Jeevit books and stories free download online pdf in Gujarati

જીવીત

ઓફીસ માં આજે ઊજવણી નો માહોલ હતો. શીલા ની નોકરી ને 2 વર્ષ અને જન્મદિવસ ના 24 વર્ષ પૂર્ણ કર્યા ની પાર્ટી હતી. ઓફીસ ના સ્ટાફ લોકો ખુશી ખુશી થી પાર્ટી માણી રહ્યા હતા. જાતજાતની ભેટ અને કિંમતી વસ્તુઓ ની લાઈન થઈ હતી. બધા ને હરખભેર આભાર માની ને શીલા એ અને સહુ કોઈ એ પાર્ટી માંથી વિદાઈ લીધી.

                રોજ ના નિત્યક્રમ પ્રમાણે શીલા ની  સવાર ચા ની ચૂસકી ને અખબાર સાથે થતી. હાથ માં ચા છે પણ હજુ અખબાર આવ્યું ન હતું. એટલા માં " લ્યો દીદી તમારુ અખબાર.આજે છપાસે નહીં એટલે કાલ રજા હો ". આટલું બોલી કરશન સાયકલ ચલાવા માંડ્યો. અખબાર થોડું આમતેમ ફંફોળ્યું ને પછી ઓફિસે જવા નીકળી.

           સ્કૂટી ઓફીસ તરફ જતી હતી. એટલામાં શીલા ની નજર રોડ પર રમકડાં વેચતી એક 45-50 વર્ષ ની સ્ત્રી પર પડી. ખબર નહીં કેમ પણ શીલા ની સ્કૂટી ની બ્રેક એની પાસે જ લાગી. ગાડી ઉભી રાખી ત્યાં તો પેલી સ્ત્રી બોલી

" બુન, કંઈક રમકડું લઈ લે ને છોકરા માટે ." 

સ્ત્રી દેખાવે ગરીબ લાગી. વસ્ત્રો તૂટેલા ને મેલા પેર્યા હતા. એના શરીર માંથી વાસ આવી રહી હતી.

" માસી, મારે હજુ લગન પણ નથી થ્યા. કોના માટે રમકડાં લવ.." શીલા બોલી.

"રમકડું રમવા માટે નહીં તો કઈ નહીં પણ મારા એક ટંક ના ખાવા માટે તો લઈ લે " દરિદ્ર અવાજ સાથે સ્ત્રી બોલી.

કંઈ પણ વિચાર્યા વિના શીલા એ પર્સ માંથી 100 રૂપિયા ની નોટ કાઢી ને રમકડું લઈ લીધું. શીલા ઓફીસ પહોંચી ગઈ. ઓફીસ ના કામ માં વ્યસ્ત થઈ ગઈ ને સાંજ પડી ને ઘર તરફ જવા નીકળી. આખા દિવસ નો થાક બા બાપુજી ના હસતાં ચેહરો જોઈને ઉતરી જતો. શીલા ના બા બાપુજી ઉંમર માં વૃદ્ધ હતા. એટલે ઘર માં કમાવનાર અને સંતાન માં આ એક જ હતી. રાત પડી ને શીલા પોતાના શાયનખંડ માં પોહચી. થયું કે જોવ તો ખરા કે કાલ ની પાર્ટી ની ભેટ માં લોકો એ શું આપ્યું છે. એક પછી એક એમ બધી ભેટ ખોલતી જાય છે. કિંમતી ઘડિયાર તો ડ્રેસ તો પર્સ તો મેકઅપ બોક્સ તો વૉલ પીસ તો ફોટાફ્રેમ તો વળી કોઈકે તો એક બુક..  આમ ઘણું બધું ભેટ માં આવ્યું હતું. ધીમે ધીમે બધું ખોલી રહી હતી.

