અભિનંદન : એક પ્રેમ કહાની - 13

અભિનંદન:એક પ્રેમ કહાની-13ધર્મ અને ધાર્મિ કોલેજના ગાર્ડનમાં બેઠા છે


ધર્મ બોલે છે


મિતવા મિતવા મારા દિલની સૌથી વધારે નજીક છે મિતવાને હું ખરેખર દિલથી ચાહું છું એને મારા મનની વાત અને મારા દિલની વાત ખૂબ જ સરળતાથી સમજાઈ જાય છે મને શું પસંદ છે? શુ પસંદ નથી? આ બધું એ જાણે છે મારો મૂડ કેમ ઠીક થાય? મને ક્યાં તહેવાર માં શું શું કરવું પસંદ છે? આ બધું જ

ધાર્મિ બોલી તારા વિશે મને આ બધું જ કહેનારી મિતવા તો છે મિતવા ના દાદી આવેલા છે આજે એ લોકો દવા લેવા જવાના છે જોડે જોડે એ દર્શન કરવા પણ જવાના છે મિતવા કહેતી હતી આજે તેને લેટ થઇ જશે
ધર્મ બોલ્યો મિતવા વગરની દુનિયાની કલ્પના જ નથી કરી શકતો. મિતવા મારા માટે કેટલું બધું કરે છે  મને તેણે ખૂબ સમજાવ્યો ખૂબ મથાર્યો. મને એક એવો ઘાટ આપ્યો કે હું આ સમાજમાં આ સમાજના લોકોની વચ્ચે રહી શકું એવો બનાવ્યો. આ બધું મિતવાનો જાદુ છે બાકી આ બધું એકલો એકલો ન કરી શક્યો હોત ધાર્મિ...આ સમયે મતલબ 10:45 અભિનંદને મિતવા ને કોલ કર્યો. મિતવા એ કહ્યું અભિનંદન તું જતો રહે મારા દાદીની દવા લેવા માટે મારા મમ્મી પપ્પા બા દાદા બધા જ ગયેલા છે મારે થોડું ઘર પર કામ છે એટલે બે પિરિયડ પછી આવીશ.અભિનંદન બોલ્યો ઓકે મારે પણ કોલેજમાં કોઈ ઉતાવળ નથી 


મિતવા બોલી પણ નંદની તારા જોડે...


અભિનંદન બોલ્યો હવે તું કશું નહિ બોલે મારે કશું સાંભળવું નથી


મિતવા એ કહ્યું કે અગર તારે લઈ જવી હોય તો તું મારા ઘરે આવી શકે છે


અભિનંદનને કહ્યું થેન્ક્યુ  કોલ રાખ્યો અને નીકળી પડ્યો
ડોરબેલ વાગી મિતવા એ દરવાજો ખોલ્યો જોયું તો સામે અભિનંદન છે અભિનંદન ની આંખો લાલચોળ છે ખૂબ જ રડેલી છે તેના ચહેરા અને શરીર ઉપર થાક દેખાય છે જાણે એવું લાગે છે કે એ આખી રાત જાગ્યો છે ને નીંદર આવી જ નથી યા તો ઘરમાં એવું કશું બન્યું છે જેના લીધે તે બેહાલ થઈ ગયો છે
મિતવા એ પૂછ્યું શું થયું અભિનંદન? તારા બા દાદા મમ્મી પપ્પા બધા જ ઠીક છે ને?


અભિનંદન મિતવા ના બન્ને હાથ પકડી લીધા પોતાના ઘુટણ પર બેસી ગયો અને બોલ્યો મિતવા હું લૂંટાઈ ગયો બરબાદ થઈ ગયો મને મારા પોતાના એ દગો આપ્યો.


મિતવા વોલી કેમ શું થયું? ને તું  રડે નહીં. તું મને તારી બેસ્ટ ફ્રેન્ડ કહે છે ને તો કે શું થયું?


અભિનંદનને કાલે જે ઘટના બની એ રડતાં રડતાં કહી સંભળાવી.


