સેકેન્ડ ચાન્સ ભાગ 4

( આગળ ના ભાગમા આપણે જોયુ કે એલીફન્ટાની ગુફાજોવા જતા અર્ચનાની મુલાકાત એના બોસ સાથે થાય છે. પછી બન્ને પરિવાર સાથે જ ફરે છે અને ઘણા હળીમળી જાય છે. રાત્રે હોટલમાં જમવા જતા સમયે વિહાન અર્ચનાને મમ્મી કહીને વળગી જાય છે. જેનાથી બધાં સ્તબ્ધ થઈ જાય છે. હવે આગળ જોઈશું શું થાય છે. )
આશુતોષ : બેટા એ તારી મમ્મી નથી એ તો ક્રીશની ફોઈ છે.
વિહાન : ના પ્રાચીફોઈ કેહતા હતા કે મારી મમ્મીનુ નામ અર્ચના છે ને ક્રીશુએ પણ કીધુ તુ કે આ આન્ટીનુ નામ અર્ચના છે. 
સુભાષ : હા બેટા એ આન્ટીનુ નામ અર્ચના છે. પણ એ તારી મમ્મી નથી.
વિહાન : ના આ જ મારા મમ્મી છે. 
આશુતોષ : બસ બહુ થયું વિહાન હવે આ મમ્મી મમ્મીનુ રટણ બંધ કર. અને હવે ખબરદાર જો ફરીથી આ આન્ટીને મમ્મી કહ્યું છે તો.
વિહાન : ના હુ તો મમ્મી જ કહીશ. 
આશુતોષ ગુસ્સામાં આવીને વિહાનને એક થપ્પડ લગાવી દે છે. 
અર્ચના વિહાનને પોતાની પાછળ લઈ લે છે અને કહે છે 
it's ok Ashutosh એ નાનુ બાળક છે. એને ખબર નથી કે એ શું કહે છે.
આશુતોષ : પણ એને ખબર હોવી જોઇએ. અને ના હોય તો મોટા કહે તે સમજવું જોઈએ.
અર્ચના : હો હો આ ઉંમરમાં તેની આવી સમજની અપેક્ષા કરવી તેવી તમારી સમજશકિતને ધન્ય છે. પહેલા નાના બાળક સાથે કેવી રીતે વર્તવુ એ સમજી લો. 
આશુતોષ : તમે મને નઈ સમજાવો કે મારે મારા પુત્ર સાથે કેવી રીતે બીહેવ કરવું. 
બન્ને ગુસ્સામાં એકબીજા સાથે argument કરે છે.
કમળાબેન : ( આશુતોષના મમ્મી ) બસ કરો તમે બન્ને જણા. કયારના નાના બાળકની જેમ ઝઘડો છો. વિહાન પહેલા તમારે સમજણ કેળવવાની જરૂર છે. અને વિહાન આ આન્ટી તારા મમ્મી નથી. તારે એમને આન્ટી જ કહેવાનું.
વિહાન : ના એ તો ક્રીશના આન્ટી છે. હુ તો મમ્મી જ કહીશ.
આશુતોષ : વિહાન તને એકવાર કહેવાથી ખબર નથી પડતી. કે પછી પાછો માર ખાવો છે. 
વિહાન : મમ્મી મમ્મી મમ્મી હું તો મમ્મી જ કહીશ. અને તે બહારની તરફ ભાગે છે. રુચી એની પાછળ જાય છે. 
કમળાબેન : માફ કરજે બેટા એ નાદાન છે. અને જનમ્યો ત્યારથી મા માટે તરસે છે.એ કોઈ દિવસ આવી નાદાની નથી કરતો. ખબરની તારી સાથે એને શું લગાવ થઈ ગયો છે.
અર્ચના : અરે એમા માફી માંગવાની ન હોય માસી. હુ બધુ સમજુ છુ. અને તે વિહાન પાછળ જાય છે. 
થોડીવાર પછી વિહાન અર્ચનાની આંગળી પકડીને અંદર આવે છે.
રુચી : આ ભાઈએ તો એકદમ ટીમ બદલી નાંખી. મે તેને કેટલો સમજાવ્યો પણ એ ન માન્યો અને અર્ચનાએ એકવાર સમજાવ્યો તો માની ગયો.
અર્ચના : એ તો અમારુ સિક્રેટ છે. કેમ વિહાન. અને બંને એકબીજાને હાઈ - ફાઈ આપે છે.
અને બધા ટેબલ પર ગોઠવાઈ છે. 
વિહાન : હુ તો મમ્મીની બાજુમાં જ બેસીશ. 
આશુતોષ : વિહા...ન 
અર્ચના આખના ઈશારાથી આશુતોષને સમજાવે છે.
અર્ચના : વિહાન તુ મને એક શર્ત પર મમ્મી કહી શકે છે. કે તારે બધા મોટાઓનુ કહેલું માનવુ પડશે. અને ખોટી જીદ નહી કરે. promise ? 
વિહાન : promise.
બધા જમીને બહાર નીકળે છે. 
કમળાબેન : બેટા તારો ખૂબ ખૂબ આભાર. 
અર્ચના : ના માસી એમા આભાર શાનો.
રુચી : પણ અર્ચના તે જે રીતે situationને હેન્ડલ કરી છે. એ કાબીલે તારીફ છે.
અજય : હા અર્ચના તે વિહાનને ખૂબ સારી રીતે સંભાળી લીધો.
સુભાષ : અર્ચના છે જ એટલી હોશિયાર ઓફિસમાં પણ તે બધુ જ સંભાળી લે છે. 
મયુરી : ખાલી ઓફિસ જ નહી સર એ ઘરની પણ બધી જવાબદારીને સારી રીતે નિભાવી લે છે.
