પ્રિતની તરસ - ભાગ ૧૨

     સાંજે શ્યામલી રિહર્સલ હોલમાં ગઈ પણ ત્યાં કોઈ નહોતું. શ્યામલી દિશાને ફોન કરે છે. 

શ્યામલી:- "હેલો દિશા ક્યાં છે તું? આજે પ્રેક્ટીસ નથી કરવી?"

દિશા:- "સેમીએ તો ના પાડી કે આજે કોઈ રિહર્સલ નથી કરવાની. કાલથી સ્ટાર્ટ કરવાનું છે."

શ્યામલી:- "મને તો કોઈએ કશું જણાવ્યું જ નથી."

દિશા:- "કદાચ સમીર તને કહેવાનું ભૂલી ગયો હશે."

શ્યામલી:- "હા સારું. ચલ તો હું પણ નીકળું. Bye..."

દિશા:- "ok bye..."

     શ્યામલી વિચારવા લાગી કે સમીરે મને કેમ ન કહ્યું અને આજે પણ એનું વર્તન કંઈક અલગ જ પ્રકારનું લાગ્યું. મને ઈગ્નોર કરે છે. THANK GOD કે મેં એને મારા મનની વાત ન કહી. નહિ તો મારું શું થતે? 

    શ્યામલી ફોન બેગમાં મૂકી નીકળવાની તૈયારી કરતી હતી કે એને દરવાજાનો અવાજ આવ્યો. શ્યામલીએ જોયું તો સમીરે દરવાજાની સ્ટોપર મારી દીધી હતી. બંનેની નજર મળે છે.  શ્યામલી એ જોયુ તો સમીર પોતાની તરફ આવી રહ્યો હતો. સમીરે શ્યામલીનું બેગ લઈ સાઈડ પર મૂકી ધીમા અવાજે મ્યુઝિક ચાલું કર્યું. 

     સમીર શ્યામલીની કમર પકડી એને ડાન્સ શીખવવા લાગ્યો. શ્યામલીને હાશ થઈ કે બધુ નોર્મલ છે. 

સમીર:- "તને યાદ છે મેં તને કહ્યું હતું પેલી લેટર વાળી છોકરી વિશે."

શ્યામલી:- "હા યાદ છે મને. તો એ છોકરી મળી?"

સમીર:- "ના હું મળવા પણ નથી માંગતો."

શ્યામલી:- "કેમ? શું થયું?"

સમીર:- "એ છોકરી ખરેખર છે કે નથી એ જ સમજમાં નથી આવતું કે મારી સાથે કોઈએ મજાક કરી છે...કંઈ જ સમજમાં નથી આવતું."

શ્યામલી:- "એ છોકરી હશે જ. આમ કોઈ મજાક ન કરે સમીર. એ છોકરી કદાચ તારી સામે આવતા ડરતી હોય એવું પણ બને."

સમીર:- "તને તો બહુ ખબર છે ને એ છોકરી વિશે." 

શ્યામલી:- "ના મને નથી ખબર. એ તો હું ખાલી અંદાજો લગાવતી હતી."

સમીર:- "એ છોકરી તારા જેવી જ લાગે છે નહિ..!!"

શ્યામલી:- "નહિ...પણ તને કેમ એમ લાગ્યું કે એ મારા જેવી છે."

સમીર:- "તું પણ પહેલાં પહેલાં ડરતી હતી અને એ પણ મારી સામે આવતા ડરે છે."

શ્યામલી:- "એને કદાચ ડર લાગતો હશે કે એ તારી સામે આવી જશે તો તું એને સ્વીકારીશ કે નહિ."

સમીર:- "બહુ થયું હવે! એને મારી સામે ન આવવું હોય તો ન આવે. I DON'T CARE. મારે પણ એને નથી મળવું. શું ખબર એ કેવી દેખાતી હોય..!!"

શ્યામલી:- "હા તારી વાત સાચી છે. તને તો સુંદર માં સુંદર દેખાતી છોકરી મળવી જોઈએ. તારી સાથે તો સુંદર છોકરી જ શોભે. સારું થયું કે એ છોકરી તારી સામે ન આવી."

