The Accident - 1 books and stories free download online pdf in Gujarati

ધ એક્સિડન્ટ - 1














      " સવાર પડી ગઈ છે બેટા, ચલ ઉઠી જા જલ્દી... તારે મોડું થઇ જશે... ભૂલી ગઈ,  આજે તારે પંચગીની જવાનું છે તારી ટ્રીપ પર ...."  હેતાક્ષી બેન  પોતાની લાડલી પ્રિશા ને ઉઠાડતા બોલ્યા.
    
      "  હા ... મમ્મા ... બસ  પાંચ મિનિટ .... "  પ્રિશાની આ પાંચ મિનીટ એટલે સામાન્ય માણસ નો અડધો કલાક.  અને આ બંને મા - દીકરી નો રોજનો રૂટિન. હેતાક્ષી બેન રોજ આ રીતે જ  પ્રીશા ને  ઊઠાડતા . એ સિવાય એમની રાજકુમારી ની સવાર જ ના  પડે.

આજે પ્રિશા પંચગીની ની ટ્રીપ પર જવાની છે એ પણ એકલી. એટલે હેતાક્ષિ બેન ને એની ચિંતા થઈ રહી હતી. આમ તો એમના માટે આ કંઈ નવું નથી કારણ કે પ્રિશા આમ જ એકલી ટ્રીપ પર જતી એને પોતાનો સંગાથ જ બહુ ગમતો એટલે આમ જ એ એકલી ઉપડી જતી.

"મમ્મી... હું જાઉં છું... "

" હા.. બેટા ધ્યાન રાખજે તારું અને પહોંચી ને કોલ કરજે ... જય શ્રી કૃષ્ણ... "

"હા મમ્મી .... જય શ્રી કૃષ્ણ."

પ્રિશા પોતાની વિન્ડો શીટ આગળ આવીને બેઠી જ હતી  અને તરત જ હેતાક્ષીબેન નો મેસેજ આવ્યો ...  બસ મળી કે નહિ ? કાર મોકલાવું ? 
  
હા મમ્મી મળી ગઈ એ પણ વિન્ડો શીટ ...

ok બેટા.. take care ..
 
આવું એટલા માટે કારણ કે પ્રિશાને બસ ઓછી ગમતી પણ આ વખતે એને અચાનક બસમાં જવાનું મન થયું કારણ કે એની ટ્રીપ આ વખતે પહાડો વચ્ચે હતી તો એને કાર લઈ જવાનું ઠીક ન લાગ્યું.

"excuse me , can I seat here ? "

પ્રિશા એની મમ્મી ને reply  આપી રહી હતી, ત્યાં જ  અચાનક એણે આ અવાજ સાંભળ્યો.

એક મજબૂત બાંધાનો દેખાવે કોઈને પણ ગમી જાય એવો એક સ્ટાઇલિશ યુવાન પ્રિશા ને પૂછી રહ્યો હતો. કારણ કે બસ માં બીજી કોઈ સીટ ખાલી નહોતી.

પ્રિશાએ હકાર માં માથુ હલાવ્યું અને એ છોકરો એની બાજુની સીટ પર બેસી ગયો.

" લાગે છે કે કોઈ મારી જ રાહ જોતું હતું. ઈરાદો શું હતો મેડમ ? આટલા બધા લોકોમાંથી મારા માટે જગ્યા હતી ? " એણે પ્રિશા ને ચીડવતા કહ્યું.

પ્રીષા આમતેમ જોવા લાગી.

" પેલા આન્ટી ને બોલાવજો ."  પ્રિશા એ એને કહ્યું.

" કોઈ હેલ્પ જોઈએ છે ?  May I ? "

"  હા , એ આન્ટી ને  સીટ  ચેન્જ કરવા કેહવુ હતું તમારી સાથે. "

" ના ..ના  .. it's ok .  મને કોઈ વાંધો નથી . "

" very funny ?   by the way ...  ઈરાદો તો એકલા જ બેસવાનો હતો પણ આખી બસ માં  કોઈને સીટ ખાલી હોવા છતાં ઉભા રહેવું પડે સારું ના લાગે ને ... ખાલી ખોટા કોઈના પગ દુઃખાડવા ... એટલે જસ્ટ બેસવા દીધા ... ? "

" ઓહો ... તમારો ખુબ ખુબ આભાર ... Thank you so much!"

"Most welcome ?"

થોડી વાર પછી પ્રિશાની નજર એ છોકરા ની ઉપર ગઈ. એ કાનમાં earphones  લગાવી મ્યુઝિક સાંભળી રહ્યો હતો અને જાણે પોતે જ ગાઈ રહ્યો હોય એવા ચહેરાના હાવભાવ હતા . આ જોઈને પ્રિષાને હસવું આવી ગયું .

