન્મ આપ્યા પછી એક માં અને મરે ત્યાં સુધી બસ સવને પ્રેમ કરતી માં જ છે. તેમ પણ એ વાતના સાક્ષી છો.

રુદ્ર:- વાહ…શું સરસ રીતે સમજાવ્યું તમે.

અવનીની આ વાત પર રુદ્રની આંખોમાં તેના માટે ગર્વ સાફ જોઈ શકાય છે. સ્ટુડિયોમાં હાજર તમામ લોકો અવનીની કહેવાયેલી વાત પર મન મુકીને તાળીઓની વર્ષા કરે છે.

અવની:- થેંક્યું વેરી મચ.

યુવતી:- સોરી દીદી. મે વગર જાણીએ તમારે સાથે ખરાબ વર્તન કર્યું.

અવની:- અરે ઈટ્સ ઓકે. તારે વારે ગળી સોરી કહેવાની જરૂર નથી.

રુદ્ર:- ચાલો સરસ બને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. જવાબમાં તે રુદ્ર તરફ જોઈને મુસ્કાઈ રહ્યા હતા.

અવની:- અરે આટલી બધી વાતચીતમાં તારું નામ તો પૂછવાનું રહી ગયું. તારું નામ શું છે….??

રુદ્ર:- હા એ વાત જાણ બહાર જ રહી ગઈ. તારું નામ શું છે…??

યુવતી:- અરે સાબ નામ મે ક્યાં રખા હૈ…!! આદમી તો આપને કામસે જાના જાતા હૈ. 

અવની:- આ તો રુદ્રની ફિલ્મનો ડાયલોગ છે. તમારું સાચું નામ તો કહો…?

યુવતી:- મેરા નામ જન્ના હૈ તુમ્હે..?? મેરા નામ સૂનકર તુમ્હારે પેરોસે જમીન ખીસક જાયેગી... યેહ અસ્માં ફટ જાયેગા….. યેહ ધરતી હિલ જાયેગી…. હવાયે આપના રૂખ બદલ દેગી…!! ક્યાં ફિર્ભી તુમ્હે મેરા નામ જનના હૈ...??

તે યુવતી એક પછી એક રુદ્રના મૂવીના ડાયલોગ એટલી અદબતાથી હાવ-ભાવથી બોલતાં જોઈ અવની રુદ્ર મુસ્કાઇ રહ્યા હતા.

રુદ્ર:- અરે તો મોહતરમાં હવે શ્રમા કરો અને નામ જાણવો…!!

અવની:- તે એકેએક ડાયલોગ ખુબ સારી રીતે બોલ્યા. તારા હાવભાવ પણ ખુબ સારી રીતે મુખ પર વર્તાઈ છે. તારો ચેહરો પણ બેહદ સુંદર છે. મારું માને તો તારે ફિલ્મોમાં પ્રયત્ન કરવો જોઈએ. શું કહો તમે રુદ્ર…??

રુદ્ર:- હા એ વાત નોંઘનીય છે. તારા ફેસ એક્સપ્રેસન એકદમ સતિક છે. હા, તારે જરૂરથી બૉલીવુડમાં ટ્રાઈ કરવું જોઈએ.

રુદ્ર અને અવનીના મોઢે પોતાના આટલા વખાણ સાંભળી તે ગદગદ થઈ સર્માઈ રહી હતી. તેને વિશ્વાસ જ નથી બેસતો કે તેનો ફેવરિટ સ્ટાર રુદ્ર તેની તારીફ કરી હતી. કદાચ તે સ્વપ્ન તો નથી જોઈ રહી તેની પુષ્ટિ કરવા તેને પોતાને જોરથી ચકુટો (ચિમતો) માર્યો પરતું ના તે સ્વપ્ન તો નથી તે સમજતા તેને ક્ષણ ભરનો સમય લાગ્યો. 

રુદ્ર:- ઓ મેડમ નામ કહેશો હવે ..??

યુવતી:- નંદિની………અત્યંત ઉત્સાહ તેણે કહ્યું.

નામ સાંભળતાંની સાથે રુદ્રને આંચકો લાગ્યો. નંદિની નંદિની નંદિની નંદિની નામના પડઘા પડતા હોય તેવું રુદ્રને લાગી રહ્યું હતું.તેની આંખો સામે બધું ગુમી રહ્યું હોય તેવો આભાસ થવા લાગ્યો અને એકાએક તેને ચક્કર આવતાં તે બેહોશ થઇ સોફા પર ઢળી પડે છે.

અવની તથા નંદિની રુદ્ર પાસે આવી તેને તેના શરીરને હલાવી જોઈ છે પણ રુદ્ર કોઈ હરકત નથી કરતો એટલે સ્ટુડિયોનો સ્ટાફ તાત્કાલિક ડોક્ટરને બોલાવવા ફોન જોડે છે.




આગળ આવતા ક્રમે:-


શું થયું હશે રુદ્રને….??
ક્યાં કારણથી તે બેભાન થઇ જાય છે..??
એવી તો શું કહાની છે નંદિની નામ પાછળ કે તે સાંભળતાં તે બેભાન થઇ ગયો…??
શું હશે તે નામ પાછળનું રહસ્ય…??


સવાલો ગણા છે જવાબ ફક્ત એક “MY INNOCENT LOVE” નો આગળનો ભાગ…



મિત્રો આ સાથે આજની મુલાકાતનો અહીંયા અંત આવે છે. તમારો કિંમતી અભિપ્રાય જરૂર થી આપજો. જો કોઈ ભૂલ થઈ હોય તો એ કોમેન્ટ માં જરૂર થી જણાવજો, જેથી એ ભૂલ આગળ પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખીશ ને સારામાં સારું લખાણ તમને મળે એવાં પ્રયત્ન સતત ચાલુ રાખીશ.

મિત્રો જોડે શેર કરો કોમેન્ટ કરો.
તમારા અમૂલ્ય ફિડબેક મારા મોબાઇલ નો:-7878791949 પર આપી શકો છો.

આપને જય શ્રીકૃષ્ણ

આવતા અઠવાડિયે જરૂર થી આવજો….

આવશો ને…..?

-ક્રિષ્ના પટેલ…