chis - 21 PDF free in Horror Stories in Gujarati

ચીસ - 21

 નદીમાં સૂકી રેતનો ઘૂઘવતો દરિયો હતો.
સોનલવર્ણા કિરણોનો જાદુ ઊડીને આંખે વળગતો હતો.
નદીના આરે લીલાછમ ઘાસની ઉપર મુકાયેલા સુવર્ણના તાજમાં શોભતા કીમતી ડાયમંડ્સના તેજલિસોટા મેઘધનુષ્ય જેવું અદભુત દ્રશ્ય રચી રહ્યા હતાં.
અચાનક કોઈનાથી ડરીને થંભી ગયેલા અશ્વોએ ભાઈ બહેન માટે આજની રેસની મજા બગાડી. 
ઘડીક ભર માટે અકડાઈ ઉઠેલાં આલમ અને ઈલ્તજા ચકાચૌંધ કરી દેનારી ડાયમંડની રોશનીથી અંજાઈ ગયાં.
આલમે લીલી ધરાની ગૂંચ વચ્ચેથી જગમગાટ  કરતા તાજ ને ઉઠાવી લીધા.
એક તાજ કદમાં વજનદાર અને મોટો હતો એ ઉઠાવી પોતાના મસ્તક પર મુક્યો.
"વાહ ભાઈજાન કિસી નવાબજાદે સે કમ નહી લગ રહે હો આપ..?"
"અચ્છા ? એક તાજ અભી બાકી હૈ..! તુમ ભી ઈસે પહેન લો ઓર રાજકુમારી બન જાઓ.!"
"જરૂર પહેનૂંગી..! ઐસા મોકા કિસ્મત વાલો કો મિલતા હૈ!
એટલું બોલીને ઈલ્તજા પણ ઘોડા પરથી ઠેકડો મારી નીચે ઉતરી ગઈ.
આલમે માથા પર વધી રહેલા વજનને  સહજતાથી લઈ બીજો તાજ ઈલ્તજાના માથા પર પહેરાવી દીધો. એ પણ કદમાં નાનો અને આકર્ષક હતો. એની સુંદરતા બેનમૂન હતી. 
"વાઉ..! બ્યુટીફૂલ..!! 
ઈત્લજાના માથા પર શોભી રહેલા તાજ ને જોઈ આલમના મુખમાંથી ઉદગાર નિકળ્યો.
આસપાસ નદીના કિનારા પર રહેલાં વૃક્ષોમાં ધીમે ધીમે સરસરાટ વધવા લાગ્યો. 
બદલાઈ રહેલા વાતાવરણનો અણસાર બંનેને આવી ગયો.
 એ અચાનક પેડોં કો ક્યા હુવા..? 
"હા રુકી હુઈ હવાયે જોરો સે ચલને લગી હૈ!
જેસે કોઈ તુફાન કા આગાજ હો રહા હૈ!"
આલમેં જોયું પીપળો અને નીલગીરીના વૃક્ષો પોતાના પર્ણોના ધ્વનિથી વાતાવરણને ગજવી મુકતા હતા. 
"મુજે લગતા હૈ અબ હમેં હવેલી પર જાને કા ખયાલ છોડ દેના ચાહિયે..!"
"ઇતના ડરો મત પગલી..! જબ તુમ્હારે સાથ ભાઈજાન ખડા હૈ કોઈ મુસિબત સામને આને સે ભી ડરેગી..!"
"ફિલ્મી ડાયલોગ રહેને દો ભાઈજાન જરા સામને દેખો ઉસ પહાડી કી ઔર..!"
"આલમ મે જોયું કે આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને કાળુ ભમ્મર તોફાન આવી રહ્યું હોય એવો નજારો એ તરફ દેખાતો હતો.!"
વીજળી કડકી ને જમીનમાં ઊતરી જતી હતી.!
"બારીશ કા તુફાન હૈ કોઈ છોટા મોટા બંવડર નહીં હૈ..!  સબ કુછ તહસ મહસ કર દેગા..!"
"દેખા જાયેગા ફિલહાલ હમ યહાં સે વાપસ નહી મુડને વાલે..!"
આલમ પોતાના ઘોડા પર અસવાર થઈ ગયો..!
"ભાઈજાન રિસ્ક લેના અચ્છી બાત નહી..!"
"તુમ તો જાનતી માય ડીયર સિસ્ટર હમે મુકાબલે કા શોખ હૈ..!"
