Anokhi yatra - 13 books and stories free download online pdf in Gujarati

અનોખી યાત્રા (ભાગ - ૧૩)

ગતાંક થી શરુ...

"બસ બસ કેટલા એક સાથે પ્રશ્ન પૂછીશ? તું જમી? "

"ના... "

"ઠીક છે... તો ચાલ પહેલા જમી લે..."

"ના ના મને પહેલા કે બધું સરખું છે ને ઘરે? "

"હા, તું પહેલા ચાલ મારાં સાથે... બધું બરાબર છે... બધી વાત કરું શાંતિ થી... પહેલા જમી લે..."

"ના, તું પહેલા વાત કર... બધું સરખું છે ને? એ ગુસ્સે હશે ને મારાં પર? બધું બગાડી નાખ્યું ને મેં? "

"તું બહુ વિચાર કરે છે... હવે શાંતિ રાખીશ? અને હવે આપણે અહીં થી જસુ? "

"હા, પણ તું મને વાત કર પ્લીઝ... શું થયુ ઘરે? તે શું કહ્યું છે?"

"બધું કહીશ... પહેલા જમી લે ચાલ મારાં સાથે... એવું મોઢું લઇ ને ઘરે જઈશ તો સમુકનું ટેન્શન થઇ જશે... કે મારી દીકરી ને શું થઇ ગયું..."

"તું ય પણ... બહુ છો હો... એ મારી ચિંતા કરતા હશે ને તને મજાક સુજે છે? "

"અરે!!! તું ખોટું ટેન્શન ના લે... બધું ઠીક છે ઘરે..."

"તું સાચું બોલે છે? "

"હા, હવે તું બંધ કરીશ બધું? અને જઈએ અહીં થી? તારી રાહ જોઈ ને હું પણ નથી જમ્યો... "

"ઓહહહ... સોરી... મારાં લીધે... તું અત્યાર સુધી ભૂખ્યો રહ્યો... "

"છોડ ચાલ એ બધું... શું જમીશ એ કે પેલા..."

"ના પહેલા મારે મમ્મી પપ્પા નું મોઢું જોવું છે... એમણે જમ્યુ તો હશે ને... બધું સરખું તો હશે ને..."

"લે... તે વાળી સ્ટાર્ટ કર્યું... મગજ ને શાંતિ આપ... બધું સરખું જ છે..."

"હા... "

"હવે બોલીશ? કે શું જમવું છે...? "

"એ તો તને જે ભાવે એ જ જમીશ હું... દેવ... ઘણું ખોટું કર્યું છે મેં... કઈ રીતે તારો સામનો કરું... એ સમજ માં આવતું નથી... "

"બસ... ખુશી... જે થયુ એ બધું ભૂલી જા... ચાલ... હવે તો સાથે છે ને મારી... એટલે હું ખુશ છું... "

"ચાલ કે, શું જમીશ? આજે અત્યારે બપોરે કાઠીયાવાડી જમીએ? "

"હા હા કેમ નહિ? જુના દિવસો યાદ કરીએ... "

"હા, ખુશી... હું તારા સાથે બધું જ પહેલા ના જેમ જ કરવા માંગુ છું... આપણા જે રિલેશન હતા તેને પાછા પામવા માંગુ છું... હું તને મારી સાથે રાખવા માંગુ છું... તારી હર એક ચિંતા નો હિસ્સો બનવા માંગુ છું... તારી ખુશી એ મારી અને તારી ચિંતા એ પણ ઓલવેયઝ મારી... "

"થેન્ક્સ દેવ... મેં નહતું ધાર્યું કે, તું હજુ પણ એટલો સપોર્ટ કરીશ... બાકી કોઈ પણ બીજો બોય હોત તો એ મને છોડી ને જતો રહ્યો હોત... ઇવન મારો ફોન પણ રિસીવ ના કરત..."

"બસ ખુશી... ચાલ આ બધી વાત છોડ... જે થાય એ સારા માટે... એ જ વિચારી ને આગળ વધવું એનું નામ જ જિંદગી... "

"હા દેવ..."

"હવે તો કે મારી માઁ જમવા જઈએ આપણે? કે મને ભૂખ્યો મારી નાખવા નો વિચાર છે? "

"શું બોલે છે દેવ... ગજબ છો હો તું પણ... ચાલ જઈ એ એમ પણ મને પણ બહુ જ ભૂખ લાગી છે... "

"હા, ચાલ મારી કાર બહાર પડી છે... તું જા... ત્યાં હું આવું છું... "

"ક્યાં જાય છે? "

"અરે... મારે એક કામ છે... આવું ચાલ..."

"ના ના ના ના... હવે કઈ કામ નહિ... તું મારાં સાથે જ ચાલ..."

"અરે બે જ મિનિટ માં આવ્યો બાબા... તું જા..."


વધુ આવતા અંકે...