Return of shaitaan - Part 12 books and stories free download online pdf in Gujarati

Return of shaitaan - Part 12

કોહલર અત્યારે હોસ્પિટલ માં હતા. તેમની તબિયત માં ઘણો સુધારો આવી ગયો હતો.તેમની પાસે સીલ્વી તેમની સેક્રેટરી બેઠી હતી. કોહલર નો ફોન તેના હાથમાં હતો. રિંગ વાગતા ફોન ઉઠાવ્યો અને સીલ્વી એ કોહલર ને કહ્યું,"સર તમારો ફોન છે." તેને કોહલર ને હાથ માં ફોન આપ્યો.

"હેલો કોહલર સ્પીકિંગ " કોહલર ફોન ઉઠાવીને બોલ્યા.

"સર હું પ્રાઇવેટ જેટ નો પાઇલટ બોલું છુ મિસ લોરા કહે છે કે પ્લેન નો રૂટ ચેન્જ કરી ને પ્લેન ને રોમ લઇ જવાનું....." હજુ પાઇલટ ની વાત પુરી પણ ના થઇ હતી કે લોરા એ તેના હાથમાં થી ફોન લઇ લીધો અને તે બોલવા લાગી," મી. કોહલર પ્લીસ ટ્રસ્ટ મી. પ્લેન નો રૂટ ચેન્જ કરવાની પરમીસન આપો.પ્લીસ સર કોણે કહ્યું શું કહ્યું એ બધી વાત નો અત્યારે સમય નથી મારે રોમ જવું જ પડશે અને એન્ટી મેટર અત્યારે પેરિસ નહિ રોમ માં છે સર. પ્લીસ સર લિઓનાર્દો વિન્ચી એરપોર્ટ પર પ્લેન ને લેન્ડ કરવાની પરમિશન માંગો અને આગળ હેલ્પ પણ જોઈશે પ્લીસ સર. પ્લીસ સર ,પ્લીસ સર, આઈ બેગ ઓફ યુ સર."

હજુ કોહલર એકદમ ચૂપ હતા તેમને કોઈ જવાબ આપ્યો નહિ.તેઓ વિચારમાં હતા કે શું જવાબ આપે. લોરા ની વાત નો ભરોષો કરવો કે ના કરવો? લોરા આટલી જીદ ક્યારેય ના કરે જરૂર કંઈક તો છે તો જ લોરા આટલી પરેશાન છે. કોહલર ને હંમેશા લોરા માટે માન રહ્યું છે આટલી નાની ઉમર માં પણ તેની સૂઝ બુજ બીજી છોકરીઓ કરતા અલગ જ હતી. અને કોહલર ને યકીન હતો કે લોરા એન્ટી મેટર ને બચાવી લેશે કોઈ નુકશાન પણ નહિ થવા દે.

"ઓકે પાઇલટ ને ફોન આપ."કોહલર બોલ્યા.

"હા સર બોલો."

"હા પ્લેન નો રૂટ ચેન્જ કરો હું આગળ હાયર ઑથોરિટી સાથે વાત કરી લઈશ."અને ફોન કટ થઇ ગયો.

લોરા હજુ પણ બેચેન ઉભી હતી તેને નહતી ખબર કે કોહલર અને પાઇલટ વચ્ચે શું વાત થઇ હતી.તેને બેચેની સાથે પૂછ્યું,"મી.પાઇલટ શું કહ્યું સર એ ? આપડે જઈ રહ્યા છે રોમ?"

" હા મિસ લોરા આપડે રોમ જઈ રહ્યા છે સર એ હાયર ઑથોરિટી સાથે વાત કરીને તમને હેલ્પ કરવાનું પણ કહ્યું છે.હવે તમે તમારી જગ્યા પર જઈને બેસો હું એર ટ્રાફિક કંટ્રોલ જોડે પણ પરમિશન લઇ લઈશ ."

લોરા ને હાશ થઇ તેઓ પાછા પોતાની જગ્યા પર આવ્યા.

રાજ પણ બેઠો અને લોરા ની સામે જોઈ ને બોલ્યો," મિસ લોરા પ્લીસ કહો કે તમને કેવી રીતે ખબર પડી કે એન્ટી મેટર પેરિસ નહિ રોમ માં છે? આટલું સસપેન્સ ના રાખો. "

"મી. રાજ શું તમે મારી પર ભરોષો કરશો જો હું તમને એવું કહું કે હું થોડી વાર પહેલા નર્ક માં થી પછી આવી છુ?"

