હું તારી યાદમાં (ભાગ-૧૩)

પ્રસ્તાવના

(આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)

◆◆◆◆◆

(ગયા ભાગમાં આપણે અંશ-અદિતિની કોલેજની લવ લાઈફની સફર કરી જેમાં છેલ્લા દિવસે અંશ - અદિતિનું બ્રેકઅપ થાય છે અને અદિતિ અંશને વગર કારણે પોતાનાથી દૂર કરી નાખે છે જેના જવાબની રાહ અંશ વર્ષો સુધી પણ જોતો હોય છે. આખરે પ્રિયાનો ફોન આવે છે અને અદિતિને મિત-માનસીના લગ્ન વિશે જણાવે છે અને તેના અને અંશ વચ્ચે કોઈ બીજાના કારણે થયેલી મિસઅંડરસ્ટેન્ડિંગ વિશે વાત કરે છે જે જાણીને અદિતિ અફસોસ વ્યક્ત કરે છે અને પોતે કરેલી ભૂલનો પછતાવો અનુભવે છે. હવે ફરી હાજર થઈ જઈએ મિત-માનસીના લગ્નમાં જ્યાંથી સ્ટોરીની શરૂઆત થઈ હતી.)
હવે આગળ........

પ્રિયા,અદિતિ અને કાવ્યા બહાર ડાઇનિંગ ટેબલ પર જાય છે જ્યાં ઓલરેડી મિત,માનસી,રવિ,અંશ અને નીલ એમની રાહ જોઇને બેઠા હોય છે. બધા લોકો પોતપોતાની જગ્યાએ જઈને બેસે છે અને એકબીજાને ગુડમોર્નિંગ વિશ કરે છે. બધાજ લોકો ખુબજ ખુશ હતા સિવાય અંશ અને અદિતિ પણ આ બંને પોતાના ચહેરા પરની સ્માઈલ એવીરીતે રાખીને બેઠા હતા કે કોઈ ને સમજાય નહિ કે બંનેના દિલમાં કાંઈક ચાલી રહેલું છે. આદિતિની પરિસ્થિતિ વિશે ફક્ત પ્રિયા જાણતી હતી અને અંશની પરિસ્થિતિ ફક્ત નીલ અને રવિ જાણતા હતા. થોડીવાર આડા અવળા ગપ્પા સાથે બ્રેકફાસ્ટ પૂરું કર્યા બાદ બધા પોતપોતાની જગ્યાએથી ઉભા થાય છે. મિત અને માનસી ફરીવાર પોતાની તૈયારીઓમાં લાગી જાય છે અને બાકીનું ગ્રુપ વિચારે છે કે આપણે હવે શું કરવું જોઈએ. અચાનક પ્રિયાના મનમાં કાંઈક વિચાર આવે છે. પ્રિયા પોતાની જગ્યાએથી આગળ જાય છે અને જતા જતા રવિને પોતાની પાછળ આવવા માટે ઈશારો કરે છે. રવિ પણ બહાનું બતાવીને પ્રિયાની પાછળ પાછળ જાય છે. થોડે આગળ જતાં એક જગ્યાએ જઈને પ્રિયા ઉભી રહી જાય છે અને રવિ પણ તેની પાસે આવીને ઉભો રહી જાય છે.
રવિ :- પ્રિયા શુ થયું ?
પ્રિયા :-  કાઈ નથી થયું.
રવિ :- તો મને અહીંયા કેમ બોલાવ્યો અને એ પણ એકલો ?
પ્રિયા :- મારે તારી સાથે કાંઈક વાત કરવી છે.
રવિ :- જોજે હો મને પ્રપોઝ ના કરતી તું.. (હસવા લાગે છે)
પ્રિયા :- અરે ના, એવી કોઈ વાત નથી. વાત થોડી સિરિયસ છે તો મજાક ના કર તું.
રવિ :- અચ્છા, બોલ હવે શું વાત છે ?
પ્રિયા :- તને ખબર છે અદિતિ ક્યાં કારણસર અંશને નફરત કરતી હતી ?
રવિ :- ના, હજી સુધી એનું કારણ નથી મળ્યું અંશને.
પ્રિયા :- આપણી કોલેજની ફેરવેલમાં અંશ અને અદિતિ ગાયબ થઈ ગયા હતા ખબર છે ને તને ?
રવિ :- હા, ખબર છે અને અંશ અમને લાઈબ્રેરી પાસેથી મળ્યો હતો એ પણ….
પ્રિયા :- મને ખબર છે કારણકે અંશના ડ્રિન્કમાં કાંઈક મેળવવામાં આવ્યું હતું. 