પછી મિતવા એ અભિનંદન આંસુ લૂછ્યા અને કહ્યું અભિનંદન તારી હાલતથી હું ખૂબ જ દુઃખી છું. તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે હું તને દુઃખી જોઈ શક્તી નથી. પણ હું તને એક વાત કહું તું મારા વિશે શું વિચારિ? એ ડરથી મેં તને બે વાત નથી કરીલી


અભિનંદન બોલ્યો બોલ શું વાત છે? તારા દિલમાં.


મિતવા બોલી અભિનંદન, મારા દિલ માં તારા માટે પ્રેમ છે. તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે હું તને પ્રેમ કરું છું. અને એટલા જ માટે હું મારા બેસ્ટ ફ્રેન્ડ ના પ્રેમના કારણે તને કહી ન શકી મે એકવાર ઋષિતને નંદિનીને લવરીયા પ્રદેશમાં hug કરતા જોયેલા એક વાર કોલેજમાં ઋષિત નંદની ને આઇ લવ યુ કહ્યું હતું એ પણ સાંભળી ગઈ.


પણ મારા મનમાં વિચાર આવ્યો કે તને થશે કે મિતવા નંદિની ને મારાથી દૂર કરવા માંગે છે કેમ કે તેના ફ્રેન્ડ ઋષિતે મને હેરાન કરીતી.એટલે મેં તને કહ્યું નહી. બીજું મને મારી દોસ્તી નો પ્રેમ આડો આવ્યો કેમ કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે એનાથી હું તને પ્રેમ કરું છું અને હું મારો બેસ્ટ ફ્રેન્ડ નો પ્રેમ તૂટી જાય એવું પણ નથી ઈચ્છતી. એટલે મેં તને ના કહ્યું. મને થયું એક દિવસ નંદિની ને  તારા તરફ પ્રેમ થઇ જશે અને બધું જ ઠીક થઈ જશે પણ એવું ન થયું. આટલું એ રડતા રડતા બોલી....


અભિનંદને મિતવા ના આંસુ લૂછ્યા અને કહ્યું બસ હવે એ બધું ભૂલી જા હું પણ ભૂલી ગયો.


તો આટલું રડે છે કોના માટે?


અભિનંદન બોલ્યો માણસ છું મારી લાગણી ને ઠેસ પહોંચી એટલે રડું છું ને ખુશ પણ કે ખરાબ માણસની પહેચાન વહેલા થઈ.  ....


મિતવા બોલી હમમમમમ
અભિનંદન નો મોબાઈલ લાગ્યો દાદા નો કોલ છે તેણે કહ્યું અભિનંદન તું સરતાજ બગીચામાં આવી જા .મારે તારું કામ છે


અભિનંદને કહ્યું આવું છું .


અભિનંદને મિતવાને કહ્યું દાદા મને બોલાવે છે તો  હું કલાકમાં આવું છું તું તૈયાર થઈ જ જે


મિતવા એ કહ્યું સંભાળીને જજે


અભિનંદન બોલ્યો હવે કોઈ એવી ઠેસ નથી જેને હું પહોંચી ન શકું.


આવડા મોટા નાટકથી ઋષિત અને નંદિનીના ગ્રુપના દોસ્તો ઋષિત અને નંદિનીને ખિજાયા. અભિનંદન અને મિતવાના ગ્રુપના દોસ્તો પણ ઋષિત અને નંદની ને બોવ જ બોલ્યા.પણ એ બે ને કોઈ અસર નથી.....અભિનંદન તેના દાદા પાસે પહોંચ્યો દાદા બોલો શું કામ છે?


દાદા બોલ્યા મારી બાજુમાં બેસે તો ખરો પછી કહું ને!!!


અભિનંદન બેઠો અને પછી બોલ્યો બોલો આમ અચાનક જ કેમ ?


દાદા બોલ્યા આજે હું તને મારા દિલની વાત કહેવા માંગુ છું.અભિનંદન બોલ્યો એ તો ઘરે પણ કહેવાય ને?


