Get one idea of ​​the target books and stories free download online pdf in Gujarati

લક્ષ્ય એક વિચાર બે

  શિયાળા ની સવાર નો છ વાગ્યા નો સમય થઈ રહ્યો છે.સંકેત સ્કૂલ જવા તૈયાર થઇ રહ્યો હતો.મમ્મી ચા નાસ્તો લાવ મારે મોડુ થઇ જશે,ત્યાં તો પપ્પા ઠપકો આપતા  બોલ્યા કુભકર્ણ વેલા ઊઠવાનુ રાખતા હો તો.. તુ ભણીને કંઈ ડોક્ટર નથી થઇ જવાનો.ત્યાં તો દરવાજે થી સતીષ નો અવાજ આવે છે અલ્યા સંકેત ચાલ ને મોડું થઇ જશે.
                   સતીષ અને સંકેત બંને પાક્કા મિત્રો.તે બાળપણ થી  સાથે જ ભણતા.દસમા મા સંકેત ને સારા ટકા આવ્યા એટલે સાયન્સ રાખેલ પણ, સતીષ ને સારા આવ્યા ન હતા તો પણ સાયન્સ રાખ્યું કેમ કે સંકેતે રાખ્યું એટલે.બંને ના પપ્પા નુ સપનુ હતું કે મારા છોકરા ડોક્ટર બને.પણ વિધાત ના લખાયેલા લેખ ને તે મંજૂર ન હતું. બંને ના રાશિફળ પણ એક જ ,રાત દિવસ મા જેટલું અંતર હોય તેટલુ અંતર એકબીજા ના વિચારો મા હતું.સંકેત સ્વભાવે સરળ,દયા પ્રેમી હતો.તો સતીષ ગુસ્સાળુ,કોઈક ને હેરાન કરવા નો ભુત જ સવાર હતો.
                    સ્કૂલમાં જવા તૈયાર થયેલા બંને મિત્રો સ્કુલ તરફ આગળ વધે છે.સામેથી કડકડતી ઠંડી મા દાડમ ની લારી આવતી જોઈ સતીષ ના મન મા કઇ રીતે દાડમ લેવી તે વિચારે છે.લારી નજીક આવતા તે બે-ત્રણ દાડમ લઈ ને ભાગી જાય છે.સંકેત નિષ્ઠાભાવી હોવાથી તે તેના પૈસા આપી દે છે.સંકેત તેને બોલે છે પણ તે કંઈ મગજ પર નથી લેતો.
                   સ્કુલ મા પ્રવેશ કર્યો. ઉજ્જવળ ભવિષ્ય ના કેટલાક કલાકો વિતાવ્યા પછી સ્કૂલ છુટે છે.સાહેબે છુટતા છુટતા એક ખુશ ખબર પણ આપી કે ઉતરાયણ હોવાથી સ્કૂલ મા છ દિવસ નુ મીની વેકેશન છે.ઘરે પાછા આવેલા છોકરાઓ ને વેકેશન નો આનંદ મોઢા પર દેખાઇ રહ્યો હતો.
                   આકાશ મા ઊડી રહેલા પતંગો જોઈને સતીષે સંકેત ને કહ્યું ચાલ આપણે પણ પતંગ ચગાવીએ.સંકેત બોલ્યો પતંગો તો પડી છે પણ ફિરકી નથી. ત્યાં તો સતીષ ની નજર ફિરકી-પંતગો ની દુકાન પર જાય છે.સતીષ ત્યાં થી ફિરકી ચોરી ને લઈ આવે છે.તે પણ રૂપિયા બે હજાર ની ચાઈના ની દોરી.હવે તો આપણે બધા ની પંતગ કાપીશુ.પછી ઘરે જઇ ને સાજ ના સમયે ધાબા પર પંતગ ચગાવા ચડ્યા.આજુબાજુ ઉડી રહેલી પંતગો જોઈને બહુ આનંદિત થાય છે.પવન ના સુસવાટા મા પતંગ ઉડાડવાની શરૂઆત કરે છે.કાપ્યો છે..અને કીકીઆરીઓથી વાતાવરણ ગજવી ઉઠે છે.કેટલીએ પતંગો કાપી ને કપાઇ પણ તેની વચ્ચે દોરીથી એક પક્ષી પણ કપાયુ.સંકેત ને તેનો અફસોસ તેના મોઢા પર દેખાઈ રહ્યો તો.સતીષ બોલ્યો એતો બધુ ચાલ્યા કરે. તેમ કહી વાત બદલાઈ નાખે છે.સુરજ આથમતો હતો.પક્ષીઓ તેમના માળા તરફ જઇ રહ્યા છે.નીચેથી મમ્મી નો અવાજ આવ્યો બેટા જમવાનું તૈયાર છે.બંને પોતપોતાની ઘરે જાય છે. 