રવિ :- હા, રાઈટ અને પછી એને કોઈક સપોર્ટ આપીને લાઈબ્રેરી સુધી લઈ ગયું હતું અને ત્યાંજ મૂકીને ચાલ્યું ગયું હતું પણ તને કઈ રીતે ખબર પડી આ વાતની કારણકે આવત ફક્ત મારા, અંશ, મિત અને નિલની વચ્ચે જ રહી છે.
પ્રિયા :- મને એ પણ ખબર છે કે ત્યાં અંશ સાથે શુ થયું હતું.
રવિ :-  શુ થયું હતું ?
પ્રિયા :- ત્યાં લાઈબ્રેરી પાસે લઈ જઈને રિયાએ અંશની અવસ્થાનો ફાયદો ઉઠાવ્યો હતો.
રવિ :- શુ વાત કરે છે પ્રિયા ? એટલે કે અંશના ડ્રિન્કમાં રિયાએ જ……..
પ્રિયા :- હા, એને જ આ બધું કર્યું હતું કારણકે એ અંશ પાછળ પાગલ થઈ ગઈ હતી. વાસનાની ભુખી થઈ હતી…
રવિ :-  અચ્છા, પણ આ વાતને અંશ અને અદિતિ સાથે શુ લેવા – દેવા છે ?
પ્રિયા :- જ્યારે રિયા અંશનો ફાયદો ઉઠાવી રહી હતી ત્યારે અદિતિ આ બધું જોઈ ગઈ હતી અને એટલે જ તે ત્યાંથી ગુસ્સે થઈને ઘરે જતી રહી હતી. 
રવિ :- અને પછી અદિતિએ અંશ સાથે બ્રેક અપ કરી નાખ્યું કારણકે એને થયું અંશે એની સાથે વિશ્વાસઘાત કર્યો છે.
પ્રિયા :- હા, એને બિચારીએ જોયા વિચાર્યા વગર બહુ મોટો નિર્ણય લઈ લીધો.
રવિ :- પણ પ્રિયા અદિતિએ અંશ સાથે એકવાર તો વાત કરવી જોઈએ ને આ વિષય પર. વગર વિચાર્યે આટલું મોટું પગલું લઈ લીધું.
પ્રિયા :- હા, તારી વાત સાચી છે રવિ પણ ગેરસમજણ વસ્તુ જ એવી છે જે માણસને મજબૂર કરીને એની પાસે કાઈ પણ કરાવી શકે છે.
રવિ :- સાચી વાત છે પણ આ વાત અદિતિને ખબર છે ?
પ્રિયા :- હા, મેં એને જાણ કરી હતી ત્યારે એને ખૂબ પસ્તાવો થયો હતો. પણ એ હજુ પણ અંશને નથી ભૂલી આજે પણ એ અંશને જ પ્રેમ કરે છે.
રવિ :- અંશ પણ અદિતિને આજ સુધી નથી ભુલ્યો. એ આજે પણ અદિતિને એટલોજ પ્રેમ કરે છે જેટલો પહેલા કરતો હતો. જ્યારથી એ અહીંયા આવ્યો છે અને તેને અદિતિને જોઈ છે ત્યારથી તે અદિતિનાજ વિચારોમાં ખોવાયેલો છે.
પ્રિયા :- અદિતિની પણ સેમ એવી જ હાલત છે. એ પણ અંશ વિશેજ વિચાર્યા કરે છે. 
રવિ :- એટલે કે બંને જણા આજે પણ એકબીજાને પ્રેમ કરે છે. તો હવે આગળ આપણે શું કરવું જોઈએ ?
પ્રિયા :- મારી પાસે એક પ્લાન છે. આપણે એમને ડાયરેકટ કહીશું તો એ એકબીજા સાથે આંખ મિલાવીને વાત નહિ કરી શકે અને પહેલા જેવો વિશ્વાસ અને પ્રેમ પણ ના કરી શકે તો ?
રવિ :- તો પછી હવે કરવું શું ? બંનેને કઈ રીતે મળાવવા ?
પ્રિયા :- મને એક વિચાર આવ્યો છે. તારી ગર્લફ્રેન્ડ સાથે તારી નજર સામે કોઈ ફ્લર્ટ કરે તો તને કેવું થાય ?
રવિ :- અફકોર્સ મને ના ગમે. હું મારી ગર્લફ્રેન્ડની વધુ નજીક જવા લાગુ અને એ છોકરાને તેનાથી દૂર રાખું.
પ્રિયા :- રાઈટ, આપણે પણ એવું જ કરીશું. કારણકે મને નથી લાગતું કે અદિતિ અંશ સામે હકીકતનો ખુલાસો કરી શકશે. અદિતિને અંશના સાથની જરૂર પડશે.
રવિ :- પણ આ બધું કઈ રીતે થશે ?