આ વાત સાંભળી સમીર મજબૂતીથી શ્યામલીની કમર પકડે છે. 

સમીર:- "બસ કર શ્યામલી..How dare you શ્યામલી..? તારી હિમંત પણ કેમ થઈ મારી સાથે આવું કરવાની?"

શ્યામલી સમીરને જોઈ રહી. 

સમીર:- "એ બધા લેટર તે લખ્યાં હતા ને. તારી હિમંત જ કેમ થઈ મારી લાગણીઓ સાથે રમવાની?"

સમીરે મજબૂત રીતે શ્યામલીની કમર પકડી હોય છે. 

શ્યામલી:- "સમીર છોડ મને. YOU HURT ME. મને તકલીફ થાય છે."

સમીર:- "અને મને જે તકલીફ થાય છે તેનું શું? બહુ શોખ છે ને તને મારા દિલ સાથે રમવાનો."

શ્યામલી:- "સમીર પ્લીઝ છોડી દે મને. તારી ઘડિયાળ ખૂંચે છે."

     સમીરે શ્યામલીને છોડી દીધી. સમીરે શ્યામલીની કમર પર જોયું તો ઘડિયાળના અણીવાળો ભાગ ચામડી પર લાગવાથી સહેજ ચામડી છોલાઈ ગઈ હતી. થોડી ક્ષણો બંને મૌન જ રહ્યા. સમીર first aid box લઈ આવ્યો અને એમાંથી રૂ પર દવા નાંખી શ્યામલીની કમર પર લગાવતો હતો કે શ્યામલીએ કહ્યું "It's ok રહેવા દે."

   પણ સમીરે શ્યામલીની કમર પર દવા લગાવી દીધી. શ્યામલી ચેન્જીંગ રૂમમાં જઈ કપડા બદલીને બહાર ઉભી રહે છે. 

સમીર બાઈક લઈને આવે છે. શ્યામલી પાસે આવીને ઉભી રખાડે છે. 

શ્યામલી:- "સમીર હું મારી મેળે જતી રહીશ."

સમીર:- "Ok..."

    શ્યામલી હાથ હલાવી રિક્ષા વાળાને ઉભી રખાડે છે. પણ કોઈ રિક્ષા વાળો નથી ઉભો રહેતો. સમીર ક્યારનો શ્યામલીની આ પ્રવૃતિને જોયા કરતો. શ્યામલી પણ અવારનવાર સમીરને જોઈ લેતી. 

સમીરને આવી રીતે જોઈ શ્યામલીને કોઈ પંક્તિ યાદ આવી ગઈ.

कैसे ना हो इश्क़, उनकी सादगी पर...ए खुदा,
खफा हैं हमसे, मगर करीब बैठे हैं।

    સમીર બાઈક ચાલુ કરી શ્યામલી પાસે આવીને ઉભો રહી જાય છે. શ્યામલી ચૂપચાપ બાઈક પર બેસી જાય છે. આખા રસ્તે બંને મૌન જ રહ્યા. સમીર શ્યામલીને ઘરે મૂકી આવ્યો. 

     શ્યામલીને હવે ખ્યાલ આવ્યો કે સમીર સવારથી કેમ મને ઈગ્નોર કરતો હતો. શ્યામલીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. નામ પૂરતું જમી લઈ ઊંઘવાની કોશિશ કરી પણ ઊંઘ ન આવી. દડ દડ કરતા પડતા આંસુ ઓશીકામાં સમાય જતા. ખાસ્સી વાર સુધી ચૂપચાપ રડતી રહી. પછી ક્યારે ઊંઘ આવી ગઈ તેનો શ્યામલીને ખ્યાલ જ ન રહ્યો. સવારે આંખ ખોલતા જ ગઈકાલની ઘટના યાદ આવી જતા એનું હૈયું ભરાઈ આવ્યું. 

