Incomplete desires books and stories free download online pdf in Gujarati

અધુરી ઇચ્છા .....

અધુરી ઇચ્છા .....


હવે નથી થતી કોઈ સવાર કે નથી થતી કોઈ રાત,કેટલાય દિવસો આમ ને આમ જ નીકળી ગયા,
અચાનક આજે બહાર આવી ને જોયું તું જાણે લાગ્યું કે કઈ કેટલુય બદલાઈ ગયું હું,આંખો તે અજવાળા ને સ્વીકારવા તૈયાર નાં હોય તેમ વારંવાર બંધ થઇ જતી હતી..
એવા વ્યક્તિ ને પ્રેમ કર્યો તો મેં જેને મને પામવાની કોઈ ઈચ્છા જ ન હતી પણ મને તે બહુ મોડું મોડું સમજાયું હતું અને જીંદગી પણ અડધી વીતી ગઈ હતી,
એ જ્યારે જોવે છે તીછરી નજરે તો પણ આંખો શરમાઈ ને ઢળી જાય છે,
ડર તો એ છે કે શું થશે જ્યારે એની આંખોમાં મારું પ્રતિબિંબ હશે ....
#Archana
મારા હૃદય ની ધડકન એવા એ વ્યક્તિ ને મેં કાયમ દુર કરી દીધો,એણે મને અને મારા પ્રેમ ને મજાક બનાવી મૂકી દીધી હતી. એવી જગ્યા એ મળ્યો હતો જ્યાં અત્યારના છોકરાઓ ને છોકરીઓ મળતા હોય છે ..ચેટીંગ થી લઇ ને ફોટો સુધી અમે પહોચ્યા હતા ..ન'તી ખબર કે તે મારો છે કે નહિ પણ એ સમયે તેને મન મુકીને ચાહ્યો હતો .મારી માંગ થી લઇ ને મારા પગ ની પાયલ એના નામે કરી હતી.
"એણે સપના બતાવ્યા જ્યારે મેં સપના ને સજાવ્યા હતા" મારુ તમામ સુખ એના નામે કર્યું હતું.
અચાનક કોઈ એ ઉભી કરવાની કોશિશ કરી પરાણે ઉભી થઇ.પરંતુ એક પગલું ભરવાની પણ હિંમત મારામાં બચી ન'તી.જમવાની કોઈ ઈચ્છા ન'તી તોય થોડું જમી ને પથારી મેં આડી પડી...ત્યાજ વિચારો ના વંટોળ ફૂંકાવા લાગ્યા..
કેટલાય વર્ષો બાદ ખબર નહિ હૃદય માં કોઈ ના માટે લાગણીઓ જન્મી હતી. આંખો માં ચમક આવી હતી બધાને મારામાં કંઇક નવીન લાગતુ હતું કેમ સમજાવું બધાને તે મારો પ્રેમ હતો ..પ્રેમ એવો કે જેના આવવાથી શરીર માં કંઈક બદલાયું હતું...તેની સાથે પ્રેમ કરી ને મેં મને સજાવી હતી.ખુબ જ પ્રેમ કર્યો તો મેં તેને.પરંતુ તેના પ્રેમ ને જાણવાની કોશિશ કરવાનું જ મારાથી ભુલાઈ જવાયું.એના શબ્દો થી હમેશા તે મને ખુબ જ વહાલ કરતો.મને હસાવતો અને ઘણી વાર રડાવતો .ક્યારેક લાગતું કે દુનિયામાં સૌથી વધુ હું એને જ ચાહું છું.
અમે એકબીજાની ખુબ નજીક હતા ઘણી વાર લાગતું કે વર્તમાન ની જેમ ભૂતકાળ માં પણ સાથે રહીશું.એ પણ હા માં હા કરતો..મને લાગતું એની પણ હા હશે બસ પછી તો મારી દુનિયા જ તે હતો.એને ખુબ વહાલ કરતી હું ..જેને શબ્દો મા પણ ના સમાવી શકાય..
અચાનક એક દિવસ એને મને કીધું હવેથી નહિ મળી શકાય ,મમ્મી એ મારા માટે કોઈ જીવનસાથી શોધી લીધી છે.બની શકે તો માફ કરી દેજે તને ખબર છે ને કે હું મારી મમ્મી ને બહુ ચાહું છું..બસ પછી ક્યા કઈ બોલવાનુ જ હતું.બસ ધીરેથી ફોન મુકીને હું ત્યાજ બેસી ગયાનું યાદ છે નથી યાદ તે પછી ની જીંદગી..
આજે અચાનક કેટલાય વર્ષો બાદ એના શહેર માં તે સામે મળી ગયો હતો જોયો નહતો પણ યાદ હતો કે તેજ છે.
એ "તેની" સાથે હતો.એ નહિ ઓળખી શક્યો હોય મને તે ,પણ મેં તો મન માં વસાવ્યો હતો. એટલે ભૂલાય તેમ નહતો..એના વિનાનો વીતેલા 6 મહિના હોસ્પિટલ માં હતા.બાકીના ધીરે ધીરે વીત્યા હતા .કોઈ ઈચ્છા ખુશી વિના બસ એની યાદો ને હું..નથી યાદ એવું કઈ કે તેના સિવાય કોઈ ને નજર થી પણ પોતાનો બનાવ્યો હોય..
બહુ ઈચ્છા હતી કે તેને મારો બનાવું તેની સાથે જીવન પસાર કરું તેના સુખ માં ને દુખ માં સાથે રહું ..
પણ ..............


હવે બસ કોઈ ઇચ્છા જીવવાની રહ્યી ન'તી.હવે કોઈ પર વિશ્વાસ ન'તો રહ્યો બસ એના ફોટા ને મારી છાતી પર લગાવી ને સુઈ ગઈ અચાનક લાગ્યું કે હું કઈક અલગ દુનિયા માં છું. ચારે બાજુ મસ્ત વાતાવરણ હતું જે મને ગમતું હતું...


પણ મારી એક ઈચ્છા તો આજે પણ અધૂરી લાગતી રહ્યી હતી...........
મારી ઇચ્છા.............