Karan (reason) books and stories free download online pdf in Gujarati

કારણ...

      હું આજે ૪૦ વરસનો થયો. જોને આ ઉંમર એમતો મારે છોકરાઓ માટે કામ ધંધો કરવો પડે. પણ શું હું તો અહીં પથારીમાં પડી ખાલી હુકમ કરું છું. 
"અલી, પાણી લાવજે... આજે જમવામાં રવૈયા બનાવજે હો..." 
બસ આમ મારા હુકમ રોજ ચાલતા રહેેેતા. બૈરી કમાવા જાય અને ખવડાવે આખા ઘરનું ભરણપોષણ એ જ કરે.

    છોકરીઓની આશા રાખી જ નહતી. છતાં આ 3-3 છોકરીઓ પેદા થઈ છે. શું કરું સાચવું છું હવે તો. એક ૧૦ બીજી ૧૨ ત્રીજી ૧૪ ની થઈ છે. બસ માંગુ આવે એટલે બધી ધીમે ધીમે પરણાવી જ કાઢવી છે. માથા પરથી ભાર તો ઉતરે. અરે હવે તો આ ભાઈબંધ મારા કેય જ છે છોકરીને મારી નાખી હોત જન્મતાં વેંત તો સારું હોત. અને હવે તો મેં પણ એ વિચાર કર્યો. આ લગનના ખર્ચા કરવા કરતાં ના હોય એ સારું. 
  
    સાંજે બસ દારૂની બે બોટલ પી ને ઘરે જતો હતો. ત્યાં ખુમાન નો ફોન આવ્યો.
  "અલા ભગત, આજે જ તારી ભાભી ગામ ગઈ. અને જમવાનું બનાવ્યું છે નઈ તો ઘરે કેજે ને તારા આજનું જમવાનું કરે મારુ પણ."

  "હા સારું..." આટલું કેહતા મેં ફોન મુક્યો. અને ઘરે જઈ ને સુઈ ગયો.
   રાતે ૧૦ વાગવાની તૈયારી હતી. હું ભર ઊંઘમાં હતો. ત્યાં દરવાજો ખટકયો. જ્યારે ખુલ્યો તો જોયું ખુમાન એના મિત્ર સાથે હતો. 

   તરત મને યાદ આવ્યું કે આજે એ મારા ઘરે જમવાનો હતો. અને મેં બૂમ પાડી. ઓ સુખલી તને કીધું તો હતું આજે ખુમાન આવવાનો છે કેમ જમવાનું બનાવ્યું નઈ.

  "તમે ક્યારે કીધું આવે છે એમ. અને તમે આવ્યા ત્યારના સુઈ ગયા હતા હમણાં તો ઉઠ્યા છો."

  "ચાલ હવે સામું ના બોલીશ બાકી જપેટી નાખીશ હમણાં. બનાય ખાવાનું ફટાફટ."

  સુખલી એ ફટાફટ રોટલા ને શાક તૈયાર કર્યા. અને બધાએ જમી લીધું. અને પછી હું ખુમાન અને સુમલો ત્રણ ત્રિપુટી નીકળી પાછી લટાર મારવા. એકદમ  મજાની મજા કરવા પહોંચી ગયા ગામની એક માત્ર નામચીન હસીના મંજુને ત્યાં. 

  બસ ૨ કલાક એના કોઠે પતાવી ફરી બેઠા પીવા માટે.

રાતના ૧ વાગ્યા હશે લગભગ. અમે મસ્ત મૂડમાં હતા. ત્યાં ખુમાને નવી વાત કરી. 

 "આ કેવું બૈરું છે તારું જેને મહેમાનની કદર જ નથી. જમવામાં ખાલી રોટલાને શાક હોય કંઈ મહેમાન આવે તો."

 સાથે સાથે સુમલાએ પણ સુર પુરાવ્યો.
 
 " હા હું તો ત્યારે જ બોલવાનો હતો પણ શું આ તો તારા માન માટે કંઈ બોલ્યો નહિ."

નશામાં ધૂત થયેલો હું મારા આ દોસ્તારોની વાતને મનમાં બેસાડી બેઠો.

 "આવી બૈરી રાખવા કરતા ના રાખવી સારી."
 "તારું તો કંઈ ચાલતું જ નથી એની સામે."
 "એક દિવસ તારી જ માથે ચડીને નાચશે."
 "મારી વાળી આવી હોત તો પતાવી દીધી હોત."

બસ પછી શું આ બધી વાતો મારા મગજમાં ઉતરતી જતી હતી. 

અને પછી તો શું નક્કી કરી લીધું આજે પતાવી દેવાનું બૈરાંને બીજું શું.

અને હું નીકળ્યો ઘરે જવા. ઘરે જઈને જોયું તો મારી બેટા બધા સુતા હતા શાંતિથી ઘરવાળો ક્યાં શું કરે કંઈ ફરક જ નઈ.

 અને હું તો મોટો દંડો લઈને બેઠો બૈરાંનું ગળું દબાવવા. 

પણ આ શું મારી નાનલી છોકરી પણ ઉઠી આ તો. હું ગભરાયો. પણ અંદર જાગેલા આ રાક્ષસે એ ઘભરામણ પણ દૂર કરી નાખી હતી. માથે મદિરાનો નશો સાથે મિત્રોની એ ચડાવેલી વાતો. 

બૈરાંની સાથે સાથે દબાવી દીધું મેં નાનલીનું પણ ગળું દબાવી દીધું. અને બીજી દીકરીઓ જાગે એ પહેલાં જ બંનેને પાછળ વાડામાં સળગાવી દીધા. એમ પણ પોલીસ જેવી વસ્તુ એ સમયે હતી તો નહીં. અને ઘર મારુ આખા ગામ થી ક્યાંય દૂર હતું કોઈ જોઈ જાય એવું પણ નહતું.

બસ કઈ વાતમાં.કયા કારણથી. આ કૃત્ય કર્યું પછતાવો તો શું. ભગવાને તરત જ એનું ફળ આપ્યું. કેન્સર રૂપી બીમારી આપીને.

આખરી આ ક્ષણમાં એ ગુન્હો કુબુલ કરીને પણ શું કરી શકીશ. જે કર્યું એના માટે આવી મોત પણ ઓછી પડે.

બસ એક જ વાત કહીશ. ના કોઈની વાતોથી ઉશ્કેરાવું. ના પીવો ખૂબ દારૂ. રહેવું પ્રેમથી પરિવાર સાથે એ જ ખૂબ સારું.