દાદા બોલ્યા ના ના પણ અહીંની મજા તો કંઈક અલગ જ છે સાંભળ દીકરા.....બેટા હું મારી આર્મી ની જોબ પુરી કરીને આવ્યો ત્યારે મારા 38 વર્ષ થયેલા એ સમયે તારા પપ્પા ની ઉંમર ૧૯ વર્ષની એ પણ અહીંયા જોબ પર લાગી ગયેલો. તારી મમ્મી પણ જોબ કરતી.તારા પપ્પાને  21 માં વર્ષે ક્લાસ 2 ઓફિસર બની ગયેલો. તારી મમ્મી પ્રાઈવેટ કંપનીમાં જોબ કરે તારા પપ્પા સરકારી હું નિવૃત આર્મીમેન....
ક્લાસ ટુ ઓફિસર બનતા તારા પપ્પા નો પગાર ઘણો વધી ગયો તારી મમ્મીએ  અમને બધાને હોલમાં બોલાવ્યા અને કહ્યું હું તમને બધાને વાત કરવા માંગુ છું અમે બધા ડરી ગયેલા


તારા પપ્પા એ તો પૂછું કે તને કશું થયું છે? તને કોઈ રસ્તામાં પરેશાન કરે છે? કોઈ તારા ચાળા કર્યા છે ?કેમ તે બધાને અહીં બોલાવ્યા છે?


ત્યારે તારી મમ્મીએ કહ્યું તમે મને શાંતિથી સાંભળો


તારાબા બોલ્યા બેટા તુ છાનોમાનો રે અનિતા ને બોલવા દે...અનિલ, મમ્મી- પપ્પા. હવે,અનિલ ક્લાસ ટુ  ઓફિસર બની ગયા છે. તેનો પગાર પણ વધી ગયો છે. હવે હું આ જોબ છોડી દેવામાં આવ્યો છું. હું મારી ફેમિલી અને મારા પોતાના ફેમિલી પ્લાનિંગ વિશે વિચારું છું. અગર તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું આજે જ જોબ છોડી દેવા માંગું છું.


ત્યારે તારા બા બોલેલા ગંભીર વાતાવરણને કિલકારી ભર્યું કરવા... અનિતા એ તમને બધાને ડરાવી દીધા. તેને કોણ હેરાન કરે? તું જ બીજાને હેરાન કરે એવી છે.


આટલું બોલતા જ અમે બધા હસી પડેલા.


અનિતા પણ હસી પડેલા અને તારી મમ્મી બૉલી મમ્મી તમે મને સાવ આવું ના કહો.  ....
મેં પહેલો જવાબ આપ્યો અનિતા.... તારી ઇચ્છા ના હોય અને ખરેખર નિર્ણય તારી જાતે, કોઈ દબાવમાં આવી ન લીધો હોય તો યોગ્ય છે. બેટા.તારી બા એ  પણ કીધેલું અનિતા હું તારા નિર્ણયની સાથે જ છું


પછી અનિલ તારો બાપ તારો પપ્પા બોલ્યો અનિતા મમ્મી પપ્પા તારી સાથે હોય તો તારે મારા નિર્ણયને ક્યાં જરૂર છે? અને પછી અનિતાએ જોબ છોડી દીધી તેમ છતાંય તેના કંપની મેનેજરે તેને ખૂબ જ આગ્રહ પૂર્વક જોબ કરવા માટે બોલાવી


ત્યારે તેને કહેલું સર તમે મને ઘરે બેઠા કામ આપો તો હું કરીશ બાકી હવે મૂળ સ્થળ ઉપર આવી જોબ કરવામાં માંગતી નથી અને તારી મમ્મીના - અનિતાના કામથી ખુશ થયેલા મેનેજરે તેને દરરોજનું બે કલાકનું કામ ઘરે આપેલુ અને એ જોબ તારી મમ્મીને આજે શરુ છે એ તને પણ ખબર છેઅભિનંદન બોલ્યો દાદા તમે મને આવું બધું કેમ કહો છો?