પ્રિયા :- એના માટે આપણે કાવ્યા, નીલ, મિત અને માનસીની જરૂર પડશે.
રવિ :- ઓકે, તારો આઈડિયા સારો છે.
પ્રિયા :- હા, હવે એક કામ કર બપોરે જમીને બધા મળીયે. તું નીલ અને મિતને સમજાવી દેજે અને હું કાવ્યા અને માનસીને સમજાવી દઈશ.
રવિ :- ઓકે, ડન.
પ્રિયા :- સારું ચાલ હવે અહીંથી નીકળીએ.
પ્રિયા અને રવિ ત્યાંથી નીકળે છે અને પાછા પોતાની જગ્યાએ જાય છે. જ્યાં ફક્ત અંશ,નીલ અને કાવ્યા ઉભા હોય છે. ત્યાં આ લોકોના આવતાજ પ્રશ્નો શરૂ થઈ જાય છે.
નીલ :- ક્યાં ગયા હતા તમે લોકો ?
રવિ :- અરે અહીંયા જ તો હતા.
પ્રિયા :- અદિતિ ક્યાં ગઈ ?
કાવ્યા :- એ રૂમમાં ગઈ છે એને થોડું કામ હતું એટલે.
પ્રિયા :- ઓકે નો પ્રોબ્લેમ. ચાલો અમે લોકો પણ જઈએ છીએ કારણકે અમારે પણ થોડું કામ છે. (રવિ સામે આંખ મારે છે)
રવિ :- સારું વાંધો નહિ આમ પણ અમે અમારું કામ પતાવી લઈએ થોડું.
બધા લોકો ત્યાંથી નીકળે છે અને પોતાના રૂમ તરફ જાય છે. પ્રિયા અને કાવ્યા ત્યાંથી નીકળે છે અને રૂમ પાસે પહોંચતા પ્રિયા કાવ્યાને દરવાજો ખોલતા અટકાવે છે.
પ્રિયા :- કાવ્યા, તને એક વાત જણાવવી છે મારે.
કાવ્યા :- હા બોલ શુ જણાવવું છે.
પ્રિયા તેને રવિ અને પોતાની વચ્ચે થયેલી વાત જણાવે છે.
કાવ્યા :- અચ્છા તો હવે તારો શુ પ્લાન છે આગળનો ?
પ્રિયા :- હમણાં આપણે અદિતિને એકલી મૂકીને મિત અને માનસીને મળીયે ત્યાં જઈને હું તમને લોકોને મારો પ્લાન જણાવીશ.
કાવ્યા :- ઠીક છે.
પ્રિયા અને કાવ્યા રૂમમાં દાખલ થાય છે જ્યાં અદિતિ એકલી બેસી હોય છે અને તેની પાસે જઈને બેસે છે.
પ્રિયા :- કેમ મારી બેબી એકલી બેઠી છે અહીંયા ?
અદિતિ :- અરે એમજ બેઠી છું હું. ત્યાં કંટાળો આવતો હતો મને એટલે.
પ્રિયા :- ઓકે ચાલ. બાય ધ વે તે અંશને મળીને કાંઈ વાત કરી ?
અદિતિ :- ના, મારે નથી કાઈ કહેવું એને. એ એની લાઈફમાં હવે ખુશ રહે એ જ સારું છે.
પ્રિયા :- બેબી, ડોન્ટ વરી. તારો પ્રેમ તને જરૂર મળશે. તમારા વચ્ચે જે થયું એ કોઈ બીજાના કારણે થયેલી મિસ અન્ડરસ્ટેન્ડિંગ હતી. ભગવાન પર ભરોસો રાખ આટલા સમય પછી તેને તમને મળાવ્યા છે તો એ કાંઈક સારું જરૂર કરશે તમારી સાથે. કદાચ ભગવાનની મરજી હશે તો અંશ પણ સામેથી તારી પાસે આવશે. 
અદિતિ :- આઈ હોપ એવું થાય, કારણકે હું ક્યાં મોઢે તેની સામે જઈને પોતાની ભૂલ કબૂલ કરીશ અને કદાચ એ માફ પણ નહીં કરી શકે મને.
પ્રિયા :- અરે ચિંતા ના કર. ભગવાન પર ભરોસો રાખ.
અદિતિ :- હા, એના વિશ્વાસે જ હું અહીંયા આવી છું. મને પણ મારો પ્રેમ પાછો જોઈએ છે.
પ્રિયા :- સારું ચાલ, હવે આજે રાતે શું પહેરવાનું છે તારે એ ડીસાઈડ કરી લે. આજે રાતે સંગીત છે તો કાંઈક એવું પહેરજે કે અંશ તને જોઈ રહે.
અદિતિ :- હા, સારું.

