કાશ... - 6

(આપણે આગળ જોયું કે સનમ સાહિલને મળીને એના દિલની વાત કેહવા માંગે છે ત્યારે જ સાહિલનો ફોન આવે છે અને એ પણ સનમ ને મળીને કંઈક કેહવા માંગે છે હવે આગળ ...)

સમય સાડા સાત , સ્થળ પ્રિયા હોટેલ ,સનમ ટાઈમની પાક્કી હતી એટલે તે ટાઈમ પર પોહચીને સાહિલની રાહ જોઈ રહી હતી. સ્કાય બ્લુ રંગની કુર્તી કેમકે સ્કાય બ્લુ રંગ સાહિલનો ફેવરિટ હતો ,એક હાથ માં બ્રેસલેટ, બીજા હાથમાં વોચ, આંખોનું કાજળ એની મોટી અણિયારી આંખોને વધુ મારકણી બનાવતું હતું , લાંબા કાળા  ખુલ્લા વાળ , અને હાઈ હિલ ના સેન્ડલ આમ તો સનમને  બહાર જવું કે તૈયાર થવાનો શોખ જરાય નહોતો પણ આજની સાંજ સનમ માટે  ખાસ હતી. કેમ કે એ આજ પેહલી વાર સાહિલને મળી રહી હતી.

ત્યાંજ પાછળથી કોઈએ સનમના માથે ટપલી મારી ,સનમ એ પાછળ ફરીને જોયું બ્લેક પેન્ટ ,વાઈટ પર સ્કાય બ્લુ રંગની પ્રિન્ટ વાળો શર્ટ , હાથમાં ck ની બ્લેક વોચ , લેધર ના બ્રોઉન શૂઝ , માથામાં જેલ નાખીને ઓળેલા વાળ, ગોળ ભરાવદાર ચેહરો, એના ગાલમાં પડતા ખાડાને લીધે એનું સ્મિત કોઈનું પણ મન મોહિલે તેવું  ઓહ્હ્હહહ આતો તો સાહિલ...

સાહિલને જોઈને હું સ્તબ્ધ થઇ ગઈ. સાહિલ આગળ આવીને ટેબલની સામેની ખુરશીમાં પોતે ગોઠવાઈ ગયો.

"હાઈ સનમ ! સનમ ,પેહલા તો સોરી મેં તને રાહ જોવરાવી એ માટે " એ દિલગીરી વ્યક્ત કરતા બોલ્યો 

" અરે ના! સાહિલ, હું પણ હમણાં જ આવી છું"  મનની ખુશીને મનમાં રાખતા હું બોલી

પાંચ મિનિટ ઔપચારિક વાતો કરીને હું બોલી સાહિલ મારે તને કંઈક કેહવું છે

મારી વાત કાપતા જ સાહિલ બોલિયો નહિ ! પેહલા હું કહીશ ! મારી વાત વધુ ઈમ્પોર્ટન્ટ છે અને એ વાત આજેજ કહેવી બહુ જરૂરી છે સાંભળ સનમ આઈ એમ ઈન લવ  સનમ , આઈ એમ ઈન લવ "

" excuse me sir may i have your order please" અમારી સામે જોઈને વેઈટરએ પૂછ્યું 

મનમાં તો બોવ ગુસ્સો આવ્યો .આજ ટાઈમ પર આને ઓર્ડર લેવા આવવું તું,  થોડી વાર પછી નોહ્તું અવાતું , અરે ભાઈ અમને એકલા મુકો કોઈ , હું મનમાં વિચારતા બોલી 

" હા સનમ ,આપણે પેહલા ઓર્ડર આપી દઈએ, તું શું લઈશ? " મેનુમાં જોઈને સાહિલે પૂછિયું

" કઈ પણ જે તું ઓર્ડર કરે એ " હલકા સ્મિત સાથે હું બોલી 
હાશ વેઈટર ઓર્ડર લઈને ગયો , બોલ ! સાહિલ બોલ , મારા કાન  તરસી રહિયા છે સાંભળવા,  મનમાં હું વિચારી રહી હતી

" સનમ હું એક છોકરીને પ્રેમ કરું છું , એ બોવ જ સારી છે જ્યારે થી એને જોઈ છે ત્યારથી હું એના જ વિચારોમા છું અને તને ખબર છે એ મારી ખાસ મિત્ર પણ છે " સાહિલ એકી શ્વાસે બોલી રહ્યો  હતો