"શું વાત કરો છો મિસ.લોરા આપડે જ્યારથી પ્લેન માં આવ્યા ચો ત્યારથી તો તમે અહીંયા મારી બાજુ ની સીટ માં થી હાલ્યા પણ નથી તો તમે કેવી રીતે નર્ક માં ગયા હોય?"

" મી. રાજ મારી રૂહ ને શરીર માંથી નીકળી ને ત્યાં બોલવામાં આવી હતી. " એટલું કહી ને લોરા એ રાજ ને નર્ક માં શું બન્યું એ આખી કહાની સંભળાવી.

" ના મિસ લોરા બની શકે એ તમારું ડરામણું સપનું હોય. જેને આપડે day ડ્રિમીન્ગ કહીએ છે. જે માત્ર સપના હોય છે પણ આપણ ને એવું લાગે છે કે આપણી સાથે એ હકીકત માં બન્યું છે."

" ના મી. રાજ આ સપનું ના હતું. સેતાને મને એ પણ કહ્યું કે મારા હાથ પર એક ટેટુ બનેલું હશે જો એ હાથ માં હોય તો સમજી લેવાનું આ કોઈ ડરામણું સપનું નહિ પણ હકીકત છે."

"ઓહ એમ વાત છે?"

" હા રાજ મારો આ હાથ જુઓ." આટલું કહી ને લોરા એ પોતાની જમણા હાથ ની મુઠ્ઠી ખોલી ને રાજ ને બતાવી.

રાજે જોયું કે ત્યાં એક ટેટુ બનેલું હતું જે એક શીંગડા વાળા શેતાન નું હતું. રાજ આ ટેટુ જોઈ ને ડરી ગયો એ ટેટુ જોઈ ને કેમ કે તેણે સીમ્બોલોજી સ્ટડી કર્યું છે અને એ પ્રમાણે આ ટેટુ ગ્રીક માયથોલોજી પ્રમાણે લુસિફર નામ ના શેતાન નું હતું.

અત્યાર સુધી આ નામ તેણે ફક્ત ગ્રીક માયથોલોજી માં જ સાંભળ્યું હતું પણ હવે તેણે યકીન થઇ ગયો કે લોરા જે કહે તે સાચું બોલી રહી છે.લોરા એ એ પણ જણાવ્યું કે શેતાને તેણે કહ્યું છે કે આ નિશાન જોઈ ને તેને યાદ આવશે કે તેણે શું કરવાનું છે અને તેના પિતાજી નર્ક માં છે.

********************************

લોરા ને રાજ નું પ્લેન લેન્ડ થઇ ચૂક્યું હતું લિઓનાર્દો વિન્ચી એરપોર્ટ પર.હજુ પણ લોરા ની આંખો બંધ જ હતી જાણે કે તેણે યકીન જ ના થતું હતું કે જે તેની સાથે બન્યું એ સાચું હતું કે કોઈ ભયાનક સપનું.પ્લેન લેન્ડ થઇ ને પ્રાઇવેટ જેટ જ્યાં પાર્ક કરાય છે એ તરફ ચાલવા લાગ્યું.

રાજ બારી માં થી બહાર જોઈ રહ્યો હતો. તે મન માં વિચારતો હહતો કે અહીંયા આવી તો ગયા છે પણ આગળ શું?

પ્લેન લેન્ડ થયું અને પોતાની મંજિલ પર આવી ને અટકી ગયું. પાઇલટ કોકપીટ માં થી બહાર આવ્યો અને લોરા અને રાજ તરફ નજર કરી ને બોલ્યો," કોઈ મને કહેશે કે શું થઇ રહ્યું છે?"

લોરા કે રાજ કોઈ કઈ ના બોલ્યા.

"ઓકે ફાઈન હું અહીંયા જ વેઇટ કરું છુ તમારી.મિસ લોરા આ મોબાઈલ લઇ જાવ તમને કામ આવશે." આટલું બોલી તે પાછો કોકપીટ માં ચાલ્યો ગયો.

લોરા અને રાજ નીચે ઉતર્યા. ત્યાં સામે એક હેલિકોપ્ટર ઉભું હતું. લોરા બોલી," આઈ થિન્ક આપણી રાઈડ અહીંયા છે."

"ઓહ નો " રાજ ના મોમાં થી નીકળી પડ્યું. તેણે લાગ્યું કે ઑથોરિટી કાર મોકલશે પણ તેમની માટે હેલિકોપ્ટર મોકલ્યું હતું. આ પહેલા તે જયારે નાઝકા સભ્યતા ના બનાવેલા ચિત્રો જોવા ગયો હતો ત્યારે તે હેલિકોપ્ટર માં બેઠો હતો પણ તેણે હેલિકોપ્ટર રાઈડ કઈ ખાસ પસંદ ના આવી હતી. અને સવારથી આજે ૨ વખત પ્લેન માં બેસી ને તેણે હેલિકોપ્ટર માં જવું ખાસ પસંદ ના આવ્યું. પણ તે શું કરી શકે.

