Shadyantra books and stories free download online pdf in Gujarati

ષડયંત્ર

મહાન ઉદ્યોગપતિ મિ.રાઘવ ના બંગલા માં હમણાં થોડા સમય થી શંકાગ્રસ્ત ભયજનક વાતાવરણ આવી પડ્યું હતું. ખ્યાતનામ વકીલ અને ઓફિસરો ને આ કેસ માં નીમ્યા હતા. પણ પરીણામ શૂન્ય આવતું હતું. કોણ હોઈ શકે ?? શા માટે આવું કર્યું હશે ??.... આવા અઢળક વિચારો માં હમેશા ખોવાયેલા રહેતા મિ. રાઘવ....

 બાળપણ થી જ ઘનિષ્ટ પરિવાર માં ઉછરેલા મુંબઈ જેવી નગરી માં વસતા મિ. રાઘવ ને શહેર માં સહુ કોઈ 'રાધવદાદા' થી ઓળખતું. 21વર્ષ ની ઉંમરે ધંધા ની જવાબદારી સમભાળનાર રાધવદાદા કુશળ સફળ વ્યક્તિ હતી. 22 વર્ષ ની વયે સ્વરૂપવાન રંજીતા સાથે રાઘવ ના લગ્ન થયા હતા. બંગલો જેટલો વિશાળ હતો એટલો જ એ પરિવાર થી ગાજી ઉઠતો. 14 ઓરડા વાળો બંગલો 12 લોકો થી ભર્યો રહેતો. સાથે નોકર ચાકાર પણ અવિરત કામ માં વ્યસ્ત રહેતા. આમ જોવા જઈએ તો 12 માણસો નો પરિવાર એક જ બંગલા માં રહેતો. રાઘવ અને રંજીતા એ 3 પુત્રો અને 6 પૌત્રો સાથે બંગલા માં રાજી ખુશી થઈ રહેતા.

બધા પોતપોતાની જવાબદારી અને ફરજો પૂર્ણ રીતે નિભાવતા ને સુખી સુખી રહેતા. બે વરસ પહેલાં રાઘવ ના વચલા પુત્ર-પત્ની નિર્મલ- નિમિષા નું એક્સિડન્ટ માં દેહાંત થયું હતું. પણ બીજા બે ભાઈઓ એમના પુત્ર પુત્રી ને ખૂબ સારી રીતે રાખતા. કાળજી રાખવી પડે એમ જ હતી. કેમ કે નિર્મલ નો પુત્ર નિસર્ગ માનસિક બીમારિગ્રસ્ત અપંગ થઈ ચૂક્યો હતો.

રાઘવ દવા બનાવવાની ફાર્માસ્યુટિકલ કંપની નો માલિક હતો. વર્ષો થી ચાલતી આ કંપની ને જાણે કંઈક કલંક લાગ્યો હોઈ એમ સ્થગિત થઈ ચૂકી હતી. એટલા વર્ષો ની નામના, દોલત , ઓળખાણ આજે કશી કામ આવતી ન હતી. કોઈ પણ ઓફિસર એની લાંચ માં આવતા ન હતા. સંપૂર્ણ પુરાવા સાથે એના પર દાગ લાગ્યો હતો.   
આવું કેમ......?? કોણે વિરોધ ઉઠાવ્યો...?? કોણ રાધવદાદા ની સામે લડવા ઉભું થયું .....???

 રાઘવ સહિત તેના બે પુત્રો શ્યામ અને મેઘ પણ વિચારો માં ખોવાઈ જતા. કોણ એવું કરી શકે?? અને શા માટે ??. શરૂઆત માં રાઘવ એ એની કંપની માં કામ કરતા હરેક માણસ ની તલાશી લીધી. વોચમેન થઈ માંડી ને પી. એ. સુધી ના તમામ લોકો પર શંકા કરી ને મામલો ઉકેળતા પ્રયત્ન કર્યો. પણ ક્યાંય થી એકેય સબુદ ના મળ્યા. બન્ને દીકરા તથા પૌત્રો ને પણ પૂછ્યું કે કોઈ દુશ્મન હોઈ જે બદલો લેતો હોઈ એ આવું કરી શકે. પણ એવું કશું બન્યું જ ન હતું કે કોઈ સામે ઉભું થાય. હરીફાઈ ના ધંધા માં ઈર્ષા ઘણા કરે પણ પોતાની અંગત માહિતી બહાર સુધી કઈ રીતે પોહચે..?? આ એક મોટો સવાલ હતો રાઘવ સામે.. છેલ્લે પોતા ના બેય દીકરા પર પણ શંકા થવા માંડી. વિચારો આવવા લાગ્યા કે પોતાની પાસે રહેલ 40%મિલકત મેળવવા માટે દીકરા એવું કરી શકે ખરા...!! પણ ના, એવું કશું એ લોકો એ કર્યું ન હતું...તો  કોણ હોઈ શકે...??

