ek nazar no prem books and stories free download online pdf in Gujarati

એક નઝરનો પ્રેમ

ગામની સીમમાં અંધારિયા રસ્તા પર રાત્રે દોઢ વાગે એક લાશપડી હતી.દૂર દૂર કૂતરાઓ ભસી રહ્યા હતા, અને  એક વ્યક્તિ જાણ્યે અજાણ્યે લાશ તરફના રસ્તા પર ચાલી રહ્યો હતો.ત્યાં કેમ હતી લાશ અને હતી કોની?કોણ હતો આ વ્યક્તિ?

એ લાશ હતી કનકની.અને પેલો વ્યક્તિ હતો નિવ.
આ બેય એકબીજાથી એકદમ જુદા પણ બેય એટલા નજીક ક્યારે આવી ગયા એની તેમને પણ ખબર નહતી.

કનક અવધપુર ના પ્રમુખની દીકરી હતી.અને જનકીબેન એના માતા હતા.એકની એક વહાલસોયી દીકરી હતી અને સંસ્કારી પણ દેખાવડી પણ સોનામાં સુગંધ ભળે તેમ બધા જોડે ભળી જાય.

બીજી તરફ નિવ એકદમ નિખાલસ છોકરો.પોતાની મસ્તીમાં રહેવાવાળો પિતા અમરસિંહ નું પડ્યું બોલ ઝીલે એવો  દીકરો.માતા શિલ્પાબેન નો લાડકો.

પહેલો દિવસ હતો કોલેજનો અને મોડું થઈ ગયુ હતું, તેથી કનક એ નાસ્તો કર્યો ન કર્યો ને ચાલી નીકળી.સુંદર નેણ ગુલાબી હોઠ અને અપ્સરા જેવો એનો દેહ તેનાં પર સિલ્કનો ગુલાબી ડ્રેસ અને હવામાં ફરફરતી એની ઓઢણી, વાતો કરતી કરતી કોલેજ ના આંગણા માં પ્રવેશી બધા છોકરાઓ બાઘાની જેમ જોઈ રહ્યા અને છોકરીઓ પણ જોઈ રહી કોલેજ માં આટલી બધી છોકરી હતી પણ તેના જેવી એક પણ નહી.
સરસ લાંબા લટકન વાળી બુટી પહેરી હતી પવન ની લહેરખી આવતી અને એ બુટી હાલતી ને મધુરો અવાજ કરતી.આવી સુંદર રમણી ની સાથે એક નવયુવાન ટકરાયો અને એનો દુપટ્ટો પેલા યુવાન ના મુખ પર છવાય ગયો.બેય માંડ માંડ સાંભળી શક્યા અને કનક ત્યાંથી ચાલી નીકળી.

ઘરે પહોંચ્યા પછી પણ નિવ ને કનકની બુટી નો ઝણકાર સંભળાતો હતો.એનો ચહેરો તો નહતો જોયો પણ એક વિચિત્ર ઈચ્છા નિવ ને થઈ કે હું પેલી મિસ છનછન નો ચહેરો જોઇશ
અને એ વિચારતો વિચારતો તે સુઈ ગયો.બીજે દિવસ તે કોલેજ પહોંચ્યો બધા પિરિયડ ભરવા ચાલ્યા ગયા હતા.તે પેલી ની શોધમાં આમતેમ ફર્યો પણ ચહેરો નઈ જોઈ શકેલો તેથી નો શોધી શક્યો.તે પણ ચાલી નીકળ્યો.કોલેજ છૂટવાના સમયે તે કોક જોડે વાત કરતો હતો ત્યાં કનક નીકળી પણ નિવનું ધ્યાન નહતું.તે રીક્ષા માં બેઠી ત્યારે તેની બુટીનો અવાજ થયો અને નિવ ના કાન ચમક્યા.તે થોડું ઝડપથી ચાલ્યો પણ પહોંચી ના શક્યો રીક્ષા જતી રહી.પેલો નિવ આજ પાછો તેનો ચહેરો ના જોઈ શક્યો.

બીજે દિવસ રાબેતા મુજબ તે કોલેજ ગયો.ત્યાં એ બુટીનો અવાજ સાંભળવા આતુર બન્યો.પણ આ શું??? કોલેજ ના પ્રાર્થનાખંડ માં ક્યારેયના સંભળાયો હોય તેવો અવાજ સાંભળ્યો.તે ત્યાં ઝડપથી પહોંચ્યો ત્યાં તાલી પાડવા લાગી જેને ગીત ગાયું હતું તેની પીઠ દેખાતી હતી પણ ચહેરો નહી.તેની આતુરતા વધી તેને એકાદ છોકરાને પૂછ્યું કે આ કોણ ગાતું હતું તો જવાબમાં નામ હતું કનક.નિવ ની આતુરતા વધી કે મારે પેલા કઈ છોકરીને મળવું પેલી મધુર અવાજ વાળી જેના સાથે પેલી ભેટ થઈ તે કે પછી આજ જેનો મેં અવાજ સાંભળ્યો તેને.