" કોઈ પ્રોબ્લેમ?" લોરા એ પૂછ્યું.

તેણે નકાર માં માથું હલાવ્યું.

હેલિકોપ્ટર માં થી પાઇલટ નીચે ઉતર્યો અને તેમની પાસે આવ્યો.તેણે જોઈ ને એવું લાગતું હતું તે પાઇલોટ નહિ પણ શેક્સપિયર ના નાટક માં કામ કરવા વાળો કોઈ કલાકાર હોય.

ટ્રેડિશનલ સ્વિસ ગાર્ડ યુનિફોર્મ જે માઈકલ એન્જેલો દ્વારા આ કપડાં ડિઝાઇન કરવા માં આવ્યા હતા.જેને હજુ પણ બદલવામાં આવ્યા ના હતા.

તે ગાર્ડ પાસે આવ્યો અને બોલ્યો," તમે લોકો જરૂર CERN માં થી હશો ."

" હા અમે CERN માં થી આવ્યા છે." લોયા એ જવાબ આપ્યો.

" તમે સમયસર આવી ગયા છો. " તે લોરા તરફ ફરતા બોલ્યો," મિસ લોરા તમારી પાસે બીજા કપડાં છે?"

" માફ કરશો તમે શું બોલી રહ્યા છો?" લોરા બોલી.

"મિસ વેટિકન સિટી એક પવિત્ર શહેર છે અહીંયા ઘૂંટણ થી ઉપર ના કપડાં પહેરવાની ફેશન નથી અને તમે શોર્ટ્સ પહેરી છે જે અહીંયા ચલણ માં નથી. પરદેશીઓ પણ આવી ને આ નિયમ પાળે જ છે.અને સ્ત્રી તથા પુરુષ બંને માટે આ નિયમ છે." ગાર્ડ એ બહુ અદબ થી જવાબ આપ્યો.

" મારી પાસે તો આ જ કપડાં છે." ખરેખર તો લોરા ને કપડાં બદલવાનું ધ્યાન જ ના રહ્યું સવારે તે જયારે રિસેર્ચ માટે ગઈ હતી ત્યારે તેણે પાણી માં જવાનું હતું એટલે તેણે આ શોર્ટ પહેરી હતી તે જ્યાં હતી ત્યાં કોહલર નો ફોન આવ્યો હતો અને તે તાત્કાલિક ત્યાંથી CERN માં આવી પહોંચી હતી. આ બધા સમય દરમ્યાન તેણે યાદ જ નહતું કે તેણે કપડાં બદલવા જોઈએ.

"ઓકે મિસ લોરા પરંતુ હું કોઈ ની પણ માટે નિયમ તોડી ના શકું તમે પાસે આવેલી દુકાન માં થી શોપિંગ કરી ને કપડાં ચેન્જ કરી લેજો. "

લોરા એ હા માં માથું હલાવ્યું.

ગાર્ડ તેને લઇ ને એરપોર્ટ ની સૌથી નજીક આવેલી દુકાન માં ગયો અને લોરા એ ૨ જોડી પેન્ટ અને ટી શર્ટ લઇ લીધા. તે વોશરૂમ માં જઈ ને કપડાં બદલી ને પછી આવી.રાજ ત્યાં હેલિકોપ્ટર પાસે જ ઉભો હતો . તેને દૂર થી લોરા ને આવતા જોઈ . કેટલી અલગ દેખાઈ રહી હતી. તે વિચારતો હતો ત્યાં એ લોકો નજીક આવી ગયા. રાજે નજર ફેરવી લીધી લોરા તરફ થી અને દૂર શૂન્ય નજરે જોવા લાગ્યો.

" રેડી સર ?" ગાર્ડ એ પૂછ્યું ત્યારે રાજે તેની તરફ નજર કરી ને હા માં માથું હલાવ્યું.

" આ તરફ " ગાર્ડ બોલ્યો.

બધા હેલિકોપ્ટર તરફ ચાલવા લાગ્યા.

બધા હેલિકોપ્ટર માં બેસી ગયા અને તેમની જગ્યા એ ગોઠવાઈ ગયા.

"પ્લીસ ફાસન યોર સીટ બેલ્ટ્સ." ગાર્ડ બોલ્યો.