" અરિજિત સિંહ કે પછી આતિફ અસ્લમ ? " પ્રિષાએ એનો હાથ થપથપાવી ને પુછયું..

" વિદ્યા વોક્સ " ?

" સાચે ?! તમને જોઈને એવું લાગતું તો નથી કે તમે એના સોંગ સાંભળતા હશો .. ? "

" હા .. મારી ફેવરીટ સિંગર છે . ☺️"

" મારી પણ ☺️ "

"ઓહ. .. તો  તમારું ફેવરીટ સોંગ કયું  છે ? "

" love me like you do"

" Do you know Tamil or Telugu ? "

" No .. but I like to listen that song ☺️ "

"oh ... nice ..."

" અને તમારું ફેવરીટ સોંગ ? "

" Let me Love you - tum hi ho mix "

"good "

" લાગે છે તમને love stories વાંચવાનો બહુ શોખ છે ? " એને પ્રિશાના હાથ માં રહેલી બુક જોતા કહ્યું.

" હા  ... ☺️ "

" તો એનો મતલબ કે તમને લવ માં વિશ્વાસ છે એમ ને. "

" ના... જરાય નહિ . લવ માં પણ નહિ અને મેરેજ માં પણ નહિ ."

" આ કેમનું લવ સ્ટોરી વાંચવી ગમે છે પણ લવ માં ટ્રસ્ટ નથી. આ કેમનું ? કંઈ સમજાયું નહિ .."

" લવ સ્ટોરી જસ્ટ મને રીડ કરવી ગમે છે ..  મૂવી ની જેમ .. લાઈક મૂવી માં જે થાય એ બધું રિયલ લાઇફમાં ના થાય તો પણ આપણે જોઈએ છીએ ને એમ જ . "

" ઓહ ... તો લવ માં ટ્રસ્ટ ન હોવાનું કારણ .. if you don't mind . "

"  એ બધું આમ ટેમ્પરરી  લાગે મને. જરૂરિયાત પ્રમાણે સંબંધ બંધાય અને તૂટી પણ જાય .
આજે આ ગમે છે તો કાલે બીજું કોઈ.  મજાક  બનાવી દીધુ છે બધું."

" અને મેરેજ માં કેમ નહિ ? "

" મને તો હજી એ જ સમજાતું નથી કે આજકાલ લોકોની મહિને મહિને પસંદ બદલાય છે તો લાઈફ ટાઈમ એકસાથે કેવી રીતે રહી શકે . અને એરેંજ મેરેજ .... એક કપ ચા પીને કઈ રીતે ખબર પડી શકે કે એ તમારી માટે પરફેક્ટ છે કે નહિ  અને મેરેજ થઈ પણ જાય તો પણ થોડા વર્ષો સારું રહે છે અને પછી એ  કોઈ કામ કરવું જ પડે એ રીત નું થઈ જાય છે . "

" ઓહ માય ગોડ .... આટલું બધું ... તમારી વાત સાંભળી ને તો એમ થાય છે કે હવે હું પણ મેરેજ નહિ કરું ." ????

" મારી વાત બહુ સિરિયસલી ના લેતાં ... બાય ધ વે તમે શું વિચારો છો એ વિશે?"

" love... such a beautiful feeling. એના વિશે તો શું કહું. પણ હા પ્રેમ હોય તો છે જ ...
તમે આ બધી novels વાંચવાનું બંધ કરો અને લાઈફ ને ઇન્જોય કરો તો તમને સમજાશે. "

અને બને હસી પડે છે .  આમ વાતવાતમાં જ પંચગીની આવી જાય છે. બંને ને જોઈને એમ જ લાગી રહ્યું હતું કે જાણે બને બાળપણ ના મિત્રો છે પણ આ બંને તો એકદમ અજાણ્યા હતાં.
પ્રિશાને આમ તો ઓછું બોલવા જોઈતું પણ આજે એ એકદમ અલગ જ નજર આવતી જાણે કે એ એને વર્ષોથી ઓળખે છે . આજે પહેલી વાર એ બોલી રહી હતી. આજે પહેલી વાર કોઈ એને સાંભળી રહ્યું હતું. પણ આ મુલાકાતનો તો અંત આવી ગયો.

" so then ... bye .. Nice to meet you .. Take Care ." એણે પ્રિશાને સ્માઈલ આપતા કહ્યું.

" bye. nice to meet you too.. take care .☺️☺️ "

બંને જણા એકબીજાને અલવિદા કહીને નીકળે છે.