              અચાનક એનું ધ્યાન એક બુક પર પડી. હાથ માં લીધી. બુક નું નામ તો કૈંક હતું 'ચમકારો'. શીલા ને થયું આવી તે વળી શુ બુક હશે. આમતેમ પુસ્તક ના પૂંઠા જોઈ ને સાઈડ પર મૂકી દીધી. હવે રાત અંધારી થવા લાગી હતી. શીલા પથારી પર સુવા આડી પડી. આમતેમ પડખા ફરી પણ ઊંઘ ન આવી. સામે પડેલ પુસ્તક પર મીટ કરી. ઊભી થઈ ને પુસ્તક લીધું. શરૂઆત ના પાના જોયા..લેખક ને પુસ્તક વિશે થોડી માહિતી હતી. એ વાંચવામાં કંટાળો આવ્યો શીલા ને. એક પાનું આગળ ફેરવ્યું તો વાર્તા શરૂ થતી હતી. થયું કે ચાલ એકાદ પાનું વાંચું. એક પાનું વાંચ્યા બાદ શીલા ની આંખ ફાટી ગઈ....સડાક દઈ ને પુસ્તક બંધ કરી દીધું. બાજુ માં રહેલ પાણી ની બોટલ એકી શ્વાસે પી ગઈ. સ્વપ્ન છે કે હકીકત..?? કઈ જ સમજાતું ન હતું..!! હિમંત કરી ને બીજું પાનું વાંચ્યું. પણ બસ હવે હિમંત ના હતી કે આગળ વાંચી શકે. કેટકેટલાય સવાલો સાથે શીલા ની સવાર પડી ગઈ.

         ફરીથી બીજી સવાર પડી ને શીલા નો નિત્યક્રમ શરૂ થયો. શીલા મુંજાયેલા મને ઓફીસ પહોંચી. એમ મન માં હજુ કાલ ની વાર્તા ના સવાલો જ ગુંજતા હતા. કાલ લીધેલું રમકડું હજુ પર્સ માં જ હતું. મન કામ માં બેસતું ન હતું. એટલે પર્સ માંથી રમકડું કાઢ્યું ને હાથ માં આમતેમ ફેરવવા લાગી. વિચારો ના વાદળ માં ખોવાયેલું મન અશાંત હતું. રમકડું કયારે હાથ માંથી પડી ગયું ખબર જ ન રહી. ફરીથી શીલા ના ધબકારા વધવા લાગ્યા. શું છે આ બધું ?? કઇંજ સમજાતું ન હતું. પુસ્તક ના પાનાં ના શબ્દો  શીલા ની જિંદગી માં ઘટના સ્વરૂપે બની રહ્યા હતા. સ્ત્રી નું મળવું, રમકડું તૂટવું... પુસ્તક અને શીલા ની દિનચર્યા... એક જ સરખી થતી હતી.
              ફરીથી રાતે શીલા એ પુસ્તક ખોલ્યું. આગળ નો ઘટનાક્રમ બરાબર વાંચ્યો. જાણે ગોખી લીધો હોઈ એમ. સવાર પડી. શીલા પોતાના કામ માં વ્યસ્ત થઈ ઓફીસ જવા નીકળતી હતી એટલા માં અવાજ આવ્યો

"બેટા, થોડી વહેલી આવજેને આજ મારે મંદિર જવું છે સાંજે."  શીલા ના બા એ કહ્યું.

"હા, બા. વહેલી આવી જઈશ હો." શીલા એ કોમળતાથી કહ્યું.

સાંજે ઓફીસ થી છૂટી ને ઘર તરફ જવા મંડી. મન માં આજ હાશકારો હતો. કેમ કે જે પુસ્તક માં લખ્યુતું એવું કશું બન્યું ન  હતું અને બનવાનું પણ ન હતું કેમ કે સાંજે બા જોડે મંદિર જવાનું હતું..!! પણ રસ્તા માં ટ્રાફિક ખૂબ જામ્યો. ગમે તેમ કરી ને શીલા ઘરે પોહચી. પણ ઘરે તો તાળું હતું. " અરેરે... થોડું મોડું થઈ ગયું .બા તો જતા રહ્યા લાગે". શીલા મન માં બોલી.ઘર ની ચાવી લેવા બાજુ વાળા બા ને ત્યાં પહોંચી ગઈ.