ખાસ મિત્ર તારું મારા સિવાય છે પણ કોણ ,મને ખબર છે એ હું જ છું ,હવે બહુ  નો ખેંચ બોલી દે સાહિલ, મારા મનમાં  બબડાટ હજુ ચાલુ જ હતો .આજ મારુ મન એના મુખે મારા નામ સાંભળવા અધીરું થઇ રહ્યું હતું

" પણ સનમ મને બીક લાગે છે એ મારી ખાસ મિત્ર છે જો એ મારા માટે કઈ લાગણી નઈ ધરાવતી હોઈ અને એને મારી વાતનું ખોટું લાગી ગયું તો, અમારી દોસ્તી તૂટી જશે !અને હું એને ખોવા નથી માંગતો, સનમ કઈ સમજાતું નથી. હુ શું કરું હવે તું જ કંઈક વિચાર ?" સાહિલ મારી આંખોમાં જોઈને બોલી રહ્યો હતો

અરે વાહ હું અને સાહિલ બંને સરખા છીએ. બંને એક સરખું જ વિચારીયે છીએ. બંનેને એક બીજાને ખોવાનો ડર છે ! બંનેના મન માં પ્રેમ છે ! પણ જરૂર હતી કોઈના પહેલની પણ કોઈ સાહિલને કહો કે હું નારાજ નઈ થાવ સનમ તારી જ છે પાગલ હું મનમાં બોલી રહી હતી જાણે સાહિલ મારા મનની વાત સાંભળીરહ્યો હોય.

" પણ સાહિલ છોકરીનું નામ શું છે ?" મારી ધીરજ હવે ખૂટી રહી હતી જેમ રાધા કૃષ્ણની વાંસળી ના સુર સાંભળવા અધીરા હતા મારી સ્થિતિ પણ કંઈક એવી જ હતી. મારુ દિલ એટલું જોર જોર થી ધક ધક કરી રહ્યું હતું કે જાણે મારુ દિલ હમણાં શરીર માંથી બહાર નીકળી મારા હાથ માં આવી જશે.

" તો સાંભળ સનમ એનું નામ છે " સાહિલ બોલી રહીયો હતો હું પણ મારી આંખો નીચી કરીને હૈયામાં શ્વાસ ભરીને એકચિત્તે સાંભળી રહી હતી

" કાવિયા , મારી કાવિયા,  " એ બોલિયો

મારા કાન ચમકીયા મેં નજર ઉપર કરી ને પૂછિયું " કાવિયા ! કોણ કાવિયા?"

" અરે કાવિયા મારી જ જોડે મારી કોલેજ માં ભણે છે શું વખાણ કરું એની સુંદરતાના , એની કોયલ જેવી બોલી, એની ફેશન સેન્સ ,આહ્હ યાર એની સામેથી નજર હટાવાનું મન જ ના થાઈ...." સાહિલ બોલી રહ્યો  હતો

અને હું સાંભળી રહી હતી.... એક જ જાટકે હું આકાશમાંથી જમીન પર ફચડાઈ પડી. હું જેની પાછળ ભાગતી હતી એ મૃગજળ હતું એનું વાસ્તવિકતા સાથે કોઈ સબંધ નથી. જાણે  કોઈ ધાર દાર વસ્તુ મારા દિલ ને ચીરી રહી હોય .એક તરસિયો કુવા પાસે આવીને પણ તરસો રહી ગયો. મારુ જીવન જાણે શુન્યાવકાશ થઇ રહ્યું  હતું કેવી સ્થિતિ હતી મારી,  અરે હું દિલ ખોલીને રડી પણ નથી શકતી મારુ મગજ કામ કરતુ બંધ થઇ ગયું. રહી રહીને એક જ વિચાર મારા મગજ માં આવતો હતો સાહિલ ! સાહિલ જેને પ્રેમ કરે છે એ હું નથી , થોડી વાર તો મન થયું કે એનો કોલેર પકડીને એને કહી દવ સાહિલ તને મારી આખો માં તારા માટે પ્રેમ ન દેખાયો.