નાહીધોઈ ચા પીને શ્યામલી ઊંડા વિચારોમાં ગરકાવ હતી કે સુધાબહેને કહ્યું "શ્યામલી કોલેજ નથી જવું? કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો." 

શ્યામલી:- "ના મમ્મી. મને આજે સારું નથી લાગતું." 

સુધાબહેન:- "શું થયું?"

શ્યામલી:- "કંઈ નહિ. થોડો આરામ કરીશ તો સારી થઈ જઈશ."

સુધાબહેન:- "સારું. તારા માટે સૂપ બનાવી દઉં છું. એમ કહી સુધાબહેન રસોડામાં સૂપ બનાવવા લાગી ગયા."

    આખો દિવસ શ્યામલી સમીરની યાદમાં ઝૂરતી રહી અને વિચારતી રહી કે સમીર મારી સાથે આવું ના કરી શકે. ક્યાંકને ક્યાંક એને લાગતું હતું કે સમીર મને ફોન કરશે. સમીરની વધારે યાદ આવે તો ફોન ચેક કરી લેતી કે એનો કોઈ મેસેજ આવ્યો છે કે નહિ. ચાર પાંચ વખત શ્યામલીએ મેસેજ ટાઈપ કર્યાં પણ send ન કર્યાં.

     રિયા અને પાયલે ફોન કર્યા પણ શ્યામલીને આજે કોઈ સાથે વાત જ કરવાની ઈચ્છા ન થઈ. સાંજે રિયા શ્યામલીને ત્યાં ગઈ. 

રિયા:- "કેમ આટલી ઉદાસ છે? શું થયું?"

શ્યામલી:- "કંઈ નહિ. બસ એમજ."

રિયા:- "પાછું કોઈએ તારા વિશે કંઈ કહ્યું. Look શ્યામલી એ લોકોની વાત પર ધ્યાન ન આપ. મારી નજરથી જો તો ખરેખર તું સુંદર અને સમજદાર છોકરી છે. સમાજના લોકોની વાત દિલ પર નહિ લેવાની."

શ્યામલી:- "Thanks રિયા. Thank God કે મને તારા જેવી બહેન મળી."

રિયા:- "મને ખબર છે તું આખો દિવસ ઘરમાં ભરાઈને જાતજાતના વિચાર કરતી હશે. થોડું ફરી આવીશું તો તારા મનને સારું લાગશે. ચાલ આપણે રિષભની બર્થ ડે પાર્ટીમાં જવાનું છે."

શ્યામલી:- "ના રિયા મારી આવવાની ઈચ્છા નથી. રિષભને હું ફોન પર વિશ કરી દઈશ."

રિયા:- "જો ને બહાર કેટલું ખુશનૂમાં વાતાવરણ છે. COME ON શ્યામલી GET UP." 

     બંન્ને પાર્ટીમાં ગયા. બધાંએ રિષભને બર્થ ડે વિશ કરી. થોડીવાર પછી રિષભે બધાંની હાજરીમાં રિયાને પ્રપોઝ કરી. રિયાને આશ્ચર્ય સાથે ખુશી થઈ. રિયાએ રિષભનું પ્રપોઝલ સ્વીકાર્યું. થોડીવાર પછી મ્યુઝિક ચાલુ થાય છે ને બધા ડાન્સ કરવા લાગે છે. 

     સમીર અને શ્યામલીની નજર મળે છે. અચાનક સમીરને કંઈ સૂઝ્યુ. સમીર તાન્યા સાથે કપલ ડાન્સ કરવા લાગ્યો. સમીરને આ રીતે તાન્યા સાથે ડાન્સ કરતા જોઈ શ્યામલીને જેલીસીની લાગણી થઈ આવી. સમીરે આ વાત નોટીસ કરી. બંન્ને ખૂબ સરસ ડાન્સ કરતા હતા. ડાન્સ પૂરો થતા થતા તો શ્યામલીની આંખોમાં આંસુ આવી ગયા. કોઈ જોય એ પહેલાં શ્યામલી ત્યાંથી જતી રહી. પણ સમીરે એ આંસુ જોઈ લીધા. શ્યામલીના આંસુ જોતા એની આંખમાં પણ ઝળઝળીયા આવી ગયા. પણ આ વાતનો કોઈને ખ્યાલ ન આવવા દીધો. શ્યામલીને પાર્ટીમાં ન જોતા રિયા પણ બહાર આવી અને શ્યામલી સાથે ઘરે ગઈ. 

