Durghatna tali books and stories free download online pdf in Gujarati

દુર્ઘટના ટળી


                     ગુલાબી ઠંડી સાથે શિયાળાની સવારમાં માનુએ શાળામાં પગ મુકતા પહેલા વાકા વળી પગે લાગી ને દરેક માટે શુભ દિનની પ્રાર્થના કરી ,ને જ્યાં શાળામાં પ્રવેશે કે વિદ્યાર્થિઓ ઘેરી વળ્યા . માનુનું નામ તો માનસી હતું, પણ પ્રેમથી સહુ કોઈ માનુ જ કહેતા . ખુબ સુંદર ઉજળું વ્યક્તિત્વ ધરાવનાર , દરેક નાના - મોટાની સાથે હળીમળીને રહેતી .કોઈ પણની સાથે દુધમાં સાકર કેમ ભળી જાય તેમ ભળી જતી. પાંચ ફુટ છ ઇંચ ઊંચાઈ , મધ્યમ શારીરિક બાંધો, લાંબા વાળમાં ગુથેલો ચોટલો સાથળ સુધી પહોચતો, સુંદર ઘઉંવર્ણો વાન , ભાલમાં મરૂણ નાનો ચાંદલો , ગાલ પર નાનો કાળો તલ તેની સુંદરતામાં શોભા વધારતો હતો ,ડાબા હાથના કાંડા પર બ્લેક પટ્ટાની ઘડિયાળ બાંધેલી, કોટનની મેંદી અને મરૂણ બોડરની બેન્ગોલી સાડીમાં તેનુ સંપ્રમાણ શરીરનો બાંધો ખુબ આકર્ષક લાગી રહ્યો હતો. ખભા પર પર્સ સાથે શાળામાં પ્રવેશતાની સાથે જ વિદ્યાર્થિઓ તેને ઘેરી લીધી. બધા જ કંઈ ને કંઈ કહેવા માંગતા હતા. કંઈ પુછવા માંગતા હતા. ને કેમ ન પુછે ?! ઘણા દિવસ પછી જોયા હતા .શાળામાંથી ત્રણ દિવસીય પ્રવાસ ગયો હતો ને માનસી એ પ્રવાસમાં જોડાય ન હતી . જેથી આ ઘેરાવો ઉભો થયો હતો.પોતાનો મીઠો ગુસ્સો દેખાડી રહ્યા હતા ,માનસી જાણતી હતી કે શું પુછવા માંગે છે બધા એટલે પહેલે થી જ તેયાર હતી . પણ પહેલા મળતા ની સાથે જ બધા વિદ્યાર્થિને કહી દીધું પહેલા બધુ મારુ કામ પુરુ કરી ને મળુ. પ્રથમ તો આચાર્યની ઓફિસમાં ગઈ જોતા જ આવકાર આપ્યો ને સાથે પુછ્યુ પણ ક્યાં હતા આટલા દિવસ?
માનસી: સાહેબ , આપની રજા લઈને જ તો ગઈ હતી.
સાહેબ: હા પણ , પ્રવાસમાં તમને જોડવા મટે સંપર્ક કર્યો હતો, પણ તમે મળ્યા નહી . 
માનસી: હા, મને જાણ કરી ઘરેથી ,હું તમને જાણ કરવાની જ હતી પણ એટલી ઉતાવળમાં યાદ ન રહ્યુ .
સાહેબ: ક્યા હતા ?
માનસી : બહાર ગામ હતી, મારા કાકાની તબિયત ખુબ ખરાબ હતી ,મને યાદ કરતા હતા એટલે મળવા માટે ગઈ હતી .
સાહેબ : ઓહ્... હવે કેમ છે તેમને ? કેટલી ઉંમર છે તેમની !? 
માનસી : ૭૦ . હવે સારુ છે.
સાહેબ : ઓહ ઘણી બધી ઉંમર છે.
માનસી : હા , તો પણ કડેધડે છે. આ પહેલી વખત આટલા બિમાર પડ્યા ,એટલે ઘણુ વસમું લાગ્યું તેમને માટે જવુ પડ્યુ . ને હું ખુબ વહાલી છુ એટલે .
સાહેબ : તમે આ વિદ્યાર્થિઓને પણ ખુબ વહાલા છો ,પડ્યો બોલ જીલે છે તમારો .
માનસી : સારુ સાહેબ પ્રાર્થનાનો સમય થઈ ગયો છે જઈએ.
