લગ્ન અને પ્રેમ વચ્ચે સંબંધ કેટલો ?

આમ જોવા જઈએ તો પ્રેમ અને લગ્ન એ બહુ સહજ અને કુદરતી ક્રમ છે.પ્રેમ અનાયાસે થાય છે અને પછી લગ્નમા એ પરિવર્તિત થતા હોય છે કા‌ તો આનાથી ઊલટું પણ થાય કે લગ્ન પછી પ્રેમ થાય... આપણે એવા કિસ્સા જોયા છે કે પહેલા પ્રેમ થાય પછી લગ્ન કા તો લગ્ન પછી પ્રેમ....આ સમયમાં પહેલા પ્રેમ કરવો ખૂબ જરૂરી છે કારણ કે લગ્ન અને પ્રેમનો સીધો જ સંબંધ છે.જો પ્રેમ નહીં હોય ને તો લગ્ન જીવન રસમય નહીં લાગે માટે જ મારુ એવુ માનવુ છે કે લગ્ન તો ગમે ત્યારે થઈ જશે પણ જો પ્રેમ ચોક્કસ સમય થાય એ વધુ ઉચિત છે..આ તો આપણી માનસિકતા એવી છે કે લગ્નની એક ચોક્કસ ઉંમર હોય છે પણ જો એ લગ્ન જીવનમાં બે જણ વચ્ચે પ્રેમ જ ન હોય તો એ લગ્ન જીવન ક્યાંથી સફળ થાય... લગ્ન જીવનમાં ફક્ત પ્રેમ જ જરૂરી નથી હોતો એ સિવાય પણ લગ્ન જીવનને સફળ બનાવવા બીજા ઘણા પરિબળો જવાબદાર હોય છે.. લગ્ન જીવનને જો કાયમ ટકાવી રાખવું હોય તો અમુક ઉંમર પછી 'હુ તને ચાહું છું' એવા શબ્દોનો સહારો લેવો પડે... અમુક વર્ષ લગ્ન પછી એક અલગ પ્રકારનો જુસ્સો હોય છે અને ઉત્સાહ પણ,એ બધું જવાબદારીઓ સાથે ખોરવાઈ જતું હોય છે, જ્યારે એવું લાગે કે બધું જ હોવા છતાં કંઈક અધૂરું લાગે તો 'હુ તને ચાહું છું','હુ તને પ્રેમ કરું છું' એવા શબ્દો બોલજો તો બધું આપમેળે જ ગોઠવાતું જશે..
લગ્ન જીવનમાં એકબીજાની ભૂલો ભુલી જવી અને એકબીજાના અહંકારને પણ સાચવી લેવા અને ક્યારેક આપણી ભુલ ન હોય તો પણ થોડું ઝૂકી જવું અને આ જ વાત પતિઓને પણ લાગુ પડતી જ હોય છે, જ્યારે કોઈ એક અહંકારને પકડી રાખે અથવા તો એક બીજાની‌ ભુલ બતાડે તો પ્રેમના બાગ સમાન જીવનમાં ટકરાવ થવાની શક્યતા વધી જાય છે.એક કમાવવામાં પારંગત છે તો બીજી વ્યક્તિ એ જાણે છે કે એનો કેટલો અને ક્યાં વપરાશ કરવો.. પ્રેમ તો લગ્ન પછી પણ કરાય જ પણ પ્રેમ કાંઈ દેખાડો કરવાની વસ્તુ નથી અને પ્રમને દેખાડવાની જરૂર પણ નથી હોતી કારણ કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એને તો આ વાતની જાણ હોય જ છે કે આપણે એને ચાહીએ છીએ/પ્રેમ કરીએ છીએ..
સુખી લગ્નજીવન માટે આ જ એક તરકીબ છે કે થોડા થોડા સમયે આપણી વ્યક્તિને આપણો પ્રેમ મહેસૂસ થાય એવું કરવું કારણ કે એક સમય પછી આપણે જિંદગીમાં એવા ગૂંચવાઈ જ‌ઈએ છીએ કે એ આપણને જ નથી ખબર હોતી કે આપણે કોઇને પ્રેમ કરીએ છીએ અથવા તો કોઈ આપણને પ્રેમ કરે છે.વાસ્તવમા એવું હોતું જ નથી, પણ હકીકત એ હોય છે કે લગ્નના વર્ષો પછી પણ એકબીજાને એટલો જ પ્રેમ કરતા હોઈએ છીએ જેટલો પહેલા પ્રેમ કરતા હતા.પ્રેમ એ એક એવો સરસ મજાનો ભાવ છે જે ક્યારેય કોઈ માટે ઓછો નથી થતો.લગ્ન અને પ્રેમ એ તો એકબીજાના પર્યાય છે.આ એકમેકના પર્યાયને સંભાળી રાખવા માટે એક ઉપાય એ પણ હોય છે કે અનાયાસે જ ક્યારેક એકબીજાને સરપ્રાઈઝ આપતા રહો.આપણે સાંભળ્યું હશે કે લગ્ન જીવન એટલે રથના બે પૈડાં, જ્યારે સારથી એકલો રથ હંકારી શકે છે તો આપણા લગ્ન જીવનના રથમાં બે સારથી હોય છે છતાંય ક્યારેક રથ આડે રસ્તે ચાલ્યો જાય છે.આપણે જેને સંસાર કહીએ છીએ એ લગ્ન જીવનની સાથે જ ચાલુ થાય છે અને આ સંસાર એટલે કે તારા અને મારા સહકારથી જીવનનો સાર જાણવો...

***

Rate & Review

Sonal Mehta 1 month ago

Jignesh Thakor 2 months ago

patel suhani 2 months ago

Desai Rachana 2 months ago

Gaha Meraj 3 months ago