                   બંને હોમવર્ક કરી ઉન્ઘવાની તૈયારી કરે છે.સતીષ તો થોડી મસ્તી કરીને સુઈ જાય છે.સંકેત ને પક્ષી માર્યા નો અફસોસ હતો.તે તેની ભુલ કઇ રીતે સુધારે તે વિચાર મા સુઇ જાય છે.
                   બીજા દિવસે બધા મિત્રો મળે છે.સંકેત તેનો વિચાર રજુ કરતા બોલ્યો.. આપણે એવુ કરવું જોઇએ કે જેથી કોઈ પણ પક્ષી ને જાન-હાની ન થાય.ત્યાં તો સતીષ ના મગજ ના ચોથા ભાગમાં પડેલ વિચાર બોલી ઊઠ્યો એવું પણ કરવું જોઈએ જેનાથી એક ગરીબ વ્યક્તિ પણ ઉતરાયણ મનાવી શકે. બધા આચયૅ ની નજરે સતીષ ને જોઈ રહે છે. બધા એકીસાથે બોલ્યા,તુ સતીષ જ છે ને.પણ એક પ્રસ્નં હતો કરીશું કઇ રીતે?. વિચારો ને અંતે તે ફાળો એકઠો કરવાનુ વિચારે છે.અને મિત્ર બોલ્યો કયાં નામ પર આપણે લોકો ફાળો આપશે?.બારી પર પથ્થર ફેકી રહેલો સતીષ બોલ્યો.." લક્ષ્ય એક વિચારો બે " જાણે ભગવાને સતીષ ના મોઢા માથી બોલાવ્યુ હોય.
                    હજુ ઉતરાયણ ને ત્રણ દિવસો બાકી હતાં. બધા મિત્રો પોતપોતાની સાઇકલ લઈ ને આજુબાજુ ની સોસાયટી,દુકાનદારો, બસ સ્ટેન્ડ, જેવી અનેક જગ્યાઓથી ફાળો એકઠો કર્યો.સાથે સાથે સંદેશ પણ આપ્યો કે પંતગ ચગાવવા ચાઇના ની દોરી નો ઉપયોગ ન કરવો.કોઈ કે વધારે તો કોઈ કે ઓછા પૈસા આપી ને પુણ્ય ના ભાગીદાર બન્યા.એ રીતે સતત ત્રણ દિવસ પોતાની મહેનત થી ફાળો એકઠો કર્યો.જે ફાળો આવ્યો તેનાથી પતંગો અને કાચી દોરી વાળી ફિરકીઓ લાવી.
                      ઉતરાયણ ના દિવસે બધાં મીત્રો મળીને ગરીબ વસ્તી ના બાળકો જોડે જાય છે.બાળકો પંતગો જોઈ ને ખુશ થાય છે.આખો દિવસ ત્યાં વિતાવે છે.સતીષ તેમની જોડે પંતગો ચગાવી ને આનંદ પા્પ્ત કરે છે.સંકેત લગભગ પચાસેક પક્ષીઓ ને સારવાર કેમ્પ સુધી પહોચાડે છે.આ વાત સાંભળી ને બંને ના પરીવાર ખુશ થાય છે.અને તેના પર ગર્વ અનુભવે છે.તેમની સ્કૂલ પણ તેમની આ અભીગમ જોઈ ને સંમાનીત કરે છે.આ જોઇ ને આજુબાજુ નો યુવા વર્ગ પ્રભાવિત થાય છે.
                         ઘણા વર્ષો ની મહેનત બાદ સંકેત એક સફળ બિઝનેસમેન બને છે.અને સતીષ ની ભણવા મા વધી રહેલી ઋચી થી ડોક્ટર બને છે.આજે પણ બંને વિવિધ પ્રવૃત્તિ દ્વારા અનેક લોકો ને મદદરૂપી થાય છે. અને કોઈક ના હસવાનું કારણ બને છે.