                  મુસકાન સાથે માનસી ઓફિસ માંથી બહાર નિકળે છે. સ્ટાફના દરેક ને મળે છે પછી પ્રાર્થનામા બધા સાથે જાય છે .આચાર્યએ હવે તેના વખાણ કરવાનુ શરુ કર્યુ છે એવુ જાણી તે બહાર નિકળી . પોતાના વખાણ કરે એ કોને ન ગમે પણ માનસી જાણતી હતી કે આ અહંકારનુ પહેલું પગથિયું છે , ને અહંકાર પતન નોતરે. જોકે તેના કે તેના કાર્યના વખાણ દરેક કરતા પણ તે હંમેશા દુર જ રહેતી એટલા માટે કે એ બાબત ગમતી જ ન હતી .
                   પ્રાર્થના ખંડમાં જતા જ અપાર શાંતિ થાય તેવુ વાતાવરણ છે. મોટો વિશાળ ઓરડો , સામેની બાજુ મોટું સ્ટેજ , તેના પર દિવાલ પર જ્ઞાનની દેવી સરસ્વતિમાનો ફોટો લગાવ્યો હતો ,ફોટાની બરાબર નીચે એક ટેબલ ગોઠવવામાં આવ્યુ હતું, જેના પર રંગબેરંગી ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી. આરતી માટેની થાળીમાં સુગંધીત અગરબત્તી રાખવામાં આવી હતી જેનાથી સંપૂર્ણ ખંડમાં તેની ખુશ્બુ પ્રસરી હતી. વિદ્યાર્થિઓ એક પછી એક લાઈનમાં આવી બેસવા લાગ્યા હતા . સ્ટાફના દરેક શિક્ષકે પોતાની જગ્યા લઈ બેસી ગયા હતા , સમય સાથે વિદ્યાર્થિના સુમધુર કંઠ સાથે પ્રાર્થના પૂર્ણ કરી , ત્રિદિવસીય પ્રવાસનો નાનો અહેવાલ રજુ થયો. અને પ્રાર્થનાનો કાર્યક્રમ પુરો કરી વિદ્યાર્થિઓ પોતપોતાના વર્ગમાં ગોઠવાયા અને શિક્ષકો પણ સાથે ગયા.
                    આજે દિવસ સારો જ હતો પણ ખબર નહી માનસીને કોઈ જગ્યાએ મન લાગતું ન હતું . છતાં ખુબ જ સાહજીકતાથી ભણાવવા લાગી . પ્રથમતો જતાની સાથે જ દરેક જવાબની રાહે જ બેઠા હતા . એટલે તેનુ સમાધાન કરી દીધુ ને કહ્યું બહાર ગામ જવાનું હતું જરૂરી કામે એટલે ન આવી શકી . માનસી વિદ્યાર્થિઓ સાથે ભળી જતી પણ એક શિક્ષક અને વિદ્યાર્થિ વચેનું અંતર એ હંમેશા જાળવી રાખતી.પહેલો , બીજો,ત્રીજો , ચોથો એમ પાંચ પિરીયડ જતા રહ્યા માનસીને શાળામાં આવીને ખુબ ગમતું તે શાળાને તેનો બીજો પરિવાર જ ગણતી ને કહેતી પણ કે મને મારા આ પરિવાર વગર ના ચાલે . જે દિવસે રજા હોય ત્યારે પણ તેનું મન તો શાળાએ જ હોય. ને શાળા એ આવીને ખુબ શાંતિ અનુભવતી એટલા માટે કે તે પગાર માટે નહીં પણ ભણાવવું એ પોતાની પસંદગીનો વિષય હતો.છતાં પણ ખબર નહી આજ મન ખુબ વિચલિત હતુ . કંઈક થવાનું છે એવું થયા કરતુ ,ભગવાનને પ્રાર્થના જ કરે છે કે દિવસ બરાબર નિકળી જાય.