ઇલ્તજા સમજી ગઈ હતી આલમને પાછો વાળવો મુશ્કેલ હતો, એટલે જોખમ વહોરી લેવા સિવાય છૂટકો નહોતો.
ફિર ચલો જીતની હો સકે જલદી હમ વાપસ નિકલ જાયેંગે..!
આલમે પોતાના અશ્વને ઈશારો કરતાં જ એ ભાગવા લાગ્યો.
ઈલ્તજા એ પણ પોતાનો અશ્વ ભગાવી મૂક્યો.
પવનનું જોર વધતું જતું હતું. વાદળોનો ઘેરાવો ઝડપથી આસમાનને ઢાંકી રહ્યો હતો.
બંને જણ ઝડપથી પુરાની હવેલીએ પહોંચી ગયાં. 
"દેખલો આલમ.. અબ તો પીટર અંકલ ભી હમારા ખયાલ રખને લગે હૈ!"
"હા લગતા તો એસા હી હૈ, તુફાન કે સાથ બારિશ હોને વાલી હૈ ઇસ બાત કો વો હમસે પહેલે તાડ ગયે હૈ..! તભી તો મેઈન ગેટ ખુલ્લા હૈ હમારે લિયે..!"
બંને જણ પોતાના અશ્વોને હવેલી ના કમ્પાઉન્ડમાં લઈ લીધા. પીટર અંકલની ઓરડીનો દરવાજો ખુલ્લો પડયો હતો.
"પીટર અંકલ કહા હે આપ..?"
આલમનો અવાજ હવેલીના કમરાઓમાં ગુંજી પડઘાઈ રહ્યો હતો.
"નહિ હૈ કોઈ નહિ હૈ યહાં..!"
ઇલ્તજાના અવાજમાં કમ્પ ભળી ગયો. 
પવન વાવાઝોડાની જેમ ફૂકાવા લાગ્યો હતો. ચારે તરફ અંધકાર ફેલાઈ ગયો.  વરસાદના મોટા-મોટા છાંટા પડવા લાગ્યા.
ત્યારે હવેલીનો સદાય માટે બંધ રહેતો લોખંડી લોક વાળો દરવાજો એક જોરદાર ધડાકા સાથે ખુલી ગયો. પવન સુસવાટાભેર હવેલીની ભીતર પ્રવેશ્યો. 
"ચલો અબ ભાગો યહાં સે..! વરના એ તોફાન હમે ઉઠાકર કહી દુર પહાડીઓમેં ફેક દેગા.!
આલમ ઈલ્તજાનો હાથ પકડી હવેલીમાં પ્રવેશી ગયો.
"હવેલી કા દરવાજા ખુલા હૈ મતલબ આજ ઇસ પુરાને ઐતિહાસિક માહોલ કો અપની નજરો સે દેખને કા મોકા મિલા હૈ વો હમ કેસે ગવા સકતે હૈ..?"
"આલમ મુજે તો ડર લગ રહા હૈ પતા નહી કિસને હવેલી કે દરવાજે કો ખોલ હોગા..!
પીટર અંકલ ભી નહિ હૈ મુજે કુછભી ઠીક નહીં લગ રહા..!"
"તુમ ઇતની ફટ્ટુ હો મુજે આજ પતા ચલા..! ડરો મત.. કુછ ભી નહિ હોગા..! મે હુ ના હો..!"
આલમ અને ઇલ્તજા હવેલીમાં પ્રવેશ્યાં ત્યારે એક તરફ મુશળધાર વરસાદ તૂટી પડયો. 
ધડાકાભેર અવાજ સાથે થઈ રહેલી મેઘ ગર્જના લાગતું હતું જાણે હવેલીને ધ્વસ્ત કરી નાખવાની હતી.
એક તેણી ઘરઘરાટી સાથે મુખ્ય ડોર બંધ થઈ ગયુ.
વિશાળ હવેલીના શાહી ખંડોમાંથી કોઈનું ઘંટડીના રણકાર જેવું હાસ્ય ગુંજતું હતુંRate & Review

Sharda

Sharda 7 months ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 3 years ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 years ago

jiya rathod

jiya rathod 3 years ago

Share

NEW REALESED