આમ રોજ નિવ પેલી બુટી વાળી છોકરીને શોધે અને કાનકને પણ જોવાનું એનું મન ઈચ્છા વ્યક્ત કરે પરંતુ બેય માંથી એક પણ મળી નહીં.તેને પ્રયત્ન છોડી દીધો.એક મહિના પછી પરીણામ આવ્યું. નોટીસબોર્ડ પર ટોપ ટેન વિદ્યાર્થીઓના નામ લગાવેલ હતા.નિવ ફટાફટ દોડી ને નોટિસબોર્ડ પાસે પહોંચવા ગયો ત્યાં વચ્ચે એક છોકરી આવી અને નોટીસબોર્ડનું લિસ્ટ જોવા લાગી.એના લાંબા વાળ નિવ ના ચહેરા પર ફરફરવા લાગ્યા અને હવાની એક માધુરી લહેરખી આવી ને તેની બુટીને હલબલાવી નાખી પાછો અવાજ આવતા નિવ ચહેરો જોવા સજ્જ થઇ ગયો.પણ પેલી કનક તો તેની મિત્રો જોડે એકદમ ખુશ થતી થતી એક મસ્ત ગીત ગાતી ગાતી ચાલી નીકળી.નિવ ને ખબર પડી ગઈ કે પેલી બુટી વાળી છનછન અને ગીત ગાવવાળી કનક બેય એક જ છે.પરંતુ પ્રશ્ન હજી એ જ છે કે તેનો ચહેરો જોવો કંઈ રીતે???

નિવ બીજે દિવસ નક્કી કરીને નીકળ્યો કે આજ તો પેલી નો ચહેરો જોઈને જ રહીશ.તેણે કાલનું પરિણામ જોવાનું બાકી હતું તેથી નોટીસબોર્ડ પાસે ગયો અને જોયું ત્યાં આખો ફાટી રહી લિસ્ટમાં પેલી કનકનું નામ પહેલું હતું.અને તેના ચહેરા પર સ્મિત ફરી વળ્યું.એક છોકરી આટલી બધી હોશિયાર ગાવામાં કુશળ બધા જોડે મળી જાય તેવી હવેતો કનકને મળ્યે પાર કરીશ.તેણે કાનકની માહિતી મેળવી તેના ઘરનું સરનામું મળ્યું.

નિવ કનકને જોવા આતુર હતો.તે અવધપુર પહોંચ્યો.તે બીજે દિવસ સવારે તેના ઘરની બહાર ફૂલ વેચવવાળો બનીને ઉભો રહ્યો.સવારે કનકએ ઉઠીને બારી ખોલી મસ્ત ઝાંખો ઝાંખો સૂર્યપ્રકાશ તેના ચહેરા પર પડ્યો.નિવ ની નઝર ઉપર તરફ ગઈ અને તેને જોયું કનક હળવી આળસ મરડી રહી હતી.સફેદ ટોપમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી નિવ ની નઝર તેના પર હતી અને હાથમાં ગુલાબ ના ફૂલ હતા.કનક ની નઝર પણ નિવ પર પડી તેને લાગ્યું કે કોઈ ફૂલ વેચવા વાળા લાગે છે.તે ઝડપથી નીચે ઉતરી અને નિવ પાસે આવી કહ્યું લાલ ગુલાબ આપો.નિવ એ ગુલાબ આપ્યું તે લઈ ને ચાલી ફરી પાછો તેનો દુપટ્ટો નિવ ના ચહેરા પર છવાય ગયો અને તે કનક પર ફિદા થાય ગયો.

પછી નિવ ચાલી નીકળ્યો.તે કોલેજ ગયો.ત્યાં કનકને જોઈ અને કનકએ પણ તેને જોયો.કનકને થયુ કે જેને તો સવારે ફૂલ વેંચતા જોયો હતો તે તો કોલેજમાં છે, એના મન માં પ્રશ્ન થવા લાગ્યા કે એ છોકરો કેમ ફૂલ વેચતો હશે? તે ફૂલ વેચી પૈસા કમાઈ ને ભણતો હશે?? એવા ઘણા પ્રશ્નો કનકને થયા.તેણે તેની મિત્રોને પૂછ્યું પેલો છોકરો કોણ છે?? છોકરીઓએ જવાબ આપ્યો એતો કોલેજનો બધાથી હોશિયાર અને દેખાવડો છોકરો નિવ છે.