" સનમ ! સનમ , કઈક તો આઈડિયા આપ કે હું એને મારા દિલની વાત કેવી રીતે કહું?" સાહિલ મારી સામે જોઈ રહ્યો  હતો

અને હું આજે બોલી શક્તિ હોવા છતાં પણ હું નિશબ્દ હતી શબ્દો ગળે  સુધી આવીને અટકી જતા હતા. ના ! સનમ ના  માનું છું હું સાહિલને પ્રેમ કરું છું પણ સાહિલ માટે તો હું એની બેસ્ટ ફ્રેન્ડ જ છું આજ મારુ નસીબ છે

વક્ત તો હમારા ભૂરા થા હી,
પર સોચ ના થા, કી ઇતના ભૂરા વક્ત ભી આયેગા "
" સોચાના થા એસા ભી હોગા,
બિન તેરે હમે જીના ભી હોગા"

પોતાની જાતને સ્વાસ્થ કરતા મેં કહીંયુ " વાહ્હહહ સાહિલ! , સાહિલ અને પ્રેમ ! સરસ ,તો વાટ કોની જોવે છે કહી દે એને"

મોં બગાડતા સાહિલ બોલિયો " એટલે તો તારી હેલ્પ જોઈએ છે. તું જેમ કહીશ એમ કરીશ હું , તારે જ મારી નાવડી પાર લગાડવાની છે સનમ "

એક સેકન્ડ વિચાર આવીયો  મારુ ! મારુ કહીંયુ કરીશ સાહિલ ! તો ભૂલી જા કાવિયા ને કેમ કે હું તને પ્રેમ કરું છું પણ બીજી જ સેકન્ડ,  સનમ આ શું વિચારે છે તું!  સાહિલ તારી પાસે એક આશ લઈને આવ્યો  છે.

આખોમાં આવતા આંસુઓને રોકતા હું બોલી " જો સાહિલ સમયની રાહ ન જો કેમ કે સમય કોઈની રાહ નથી જોતો ,કાલે જ રાજકોટ જા અને એને તારા દિલની વાત કહી દે ,મોડું ની કર સાહિલ, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે એનો જવાબ હા જ હશે  "

" સાચું કીધું સનમ હું કાલે જ રાજકોટ જઈને એને પોતાના દિલ ની વાત કહી દઈશ , થેંક્યુ સનમ તું જ મને સારી રીતે ઓળખે છે " સાહિલે મારા બંને હાથ પકડીને મને કહ્યું 

" તો હવે સાહિલ પાસે સનમ માટે સમય નહિ હોય કેમ ને" મે કટાક્ષ કરતા કહ્યું

" ઑય પાગલ છે તુ ,ગાંડી તો નથી થઇ ગઈ ને ! તુ સ્પેશિયલ છો , તારી પ્લેસ કોઈ ના લઈ શકે , આજે નઈ અને ક્યારેય નઈ સમજી" મારો ચેહરો એના હાથમાં લઈને સાહિલ બોલ્યો

શું વિચારીને આવી તી હું ? આજની રાત મારી જિંદગી બદલવાની હતી પણ શું આ રીતે ? મને ડાયરી લખવાનો શોખ હતો કેમ કે હું કોઈ  વાત કોઈ જોડે શેર ન કરતી પણ સાહિલના આવ્યા  પછી હું બધી વાતો એની જોડે શેર કરતી. કદાચ એટલે જ આટલા મહિનાથી મારી ડાયરી કોરી હતી. પણ આજ છેલ્લી વાર હું લખીશ. કંઇક મનમાં ધારીને સનમ હોટેલ થી નીકળે છે.

કેમ સનમ છેલ્લી વાર ડાયરી લખવાનું કહી રહી હતી?
સનમ શું કરવાની હતી?

( સનમ આવનારા તુફાન થી અજાણી હતી . સનમ શું ધારીને હોટેલથી નીકળી ? વધુ આવતા અંકે ) 


ક્રમશ...

મારી રચના " રહસ્યમય પુરાણી દેરી " વાંચજો જે રુંવાટા ઉભા કરી નાખે એવી સૌથી લાંબી પ્રેમ અને પૌરાણિક કથા છે. તમારો અભિપ્રાય નીચે આપેલ નંબર પર આવકાર્ય છે.


લી. વૈશાલી પૈજા

મદદગાર :- પ્રિત'z...💐

૯7૩7૦1૯2૯5


***

Rate & Review

Nayana Nakrani 3 months ago

Vanita Kambodi 4 months ago

Avirat Patel 4 months ago

Jayant 4 months ago

Sejal Vanar 4 months ago