" લીલાબા , અમારા ઘર ની ચાવી આપોને.. મારે થોડું મોડું થઈ ગયું ને બા જતા રહ્યા...! "
"હા, બેટા. ઘણી રાહ જોઈ પણ પછી કાંતા બા જતાતા એની જોડે જતા રહ્યા."

"પણ, બેટા તું ફ્રી હોઈ તો મારે થોડું કામ છે."
"હા, બા. બોલો ને શું કામ છે ?
" મારે અહીં જૈનદેરાસર જવું છે. તું મને ત્યાં લઈ જઈશ..??"
"હા. કઈ વાંધો નહિ. ચાલો બેસી જાવ મારી સ્કૂટી માં."

હજુ સુધી પણ શીલા ને હાશકારો જ હતો. કેમ કે પુસ્તક માં લખેલ ઘટના થવાને કોઈ મોકો જ ન હતો. ધીમે ધીમે સ્કૂટી જૈનદેરાસર તરફ જતી હતી. લીલાબા રસ્તો બતાવતા હતા ને શીલા એ રસ્તે જતી હતી. અચાનક જ લીલાબા બોલ્યા..

"ઉભી રાખ ને બેટા..!"
" કેમ બા, શુ થયું વળી ?"
"અરે વિચારું છું કે ચાલ ને આ આશ્રમ માં થોડી મુલાકત લઈ આવીએ. આમ તો કદી ક્યાંય જતા નથી. આતો રસ્તા માં આવ્યું તો થયું કે જઈ આવીએ...!!"

શીલા એ જેવી સ્કૂટી ઉભી રાખી ને માથું ઉંચુ કર્યું આશ્રમ તરફ જોવા... ને શીલા ના દિલ ના ધબકારા બંધ પડી ગયા હોય એવું બન્યું. આ તો અનાથાશ્રમ...!! પુસ્તક ના શબ્દો હવે સાચા થવા માંડ્યા. ધડ ધડ ધડ અંદર હૃદય માંથી અવાજ આવવા લાગ્યો.  સ્કૂટી આશ્રમ ની અંદર પહોંચી. લીલાબા એ થોડી મુલાકત લીધી ને પછી નીકળ્યા. દરવાજા પાસે પહોંચ્યા ત્યાં અચાનક બુમ સંભળાઈ...

"બુન, મને આમાંથી મારી છોકરી આપો ને...ઓ બુન..."

શીલા એ નજર કરી તો એ એજ સ્ત્રી હતી જે રોડ પર હતી. રમકડાં વેચતી હતી. ગાડી ઉભી રાખી ને પૂછ્યું કે શું થયું છે.તમે કેમ અહીં ઉભા છો.

"બુન, મારી છોકરી અહીં છે. મને લાવી આપો ને...અંદર સાહેબ મને ના પાડે છે. કહે છે કે તારા જેવા ભિખારી ને છોકરા દાન માં ના મળે."

સંસ્થા ની વાત પણ સાચી હતી. અનાથાશ્રમ માંથી ગમે તે વ્યક્તિ ને બાળકો ના મળી શકે. એટલે શીલા શુ કરી શકે.એને પેલી સ્ત્રી ની વાત કાને ના લીધી ને ગાડી ત્યાંથી ઘર તરફ લીધી. મન માં બહુ ગભરાટ હતી. કેમ કે આજ ની ઘટના પુસ્તક પ્રમાણે બની ચુકી હતી. અનાથશ્રમ જવું , ત્યાં પેલી સ્ત્રી નું મળવું.....કંઈક સવાલો એ એને ઘેરી લીધી હતી.