એ થોડો આગળ વધે છે ને એને અચાનક એક ચીસ સંભળાય છે. પાછળ ફરીને જોવે છે તો કોઈ છોકરીનો બહુ ખરાબ રીતે એક્સીડન્ટ થયો હોય છે. આજુબાજુ બધા લોકો તેને ઘેરીને ઉભા હોય છે.  એ ત્યાં જઈને જોવે છે તો એ પ્રિશા હતી.

થયું એવું હોય છે કે પ્રિશા એક નાની છોકરીને રસ્તો ઓળંગતી જોઈ જાય છે ને અચાનક સામેથી એક ટ્રક આવે છે.  એ છોકરીને ખબર નથી હોતી. પ્રિશા તેને બૂમ પાડે છે પણ તેને તેનો અવાજ સાંભળ્યો નથી હોતો. આથી પ્રિશા એનો હાથ ખેંચીને બચાવી લે છે પણ પોતે ટ્રક ની સામે આવી જાય છે .

" અરે આ તો એ જ છે જે હમણાં મારી સાથે બસ માં હતી ."  એ  મનમાં બોલે છે. એ એક પળ ની પણ રાહ જોતો નથી અને તરત જ પ્રિશા ને હોસ્પિટલ લઈ જાય છે.

પ્રીશા નો ખુબ જ ખરાબ રીતે એક્સીડન્ટ થયો હોય છે એને બ્લડ ની ખૂબ જ જરૂર હોય છે. આથી ડોક્ટર એ  છોકરાને હેલ્પ કરવા કહે છે. સદભાગ્યે એનું બ્લડ ગ્રુપ પ્રિશાના બ્લડગૃપ સાથે મેચ થઈ જાય છે અને એ પ્રીશાને બ્લડ આપવા તૈયાર થઈ જાય છે અને પ્રિશાનો જીવ બચી જાય છે પણ હજી એ બેહોશ હોય છે.

એ છોકરો  પ્રિશાનો ફોન લઈને એની મમ્મીને ફોન લગાવે છે. પ્રિશાના મમ્મી હેતાક્ષીબેન આ સાંભળીને તરત જ પંચગીની આવવા નીકળી પડે છે.

આ બાજુ એ હોસ્પિટલ નું બિલ પણ ચૂકવી દે છે અને પ્રિશા માટે પ્રાર્થના કરી રહ્યો છે એ આમ 6 કલાકથી પ્રિશાની સાથે જ હોય છે એક પળ માટે પણ એ પ્રિશાના રુમ થી દુર નથી જતો. 

અચાનક ડોક્ટર એને કહે છે કે એને હોશ આવી ગયો છે. આ સાંભળી એ તરત  જ પ્રિશાને મળવા એના રૂમમાં દોડી જાય છે .

પ્રિશાના ચહેરા પર  એને જોતાં  જ એક સ્માઈલ આવી જાય છે અને રડમસ થઈ જાય છે પ્રિશાને જોઈને  એ છોકરો પણ સહેજ ઈમોશનલ થઈ જાય છે પણ તરત જ એ સ્વસ્થ થઈ જાય છે.

એને કહે છે " કેટલી કેરલેસ છે તું ...એવડી મોટી ટ્રક નથી દેખાતી આમ તો  કોઈને ના દેખાય એ બધું જ દેખાય છે  દુનિયાભર ની ચિંતા કરશે પણ પોતાનું શું ? "

પ્રિશા દુખાવાના કારણે જસ્ટ એટલું જ બોલી શકે છે કે"  હું ના જાત તો પેલી બિચારી છોકરી ...  એ.. એ.. ઠીક તો છે ને ? "

" એ એકદમ ઠીક છે . એની ચિંતા ન કરીશ અને તું આરામ કર. તારા મમ્મી આવતા જ હશે.
એ તો સારું હતું કે તારા ફોનમાં કોઈ પાસવર્ડ નહોતો. એટલે હું એમને જાણ કરી શક્યો."

" thanks a lot "

"  અરે એમાં શું thanks ... it's ok ..  એ તો મારી ફરજ હતી . "

ત્યાં જ એક નર્સ આવે છે અને એને થોડી વાર માટે તેને રૂમની બહાર જવા કહે છે.

એ રૂમની બહાર રાહ જોવે છે. ત્યાં જ એ પ્રીશા ની મમ્મી ને આવતા જોવે છે. હકીકતમાં એને પ્રિશાના ફોન માં એની મમ્મીનો ફોટો જોયો હતો એથી એ તરત જ ઓળખી જાય છે. એ તરત જ ડોક્ટર ને મળવા જાય છે અને પછી પ્રિશાને કહ્યા વગર જ ત્યાંથી જતો રહે છે.

