abhinandan : ek premkahani - 17 books and stories free download online pdf in Gujarati

અભિનંદન : એક પ્રેમ કહાની - 17


અભિનંદન:એક પ્રેમ કહાની-17



મગજ ખરેખર ખોટું છે. કેવા કેવા ભુસા ભરાઈ જાય છે. ખબર જ નથી પડતી. મારા દિલે સો વાર ના પાડીતી તું અભિનંદન થી દૂર નહીં થતી, પણ ના, મેં તો મારા મનની જ વાત સાંભળી અને સાંભળવું પડ્યું ધર્મનું. બસ હવે નહીં, હું અભિનંદનnw મારા દિલની વાત કહીશ ચાહે અભિનંદન ગમે તે નિર્ણય કરે.




મિતવા એ અભિનંદન ને કોલ કર્યો.


અભિનંદનને કહ્યું "હું તારી શુ હેલ્પ કરી શકું છું?"


મિતવા બોલર ઓહ! શું તું મને મળવા આવી શકે છે?


અભિનંદન બોલ્યો ઓહો, તું મને મળવા બોલાવે છે કે પછી તારેધર્મને મળવું છે, માટે મને મળવા બોલાવે છે?


મિતવા બોલી આપણા બેની વાત માં ધર્મ ક્યાંથી આવ્યો?


અભિનંદન બોલ્યો ધર્મ તો તારી સાથે પહેલેથી જોડાયેલો છે મને તો હવે ખબર પડે.


મિતવા બોલી હા એ મારા શ્વાસ સાથે જોડાયેલો છે. પણ હાલ હું તને મળવા મંગુ છું.


અભિનંદન બોલ્યો જો મિતવા હું તારા અને ધર્મને મળવાના પુરા કરવા તૈયાર છું અત્યારે તું મને બક્ષી દે. મારે કામ છે.


મિતવા બોલી પણ મારેને ધર્મને મળવાનો ઇંતજામ કેમ કરવો?મારે તો તને મળવું છે.


અભિનંદન બોલ્યો મને બધી જ ખબર છે. તારી અને ધર્મની.


મિતવા બોલી તને બધી જ ખબર છે પણ તને મારા દિલની જ ખબર નથી.


અભિનંદન બોલ્યો મને તારા દિલની પણ ખબર છે મારા દિલની પણ ખબર છે અને ધર્મના દિલની પણ ખબર છે.


હું નંદની પાછળ આટલો બધો પાગલ હતો કે હું સત્યને જોઈ ન શક્યો સત્યને સાંભળી ન શક્યો અને મહેસુસ ના કરી શક્યો તેનો અહેસાસ ન કરી શક્યો કે તારા અને ધર્મના દિલમાં શું ચાલી રહ્યું છે?


હું કશું સાંભળવા માંગતી નથી તું મને મળવા આવે છે કે નહી?


અભિનંદન બોલ્યો હું આવું છું.


મિતવા ખુશ થઈ ગઈ.


અભિનંદન બોલ્યો પણ ક્યાં આવ્યું?


મિતવા બોલી એવી જગ્યાએ જ્યાં આપણે બંને શાંતિથી વાત કરી શકીએ.


શાંતિથી વાત થઈ શકે એવી એક જ જગ્યા છે.


મિતવા બોલી કઈ?


સરતાજની બહાર રોડ પર.


હું તને 9:00 વાગે મળીશ મિતવા બોલી.


અભિનંદન બોલ્યો no problem.


મનમાં કંઈ કેટલીય આશા. દિલમાં કંઈ કેટલાય વિચારો. દિલ ભરાઈ જાય હૈયું ઊભરાઈ જાય એટલો ઉભરાટ. રોમાન્સ થય રહ્યો મિતવાને. 8:00 વાગી ગયેલા છે નવ વાગવા ની થોડીક જ વાર છે. એક કલાક તો ક્યાંય જતી રહેશે?


અભિનંદન ને મળવા માટે સાતથી આઠ ડ્રેસ બદલી નાખ્યા આખરે એક પિંક બ્લુ કલરના બાંધણી ડ્રેસમાં તૈયાર થઈ. તેણે જોયું સાડા આઠ ઉપર દસ મિનિટ થઈ ગઈ છે. ઘરમાં કોઈ નથી એટલે કોઈને કશું સાચું-ખોટું કહેવાનો પ્રશ્ન નથી. બા આવેલા છે એટલે મમ્મીપપ્પા તેના જોડે ગયેલા છે.પાપા ત્યાંથી ઓફિસ જતા રહેશે.



