લિ.વસંતા

વસંતા એનું નામ.આખી પ્રકૃતિની પાનખરને પોતાના અસ્તિત્વ ફરતે વીંટાળીને એ બેઠી હતી.ઉપર કાળાભમ્મર વાદળાઓથી ગોરંભાએલું આખું આકાશ હતું.નીચે એની ચોતરફ લીલીછમ્મ હરિયાળી ફરફરી રહી હતી.મનમાં અનેક તર્કવિતર્કોને એ સંતાકૂકડી રમાડી રહી હતી.

એને દોડી જવાનું મન થયું.ઊભી થઈ.પાછી બેસી ગઈ.ગડમથલથી ચૂંથાતા હૈયામાં કંઈક ન સમજાય એવું સળવળાટ કરવા લાગ્યું.એણે સમજવા પ્રયત્ન કર્યો.પણ વ્યર્થ.ચોતરફ એક ઉદાસીભરી નજર દોડાવી.શૂન્યકાર નીરવતા ડંખવા લાગી.રૂદનને ખાળવાની કોશિશ કરી કિન્તું રોમેરોમ વરસી પડ્યું.ધોધમાર વરસાદની જેમ જ!

એના રડવાનો ચિત્કાર સાંભળીને પાછળના ઝાડવાઓમાં કલરવ કરતાં પંખીઓ પણ ચૂપ થઈ ગયા.જાણે એના રૂદનના અવાજને પારખી રહ્યા ન હોય!આવું તો અનેકવાર થયું હતું એને.એનાથી બોલી પડાયું:કાશ! હું ઝાડ હોત!પંખી હોત.ફૂલ હોત!તો કેવા આનંદથી કુદરતમાં ને પોતાનામાં રમમાણ બનીને કિલ્લોલતી હોત!ના કોઈની રોકટોક.ના કોઈને પરવા.માનવજીવનમાં આવા દુ:ખદ પ્રસંગો શાને આવતા હશે?શું માણસ છીએ એટલે જ?

ક્ષિતિજની પેલે પારથી આછુંઆછું અધારું નજીક ને નજીક દોડી આવતું હતું.એણે ઊભા થઈ ચાલવા માંડ્યુ.નજીકમાં જ વહેતી નદી તરફ જવા માટ જ.એ કૂદકો મારવા તૈયાર થઈ!એવામાં એના કાને કોયલના ટહુંકાનું સંગીત ઊતર્યું.ક્યાંક મોરલીયા ગહેંકતા હતા એનો સૂર એના હૈયે ઊતર્યો.ને અંતરમાં ગજબ ચમકાર થયો.નદીમાં કૂદવાનો જીવ ન ચાલ્યો.જીજીવિષા તેજ જવાન થઈ.એનેય ટહુંકવાનું મન થયું.પતંગુ બનીને સંસારની ફોરમ માણવી હતી.

અવનીને અંધારું ઓગાળવા લાગ્યું હતું.એને ગુલાબની તીવ્ર યાદ આવી.નદીમાં વહેતા પ્રચંડ પૂરની જેમ જ.સામે કાંઠે ગુલાબ ઊભેલો દેખાયો.આંખોમાં ગજબનો ચમકાર થયો.એ પાછી બોલી પડી: આ પ્રકૃતિ એટલા માટે શાયદ સુખી છે કે એનામાં મારું તારું નથી.એનામાં ઈર્ષ્યાભાવ નથી.પોતે પોતાનામાં રમમાણ છે.જ્યારે માણસ!આ માથસમાંથી જો મારું તારુ ઈર્ષ્યાંભાવ અને હું પણાનું સ્વાર્થીપણું ચાલ્યું જાય તો દુ:ખનું ગજું નથી કે માનવીને હરાવી શકે!

એણે આકાશ ભણી નજર દોડાવી.ફરી કંઈક ચમકારો થયો.ફરી એને ગુલાબ સાંભર્યો.કેટલાં કૉડ સાથે ને અરમાન સાથે પરણી હતી એ!

