પ્રેમકુંજ - (ભાગ-૨)

પ્રેમકુંજ (ભાગ-૨)

આ વાત છે જાન્યુઆરી મહિનાની બીજી તારીખની રસોડામાં હું કામ કરી રહી હતી.લાલજી મારી પાસે આવ્યો મને કહ્યું રિયા સામે ટેબલ પર બેઠેલ વ્યક્તિને તું જાણે છે.

નહીં કેમ...!!!!

તું બહાર આવ તારી તે રાહ જોઈ રહીયો છે.એ તને જોવા માંગે છે.જ્યાં સુધી તને જોશે નહીં ત્યાં સુધી એ અહીં થી નહીં જાય.

પણ,હું તેને જાણતી પણ નથી સાહેબ.
પણ,એક વાર બહાર આવામાં રિયા તને શું પ્રોબ્લમ છે.આ દુકાનમાં કસ્ટમર ઉભા ઉભા ખાઈ છે.અને તે ભાઈ સાહેબ મોટામાં મોટું ટેબલ લઈને રાજાની જેમ બેઠો છે.રિયા મને ખબર છે,તે તારી સામે જોવે ત્યારે તું શરમાઈ છે,મેં તને જોઇ છે.

સારું હું આવું છું,રિયા હાથ પાણીથી ધોઈ તે જલ્દી બહાર ગઈ.તે સામેના ટેબલ પર જ બેઠો હતો.
રિયા તે ટેબલ પાસે ગઈ હું તમને જાણતી નથી પણ 
આ રીતે અમારી દુકાનમાં આવીને બેચવું નહીં.અહીં ક્સ્ટમર ઉભા ઉભા ખાય છે.અને તમે બસ એમ જ બેઠા છો તે યોગ્ય નથી.

તે થોડી વાર રિયાની સામે જોઈ રહીયો.મને અહીં બેસવાનો શોખ નથી હું તો ફક્ત ને ફક્ત તને જોવા માટે અહીં આવું છું.અને આ તારી દુકાનના સમોસા છે ને એનો ટેસ્ટ પણ મને જરા પણ પસંદ નથી.પણ,તારો જે ચહેરો છે ને તે ઉદાચ છે.તે ચહેરા પર હું એક મુસ્કાન લાવા માંગુ છું,બસ મારે બીજું કંઈ નથી જોતું.

રિયા થોડી વાર તેની સામે જોઈ રહી...
હેલો મારુ નામ કુંજ છે,હું આજ સાંજે પાંચ વાગે 
રોડની સામેની બાજુ તમારો ઇંતજાર કરીશ.

નહીં હું તે જગ્યા પર  નહીં આવું....!!!
મને તમારા પર વિશ્વાસ છે,કે તમે ત્યાં આવશો.

હા,તમારું શુભ નામ..?

રિયા સવાલનો જવાબ આપવાને બદલે તેણે રસોડા તરફનો રસ્તો પસંદ કરીયો.કોણ છે તે શું કામ મારી
પાછળ પડ્યો છે,શું તે મને પ્રેમ કરે છે,કે તે ખાલી મને જોવા માંગે છે.જે હોઈ તે હું કાલ તેને મળવાની નથી.

રિયા મેં તને આ દુકાન માંથી તે છોકરાને બહાર કાઠવાનું કહ્યું હતું અને તું એની સામે જઈને ઉભી રહી ગઈ.તને કઈ પ્રેમ તો નથી થઈ ગયો ને..!!એ નપાવટ સાથે..જો મારી દુકાનમાં કહી પણ થશે તો તારે ભોગવું પડશે યાદ રાખજે..

ના,સાહેબ હું તે છોકરાને જાણતી પણ નથી અને તમે પ્રેમ કરવાની વાત કરો છો.

તો તું એની સાથે બક બક શું કરતી તી...?
કહી નહીં મને એ ખબર નથી પણ હવે તે વ્યક્તિ તમારી દુકાનમાં નહીં આવે.

સારું સારું આ રસોડું સાફ કરીને પછી ઉપર રૂમમાં જજે.કાલે રહી ગયું તું યાદ છે ને,હા સાહેબ હવે થી નહીં થાઈ કાલ કામ કરીને થાકી ગઈ હતી.મને યાદ ન હતું.

સમી સાંજના પાંચ વાગવાને થોડી જ વાર હતી.
રિયા એ મનને મનાવી લીધું હતું.નહીં હું સામેની બાજુ કુંજ પાસે નહીં જાવ.ગમે તે થાઈ.ત્યાં જ થોડી વારમાં લાલ ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરેલ છોકરો સામે રિયાને જોવા મળીયો.તે કોઈ બીજું નહીં પણ કુંજ જ હતો.રિયાનું શરીર ધબકવા લાગીયું.રિયાનું મન ઘૂમવા લાગીયું તું કુંજને મળને મળવામાં શું જાઇ છે,એ છોકરો પણ સારો છે.રિયાનું મન ઘૂમી રહીયું હતું.
શું કરું જાવ કે નો જાવ.એક કલાકથી મારી તે રાહ જોઈ રહીયો હતો.અંતે મેં નકી કરીયું કે હું જાશ.

મેં ફટાફટ કબાટ ખોલિયો એ કબાટમાં મારી પાસે એક
જીન્સ અને ટીશર્ટ હતું.મેં એ ગુલાબી કલરનું ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરવાનું નક્કી કરીયું.મેં થોડો ચહેરા પર મેકપ કરીયો અને ગુલાબી હોંઠ પર થોડી થોડી લિપસ્ટિક લગાવી.મેં બારીની બહાર નજર કરી ને જોયું તો કુંજ ત્યાં ન હતો.હું જલ્દી નીચે ગઈ દુકાનની બહાર મેં બધી બાજુ જોયું પણ કુંજ ન દેખાયો.

ડાબી બાજુ કોઈ જઈ રહીયું હતું તેણે તેના શરીર પર લાલ ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરીયુ હતું.રિયાને થયું એ જ કુંજ છે.રિયા એ મોટેથી સાદ પાડ્યો.

કુંજ..... કુંજ......કુંજ .....!!!!!

તે વ્યક્તિ એ રિયા સામે જોયું પણ એ કુંજ ન હતો.
રિયાને થયું મારે જો મળવું જ હતું તો હું વહેલા વહી ગઈ હોત તો.પણ,જે થયું એ સારા માટે થયું હશે.
મેં દુકાનમાં અંદર ગઈ બીજા માળ પર જઈને ફરી એક વાર બારીની બહાર જોયું કુંજ છે,તો નહીં ને પણ ત્યાં કોઈ ન હતું. મેં મારા શરીર પરના કપડાં બદલી રસોડા તરફ ધ્યાન કેન્દ્રિત કરીયું.

ક્રમશઃ

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...

***

Rate & Review

Verified icon

Parul Chauhan 2 months ago

Verified icon

Lata Suthar 2 months ago

Verified icon

Sudhirbhai Patel 2 months ago

Verified icon

Vasu Patel 2 months ago

Verified icon

ATULCHADANIYA 2 months ago