ટી.વી. અને હરેક મીડિયા પર રાધવદાદા ની ચર્ચાઓ થવા લાગી. શહેર માં હાહાકાર મચી ગયો. આવડા મોટા માણસ ની આવી ફજેતી..!! ટુક સમય માં રાધવદાદા નો કેશ ફાઇલ થયો. કોર્ટ માં રાધવદાદા ને બોલાવામાં આવ્યા.

"તમામ જરૂરી દસ્તાવેજ , ફાઈલો અને પુરાવા સાથે મિ. રાઘવ તમારા પર 132 લોકો ના મૃત્યુ નો આરોપ લાગ્યો છે. તમારી કંપની ઝેરી તત્વો ની ભેળસેળ કરી ને બજાર માં સસ્તા ભાવે દવા વેચી રહી છે. એ દવા પીવાથી 132 લોકો નું મૃત્યુ થયું છે. આ બધા કાગળો તમની સાબિતી પુરી પાડે છે." વકીલ જોસપૂર્વક બોલ્યા.

રાઘવ ની આંખો ફાટી ગઈ. મારા પોતાના... તમામ કાગળો અહીં કોર્ટ સુધી..!! અંગત માહિતી....આ બધી ફાઈલો કંપની માંથી ચોરી કઈ રીતે થઈ...?? how its possible..??...

કોર્ટ ની તારીખો પાડવા લાગી. ખ્યાતનામ વકીલ રાખ્યા આ કેસ માં. પણ જીતવાની ઉમ્મીદ દેખાતી ન હતી. હજારો મોઢે રૂપિયા ની લાંચ આપી છતાં કેસ પાછો ખેંચાતો ન હતો.

અચાનક જ...એક સવારે ચા ની ચૂસકી સાથે રાઘવ નું મગજ સતેજ બન્યું...આમ તો જોકે કેટલી વાર વિડિઓ જોયો હતો પણ આજ ખબર નઈ કેમ ફરીથી કંપની ના cctv કેમેરા ની છેલ્લા 15 દિવસ ની કલીપ મંગાવી. ધ્યાનપૂર્વક બધા જોવા લાગ્યા....

કલીપ જોતા બધું નોર્મલ લાગ્યું પહેલાની જેમ જ. સ્ટાફ લોકો પોતપોતાનું કામ કરી રહ્યા હતા. વોચમેન ચોકીદારી કરતો, ક્લાર્ક ડોક્યુમેન્ટ કરતો, મશીનો ડિજિટલ રીતે ચાલતા, સ્ટાફ વર્ક પર વ્યસ્ત  હતા, વેઇટર એનું કામ કરતા, બધું વ્યવસ્થિત જ ચાલતું. સમય અનુસાર ચા કોફી દસ્તાવેજ મિટિંગ ફાઈલો બધું ગોઠવાતું.

કલીપ માં અમુક વસ્તુ અજીબ લાગી પણ એના પર કોઈ  નિશાન ન જતું આ બધુ થવા માં. જેમ કે કયારેક વેઈટર દીવાલ માં હાથ પછાડતો ગયો તો કયારેક ટ્રે પડી જતા વાંકો વાળ્યો ને... શંકા નું સમાધાન થઈ જાય  એટલે વેઈટર ને બોલાવી ને તલાસી લીધી. પણ એ નિર્દોષ નીકળ્યો. ફરીથી સવાલો ઉભા થયા... તો કોણ હોઈ શકે આ બધું કરવા વાળું..??