પ્રથમ નજરે જ્યારે એકમેક પર નજર પડી હતી ત્યારે પહેલી જ નજરમાં પ્રણયના આકર્ષિત ઊભરાઓએ એકબીજાના આંતરવસ્ત્રો ભીંજવી નાખ્યા હતાં!એ ઊભરાઓએ પ્રચંડ સ્વર્ગાનંદના અસંખ્ય લખલખાઓ પસાર કરાવી નાખ્યા હતાં શરીરમાં.ને એ જ ઊભરાઓએ આંખોમાં અને ઉરમાં સ્થાન જમાવ્યું.એ પળે બંનેને સમજાયું કે શારીરિક આકર્ષણ અને મનનો મોહક મોહ જ પ્રણય ઉત્પન્ન કરી શકે છે અને એ જ પ્રેમ છે.

પ્રથમ શરીર સંબંધ ને પછી સગપણનો સંબંધ બંધાયો!પોતાના નિર્વસ્ત્ર શરીર પર એ જ અવસ્થામાં વીંટળાયેલ ગુલાબની પીઠ પર નાખુનથી ઉઝરડા પાડતી એ બોલી હતી:ગુલાબ!મારા યૌવનથી ઉકળતા તન પર તારી સાથેના મધુરા સંગાથના થનગનાટથી, મારા તરબતર ભીનાભીના શરીરમાં તારું પ્રણયની તીવ્રતાથી પ્રવેશવું એ મારા જીવનની મૂલ્યવાન વસંત બની રહેશે.તારી સંગે આત્યારે સ્વર્ગારોહણ કરી રહી હોઉં એમ અનીભવી રહી છું!તારા આ હુંફાળા ચરમસીમાની હદ સમાં અદ્વિતિય સાથથી મારી એકલતાભરી જીંદગીમાં હજારો વસંત ખીલાવી રહી છે.હવે તો મારુ જીવન,પરણ અને મરણ તુંજ સાથે જ કાયમ રહેશે.

અને લગ્ન પહેલાં તેમજ સગાઈ પહેલાં શરીર સુખના દિવ્ય આનંદને માણીને જીવન એકમેકના સાનિધ્યમાં વીતાવવાના અખંડ વાયદે છૂટા પડ્યા.

વખત વીત્યો ને વસંતના વધામણામાં બંન્નેએ લગ્નની વેદીએ ચડી સંસારની વાટ પકડી.

સુહાગ રાતે મર્દનથી મસ્ત બનેલી અને છાતીને પલંગ તરફ ફેરવીને સૂતેલી,મૈથુનમાં મસ્ત રીતે વ્યસ્થ વસંતા ઊની ઊની આહ ભરતા બોલતી રહી હતી કે ગુલાબ,મારા નાથ..મારા સાહ્યબા...તારા વિના હું હંમેશ અધુરી રહીશ.અને તુંજ વિના હું જીવી પણ નહી શકું તેમ મરી પણ નહી શકું.મારા સ્વામી તું મને સાચવજે.

લગ્ન પછીના એકાદ વર્ષ બાદ ગુલાબના પરિવારને લઈ એ બંન્ને વચ્ચે અણબનાવ ઊભો થયો.એમાં થોડી ગલતી એમની પણ હતી...એકમેક તરફના વ્યર્થ વહેમની!

છેલ્લા છએક મહિનાથી બંન્ને અલગ હતા.માત્ર જીવતા જ હતા.અલગ થયા બાદ બંન્નેની દશા સમાન હતી.એકબીજાનો અભાવ છાપરે ચડીની પીડી રહ્યો હતો.બેયને પોતાની ભૂલનું પ્રાયચ્છીત બાળી રહ્યું હતું.જે સંજોગોએ વિખુટા પડવા મજબૂર કર્યા હતા એજ સંજોગો પર હવે તિરસ્કાર છૂટી રહ્યો હતો.મજબૂરીના એ સંજોગો ધીમે ધીમે ઓગળવા માંડ્યા હતા.

સાંસારિક જીવનમાં અણસમજથી જ દુ:ખો ઊભા થાય છે એ તેમને સમજાઈ રહ્યું હતું.