*****

આ બાજુ અંશ, મિત અને નીલ બેઠા હોય છે. રવિ રૂમની બહાર જાય છે અને મિતને ફોન કરે છે અને એની અને પ્રિયા વચ્ચે થયેલી વાત જણાવે છે અને બપોરે મળવાનો પ્લાન કરે છે. રવિ નિલને વોટ્સએપ પર મેસેજ કરે છે અને એની સાથે ચેટિંગ શરૂ કરે છે અને એને પણ પ્રિયા સાથે થયેલી વાત જણાવે છે. રવિ વોટ્સએપ પર એક નાનકડું ગ્રુપ બનાવે છે જેમાં પ્રિયા,નીલ,મિત માનસી અને કાવ્યાને એડ કરે છે. બપોરે પ્રિયા ગ્રુપમાં મેસેજ કરે છે અને બધાને માનસીના રૂમમાં મળવા માટે બોલાવે છે. રવિ અને નીલ વિચાર કરતા હોય છે કે હવે અંશને એકલો કઈ રીતે મુકવો એટલામાં રવિને એક વિચાર આવે છે અને કહે છે.
રવિ :- અરે અંશ, હું જરા પ્રિયાને મળીને આવું છું. યાર મને પ્રિયા થોડી ગમવા લાગી છે તો હું ટ્રાય…
અંશ :- અચ્છા, એટલે તને પ્રિયા ગમવા લાગી એમને. સારું જા ટ્રાય કરી જો. બેસ્ટ ઓફ લક તારો ચાન્સ લાગી જાય એના માટે.
રવિ :- ઠીક છે, નિલને સાથે લઈ જાઉં છું એટલે કોઈ કન્ફ્યુઝન ના રહે કોઈને.
અંશ :- સારું, તું કહેતો હોય તો હું પણ આવું સાથે.
રવિ :- અરે ના, ના બધાને સાથે ના જવાય. અમે બંને જઈએ છીએ. તું રૂમમાં બેસ હું હમણાંજ આવું.
અંશ :- ઓકે, બાય.
રવિ અને નીલ અંશને રૂમમાં બેસાડીને ત્યાંથી નીકળી જાય છે અને માનસીના રૂમમાં જાય છે જ્યાં પહેલાથી મિત, માનસી, પ્રિયા અને કાવ્યા આ બંનેની રાહ જોઇને બેઠા હોય છે. બંનેને આવતા જોઈને પ્રિયા બોલે છે. અરે આટલું લેટ કેમ થયું તમને લોકોને અહીંયા આવવામાં.
રવિ :- અંશને, ગોટાળે ચડાવવામાં રહ્યા એટલે. બહાનું બનાવીને અહીંયા આવ્યા છીએ.
પ્રિયા :- ઠીક છે, અદિતિ પણ રૂમમાં સૂતી છે અત્યારે.
મિત :- અચ્છા પ્રિયા, હવે જણાવ કે પ્લાન શુ છે અને આપણે કરવાનું છે શું ?
પ્રિયા :- આપણે અંશ – અદિતિને ફરીવાર એક કરવાના છે. તમને ખબર છે એક નાની એવી મિસ અન્ડરસ્ટેન્ડિંગના કારણે તેઓ કોલેજ ટાઈમમાં અલગ થઈ ગયા હતા. હવે આપણે એક એવીજ બીજી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઉભી કરવાની છે બંને વચ્ચે જેના કારણે બંને ફરીવાર એક થવા માટે મજબૂર થઈ જાય. ભૂતકાળમાં બંને જણા એમની વચ્ચે આવેલા કોઈ ત્રીજા વ્યક્તિના કારણે અલગ થયા હતા. હવે ફરીવાર એમને એક કરવા માટે એજ પરિસ્થિતિઓ ઉભી કરવી પડશે જેના કારણે એ લોકો એકબીજાની વધુ નજીક આવે. તમને બધાને ખબર છે કે આજે પણ એ બંને એકબીજાને પ્રેમ કરે છે પણ એનો એહસાસ નથી થવા દેતા કારણકે બંનેનો આત્મવિશ્વાસ તૂટી ગયો છે. આપણે બંનેમાં એકબીજા પરનો વિશ્વાસ પાછો લાવવાનો છે અને એકબીજાની નજીક આવવા માટે મજબૂર કરવાના છે. આના માટે મારી પાસે એક પ્લાન છે.
બધા : અરે પણ પ્લાન શુ છે એ જણાવીશ હવે ?
પ્રિયા બધાને પોતાનો આખો પ્લાન જણાવે છે…
To be Continued…

વોટ્સએપ – 7201071861
ઇન્સ્ટાગ્રામ :- mr._author  &  nikitabhavani_

***

Rate & Review

nihi honey 3 weeks ago

Kinjal Thakkar 2 months ago

Golu Patel 2 months ago

Rakesh 3 months ago

Nirali Chikani 3 months ago