અભિનંદન 10 મિનિટ વહેલો આવી ગયેલો.પોતાની ગાડી લઇને પહોંચી દૂરથી તેને અભિનંદનને જોઈ એ રોમાંચિત થય એના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. પિંક બ્લુ ડ્રેસ હાફ પોની એક હાથમાં બ્રેસલેટ અને એક હાથમાં ઘડિયાળ મેચિંગ ચાંદલોને મેચિંગ બટરફ્લાય પોતાની ગાડી ઉભી રાખી એક નિર્દોષ હાસ્ય એકબીજાને આપ્યું.


અભિનંદન બોલ્યો હું તારી અને ધર્મનરર શુ સેવા કરી શકું છું?



મિતવા બોલી તું કેમ ધર્મ ને જ યાદ કરે છે.મળવા તો હું તને આવી છું.


એટલી વારમાં ધર્મ પહોંચી ગયો.


મિતવા અને અભિનંદન ને જોડે જોઈ ધર્મ ખુશ થઈ ગયો. મિતવા બોલી તું કે અહીં?


ધર્મ બોલ્યા તું કેમ અહીં ?


અભિનંદન હસીને બોલ્યો બંને ચિંતા કરો નહિ. તમને અહી એમ જ મળવા માટે બોલાવ્યા છે. મને એવું લાગ્યું કે તમારા બન્ને વચ્ચે ઝઘડો થયો તમારા બંને વચ્ચે સમાધાન કરવા માટે.

મિતવા એટલે મેં ધર્મને પણ બોલાવી લીધો


મિતવા બોલી હું ધર્મ જોડે ...જગડી એમ.


ધર્મ બોલ્યો અભિનંદન.

ધર્મ બોલ્યો તમારે બંનેને જે કરવું હોય તે કરો.મિતવા આજ મને બિલકુલ સમય નથી. હું આજે ધાર્મિને સમય પર મળવા નહીં જાવને તો મને છોડશે નહીં.ધાર્મિ ગુસ્સો કરશે. હું સહન નહીં કરી શકું. તને ખબર છે. હું ધાર્મિ ને ખુબ જ પ્રેમ કરું છું એ મારી જિંદગી છે મારો પ્રેમ છે ધાર્મિ મારો શ્વાસ છે.

અભિનંદન ...મિતવા આ બાબત તમારા બે થી વધારે કોણ જાણે છે? અભિનંદન અગર મને મિતવા એ હિંમત ન આપી હોત તો હું ધાર્મિને ગુમાવી ચૂક્યો હોત. અને એટલે જ મિતવા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એટલે જ હું હંમેશા કહું છું આઇ લવ યુ મિતવા.મારી જિંદગી મને અપાવવામાં તારો અઢળક ફાળો છે. અને એનું ઋણ હું ક્યારેય નહિ ચૂકવી શકું. થેન્ક યુ સો મચ.

મિતવા બોલી હું એકલી જ નહિ પણ તમારા બંનેની સમજણ પણ તમારી સાથે છે.આજે તમે બંને એકબીજાને કેટલો પ્રેમ કરો છો! એ તમારા બંનેનો એકબીજા પરનો વિશ્વાસ છે. અભિનંદન આ બધું સાંભળીને અવાચક જ રહી ગયો કે પોતે ક્યાંય કેટલું કેવું કેવું વિચાર્યું? અને આજે જે રહસ્યના પડદા ખુલ્લે છે એ તો કંઈક અલગ જ છે.

ધર્મને ધાર્મિ પ્રેમ કરે છે અને ધર્મ આઇલવયુ આઇલવયુ કરે છે તેનું એક માત્ર કારણ છે ધર્મ અને ધાર્મિની જોડીને સલામત રાખવા માટે કંઈ ફાળો આપ્યો છે અને પોતે પોતાના મનમાં એક એવું સમજી બેઠો

અભિનંદન બોલ્યો ધર્મ તારે ધાર્મિને મળવા જવું જોઈએ ધાર્મિ તારા પર ગુસ્સો કરશે.