કનકને પણ વિચાર આવ્યા કે હોશિયાર છોકરો છે તો ફૂલ વેચવા મારા ઘર પાસે કેમ આવ્યો હશે?? મારે તેને મળી ને પૂછવું પડશે.બીજે દિવસ નિવ ને કનક એ શોધ્યો પણ તે ના મળ્યો.કનકને પૂછવામાટે આતુરતા થઈ.

નિવ ને કનક જોડે પેલી જ વાર માં પ્રેમ થઈ ગયો.એનું પરિણામ નીચું ગયું તેથી અમરસિંહ એ કારણ પુછ્યું કેમ પરિણામ માં ફેર પડ્યો ??નિવ એ કહ્યું કે પિતાજી એક વિદ્યાર્થીની આવી છે તેનો આ આ વખતે પ્રથમ નંબર આયો છે.પિતા એ કહ્યું ઠીક.નિવ કનકને મળ્યા પછી એના વિચારોમાં રહેતો.ખાવાપીવાની ભાન ના રેહતી.ક્યારેક કલાકો સુધી મનમાં કનકની છબી આવ્યા કરતી અને તે નિહાળ્યા કરતો.પિતાને આ વાત ખટકી કે મારા દીકરાને થયું છે શું?? કારણ જાણવા મળ્યું તો કનક હતું તે કરણ.

કનકની માહિતી અમરસિંહ એ ભેગી કરી.ખબર પડી કે તે બાજુના ગામ અવધપુર ના પ્રમુખની દીકરી છે.જેની સાથે વરસો પહેલા જામીન માટે ઝઘડો થયેલો અને તેમાં અમારસિંહની બેનનું મૃત્યુ થયું હતું તે વાત યાદ આવી ગઈ.નિવ તો હજી એક વાર જ મળ્યો હતો કનકને.પણ જાણે જનમ જનમ થી બેય સાથે હોય તેવું લાગતું.પરંતુ અમરસિંહ બદલાની આગમાં બળતા હતા આ વાત નિવ ને નહતી ખબર.
એના પ્રેમની શરૂઆત થાય તે પહેલાં તેનો અંત આવી જશે તેની નિવ ને નહતી ખબર.

અમરસિંહ કનકને નુકશાન પહોંચાડવા માંગતા હતા જેથી બદલો પૂરો થાય પરંતુ નિવ આ બાબતથી બેખબર હતો.એને મનથી નક્કી કર્યું કે હું કનકને મળીને મારા દિલની વાત કરીશ.પરંતુ અમરસિંહ એ કનકને મરાવવાનું કાવતરું કરી નાખેલુ.

શનિવારની રાત હતી કનક બારી પાસે બેસીને વાંચતી હતી.ત્યારે લગભગ રાતનો એક વાગ્યો હશે. ત્યાં અચાનક કાંઈક ખળભળાટ સંભળાયો.કનકએ તરફ જોયું કોઈના બતાયુ. તે નીચે આવી અને રસ્તા પર ચાલવા લાગી કોણ હતું એ શોધવા લાગી ત્યાં અચાનક  પાછળથી કોઈએ છરી મારી એક વાર બે વાર અને કનક ત્યાં ઢળી પડી.બીજી તરફ નિવ તેના દિલની વાત કહેવા માટે આતુર બન્યો તેણે ન રાત જોઈ ન દિવસ તે ચાલી નીકળ્યો.કનક ના ઘર બાજુ.પરંતુ ત્યાં અડધા રસ્તે એક લાશ પડી હતી કુતરા ભસતા હતા. નિવ તે તરફ ગાયો.ત્યાં કોઈ છોકરીની લાશ પડી હતી.તે લાશ નજીક ગયો અને લાશ નું મોઢું જોવાનો પ્રયત્ન કર્યોં.લાશનું મોઢું જોતા તેના હૃદય માં ધ્રાસકો પડ્યો.તે કાનકની લાશ હતી.જેને પોતે દિલ દઈ બેઠો હતો તેને જીવ થઈ પણ વધુ પ્રેમ કરતો હતો

તેના હૃદયના ધબકાર બંધ થઇ ગયા.કનકને એ હવે દિલની વાત ક્યારેય નહીં કહી શકે.બેય મળ્યા પણ ના મળ્યા જેવું મળ્યા. પછી બીજે દિવસે સવારે અમરસિંહ પસ્તાવો કરવા લાગ્યા કે કાશ મેં કનકને ના મારવી હોત તો મારો દીકરો જીવતો રહેત. પણ વિધિના વિધાન માં કોણ મેખ મારી શકે.

એક નઝરના પ્રેમને મારી સલામ....

મોરલ : બદલો લેવાની ભાવના ક્યારેક પોતાના લોકોનો ભોગ લઈ લે છે.તેથી બદલો લેવાનું ટાળવું જોઈએ.