Amara premno sukhad ant books and stories free download online pdf in Gujarati

અમારા પ્રેમનો સુખદ અંત

આજની સવારની જ પ્રતિક્ષા હતી.. તારીખ કહું તો 25 માર્ચ 2019.
સવાર થી જ ફટાફટ કામ પતાવી ને તૈયાર થઈ ગઈ હતી.. 
આમ તો રોજ કામ કરતા કરતા 11 વાગી જાય.. પણ આજે 9 વાગે તો બધું જ કામ પતાવી દીધેલું.. 

કેમ?? ખબર છે?? 
એ આવવાના હતા.. કહ્યું હતું કે હું આવીશ તારા ઘરે.. 
પણ મારા મૌને એમને જણાવી દીધું કે નહોતી ઇચ્છતી હું એ મારા ઘરે આવે... (મનમાં એવો વિશ્વાસ પણ હતો કે એ નઈ જ આવે પણ કહેવાય નહીં એ જે રીતે બોલ્યા હતા એ સાંભળી ને તો કહી જ ના શકાય કે એ આવશે કે નહીં) 

મેં એમને બે કૉલ કર્યા પણ એમને તો કૉલ નો કઈ જવાબ જ ના આપ્યો.. ને પછી તો મેં પણ એમને મેસેજ કરીને કહી દીધું આવતા નહી મારા ઘરે.. ને કૉલ કે મેસેજ પણ નહીં જ કરતા.. આમ પણ આપણે નક્કી કર્યું હતું ને કે આજે છેલ્લી વાત હશે..

આટલું લખતા લખતા તો.. 
મારા હૃદયના ધબકારાએ માજા મુકી દીધી હતી.. 
હમણાં એ આવી જશે તો.. હું શું કરીશ.. શું કહીશ બધાને.. કોણ છે એ મારા.. કઈ રીતે એમને વર્ણવીશ.. કેટકેલાય સવાલો મારા ડર ને વધુ ને વધુ દ્રઢ કરતા હતા.. 

લગભગ બપોરના 12 વાગવા આવ્યા હતા ને મારો ફોન રણક્યો.. હું સમજી ગઈ કે એ જ હશે.. દોડીને ફોન પાસે પહોંચી.. જોયું તો એક અજાણ્યો નંબર.. મેં વાત ની શરૂઆત કરતા પૂછ્યું તમે કોણ?? સામેથી એક છોકરી બોલી.. "હું દેવ ની કઝિન છું.. તમારી સાથે વાત કરવી છે મારે.."   મેં કહ્યું.. "હા બોલો.." 
તો એ બોલ્યા.. "તમે કેમ દેવ સાથે આમ કરી રહ્યા છો.. કેમ દેવ ને કૉલ કે મેસેજ કરવાની ના કહો છો.. તમને ખબર છે ને એ કેટલું ચાહે છે તમને.. માત્ર 10 મિનિટ તો આપી શકો ને એને."
મેં એમને સમજાવતા કહ્યું.." મને ખબર છે એ મને જ ચાહે છે. પણ હું એમને સમય નહીં જ આપી શકું.. પ્લીઝ તમે એમને એ જણાવી દેજો.. " 
એ બોલ્યા " તમે જાતે જ વાત કરશો તો વધારે સારું રહેશે".. મેં પણ એમની વાત ઠીક સમજી ને ફરી એકવાર કૉલ કર્યો.. પણ આ વખતે મને જવાબ મળશે એવું લાગ્યું... કેમકે એમને કૉલ ઉઠાવી ને વાત શરૂ કરી..

મેં એમને બધી જ વાત કરી કે તમારા દીદી મને શું શું કહી રહ્યા હતા અને એ પણ જણાવ્યું કે આનંદ થયો એમનો કૉલ આવ્યો માટે.. કેમકે એમના કારણે આપણી વાત ફરીથી એકવાર થઈ રહી છે. 

એમને મને કહ્યું હું આવવાનો હતો પણ થોડુક કામ આવી ગયું.. એ સાંભળી ને મેં એક હાશકારો અનુભવ્યો.. અને  થોડીક જ ક્ષણ પછી એ બોલ્યા આજે ના આવી શક્યો એનો અફસોસ નથી કેમકે બે ત્રણ દીવસ માં તો હું આવીશ જ.. 
પણ તને તકલીફ થાય એવું કાંઈજ નહીં કરું.. બસ તને જોઈ ને પાછો વળી જઈશ.. 

