પ્રેમકુંજ - (ભાગ-૧૦)

પ્રેમકુંજ (ભાગ-૧૦)

હા,એ પછી મારી અને રિયાની મૈત્રીની શરૂવાત થઈ.
હું તેને જાણવા માંગતો હતો.હું તેનો ચહેરો ખુશ જોવા માંગતો હતો.આજ રસોડામાં રિયાને મળી
હું ખુશ હતો કેમકે રિયા એ હસતા હસતા મને કહ્યું કે કુંજ હું તારી મિત્ર બનવા તૈયાર છું.

આજ મંગળવાર હતો અને આજ લાલજી બહાર ગામ ગયો હતો કોઈ કામ માટે જયારે લાલજી બહાર ગામ જતો ત્યારે તેની દુકાન બંધ રાખતો.આજ રિયા અને કુંજે કોઈ બહાર જગ્યા પર ફરવા જવાનું નક્કી કરીયું.રિયા આજ પહેલી વાર કોઈ સાથે બહાર ફરવા જઈ રહી હતી.આજ તે ખુશ હતી....

રિયા થોડી વાર ગુલાબી ટિશર્ટ સામે જોઈ રહી હતી તો થોડીવાર લાલ ટીશર્ટ સામે તો થોડી વાર બ્લુ ટિશર્ટ રિયા વિચારી રહી હતી કુંજને ક્યો રંગ પસંદ હશે.
રિયા એ અંતે ગુલાબી ટીશર્ટ અને જીન્સ પહેરવાંનું નક્કી કર્યું.

સ્ત્રીઓ ન હોત તો જગત આટલું રળિયામણું ન હોત.એમાં પણ સુંદર સ્ત્રીઓ તો પોતાના અસ્તિત્વની આસપાસ નવું સ્વર્ગ રચી દે છે.કોઈકને સ્ત્રીનાં પુષ્ટ પયોધર (સ્તન) ગમે છે, તો કોઈકને સ્ત્રીના કમળની પાંખડી જેવા હોઠ ગમે છે, કોઈકને સ્ત્રીની મોરની સી ચાલ ગમે છે.તો કોઈકને સ્ત્રીની પતલી કમર ગમે છે. કોઈના દિલમાં સ્ત્રીના કેશ જોઈને અથવા એની સુગંધ પામીને શૃંગારભાવ જાગે છે તો કોઈકની નજર સ્ત્રીની નાભિ પર સ્થિર થઈ જાય છે. ગાલ, આંગળીઓ, નખ, હથેળી, ત્વચા દરેક વિશે શૃંગારસભર આલેખનો સતત થતાં રહ્યાં છે.

પહેલી વાર કોઈ અજાણી વ્યક્તિને મળવાનો આનંદ જ કંઈક અલગ હોઈ છે.રિયા જલ્દી ત્યાર થઈ નજીકના જ સર્કલે કુંજે આવવાનું કહ્યું હતું.તે જલ્દી 
તે સર્કલ પાસે આવી ઉભી રહી.પણ કુંજ કહી દેખાતો ન હતો.રિયા પહેલી વાર જીન્સ અને ટીશર્ટ પહેરી બહાર નીકળી હતી.લોકો તેની સામે જોઈ રહિયા હતા.રિયાને તે જરા પણ ગમતું નોહતું.થોડી જ વારમાં
કોઈ પાછળથી આવીને રિયાની આંખ મીંચી..

રિયા એ જ સમયે બોલી ઉઠી કુંજ..!!!!

કેમ તને એટલી જલ્દી ખબર પડી ગઈ રિયા..?

રિયા મનમાં જ બોલી તારા શિવાય મારુ આ દુનિયામાં કોઈ નથી કુંજ...જે છે એ તું જ છે.

હા ...હા બસ એમ...જ..!!!

મારી જગ્યાએ કોઈ બીજું હોત તો...?

તો એની આજ વાટ લાગી જાત.સ્ત્રીની શકિતની હજુ તને જાણ નથી...

ઓહ..હવે તો જાણવી પડશે...

એ બધું કુંજ જવા દે હું ઘણા દિવસ પછી કોઈ સાથે
આ રીતે બહાર આવી છું.મને આજ ઉડવાનું મન થાય છે.કુંજ તું મને આજ કંઈક એવી જગીયા પર લઈ જા જ્યાં હું પેટ ભરી ભરીને હસુ.મને યાદ નથી હું કયારે હસી છું,પણ આજ મારે તારી સાથે આ શહેરને જોવું છે.રમવું છે.કુંજ તું મને લઇ જશ ને...?

કુંજ થોડીવાર રિયાની સામે જોઈ રહીયો..
રિયાના નાદાન ચહેરા પર તે થોડી વાર જોઈ રહીયો.

કુંજ તું શું વિચારી રહીયો છે? ચાલ ને..!

હા.. હા..ચાલ આજ રિયા તને દુનીયા બધી જ ખુશી આપું.

તું મારી સાથે મજાક તો નથી કરતો ને..?

નહીં રિયા...!!!

ચાલ હું તને એક મસ્ત સવારી કરાવું.સામે મોલ દેખાય છે તેમાં આપણે જઈએ.

એ મોલમાં તો હું મહિનામાં દસ દિવસ શાકભાજી લેવા જાવ છું કુંજ તું કોઈ સારી જગીયા પર મને લઇ જા...

નહીં રિયા તું આવ મારી સાથે આપણે મોલમાં જ જશું...

હા..!!!

તું મોલમાં ભલે દરરોજ આવે પણ હું તને આજ ખુશ કરી દશ રિયા...

નહીં મારે આ મોલ માંથી કોઈ ખરીદી કરવી નથી...
રિયા મારી પાસે ફક્ત એકસો દસ રૂપિયા જ છે..
તું કઈ લઈ પણ નહીં શકે....!!!!

તો પણ હું તને આખી પુથ્વીની સવારી કરાવીશ એક સરસ તને જે ગમે તે ડ્રેસ પહેરાવીશ અને સાંજે આપણે સાથે ડિનર કરીશુ...

એ શક્ય નથી કુંજ...!!!!

શક્ય છે રિયા,જીવવા માટે પૈસા કિંમતી નથી આજ તને હું એનો પણ અનુભવ કરાવીશ.અને મારી સાથેની પળને તું હમેશા યાદ રાખીશ..

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...

***

Rate & Review

Verified icon

Shree Maheta 3 weeks ago

Verified icon

ATULCHADANIYA 4 months ago

Verified icon

Sudhirbhai Patel 4 months ago

Verified icon

Vasu Patel 4 months ago

Verified icon

Daksha 4 months ago