ફરીથી સવાર પડી. શીલા રોજ પ્રમાણે ઓફીસ નીકળી. ત્યાં પહોંચી ને એને એની ફ્રેન્ડ રેખા ને આખી વાત કરી. પુસ્તક ની વાત ના કરી પણ એમ જ એ સ્ત્રી ની ઓળખાણ પૂછી. રેખા એ કહ્યું કે એ બ્રેક માં આખી વાત કરે.

" હા, હું ઓળખું છું એ બાઇ ને... એનું નામ શુશીલા છે. એ આજ થી 20 વર્ષ પહેલાં એક મલ્ટી નેશનલ કંપની માં નોકરી કરતી. દેખાવે બહુ જ સુંદર હતી. શુશીલા અને સાગર બને સાથે નોકરી કરતા અને સાથે સાથે પ્રેમી પણ હતા. પણ અચાનક વાયરો થોડો બદલાઇ ગયો. કંપની ના બોસ ની નજર ઘણા સમય થી શુશીલા પર હતી. એને શુશીલા ને પોતાની તરફ આકર્ષવા પ્રયત્નો શરૂ કર્યા. શુશીલા એની જાળ માં ફસાઈ ગઈ. દોલત અને એયાશી ની જિંદગી ના સપના માં એ ખોવાઈ ગઈ. એનું વર્તન ને વ્યક્તિત્વ બદલાઈ ગયું. સાગર તરફ નો પ્રેમ પણ સુકાઈ ગયો. શરૂ શરૂ માં બહુ જ સારું ચાલતું. પણ પછી ધીમે ધીમે બોસ એ પોતાનો અસલી ચહેરો દેખાડી દીધો. જાતીય સબંધો તો ઘણી વાર બાંધ્યા. વચ્ચે ખબર પડી કે એના ગર્ભ માં બોસ નું બાળક ઉછરી રહ્યું છે તયારે બોસ એ બીજી ચાલ ચાલવાનું શરૂ કરી દીધું. પેહલા તો બાળક કઢાવી આપવાનું ઘણું કહ્યું પણ શુશીલા માની નહીં. એટલે બાળકી ના જન્મ થતાંવેંત જ એને અનાથાશ્રમ માં મૂકી આવ્યો ને શુશીલા ને કહ્યું કે એને મૃત બાળકી જન્મી છે. પછી શુશીલા પર અત્યાચાર ને બીજા પાસે જાતીય શોષણ કરવા લાગ્યો. શુશીલા ના ગંદા કર્યો ને લીધે ઘરે થી તો ક્યાર ની કાઢી મૂકી હતી. હવે એ આ નરક માં સપડાઈ હતી. અત્યાચારો ને શોષણ નો ભોગ બનેલી શુશીલા ને માનસિક બીમારી થઈ છે એવું કહી ને ગામ માં એની બદનામી કરી નાખી. એની જિંદગી નરક થી પણ વધુ ખરાબ હતી. કોઈ બોલાવતું ન હતું. બોસ એ ત્યાંથી પણ કાઢી મૂકી. ખાવા ના પણ ફાંફાં હતા. પાછળ થી એને ખબર પડી કે એને ત્યાં જીવિત દીકરી નો જન્મ થયો હતો. જયારે એનામાં રહેલ માતૃત્વ ની ભાવના જાગે તયારે એ અનાથાશ્રમ તરફ દોડી જાતી... "

"oh my god...શુ જિંદગી હતી એ બાઈ ની.." શીલા બોલી.
"પણ...પણ.. " બોલતા અટકી ગઈ ને કામ માં વ્યસ્ત થઈ ગઈ.