      શ્યામલી ઘરે જઈ રૂમનો દરવાજો બંધ કરી રડવા લાગી. સમીરે ઘરે જઈ શ્યામલીને ફોન કર્યો પણ શ્યામલીએ ફોન જ ન રિસીવ કર્યો. સમીરે બે થી ત્રણ વખત ફોન કર્યો પણ શ્યામલીએ ફોન જ ન રિસીવ કર્યો. 

     બીજા દિવસે બધા રિહર્સલ હોલમાં પ્રેક્ટીસ કરી રહ્યા હતા. શ્યામલી સિવાય બધા જ હાજર હતા. થોડીવાર રહી સમીરે ગુસ્સાથી પૂછ્યું કે "શ્યામલી ક્યાં છે?"

     શ્યામલીને ન જોતા સમીર બીજા પર ગુસ્સો કરે છે. સમીર મનમાં જ કહે છે "શ્યામલી તે મારો ફોન કેમ રિસિવ ન કર્યો. તારી ગેરહાજરી મને બેચેન કરી રહી છે. લોકો પર ઉતરતા મારા કારણ વગરનાં ગુસ્સાનું કારણ એટલે તારી ગેરહાજરી...તારી ગેરહાજરી મને વધારે ગુસ્સો અપાવી રહી છે. પ્લીઝ શ્યામલી આવી જા."

પાયલ:- "શ્યામલી હવે ડાન્સ નહિ કરે. મે એને ફોન કર્યો હતો. પણ એણે ના પાડી દીધી કે એને હવે ડાન્સ નથી કરવો."

 સમીરને શ્યામલી પર ગુસ્સો આવ્યો. આજે સાંજે પ્રેક્ટીસ નહીં થાય. કાલથી કરીશું. એમ કહી સમીર ક્લાસમાં જતો રહ્યો. ક્લાસમાં સમીર અને શ્યામલીની નજર મળે છે. શ્યામલીએ સમીરને ઈગ્નોર કર્યો. 

સમીર:- "રિયા, શ્યામલીને હું ઘરે મૂકી જઈશ. અત્યારે મારે એને પ્રેક્ટીસ કરાવવી છે. તને રિષભ મૂકવા આવશે અને તને રિષભ જોડે થોડો ટાઈમ પણ મળી જશે."

રિયાને તો ગમ્યું એટલે એણે કહી દીધુ કે "ok."

સાંજનો ટાઈમ થયો. છેલ્લો લેક્ચર પણ પૂરો થયો. રિયા ઉતાવળમાં બેગમાં બુક મૂકતી હતી. આ જોઈ શ્યામલીએ કહ્યું " શાંતિથી મૂક બધું. કેમ આટલી ઉતાવળ કરે છે?"

રિયા:- "મારે રિષભને મળવું છે. તું સમીર સાથે આવતી રહેજે. સમીર તને મૂકવા આવશે." 

    શ્યામલી કંઈ કહેવા જતી હતી પણ રિયાને આટલી ખુશ જોઈ એને કંઈ કહેવાનું મન ન થયું. કંઈ વાંધો નહિ હું એકલી જતી રહીશ એમ વિચારી શ્યામલી ક્લાસમાંથી જવા લાગી. આખો ક્લાસ ખાલી થઈ ગયો હતો. જેવી ક્લાસની બહાર નીકળી તો સમીર સામે ઉભો હતો. 

ક્રમશઃ


***

Rate & Review

Verified icon

Pooja shah 5 months ago

Verified icon
Verified icon

Kriti Patel 6 months ago

Verified icon

Nirali Chikani 5 months ago

Verified icon

Shital Vithlani 5 months ago