" પ્રિષા .... " હેતાક્ષી બેન એટલું બોલતાં જ રડી પડે છે .

"હેતાક્ષી...  આઈ હેટ ટીઅર્સ... " પ્રિશા ડાયલોગ મારતાં બોલી અને હેતાક્ષિ બેન તો બસ એને જોઈ રહ્યા.

" મમ્મી શું તું પણ રડવા માંડી ... કંઈ નથી થયું મને ... એ તો જસ્ટ તને મારું એકલું બહાર ફરવા જવું નથી ગમતું ને છતાં હું જીદ કરીને નિકળી જાઉં છું એટલે જ ભગવાને મને સજા આપી ."

" હા ... હવે .. જલ્દીથી સાજી થઈ જા તો આ હોસ્પિટલ માંથી ઘરે જવા મળે. "   હેતાક્ષી બેન થોડા સ્વસ્થ થતાં બોલ્યા.

" મમ્મી એ બધું તો ઠીક પણ તું આવી એ પહેલાં રૂમની બહાર કોઈ છોકરો બેઠો હશે એને બોલાવ તો ."

" કયો છોકરો બહાર તો કોઈ છોકરો નહોતો. "

" અરે મમ્મી અહીં જ હશે એ ."

"નર્સ ... અહીં જે છોકરો હતો હમણાં એને બોલાવો ને ." પ્રિશા એ નર્સ ને કહ્યું.

" એ તો હમણાં તમારા મમ્મી આવ્યા ત્યારે જ ડોક્ટર ને મળીને નિકળી ગયા." નર્સે કહ્યું.

" શું જતો રહ્યો એમ કેમ ? મમ્મી હું એને બરાબર thanks પણ ના કહી શકી એ જ તો મને અહીં લાવ્યો હતો. "

" પ્રિશા તું આરામ કર હું ડોક્ટર ને મળીને આવું છું."

પ્રિશા એ હકાર માં માથુ હલાવ્યું. પ્રિષાના મનમાં હવે એના જ વિચારો આવે છે અને એને યાદ કરી રહી હોય છે. પહેલી વાર એની સાથે આવું થયું કે કોઈ અજાણ્યાની આટલી નજીક આવી ગઈ હોય.

ત્યાં જ હેતાક્ષી બેન આવે છે.

" શું થયું મમ્મી એ ક્યાં ગયો? ડોક્ટર એ શુ કહ્યું ? "

" બેટા... ડોક્ટર એ કહ્યું કે એ સમયસર  તને અહીં લાવી શક્યો એટલે જ તું બચી ગઈ. ઉપરથી   તારે બ્લડ ની ખુબ જ જરૂરત હતી અને એણે જ તને બ્લડ ડોનેટ કર્યું. એણે જ તારો જીવ બચાવ્યો. "

પ્રિશા આ સાંભળીને ઉદાસ થઈ ગઈ કે હવે એને ક્યારેય નહિ મળી શકે ... કારણ કે  પ્રિશા ને તો એનું નામ પણ ખબર નથી કે ના તો એના જોડ એનો કોઈ નંબર છે.

" શું થયું પ્રિશા ? ચાલ આરામ કર બાકીની વાતો પછી. ભગવાન એનું ભલું કરશે. એણે મારી પ્રિશાનો જીવ બચાવ્યો છે. "

એક - બે દિવસમાં પ્રિશાને હોસ્પિટલમાંથી discharge આપવામાં આવે છે. એણે એની મમ્મીને અત્યાર સુધીમાં એની સાથે શું થયું એ બધું જ કહી દે છે કે કઈ રીતે એ એ છોકરા ને  મળી, એની સાથે ની વાતો એ બધું. હેતાક્ષિ બેન પ્રિશાને સમજાવે છે કે અમુક લોકો બહુ સારા હોય છે. કોઇ પણ સ્વાર્થ વગર લોકોની મદદ કરે છે. તું બસ ભગવાન નો આભાર માન.

પ્રિશા તો બસ એના જ વિચારો માં ખોવાયેલી રહે છે કે એક અકસ્માતે થયેલી મુલાકાત એ એની લાઈફ ચેન્જ કરી નાખી. એને એ વાત હંમેશા સતાવે છે કે એ એને છેલ્લી વાર મળી પણ ના શકી, ના તો એનો આભાર માની શકી......





☺️ thanks ☺️

તમારો  પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી ...

                                                                                   - Dhruv Patel