હું એમને ના આવવાનું જ કહી રહી હતી.. પણ એ માની જ નહોતા રહ્યા આમને આમ 10 મિનિટ મીઠો ઝઘડો ચાલ્યો.. 
પણ મને નથી લાગતું એ માન્યા હશે.. 

એમને કહ્યું ચાલો આ બધું જવાદો.. આજે આપણી છેલ્લી વાત છે તો તું કાંઈક બોલ આપણા સંબંધ વિશે..માત્ર 5 મિનિટ.. મેં તરત જ કહી દીધું મને કઈ જ નથી આવડતું.. હું નહીં બોલું.. 
એ કહે અરે આપણે દોઢ વર્ષ સુધી આ સંબંધ સાચવ્યો છે.. હા ક્યારેય બધાની જેમ મળ્યા નથી પણ સંબંધ તો હતો ને એક્દમ પવિત્ર.. તો એના વિશે તો કાંઈક બોલ.. 
હું એમાં પણ ના જ કહી રહી હતી.. ખાસ્સી મિનિટ અમે બસ આવી રીતે ના.. હા કરવામાં જ વિતાવી.. 
છેવટે એ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તું નહીં બોલે ને તો હું તારા ઘરે આવી ને બોલાવીશ.. જોઈ લેજે.. આ વખતે આવી જઈશ હો.. 
હું ગભરાઈ ગઈ... ને કહ્યું.. ઓકે મને 5 મિનિટ આપો હું પછી વાત કરીશ.. 
એ બોલ્યા સારુ તારે જેટલો સમય જોઈએ એટલો લઈ લે.. પણ હું તને બોલાવીને જ રહીશ.. 
એ વાતના લગભગ 1 કલાક પછી મેં એમને કૉલ કર્યો ને એમને પૂછ્યું કઈ વિચાર્યું શું બોલવું એમ?? 
મેં કહ્યું એમાં શું વિચારવાનું હોય એતો હું હમણાં બોલી જાઉં.. ને એમ કહેતા મારી વાત શરૂ કરી..

"યાદ છે તમને.. મેં કહ્યું હતું કે તમારા વિશે કોઈ છોકરી વાત કરે તો મને નથી ગમતું.. એ હું સાચું જ બોલતી હતી.. અત્યારે ભલે આપણે અળગા થવાના હોઈએ છતાં પણ મારા મનમાં તમારા માટે એટલું જ માન અને સમ્માન છે.. જેટલું પહેલા હતું.. કદાચ એથીય વધુ.. 
તમે રોજ મને કહેતાને કે હું તારા માટે પાગલ છું.. તો એ મને સમજાતું નહી કે કેટલા પાગલ છો.. પણ આજે જ્યારે તમે કવિ શ્રી સુરેશ દલાલ ની પેલી પંક્તિ ગાઈ ને મારી સામે રજૂ કરી ને   
'તું પૂછતી નહીં કેટલો પાગલ.. કેટલો પાગલ..
   આભમાં જોને કેટલા વાદળ..
એટલો પાગલ.. હા એટલો પાગલ'  

ત્યારે સમજાયું કે હા કેટલા પાગલ છો.. 

ખબર નથી હવે મને તમારા જેવું વ્યક્તિ મળશે કે નહીં.. એ વ્યક્તિ તમે મને સમજો છો એમ સમજી શકશે કે નહીં.. હું કાંઈ જ નથી જાણતી.. બસ એટલું જાણું છું કે તમે માત્ર તમે જ છો.. તમારું સ્થાન કોઈ નહીં લઇ શકે.. "

ને પછી મેં થોડીક મિનિટ સુધી મૌન ને બોલવા દીધું... એ પણ કઈ જ ના બોલ્યા.. બસ મારો આભાર માની શકયા.. 

પછી બંને સ્વસ્થ થયા અને એમને વાતની શરૂઆત કરી.." હું મારી ભૂલો માટે તારી પુરા દિલ થી માફી માંગુ છું.. હું હજી પણ ઇચ્છું છું કે તું પહેલાં ની જેમ મારા જીવન માં પાછી આવી જા.. પણ તું નથી ઈચ્છી રહી કે એવું થાય માટે તારી ખુશીમાં જ મારી ખુશી છે... 
ખબર નથી કે તું મને પ્રેમ કરે છે કે નહીં... પણ હું તો તને પ્રેમ કરું છું ને.. તો મને કઈ જ ફરક નથી પડતો કે તું મારી પાસે હોય કે ના હોય.. તું વાત કરે કે ના કરે.. હું તો છતાં પણ તને જ ચાહતો રહીશ.. મને તો ખબર છેને કે હું તને ચાહું છું.. બસ બીજી કોઈ જ વાત સાથે મારે કઈ જ સંબંધ નથી.. 