છેલ્લા એક મહિનાથી એ બેય બધું વીસરીને એકમેકમાં સમાઈ જવા આતુર હતાં.વિશાળ અને લાંબી જીંદગીની એકલતા હવે જીરવાતી નહોતી.નજીક આવવામાં ફરી એક થવામાં માત્ર ને માત્ર અહમ નડતો હતો.

માનવી જ્યારથી પોતાની જીંદગીનો દોર અહમને હવાલે કરે છે ત્યારથી એની સુખદ જીંદગીમાં દુ:ખ પગપેસારો કરવા માંડે છે.અહંકાર એ માનવીનો મહાશત્રુ જ છે.કેટલી તાકાત છે અહમમાં કે એ ખુદ માનવીને એની જ જીંદગીથી હરાવી જાય છે.

અવની પર અંધારું છવાઈ ગયું હતું.ધોધમાર વરસાદ પડવા માંડ્યો હતો.મોસમના એ આખરી વરસાદે ગુલામને ભીંજવ્યો.સુહાગરાતે કહેલી વસંતાની વાત યાદ આવી.વસંતાની લીલીછમ્મ યાદ સાથે એણે પત્ર લખવા માંડ્યો:

વહાલી વસંતા...

સમસ્યા આપણા બંનેની હતી.ઉકેલ આખું જગત આપીને ગયું.સમજાવવા વાળાઓ તો હજીયે થાકતા નથી.પણ આપણા બે ની સમસ્યામાં ત્રીજા જણ તરીકે સંબંધીઓ સમજાવવા આવે એ વાતે હું શરમિંદા છું.હજીયે સમય છે.તું આવી જા.તને શરમ આવતી હોય તો હું લેવા આવું.આવ અતીતને વીસરીને આ વરસાદમાં વહાલપના પુષ્કળ વાવેતર કરીએ.

તારા અભાવમાં હવે.....એ આગળ લખી શક્યો નહી.માત્ર આંસુઓ જ પાડ્યા.ઘડીવારે છેલ્લી લીટી તરીકે લખ્યું:આ અવનીના જન્મ વખતથી લઈને આજ લગી એના પર પડેલા વરસાદના ફોરાં જેટલા ચુંબનો પત્રમાં ભરીને મોકલી રહ્યો છું.ચુમીને દોડતી આવજે..

વાળુનો વખત હતો.વસંતા નવીન વિચારો ગજવે ભરીને ઘેર આવી.જીંદગીનું અદભૂત સત્ય એને જડી ગયું હતું.અહમને એણે લીલે લાકડે લીધો.વરસાદ બંધ થઈ ગયો હતો.એણે પરબીડિયું કાઢ્યું ને લખવા માંડ્યું:

મારી ધડકનોના ધણી..ગુલાબ....

તમને દુ:ખની જે ગર્તામાં એકલા મૂકીને ગઈ હતી એનું પારાવાર દુખ છે મને.તમારાથી અળગા થયા પછી ક્ષણેક્ષણ મરીને જીવી છું.મરવું હતું પણ તમ વિના મોત પણ ન આવ્યું.સમજાયું કે જેના વિના મોત પણ ન આવી શકે એ જ જણથી અળગાવ શા કામનો? આ સંસાર છે.અને સંસારના દુખોને જો પોતાના દુખ માનશું તો સાત ભવેય ભેગું થવાનું નથી.

એ પળે આપણી વચ્ચે જે થયું એ ક્ષણોને આ ઘડીએ ધિક્કારું છું અને તમને ભીનીભીની લાગણીથી પોકારું છું.આવો મને તમારામાં ફરીથી સમાવો.આવો આ વરસાદની ભીનાશમાં તનને ભીના કરી એકમેકમાં ફરી ભળી જઈએ.

બીજા દિવસે બપોરે બંનેના હાથમાં એકબીજાના પત્રો રમી રહ્યા હતાં.

-અશ્ક રેશમિયા...

***

Rate & Review

Verified icon

Varsha 5 months ago

Verified icon

Ashkk Reshmmiya Verified icon 5 months ago

Verified icon

Deval Shah 5 months ago

Verified icon
Verified icon

Neha Prajapati 5 months ago