                   છઠ્ઠો પિરીયડ હતો આજે તે ધોરણ નવ ના વિદ્યાર્થિને મલ્ટિમિડીયા દ્વારા ભણાવાનું વિચારીને આવી હતી . એટલે તે માટે તેમણે શાળાના ક્મ્યુટરના શિક્ષક વિનયભાઈને અગાઉથી જ કહી રાખ્યુ હતુ .મલ્ટિમિડીયાનો એક અલગ રૂમ ઉપરના માળે બનાવવામાં આવ્યો હતો. ત્યાં વર્ગના વિદ્યાર્થિઓ લાઈન આવી બેસી જાય છે . માનસી અને વિનયભાઈ ક્મ્યુટર વગેરે શરૂ કરવામા લગેલા હોય છે . શિયાળાની ઋતુ હોવા છતાં ગરમીનું વાતાવરણ હતું ,માટે વર્ગમાં પંખા શરૂ કર્યા હતા.વિક્રમ નામનો વિદ્યાર્થિ દરેક કામમાં પાવરધો હતો.જેથી કેપ્ટનના પદે હતો.તે મલ્ટિમિડીયા શરૂ કરી એક બાજુએ ઊભો હતો .થોડી ગરમીને કરણે માનસી પંખાની નીચે આવી ઉભી રહી. વિનયભાઈ ક્મ્યુટરમાં નવો આવે ITC નો પ્રોગ્રામ શરૂ કરી ઉભા હતા. માનસી હજુ સમજાવવાનું શરૂ જ કરે છે ત્યાં આ શું થયું. તેની ઉપર ધીમો ચાલતો પંખાનું હુક નિકળી જવાથી પડે છે. વિક્રમ એ જોતા જ માનસી ને ધક્કો દઈ ને બારણા તરફ ધકેલે છે. વિનયભાઈ આ જોવે છે એટલે માનસીને પકડવા આવે છે પણ સંતુલન ન રહેતા તેનો ડાબો હાથ પંખાના પાંખડા સાથે જોરથી અથડાય છે  બંને પડે છે આધાર માટે માનસી હાથ ટેકા માટે જમીને મુકતાની સાથે જ દર્દ ભરી ચિસ નિકળી જાય છે ,આ બાજુ વિક્રમ ને તેનો મિત્ર યોગેશે તેની તરફ ખેંચે છે પણ તે પડી જવાથી પંખો તેના પગ પર પડે છે ને એ દુખાવાને કારણે ચિસ પાડે છે એક બાજુ બેઠેલી વિદ્યાર્થિને કંઈ સુજતા બધી સ્વિચ બંધ કરી દે છે. પડવાના આવજને કારણે શાળાના શિક્ષક , આચાર્ય ત્યાં આવી પહોંચે છે ને ચારેય ને ઊભા કરી એક બાજુ એ બેસાડે છે , પાણી વગેરે આપે છે પણ બંનેને અસહ્ય દુ:ખાવાના કારણે આંખે અંધાર છવાય છે . આચાર્ય રાઠોડ સાહેબ એમ્બુલન્સ ને ફોન કરી બોલાવે છે અને શાળા એ રજા જાહેર કરાય છે.
                   બંનેને હોસ્પિટલ પહોંચાડી સારવારમાં લેવાય છે . દરેક ચેકપની વિધી પુરી થાય છે પછી ડોક્ટર મહેરા જણાવે છે કે માનસીને હાથમાં અને વિક્રમને પગમાં ફેક્ચર થયું છે અને તાત્કાલિક ઑપરેશન કરવા પડશે . એટલે રાઠોડ સાહેબની પરમિશ સાથે કર્યવાહી શરૂ થાય છે . બંનેના ઘરે જાણ કરી બોલાવી લેવામાં આવે છે .રાતે નવ વાગ્યા આસપાસ ઑપરેશન પૂર્ણ થાય છે . ઘરના બે વ્યક્તિ રોકાય છે અને બાકી બધા બધુ બરાબર પૂર્ણ થતા રાહત સાથે ઘરે જાય છે. માનસીને તો હોસ્પિટલેથી રજા આપી દેવાય છે ને ભાનમાં આવતાની સાથે જ રજા આપવાના હતા . પણ વિક્રમને બીજી તબીબી તપાસ માટે અને બીજા ઑપરેશન માટે રજા આપવામાં નહોતી આવી.
                   ૨ - ૩  દિવસ પછી માનસીના ઘરે સ્ટાફ મળવા માટે આવે છે . આજે આછા ગુલાબી રંગનુ સ્લિવલેસ  સફેદ ડિઝાઈન કમિઝ અને સફેદ પટિયાલા પાયજામો પહેર્યો હતો માંથાના વાળ બાંધીને ઢીલો અંબોડો લીધો હતો. ડાબા હાથને અડધો વાળીને પ્લાસ્ટર કરેલું હતું તેને આધાર મળે તે માટે એક દોરી હાથથી બાંધીની ગળામાં રાખેલ હતી.છતાં આવા સાદા દેખાવમાં આકર્શક લગી રહી હતી. બધા આવતાની સાથે તે માન આપવા ઊભી થવા જાય છે ત્યાં રાઠોડ સાહેબ ના પડે છે. અગાઉ જાણ કરી હોવાથી બેઠકની બધી વ્યવસ્થા કરેલી જ હતી. 
