Maro prem ane tari varta - 4 books and stories free download online pdf in Gujarati

મારો પ્રેમ અને તારી વાર્તા - 4

“ચોથો ભાગ – મારો પ્રેમ અને તારી વાર્તા“
આપણે જાણ્યું કે પૂજન અને દિશા બંને પોતપોતાના આગવા રોગથી પીડાતા હતા.પૂજનને ઘણું કહેવું હતું અને દિશાને ઘણું લખવું હતું.યુનીવર્સીટીનો લીટરેચર ફેસ્ટીવલ દિવસે ને દિવસે નજીક આવી રહ્યો હતો. દિશાની આંખો આ ફેસ્ટીવલ પર કેન્દ્રિત થઇ. બીજું બધું તો ઠીક પણ “સ્ટોરી રાઈટીંગ” ની સ્પર્ધા ને તો એ લાયક હતી જ. ક્લાસરૂમમાં દિશાએ કાર્તિક સર પાસેથી ફોર્મ લીધું. ખબર નહિ કેમ પણ ફોર્મ ભરીને તરત જ એણે પૂજનને વ્હોટસએપ કર્યું, I have a special place for you in my heart. કદાચ એણે આવું એટલા માટે જ લખ્યું હશે કેમકે ફોર્મ ભરતી વખતે એમાં એક પ્રશ્ન હતો, What is your inspiration end source for writing? દિશાને આ ખાનામાં પૂજન ની છબી દેખાઈ. એણે જરાક પણ વિચાર કર્યા વગર મલકાઈને નામ લખ્યું,”પૂજન ઉપાધ્યાય”. સ્ટાફ રૂમના બારણે મેં આઈ કમ ઇન સર કહીને અંદર જતી હતી ત્યાં કાર્તિક સર બોલ્યા, દિશા, તું મારા રૂમમાં જ બેસ હું આવું છું. કદાચ કંઈક કામમાં હતા કાર્તિક સર. દિશા કાર્તિક સરના રૂમમાં બેઠી કઈ વાર્તા સબમિટ કરાવીશ એ વિચારી રહી હતી. રૂમમાં મજાના અત્તરની સુગંધ પ્રસરેલી હતી. ક્લાસરૂમ આખો ખાલી હોવાથી અત્તરની સુગંધથી મધમધી રહ્યો હતો. દિશા આ પહેલા ક્યારેય કાર્તિક સરના રૂમમાં આવી રીતે એકલી બેઠી નહોતી.સામે દેખાતા બ્લેક બોર્ડ અને બાજુમાં પડેલ ગુલાબી કલરનો ચોક જોઇને એનાથી રહેવાયું નહી. સરસ મજાનું ગુલાબ ડ્રો કરતી વખતે પણ એ મલકાઈ રહી હતી.અત્તરની સુગંધ વાતાવરણ ને વધુ ગાઢ બનાવી રહી હતી. દિશા એના ગુલાબમાં ડૂબતી જતી હતી. સરસ મજાની એક પાંખડી દોરીને નીચે ડાળખીની લાઈન દોરી રહી હતી ત્યાં,
“તો મારા ક્લાસરૂમમાં મારી ગેરહાજરીમાં ગુલાબની પાંખડીઓ દોરાઈ રહી છે?” કાર્તિક સર ક્યારે આવ્યા એનો દિશાને જરીક અણસાર પણ ના આવ્યો. સોરી કહીને સામેની ખુરશીમાં બેસવા જ જતી હતી કે, “ના. એમ અધુરી પાંખડી છોડવાની જરૂર નથી, આપણે પૂરી કરીશું ને?” દિશા શું કહેવું શું નાં કહેવું એ વિચારી જ નહોતી શકતી,પણ સર દિશાનો હાથ પોતાના હાથમાં લઈને દોરેલી પાંખડીને ઘૂંટવા લાગ્યા. દિશાને થયું પાછળ ફરીને કહી દઉં, આ શું કરી રહ્યા છો સર? “ પણ એણે ના કીધું. એને એમ કે એક પાંખડી જ તો છે, અટકી જશે. પણ કાર્તિક સર કંઈ એકાદ પાંખડીથી માને એવા થોડા હતા. “ધારો કે એક પાંખડી દિશાની, તો બીજી પાંખડી?” કાર્તિક સર ગણિતનું સમીકરણ સમજાવતા હોય તેમ બોલ્યા.