છેવટે કેસ પૂર્ણ થયો. રાઘવ તરફ નિર્દોષ માટે ના એકેય પુરાવા ના મળ્યા. એને સજા ફટકારવામાં આવી. મૃત્યુદંડ.... તારીખ પડી કે આ દિવસે એમને સજા થશે... રાઘવ ને ફાંસી પર લટકાળવા તૈયાર કર્યો. એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી... પોતાના પરિવાર ને મળવા ની ઈચ્છા વ્યક્ત કરી. પરિવાર ત્યાં પોહચી ગયો.. પરીવાર ને પૂછે છે કે જો તમારા કોઇ માંથી મને દગો દીધો હોઈ તો મને બતાવી દો...!! મારી જિંદગી ની છેલ્લી ઘડી એ મને સત્ય બતાવી દો... સૌ કોઈ મૌન ઉભા રહ્યા... કોઈ પણ આવું ષડયંત્ર કર્યું ન હતું...એટલામાં એક ઓફિસર આવે છે ને રાઘવ ને કહે છે.....

"સત્ય શુ છે એ હું તમને કહું.....

તમે તમારી કંપની માં દવા નું ભેળસેળ કરો છે એ વાત તમે તમારા વચલા દીકરા નિર્મળ થી છુપાવી હતી. એને આ વાત ની જાણ થતાં એને તમને આ કામ કરતા રોક્યા. પણ પૈસા ની મોહ માયા માં ડૂબેલા આપે એની વાત અવગણી. છેવટે એને તમને ધાક આપી કે પબ્લિક માં આ વાત જાહેર કરશે , તો તમે એક ષડયંત્ર રચી નાખ્યું.... દીકરો અને વહુ ને કોઈક કામ માટે બહાર મોકલી એમનું એક્સિડન્ટ કરાવ્યું ને મારી નાખ્યા. પણ નિર્મલ ને તમારી ચાલ ની ગંધ આવતા એને એના બહાર ફોરેન્સિક માં ભણતા પુત્ર નિસર્ગ ને વાત કહી. એમનું મૃત્યુ અકસ્માત માં થયું એ વાત નિસર્ગ માનવ તૈયાર ન હતો. એને મર્ડર થયુ છે એ વાત પાકી લાગતી. એને તમારી સામે બીજું ષડયંત્ર રચ્યું. અભ્યાસ પૂરો કરી ને ઘટના ઘડી કે એને માથા માં ઇજા થઈ હોવાથી માનસિક રીતે અપંગ થઈ ગયો. ઘરે રહી ને મંદબુદ્ધિ ના વ્યક્તિ ની જેમ જીવન જીવીને સતત નજર રાખી. કોણ ક્યાં કયારે શુ કરે છે. પછી મોકો મળતા બધુ પ્લાનિંગ કર્યું. વેઈટર નું દીવાલ માં હાથ પછાડવો એ એક ઓડીઓ ક્લિપ લગાડવાનો પ્લાન હતો. ટેબલ પાસે નીચે વળવું એ એક માઇક્રોફોન લગાડવાનું હતું. તમને જમવામાં દવા ભેળવી બીમાર પાડવા ને પછી મોકો મળતા જરૂરી દસ્તાવેજ  ફાઈલો મેળવવી..આ બધું  નિસર્ગ ના જ પ્લાન થી શક્ય બન્યું."

રાઘવ સહિત બધાની આંખો ખુલી રહી ગઈ.... અત્યાર સુધી જે વ્યક્તિ બેસમજ, ગાંડા માં ગણાતો એ આજે એક રમત રમી ગયો...!! રાધવદાદા ની સામે પડકાર માં ષડ્યંત્ર રમ્યો....!!

" ક્યાં છે એ નિસર્ગ.... મારે એને મળવું છે"... રાઘવ બોલ્યો.

એટલા માં એક દાઢી વાળો ચશ્માં પેહેરી ને ઓફિસર ના યુનિફોર્મ માં છાતી  ફુલાવી ને ગજ ગજ હાજર થાય છે.....

"મને માફ કરજો દાદા ....ન્યાય અને નીતિ થી જિંદગી જીવવાનું મને મારા માં-બાપે શીખવાડ્યું હતું .તમે પૈસા ની પાછળ એટલા ડૂબી ગયા કે કોઈ ના જીવન ની કિમંત તમને શૂન્ય લાગવા લાગી. એટલે મારે આ કામ કરવાની જરૂર પડી....

ષડયંત્ર તમે રચ્યું અને પૂર્ણ મેં કર્યું....!!"