પ્રાચી : આશુતોષભાઈએ પણ અર્ચના પાસેથી કંઈક શીખવું જોઈએ. ભાઈ  તો બસ ગુસ્સો જ કરે છે. 
અર્ચના અને આશુતોષની નજર એક થાય છે. વિહાનના ચેહરા પરની ખુશી જોઈને કમળાબેનની આખોમા આંસુ આવી જાય છે. 
સુભાષ : તો અર્ચના પાછી સુરત ક્યારે જવાની છું ? 
અર્ચના : સર કાલે જ જવાની છું. અરે સારુ થયુ તમે પૂછ્યું. મારી ટીકિટ કન્ફર્મ ન થઈ હોવાથી મે રિઝર્વેશન નથી કરાવ્યું. હવે તત્કાલમા કરાવી દઈશ. 
સુભાષ : if u don't mind અમે પણ સુરત જ જઈએ છીએ તો તુ પણ અમારી સાથે જ આવી જા.  અમે બધા કાલે સેલવાસ અને દમણ ફરતા જવાના છે. 
અર્ચના : અરે ના ના સર તમે તકલીફ ના લો. I can manage.
સુભાષ : એમા તકલીફ શાની અમે પણ સુરત જવાના છે અને તુ પણ. અને આશુતોષની ગાડીમાં જગ્યા પણ છે. 
અર્ચના :ના સર ખરેખર હુ મેનેજ કરી લઈશ. અને એમ પણ મે કાલ સુધીની જ લીવ લીધી છે.
સુભાષ : વાંધો નહી હુ તારી એક દિવસની લીવ મંજૂર કરી દઈશ.
કમળાબેન : બસ હવે હુ કંઈ નથી સાંભળવાની તારે અમારી સાથે જ આવવાનુ છે.
વિહાન : હા મમ્મી તમે પણ અમારી સાથે જ આવોને.... પપ્પા તમે મમ્મીને કહોને.
આશુતોષ : હા ચાલો અમારી સાથે જ .( આશુતોષને પણ અર્ચના સાથે કરેલ વ્યવહારનો અફસોસ થાય છે. તો રસ્તામાં એની માફી માંગી લેશે એવુ તે વિચારે છે. 
અર્ચના : દી જીજુ તમે શું કહો છો ?
મયંક : મારુ માને તો તુ આ લોકો સાથે જ જા. શું ખબર ટ્રેનની ટીકિટ કન્ફર્મ મળે કે નહી.
મયુરી : અને તુ એમની સાથે હશે તો અમને પણ તારી ચિંતા ન રહે અને તને પણ ઘર સુધીનો સાથ મળી રેહશે.
અર્ચના : ok સર તો હુ  કાલે તમારી સાથે જ આવીશ.
વિહાન ખુશ થઈ ને અર્ચનાને વળગી જાય છે. અર્ચના પણ તેને ઊંચકીને તેના ગાલ ખેંચીને પપ્પી કરે છે. 
સુભાષ : તો અર્ચના કાલે સવારે તુ તૈયાર રેહજે. અમે તને ત્યાથી પીકઅપ કરી લઈશું.
અર્ચના : હા સર
બધા એકબીજાને બાય કહીને છૂટા પડે છે. 
*  *  *  *  *
મયંક : તારા સરના પરિવારવાળા કેટલા સારા છે. આપણી સાથે કેટલા સારી રીતે હળીમળી ગયા.
અર્ચના : હા અને પ્રાચી તો મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે. રુચી ભાભીનો નેચર પણ ખૂબ સારો છે. 
મયુરી : અને વિહાન તો તારો હેવાયો થઈ ગયો છે. 
અર્ચના : હા દીદી એ ઘણો કયુટ છોકરો છે. મને પણ એની સાથે એક કનેકશન હોય એવું લાગે છે. 
મયુરી : પણ આશુતોષ મને થોડો રુડ લાગ્યો. એ જ એક હતો જે એકદમ અતડો રહેતો હતો વધુ વાત પણ કરતો ન હતો.
અર્ચના : ના દીદી એવુ નથી મને પણ પહેલા એવુ જ લાગેલું. પણ પછી પ્રાચીએ કહ્યું કે એમના વાઈફની ડેથ પછી આશુતોષ આવા થઈ ગયા છે. નહી તો એ પણ પહેલા બહુ હસી મજાક કરતા હતા.
મયુરી :ઓહ એવું છે. ભર યુવાનીમા પત્નીને ખોવાનો આઘાત ખરેખર દુઃખદાય હોય છે. મને તો વિહાનનો વિચાર આવે છે. એટલે જ બિચારો મા વગરનો બાળક તારામાં એની મા ને શોધે છે ભલે એ તને મમ્મી કેહતો તુ ના નહી પાડતી.
અર્ચના : હા , ચાલો સૂઈ જઈએ. સવારે વહેલું ઉઠવાનું છે. 
મયુરી : સવારે તમારા માટે હું થોડા થેપલા અને મૂઠીયા બનાવી દઈશ 
*  *  *  *  *
( અર્ચના અને વિહાનનુ આ અનોખું બોન્ડિગ આગળ જતા શુ મોડ લાવે છે. તે આગળના ભાગમાં જોઈશું.)

***

Rate & Review

Sangita Behal 4 weeks ago

Jadeja Aksharajsinh 2 months ago

Paladiya Sanjay 2 months ago

Bhadresh Vekariya 2 months ago

Raju Naik 2 months ago