ધર્મ બોલયી થેન્ક્યુ સો મચ. અભિનંદન કેવાયને બેસ્ટ ફ્રેન્ડ એકબીજાને સમજી શકે છે તમે બન્ને મને સમજી શકો છો જેમ કે તમે બંને મારા બેસ્ટ ફ્રેન્ડ છો.



અભિનંદન સ્વસ્થ થઈ બોલ્યો તું મને મળવા આવી છે ને શું કામ છે?

મિતવા બોલી અભિનંદન મારા દિલમાં ઘણા સમયથી એક વાત છુપાયેલી છે પણ મને સમજાતું નથી કેમ તને કેમ કહું?

ફર્સ્ટ યરમાં તું નંદિની ને પ્રેમ કરતો હતો એટલે એ સમયે મારા દિલની વાત તને કહેવાની કોઈ અર્થ નહોતો. સેકન્ડ યર ના જ્યારે છ મહિના જતા રહ્યા છે ત્યારે મને થયું મારા જેવી ભાગ્યશાળી વ્યક્તિ આ દુનિયામાં કોઈ નથી અને આવું મને સમજાવ નાર યાર મારો દોસ્ત મારો બેસ્ટ ફ્રેન્ડ છે.

જેણે મારા કિસ્મત, મારા નસીબ,મારા લક, મારા ભાગ્ય વિશે મને સમજાવ્યુ. એણે મને ન સમજાવી હોત તો હું તારાથી કંઈ કેટલી દૂર થઈ ગઈ હોત. હું તારી પાસે મારા દિલમાં એક આશા લઈને આવી છું.


હું તને એટલું જ કહેવા માંગું છું અભિનંદન હું તને ખુબ જ પ્રેમ કરું છું.. આઇ લવ યુ આઇ લવ યુ. મારી અમુક ભૂલના કારણે મારા વિચારોના કારણે હુ તારાથી દુર થઈ ગઈ ત્રણ મહિના.પણ જ્યારે મને મારા દિલની વાત સમજાય એટલે મેં નિર્ણય કર્યો હું તને મારા દિલની વાત કહીશ જ.



અભિનંદન આ સાંભળી ખૂબ જ ખુશ થઈ ગયો..એણે કહ્યું ખરેખર હું નંદની પાછળ એટલો પાગલ હતો કે મને મારા બેસ્ટ ફ્રેન્ડના દિલ વિશે ખબર જ નહોતી. અત્યાર સુધી એવું સમજતો હતો કે ધર્મ તને પ્રેમ કરે છે. તું ધર્મને પ્રેમ કરે છે ધાર્મિ એ ધર્મની બેસ્ટ ફ્રેન્ડ છે મને તો આજે અને અત્યારે ખબર પડી કે ધર્મ તને આઇલવયુ એટલા માટે કહે છે કેમકે તે ધર્મને ધાર્મિની જિંદગીમાં લાવવા માટે તારો એક ફાળો રહ્યો છે ખરેખર મિતવા પ્રેમ આંધળો હોય છે એવું હવે હું સમજી શક્યો.



બટ આઇ લવ યુ ..મને તારા પર ,તારા પ્રેમ પર ભરોસો છે. કે તું મારૂ દિલ નહી તૂટવા દે. પ્રોજેક્ટ કાર્ય દરમ્યાન મને ખબર પડી. ખરેખર તું મારા ઘર ને મારા પરિવારને અને મારા દિલ ને લાયક છે આ દુનિયાની બીજી કોઈ છોકરી લાયક નથી મિતવા.

મિતવા બોલી અભિનંદન હું ઈશ્વરનો આભાર માનું છું કે હું જેને પ્રેમ કરું છું તેને પ્રેમ કરવાનો ઈશ્વરે મને મોકો આપ્યો.હું તારા દિલને ક્યારેય તૂટવા નહીં દઉં..

અભિનંદનને મિતવા નો હાથ પકડીને કહ્યું અને નંદની એ મારી સાથે કર્યું એવું તારા સાથે ક્યારેય નહીં કરું...


મિતવા બોલી મારી શરત પ્રમાણે તારે મને પ્રેમ કરવાનો છે બોલ તને છે મંજુર?

એકલું તારૂ જ નહીં ચાલે.....

અભિનંદન બોલ્યો પણ તારી શરત?