Second chance - 10 books and stories free download online pdf in Gujarati

સેકેન્ડ ચાન્સ - ભાગ 10

આ બાજુ આશુતોષની આંખોમાંથી પણ નીંદ ગાયબ છે તેની આંખો આગળથી અર્ચનાનો ચેહરો ખસતો જ નથી તેના રૂ જેવા મુલાયમ હાથોનો સ્પર્શ, તેની શરીરમાંથી આવતી ખુશ્બુથી તરબોળ એ તેના સાનિધ્યને માણે છે. તેના હોઠો પર હલ્કી મુસ્કાન છવાઈ જાય છે. પછી તે વિચારમાં પડી જાય છે. તે પોતાની જાતને જ સવાલ કરે છે કેમ હુ અર્ચના તરફ ખેંચાતો જાવ છુ, કેમ હુ હંમેશા એનો સાથ ઝંખુ છુ, શું હુ એને પ્રેમ કરવા લાગ્યો છું ? ના ના એ તો એ વિહાનની આટલી કેર કરે છે એટલે અને મમ્મી પણ અત્યારે એની વધુ વાત કરે છે માટે મને એના વિચાર આવે છે હું કંઈ એને પ્રેમ બ્રેમ નથી કરતો. આમ એનુ દિમાગ દલીલ કરે છે . પણ પાછું એનુ દિલ કહે છે કે , તો કેમ એ પાસે હોય ત્યારે બધુ સારુ લાગે છે, કેમ એ સાથે હોય ત્યારે મારા મનને એક શુકુન મળે છે કેમ એ સાથે હોય ત્યારે વિહાનની કોઈ ફિકર રેહતી નથી. અંતે આ બધી ગડમથલ પછી નકકી કરે છે કે હા અર્ચના માટે મારા દિલમાં એક અલગ એહસાસ તો છે જ અને હુ એને પસંદ તો કરવા લાગ્યો જ છું. પણ એના મનમાં શું છે એ પણ મારે જાણવું પડશે. એની આગળ હજુ આખી જિંદગી છે હુ મારા મતલબ માટે એને કોઈ બંધનમાં નહી બાંધી શકુ. અત્યારે એને વિહાન પ્રત્યે લાગણી છે તો એ મારી સાથે સંબંધ બાંધવા તૈયાર થઈ જાય પણ પાછળથી એને મારા પ્રત્યે કોઈ લાગણી ન જન્મી તો એ સંબંધ એના માટે એક બોજ બની જશે. અને અર્ચના પોતાની વિશે શું વિચારે છે એ વહેલી તકે જાણી લેવાનું નક્કી કરી તે આંખો બંધ કરે છે. 

અર્ચના અને આશુતોષ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે પણ આખા દિવસમાં એકવાર તો અર્ચના વિહાનને ફોન કરી લે છે અને એ બહાને આશુતોષ સાથે પણ વાત થઈ જાય છે. બંને જણા એકબીજાને મળવા માટે બેચેન હોય છે પણ બે માથી એક પણ પોતાની ફિલીંગ બીજા સામે વ્યક્ત નથી  કરી શકતા. 

આમ જ એક દિવસ અર્ચના પોતાના કામમાં લીન હોય છે અને  પાછળથી મમ્મીઈઈ... નો જાણીતો અવાજ એના કાને પડે છે એ પાછળ ફરીને જુએ છે તો આશુતોષની આંગળી પકડીને વિહાન આવતો હોય છે. નજીક આવતાં તે આશુતોષનો હાથ છોડી દોડતો દોડતો અર્ચનાને વળગી પડે છે અર્ચના પણ તેને બાથમાં લઈને પપ્પીઓથી નવડાવી દે છે. 

hi...champ, how are you my cutie pie ? અર્ચના એને પૂછે છે અને આશુતોષ તરફ એક સ્માઈલ આપીને કેમ છો ? એમ પૂછે છે. આશુતોષ પણ વળતી સ્માઈલ આપીને fine કહી and how are you એમ પૂછે છે.i am fine અર્ચના જવાબ આપે છે.

અર્ચના :  તો અત્યારે આ તરફ કંઈ રીતે આવવાનું થયું ? 

આશુતોષ : મમ્મીએ આ રવિવારે પૂજા રાખી છે તો એના માટે તમને આમંત્રણ આપવા આવ્યો છું. અને મમ્મીએ ખાસ કહ્યુ છે કે તમારે આવવાનું જ છે કોઈ બહાનું નહી ચાલશે.

અર્ચના : ya sure I am definitely come. એમ પણ માસીને મળવાને ઘણો સમય થઈ ગયો છે હુ વિચારતી હતી કે આ રવિવારે તમને બધાને મળવા આવીશ 

આશુતોષ : oh that's good. અને મમ્મીએ એ પણ કહ્યું છે કે તમારા ફેમિલીને પણ લેતા આવજો. 