દાદા બોલ્યા બેટા હું તને એટલા માટે કહું છું કે હવે તું કોલેજમાં છે ચાર કે પાંચ વર્ષ પછી મારે તને ઘોડે ચડાવવાનો છે.તારા પપ્પા ને પણ લવ મેરેજ કરવાની છૂટ આપેલી મેં. તારા પપ્પા એ આપણી જ કાસ્ટ માંથીછોકરી શોધી અને એ જ મારી અનિતા અને તારી મમ્મી.


મારી અનિતા કેટલું બધું ભણેલી તેમ છતાં કેટલી સમજદાર!!!   તેણે પોતાની ફેમિલી માટે પોતાનું અસ્તિત્વ ઓગાળી દીધું.હું એવું નથી  કહેતો કે તારી જીવનસંગિની પણ આવું કરે પણ એટલું અવશ્ય કહીશ કે મારી પત્નીને અને તારી મમ્મી ની માફક એ આપણા પરિવાર ને એક દોરાથી બાંધી રાખે એક માળા માં પરોવી રાખે એવી તો હોવી જોઈએ.
પોતાના પરિવાર માટે જતું ન કરી શકે એ છોકરી નથી. પોતાના માટે  પરિવાર નો  વિચાર ન કરે, સ્વાર્થ રાખે એવી છોકરી ન હોવી જોઇએ.


દીકરીમાં પણ જીવ છે...

તેનો અર્થ એવો નથી કે છોકરીઓ એ બધું જતું કરવું જોઈએ મારી અનિતાએ કશું જતું નથી કર્યું પણ તેણે પોતાનો પરિવાર વિખાવા પણ નથી દીધો.તો હું તને એટલું જ કહિશ..   તને પણ લવ મેરેજ કરવાની છૂટ છે પણ છોકરી એવી હોવી જોઈએ જે આપણા પરિવારની એક રાખે.અભિનંદન બોલ્યો દાદા આઈ પ્રોમિસ. હું તમારા દિલને ઠેસ નહિ પહોંચવા દોઉં. હું આપણા ફેમિલીને બેઘર નહીં થવા દઉં તમે હવેથી મારી ચિંતા નહીં કરતા હવે મારી કોલેજ નો ટાઈમ થઇ ગયો છે હું જાવ?


દાદાએ કહ્યું ખુશીથી જા બેટા. મને તારા પર વિશ્વાસ છે અભિનંદન જતો રહ્યો મિતવા ને pickup કરી કોલેજ ગયો


આમ ને આમ 10 દિવસ જતા રહ્યા અભિનંદનના મનમાં બસ મિતવા વસેલી છે. અભિનંદન ને ત્રણ 3/4થી એવું જ લાગે છે મિતવા સિવાય બીજી કોઈ છોકરી તેની ફેમિલી માં સેટ થઈ શકે એવી નહીં મળે. આજે તેણે વિચાર્યું તેનો બેસ્ટ ફ્રેન્ડ ધર્મ જે નંદિની ને  કારણે અભિનંદન થી દુર થઇ ગયેલો તેને પોતાના દિલની વાત કરે તેણે ધર્મને કોલ કર્યો અને કહ્યુંધર્મ તુ મને "ટી શોપ" માં મળવા માટે આવ. ધર્મ ખુબ જ ખુશ થઇ ગયો નંદની ને કારણે બે મિત્રો અલગ થઇ ગયેલા એ આજે ફરી એક વખત કોલેજ થી થોડે દુર આવેલો છે ટી શોપ ત્યાં મળવાના છે...


ધર્મ એ વિચાર્યું હું મારા દિલની વાત અભિનંદનને આજના દિવસોમાં જ કહી દઈશ.... તો અભિનંદન એ વિચાર્યું મિતવાના મને બોવ જ વિચાર આવે છે.ખબર નથી પડતી કેમ પણ.????મને જે રીતે મિતવા એ સાચવ્યો નંદિની ના ગયા પછી .... એવું હું ધર્મની કહીશ.....


***

Rate & Review

Verified icon

Meet Vaghani 2 months ago

Verified icon

name 3 months ago

Verified icon

Heena Viral Gamit 5 months ago

Verified icon

krishna 5 months ago

Verified icon

Bhavin Ghelani 5 months ago