રાજ અને લોરા બને એ પોતા ના સીટ બેલ્ટ પહેર્યા. એક અવાજ સાથે હેલિકોપ્ટર નો પાંખો ચાલુ થઇ ગયો અને બીજી ૨ કે ૩ મિનિટ માં હેલિકોપ્ટર જમીન થી ઉપર ઉડવા લાગ્યું.

રાજ અને લોરા બંને ની નજર બહાર તરફ હતી.

રોમ .....કેપુટ મુન્ડી (હેડ ઓફ ઘી વર્લ્ડ) જ્યાં એક સમયે મહાન રાજા સિઝરે રાજ કર્યું હતું, જ્યાં સેન્ટ પીટર ને કરુસિફાઈ કરવામાં આવ્યા હતા.પોઉરણનીકતા અને આધુનિકતા નો સંગમ એટલે રોમ.અત્યારે બેઠું છે એક ટાઈમ બૉમ્બ પર. હા એન્ટી મેટર નું એ કેનિસ્ટર ક્યાં હશે એ ખબર નહિ.

રાજ રોમ ને ઊંચે થી જોવા લાગ્યો. એવું લાગતું હતું કે ભુલભુલામણી છે . અસ્પષ્ટ રસ્તાઓ ,ઊંચી મોડર્ન બિલ્ડીંગ અને કોઈ જૂની બિલ્ડીંગ જોડે જોડે.થોડે દૂર રાજ ની નજર ગઈ તો તેને દેખાયું THE Coliseum . દુનિયા ની સાત અજાયબી ઓ માં નું એક.થોડે દૂર નદી વહેતી દેખાઈ જેનું નામ હતું ટીબેર. અને થોડા આગળ જતા દેખાયું માઈકલ એન્જેલો નું બેનમૂન કલાકૃતિઓમાંનું એક "સેન્ટ પીટર્સ બેસિલિકા" રાજે ક્યારેય નહતું વિચાર્યું કે તેને રોમ આવી રીતે જોવા મળશે. સેન્ટ પીટર ચર્ચ ખુબ જ ભવ્ય છે.જેની અંદર લગભગ ૧૪૦ પૂતળાંઓ મુકેલા છે અલગ અલગ સંત, શહિદ, અને દેવદૂતો ના. એવી રીતે ડીસાઇન કર્યું છે કે તેની અંદર એક સાથે ૬૦૦૦૦ લોકો બેસી શકે.વેટિકન સિટી ની વસ્તી કરતા ૩ ગણું મોટું. વેટિકન સિટી દુનિયા નો સૌથી નાનો દેશ છે.અને સેન્ટ પીટર ચર્ચ એ દુનિયાનું સૌથી મોટું ચર્ચ છે.

રાજ ને વિચાર આવ્યો કે સેન્ટ.પીટર અત્યારે અહીંયા હોત તો શું વિચારતા? તેમને અહીંયા ઊંધા લટકાવી ને મારી નાખવામાં આવ્યા હતા.

તેમની કબર આ ચર્ચ માં છે પાંચ માળ નીચે. રાજ હજુ આ બધું વિચારતો જ હતો ત્યાં તેણે નીચે પ્રેસ(ન્યૂઝ ચેનેલ) ની બહુ બધી ગાડીઓ જોઈ. તેણે હાથ ના ઈશારા થી લોરા નું ધ્યાન એ તરફ ખેંચ્યું.

બીબીસી,યુનિટેડ પ્રેસ ઇન્ટરનેશનલ , વિડિઓ ઇટાલિયા , ટેલિવિઝન યુરૉપ

રાજ અને લોરા બંને ને લાગ્યું કે એન્ટી મેટર ચોરાઈ ગયું છે એ ન્યૂઝ ફેલાઈ ગયા લાગે છે.

તેણે ગાર્ડ ને પૂછ્યું ," આટલી બધી પ્રેસ અહીંયા કેમ છે?"

ગાર્ડ એ તેની સામે એવી રીતે જોયું અને પૂછ્યું," સાચે તમને નથી ખબર કે અહીંયા શું ચાલી રહ્યું છે?"

ક્રમશ:

થેન્ક યુ દોસ્તો તમે મારી નોવેલ વાંચી રહ્યા છે અને રેટિંગ આપી રહ્યા છો તેની માટે. પ્લીસ કોમેન્ટ કરવાનું ના ભૂલતા મારો વત્સ અપ્પ નંબર છે +61 0421 865 873 તમે મને મેસેજ કરી શકો છો ફોન કરી શકો છે અને તમારા અમૂલયો મંતવ્યો જણાવી શકો છો. ફરીથી જલ્દી મળીશું ત્યાં સુધી વાંચતા રહો રીટર્ન ઓફ શેતાન.