સાહેબ : કેમ છે હવે ? દુ:ખાવો થતો હશે .
માનસી : દુખાવો બહુ નથી , સારુ છે.
સાહેબ : માફ કરજો તમે મને જાણ કરી હોવા છતાં સમય ન મળવાથી સમારકામ ન થઈ શક્યુ ને તેનો ભોગ તમે બન્યા .હું ખુબ શરમીંદગી મહેસુસ કરૂ છું. 
વિનયભાઈ : મને પણ માફ કરજો હું સંભાળી ના શક્યો તમને.
માનસી : અરે... ના ના . એવું કંઈ જ નથી થયું . મારી ફરજ મે બજાવી તમને જાણ કરી હતી. જે થવાનું હતું તે થઈ ગયું .
સાહેબ : તો પણ મે થોડી વહેલા અરજી કરી હોત તો આ ન થયુ હોત. આપના ઈલાજની તમામ રકજ શાળાના ટ્રસ્ટીએ ઊપાડી છે . 
માનસી : એની કોઈ જરૂર ન હતી. વિક્રમને કેમ છે ? 
વિનયભાઈ : તેને પણ સારૂ છે હોસ્પિટલેથી રજા અપાય ગઈ છે. આરામ કરે છે . આપને યાદી આપી છે.
માનસી : તેનો ખર્ચ કોણે આપ્યો ? 
રાઠોડ સાહેબ : તેનો ખર્ચ પણ ટ્રસ્ટિ અને શાળાએ જ ઉપાડ્યો છે.
માનસી : ખુબ સરસ. મારે તેને મળવું છે . 
સાહેબ : જરૂર તેનું સરનામું વિનયભાઈ આપી જશે.
માનસી : આજે બનશે ? 
વિનયભાઈ : જરૂર .સાથે અમે પણ આવીશુ.
માનસી : આભાર.
                  માનસી તેના પતિ નિલેશ અને સ્ટાફ સાથે તેના વિદ્યાર્થિ વિક્રમના ઘરે તેને મળવા ખબર પુછવા રવાના થાય છે. તે એક ઊંડી જતી શેરીમાં નાના એવા ઘરમાં અંદર જાય છે બધા અંદર ન સમાતા સાહેબ, માનસી ,નિલેશ અને વિનયભાઈ જાય છે . નાના ઓરડામાં એક બાજુ ખાટલા પર વિક્રમને સુવાડ્યો છે ,બાજુમાં ટેબલ પર દવા ને પણીનો ગ્લાસ રાખ્યો છે. ખાટલા સિવાય બે ખુરશી છે જેમા માનસી ને અને સાહેબ ને બેસાડે છે બાકી ઊભા રહે છે. ઓરડામાં બપોર હોવા છતાં આછું અંજવાળુ હતું. બધાને પણી આપવામાં આવે છે. વિક્રમ આખો ખોલે છે જોતા જ બેઠો થવા જાય છે , માનસી પાછો સુઈ જવા કહે છે.
વિક્રમ : મિસ સોરી... 
માનસી : શા માટે બેટા ?
વિક્રમ : મારો તમને ધક્કો મારવાથી તમને વાગી ગયું ને પટો આવ્યો .
માનસી : અરે બેટા . મારે તારો આભાર મનવો છે , તે મને બચાવી છે. તે ધક્કો માર્યો ત્યારે જ તો હું બચી શકી. તને હવે કેમ છે ? 
વિક્રમ : સારૂ છે. સર મારુ ભણવાનું !?
સાહેબ : તેની ચિંતા ન કર એ બધું થઈ જશે. જલ્દી સાજો થઈ જા અને શાળાએ આવવા લાગ એટલે બધું તને કરાવી દઈશું .
વિક્રમ : થૅંક્યુ સર..
માનસી : તારે કારણે એક દુર્ઘટના ટળી . તારી સદાય આભારી રહીશ.
                   બાધા છુટા પડતા પહેલા વિક્રમની માતા ને આશ્વાસન આપે છે અને થોડી આર્થિક મદદ કરે છે . સાથે લાવેલા ફળ આપે છે . અને પોતપોતાના ઘર તરફ રવાના થાય છે.        
                                                 __- Mhk.
                                   *****