ને હા હું પણ એજ વિચારી ને દુખી થઈ રહ્યો છું કે હવે મારી કવિતાઓ સમજવા વાળુ કોઈ જ નહીં હોય.. ખબર નહી પણ મને એમ જ લાગ્યા કરે છે કે તું જેટલું મારા શબ્દો ને સમજતી હતી એવું હવે કોઈ જ નહીં સમજી શકે.. હવે ભલે તારી પર કવિતા નથી કરતો.. પણ જે કાંઈ લખું છું.. એના મૂળમાં તો તું જ હોય છે.. ને હમેશાં તું જ રહીશ.. 
તારે જ્યારે પણ મારી જરૂર હોય તું મને કોઈ પણ સમયે યાદ કરી શકે છે ને હા તું હજી પણ મારા જીવનમાં આવવા માંગતી હોય.. કે પછી પણ 5 વર્ષે પણ તું મારા જીવન માં પાછી આવીશ તો ત્યારે પણ હું આજ હોઈશ.. હું આજથી જ તારી રાહ જોવાની શરૂઆત કરી રહ્યો છું.. તું કોઈ પણ સમયે આવી શકે છે.. હું ક્યારેય તને નહીં કહું કે તું મને છોડી ગઈ હતી તો પાછી કેમ આવી.... હું આજે પણ તારો છું ને 5 વર્ષ પછી પણ તારો જ રહીશ.. તું જ્યાં છે.. ત્યાં હું કોઈને સ્થાન નહી આપી શકું.. આભાર તારો કે મારા જીવન ને આટલું સુંદર બનાવ્યું.. હું આજે પણ તને જ ચાહું છું.. "

સમજાતું નહોતું કે એમની વાત સાંભળી ને રડુ કે પછી ખુશ થાઉં કે મને આટલી સારી જીંદગી જીવાડી..

છેલ્લે એમની વાતો સાંભળીને હું એમનો અને ઇશ્વર નો આભાર જ માની રહી હતીકે આટલા સારા વ્યક્તિ સાથે મારો મનમેળો કરાવ્યો.. 
આટલી વાત કરીને બન્ને એકબીજાના હાલચાલ પૂછીને Bye કહી દીધું.. ને હમેશાં માટે અળગા થઈ ગયા.. 

આજે એક વાત નો બહુ આનંદ હતો કે આટલી સરસ રીતે અમે બંને છૂટા પડ્યા. .. આમ તો અળગા તો થયા જ નથી હજી હૃદય મા તો એજ સ્થાન છે.. બસ માત્ર વાત જ  બંધ કરી છે.... એ વ્યક્તિ ને ક્યારેય નથી ભૂલી શકાતું.. જેની વાતો સાંભળવા રાતભર જાગીને ઉજાગરા કર્યા હોય.. ને સંબંધ તો ક્યારેય તૂટતો નથી.. એતો ફક્ત આપણા મન ને મનાવવાની વાતો હોય છે.. 
કઈ પણ હોય.. એક વાત નો બહુ આનંદ છે કે આજે લગભગ  1 વર્ષ પછી એમણે આટલું સરસ બોલતા સાંભર્યા હતા.. ને કઈ પણ બબાલ કર્યા વિના અમે છૂટા પડ્યા ..

(દુનિયામાં બધા જ પ્રેમી જો  આ રીતે પ્રેમથી અળગા થાય તો ક્યારેય કોઈ અપરાધ ના થાય.. ક્યારેય કોઈ એસીડ એટેક ના થાય.. કે ક્યારેય કોઈ સાઈબર ક્રાઇમ ના થાય.. અને છોકરીઓને એક નવો મિત્ર પણ મળી જાય.. જે એને ક્યારેય કોઈ મુશ્કેલીમાં નહીં મૂકે અને હમેશાં એનો સારો સાથી બનીને એની મદદ કરશે..મને લાગે છે કે બસ આજ થવાની જરૂર છે.. જેથી આવા અપરાધો તો ઘટાડી શકાય)