રાત્રે ફરીથી પુસ્તક હાથ માં લીધું ને આગળ આગળ પાનાં વાંચતી ગઈ. જેમ રેખા એ કહ્યું હતું એમ જ પુસ્તક ના શબ્દો બોલતા હતા... પણ.. છેલ્લા દસેક પાનાં કોરા હતા..આગળ કઈ જ લખ્યું ન હતું. છેલ્લા પાના પર એક જ શબ્દ હતો...

" મારી દીકરી"

અચાનક જ એક ચમકારો થયો...યાદ આવ્યું... આ પુસ્તક કોને ભેટ માં આપ્યું છે..??  ભેટ લિસ્ટ માં ગોતવા માંડી. આવ્યું તો ખરા લખાઈ ને પણ બરાબર વંચાતું ન હતું કે કોને આપ્યું છે એ... લાઈટ પાસે જઈ ને જોયું તો લખ્યું હતું ..

"Happy birthday shila...got more achievments  in your further life.....From : Mr. Aarav "

" મિ. આરવ......?????????"

મિ.આરવ એ મને આ પુસ્તક આપ્યું...?????
શા માટે ... ??
મારે ને આ પુસ્તક ને શુ સબંધ હોઈ શકે .. ??
મિ. આરવ ને સત્ય હકીકત ની ખબર હશે કે... ??

જાતજાત ના સવાલો સાથે ફરીથી શીલા ની સવાર પડી. ફટાફટ આજે ઓફીસ જવા નીકળી. સીધી આરવ ની કેબીન માં પહોંચી. પુસ્તક વિશે ની બધી વાત કરી. સાથે પોતા ના જિંદગી માં થયેલ ઘટના ની વાત કરી.

"હા એ બાઈ, એટલે કે શુશીલા... એની પુત્રી એટલે કે શીલા.. તું પોતે જ..."

"પણ, મારે તો બા બાપુજી બેય છે. હું અનાથ નથી "

"જન્મ ની સાથે જ તું અનાથ હતી. તારા અત્યાર ના બા બાપુજી એની 45 ની ઉંમરે નિઃસંતાન હોવાથી તને અનાથાશ્રમ માંથી લાવ્યા હતા જયારે તું માત્ર 15 દિવસ ની જ હતી."

" ના હોઈ... આ વાત ખોટી છે. "

"તો પૂછી લે ઘરે ફોન કરી ને..."

શીલા એ તરફ ફોન લગાડી ને આખી વાત કરી. બા એ સાચી હકીકત કીધી. શીલા અનાથ હતી. એને ઉછેરી ને મોટી કરી... પગ નીચે થી જાણે ધરતી ખસી ગઈ હોઈ એવું શીલા ને લાગ્યું. આભળીભાભળી બની ગઈ એ. આંખ માંથી અશ્રુ ની ધારા વહેવા લાગી...

"હા ચલો બધી વાત સાચી..  મિ. આરવ...
પણ તમને કઈ રીતે ખબર આ બધું..???
મને આ સંદેશ મોકલવાનું કારણ કંઈ ???
શુ તમે જાણતા હતા શુશીલા અને મને ??
કોણ છો તમે ??? "

"હું મિ. આરવ... એટલે કે ... મિ. સાગર નો પુત્ર......"

ફરી એક વાર ધડાકો... દિલ બંધ પડી ગયું.....

આરવ , શીલા ને એ રોડ પર લઈ ગયો જ્યાં શુશીલા રમકડાં વેહચતી હતી... શુશીલા ની સામે જઈ ને કહ્યું

" માસી ! તમે કેટલાય વર્ષો થી જે દીકરી ની રાહ જોતા હતા એ આ તમારી સામે ઉભી....શીલા..."

શુશીલા સામે એક ચમકાર થયો હોઈ એવું બન્યું...

માઁ નો તરસતો ખોળો આજે ધોધમાળ વરસાદ થી ભીનો થઈ ગયો. શુશીલા એ શીલા ને ભેટી પળી ને મોં માથી શબ્દો               
નીકળી પડ્યા.......

" મારી દીકરી....!! "