અર્ચના : ભાઈ તો ભાભીને લેવા એમના ઘરે જવાના છે પપ્પા તો વધુ બહાર નીકળતા નથી હુ મમ્મીને લઈ આવીશ. 

આશુતોષ : તમારુ કામ પુરુ થઈ ગયું હોય તો ચાલો મારી સાથે હુ ઘરે જ જાવ છુ તો તમને મૂકતો જઈશ. 

અર્ચના : હા all most તો બધુ કામ પૂરુ થઈ જ ગયુ છે.

વિહાન ફરીથી બંનેનો હાથ પકડી ચાલે છે. અર્ચના આશુતોષને ઘરે આવવા માટે આગ્રહ કરે છે. આશુતોષ પણ વિચારે છે કે અર્ચનાની મમ્મીને પણ રૂબરૂ મળી આમંત્રણ આપી આવુ. અને તેઓ અર્ચનાના ઘરે પહોંચે છે. અર્ચના તેની મમ્મી સાથે આશુતોષનો પરિચય કરાવે છે. એના મમ્મી પણ ખુશ થઈને એમને આવકાર આપે છે. 

વિહાન : તમે મમ્મીના મમ્મી છો ? 

વિહાનના આમ પૂછવાથી આશુતોષ શરમમાં મૂકાય છે. તેની આ મૂંઝવણ અર્ચના પારખી જાય છે અને કહે છે " ચિંતા ના કરો મે મમ્મીને બધી વાત કરી છે. 

રસીલાબેન : ( અર્ચનાના મમ્મી ) હા બેટા, તમારે સંકોચ અનુભવવાની બિલકુલ જરૂર નથી. અર્ચનાએ મને બધી વાત કરી છે. અને વિહાન છે પણ એટલો વહાલો કે એનુ દિલ તોડવાનું કોઈને પણ મન નહી થાય. 

આશુતોષ : હા માસી વિહાન ઘણો સમજુ છોકરો છે કોઈ દિવસ ખોટી જીદ નથી કરતો કોણ જાણે કેમ અર્ચનાની બાબતમાં જ એ કોઈની વાત નથી માનતો.

રસીલાબેન : કંઈ નહી બેટા કદાચ ભગવાનની પણ એ જ ઈચ્છા હશે. 

અર્ચના વિચારે છે કે મમ્મી કંઈ ઊંધુ નહી બોલી દે. જ્યારથી વિહાનવાળી વાત સાંભળી છે ત્યારથી ફરી બીજા લગ્ન માટે સમજાવ્યાં કરે છે.

અર્ચના : અરે એ બધી વાત છોડો આશુતોષ તમે ચા પીશો કે કોફી કે પછી ઠંડુ બનાવું. 

આશુતોષ : ના ના, એવી ફોર્માલીટી કરવાની કોઈ જરૂર નથી. આ તો રવિવારની પૂજા માટે માસીને પણ રૂબરૂ કહી દવ.

રસીલાબેન : એ તમારી વાત સાચી પણ તમે પહેલી વાર અમારા ઘરે આવ્યા છો તો કંઈક તો લેવુ જ પડશે.

આશુતોષ : માસી તમે પહેલા મને તમે તમે કહેવાનું બંધ કરો હું તમારા પુત્ર જેવો જ છું.

રમીલાબેન : સારુ બેટા તને તુ જ કહીશ બસ પણ તારે કંઈક તો લેવુ જ પડશે. 

આશુતોષ : સારુ તો કંઈ પણ ચાલશે.

વિહાન : પપ્પાને તો કૉફી જ ભાવે છે ને મને તો બૉર્નવીટા જ ભાવે હો મમ્મી.

અર્ચના અને રમીલાબેન હસવા લાગ્યા. 

રમીલાબેન : જા અર્ચનાબેટા આશુતોષ માટે કૉફી અને વિહાન માટે બૉર્નવીટા બનાવી લાવતો.

અર્ચના : હા મમ્મી 

અર્ચના વિચારે છે કે આશુતોષને કેવી કૉફી પસંદ છે એ તો મને ખબર નથી !!!! તો મને જેવી ગમે તેવી જ બનાવી દવ.  અર્ચના કૉફી અને બૉર્નવીટા બનાવી લાવી.

આશુતોષ : કૉફી પી છે અને પૂછે છે કે તમને મારી પસંદ કેવી રીતે ખબર પડી. 

અર્ચના : ના મને નથી ખબર આ તો મને ગમે તેવી જ કૉફી બનાવી છે. 

આશુતોષ : એકઝેટ મને ભાવે તેવી જ બનાવી છે. ખૂબ જ સરસ બની છે. 

અર્ચના : thanks 

થોડી ઘણી વાતો કરી આશુતોષ રજા લે છે. અને પાછો અર્ચના અને તેની મમ્મીને પૂજામાં આવવાનો આગ્રહ કરે છે.

*  *  *  *  *