દિશાના મોઢામાંથી માત્ર સર... સર... એવા ઉદગાર જ નીકળતા હતા. કાર્તિક સરના શ્વાસ દિશાના બરડા પર હુમલો કરી રહ્યા હતા. દિશા અઢળક અનકમ્ફર્ટેબલ લાગણીનો અનુભવ કરી રહી હતી. બરાબર એ જ ટાણે કોઈ ખુલા દરવાજામાંથી માત્ર પસાર પણ થયું હોત તો સારું થાત એમ વિચારતી દિશા તેનો ડાબો હાથ કાર્તિક સરની પક્કડમાંથી છોડાવવાનો અસફળ પ્રયત્ન કરતી હતી. માયાવી અત્તરની સુગંધ દિશાને પોતાનાથી દુર ખેંચી જતી હતી અને કાર્તિક સરને જાણે દિશાના વલખામાં જ (પ્રયત્નોમાંજ) મજા આવતી હોય તેમ દિશાના બરડા પર નજર રાખીને બ્લેકબોર્ડમાં ગુલાબ ડ્રો કર રહ્યા હતા. એકાદ મીનીટની જહેમત બાદ અચાનક જ કોઈ કૃષ્ણ દિશાની અંદર હિમ્મત રૂપે આવ્યાને દિશા સરનો હાથ ઝાટકીને દોડી બહાર. એના દોડતા શ્વાસ કરતાય બમણી સ્પીડથી એ ગ્રાઉન્ડમાં જઈને ઉભી રહી.
”છટકી ગઈ” કાર્તિક સરનો ઉદગાર નીકળ્યો. 
“ અરે કમ્પીટીશનનું ફોર્મ તો આપતી જા... નંબર નથી લેવો કે ? કહું છું આઈ લવ યુ..” કાર્તિક સર એ બુમ પાડી.
દિશાની છાતી ધડકની છેલ્લી સ્પીડથી ધડકી રહી હતી. બીજી બાજુ પૂજન હજુ પણ એજ ઘડીની રાહ જોઈ રહ્યો હતો કે એ આવીને એક વાર માત્ર એવું તો પૂછે કે, પૂજન, તે દિવસે પેલી રેસ્ટોરાંમાં કશુક બોલ્યો હતો એ યાદ છે? જો આટલું પૂછત તો પણ પૂજન કહી દેત, યસ પૂજા એ દિવસે મેં તને પ્રપોઝ કર્યો હતો. બોલ,  વિલ યુ મેરી મી? પણ ના, એવું શક્ય નહોતું. પૂજનને હવે પ્રેમ ટ્રેકિંગ માટે ગયા હોય ને ઉપર સીધી રેખામાં દેખાતો પર્વત લાગી રહ્યો હતો. એનાથી ચડાઈ નહોતું રહ્યું. વારંવાર થોડુક ચડીને લપસી જતો. 
પછી તો દિશાએ ફોર્મ પણ આપી દીધુને કમ્પીટીશનનો દિવસ પણ આવી ગયો. દિશા લખવા બેઠી વાર્તા. કમ્પીટીશન જે રૂમમાં ગોઠવવામાં આવી હતી એની ત્રણ બારીમાંથી એક બારીની બરાબર બાજુમાં દિશાની સીટ હતી. નોંધણીલાયક વાત એ કે ક્લાસમાં સુપરવાઈઝર તરીકે કાર્તિક સર, અને સામે બારીની બહાર બાસ્કેટ બોલના બાસ્કેટમાં બોલ નાખવાનો પ્રયત્ન કરતો પૂજન. પૂજને હજુ દિશાને જોઈ નહોતી પણ દિશા, દિશા એ બંનેને જોયા હતા. દિશા વારંવાર ત્રણેયને જોઈ રહી હતી. એક પ્રેમ નામે હવસ હતો, બીજો પ્રેમ નામે લગન હતો ને ત્રીજો દિશાનો પ્રેમ હતો એની સામે પડેલું કાગળ ને એમાં અટકી ગયેલી વાર્તા. શબ્દો ઘૂંટી રહેલી દિશાનું મન કહેતું હતું, કાં તો લખી નાખ કાં તો ફાડી નાખ. હાથમાં રહેલું કાગળ ફાટી જશે પણ સામે દેખાતા બે કાગળ એનું શું? ક્રમશ... 
લેખક – રોહિત પ્રજાપતિ
પ્રતિભાવ આવકાર્ય
@rhtprajapati92@gmail.com