Soorsamraat - 2 books and stories free download online pdf in Gujarati

સૂરસમ્રાટ - 2

આભાર મિત્રો મારી કહાની વાંચવા બદલ અને પસંદ કરવા બદલ......
પ્રથમ ભાગ મા આપણે કહાની ના મૂખ્ય પાત્ર વિશે માહિતી મેળવી હવે આગળ...
ભાગ-૨

સૂર કોલેજ થી ઘરે આવે છે...
કેવો રહ્યો બેટા કોલેજ નો પહેલો દિવસ...સ્મિતા બહેન એ પૂૂૂૂછ્યુ

સરસ મમ્મી.....કોલેજ સારી છે...પ્રોફેસર બધા સારા છે....સૂૂર એ કહ્યું
અને સ્ટુડન્ટ કેવા છે બધા...કોઈ સાથે મિત્રતા થઈ... સ્મિતા બેેન
ના મમ્મી હજુ માત્ર બધા ના ઈન્ટ્રો જ થયા છે...સૂર...
એ તો ધીરે ધીરે મિત્રો પણ થઈ જશે મારી દિકરી છે જ એવી કે બધા ને તેની મિત્રતા ગમે...... મારી મિઠુડી.... સ્મિતા બેન પ્રેમ થી ક્યારેક મિઠડી કહેતા સૂર ને...
મધર ઈન્ડિયા હવે આમ જ વાતો ના જ વડા ખવડાવીશ કે બીજું પણ કંઈ ખવડાવીશ....સૂર
હા બેટા તું ફ્રેશ થઈ જા...હું તારા માટે ગરમાગરમ નાસ્તો લાવું છું... સ્મિતા બેન
નાસ્તો કરી સૂર એના રૂમમાં જતી રહે છે.....અને લાગી જાય છે એની કવિતા ઓ લખવા માટે...
સૂર ને કવિતા ઓ નો ખૂબ જ શોખ છે...એના મમ્મી ને ગાવાનો શોખ છે...એટલે જ તેનું નામ સૂર રાખેલું છે...

કોલેજ નો બીજો દિવસ..
હવે રાબેતા મુજબ અભ્યાસ શરૂ થાય છે...
Hi....my name is Diya
Hello...my name is soor...
દિયા સૂર ની બાજુ માં બેસે છે.....
કેટલા percentage હતા 12th સાયન્સ માં....દિયા
80% સૂર....
વાહ...ગુડ........દિયા
તારે કેટલા હતા?સૂર....
77%.. દિયા....
સરસ.....સૂર
આમ સૂર અને દિયા વચ્ચે વાતચીત શરૂ થાય છે...
એક બીજા ના પરીવાર વિષે જાણે છે.....વાત વાત મા ખ્યાલ આવે છે કે બન્ને ના ઘર નજીક મા જ છે....
પછી તો બન્ને સાથે જ કોલેજ આવે છે સાથે ઘરે જાય છે..
મસ્તી કરે છે....બધી વાતો શેર કરે છે...
આવી રીતે બંન્ને ખાસ ફ્રેન્ડ બની જાય છે.....
કોલેજ ના થોડા દિવસો પછી એક વેલકમ પાર્ટી નું આયોજન કરવામાં આવે છે....પ્રોફેસર બધા ને જણાવે છે જેને કંઈ પરફોર્મન્સ કરવું હોય તે નામ લખાવી લેજો....
બધા ખૂબ ખુશ થઈ જાય છે....
ક્લાસ માં બધા ધમાલ મસ્તી કરે છે અને બધા હીપહીપ હુરરરે કરે છે..
ધીરે ધીરે તૈયારી ઓ શરૂ થાય છે...
કોઈ ડાન્સ,કોઈ ડ્રામા,કોઈ શાયરી,કોઈ ગીત-ગઝલ અલગ અલગ પ્રવૃત્તિ માં ભાગ લે છે...
યાર પ્લીઝ સૂર આવું ના કર તું તારી કવિતા ઓ માંથી કોઈ પણ એક કવિતા રજૂ કર વેલકમ પાર્ટી માં.... દિયા...
Never...સૂર....
પણ કેમ.... દિયા....
પછી ક્યારેય....સૂર..
કેમ ? અત્યારે નહીં?? દિયા...
એવેય.... સૂર તેના મસ્તી ખોરાક અંદાજ માં જવાબ આપે છે...
તારી પાસે એટલું સારું ટેલેન્ટ છે તો તું તારી આ પ્રતિભા ને વ્યક્ત કર.... દિયા..
એ વ્યક્ત કરવામાં થોડો સમય લાગશે... સૂર..
કેમ તને ડર લાગે છે કે પછી વિશ્વાસ નથી... તારી પ્રતિભા પર.... દિયા..
વિશ્વાસ ના કારણે તો લખું છું...સૂર..
તો પછી?? દિયા...
એ જ તો કહું છું...પછી....એમ????.. દિયા
સારું ચલ મારી મા તું નહીં માને.. જીદ્દી.... દિયા..
હા..દાદી અમ્મા...સૂર...
હવે એ બોલ પાર્ટી ની થીમ બ્લેક છે તો શું પહેરવું છે.... દિયા...
સાડી......સૂર....
What...? સાડી.....એ પણ કોલેજ પાર્ટી માં...પાગલ.....દિયા..
તો શું થયું... સાડી મારો ફેવરીટ ડ્રેસ છે....મને બહુ શોખ છે... કંઈક અલગ લાગશુ.....સૂર..
સારું... દિયા...
કાલે જલ્દી ઘરે આવી જજે...સૂર..
Ok... દિયા...
આમ વાત કરી સૂર દિયા ને તેના ઘરે મૂકી એ પણ ઘરે જાય છે...
મમ્મી કાર ઘરે છે...સૂર...
ના હમણાં જ સુહાન કામ થી બહાર લઈ ગયો... કંઈ કામ હતું તારે? સ્મિતા બેન
હા મારે પાર્ટી છે કોલેજ માં શોપિંગ માટે જવું છે...સૂર..
ફોન કરી બોલાવી લે સુહાન ને... સ્મિતા બેન
ના ચાલશે..તું તૈયાર થઈ જા આપણે ટેક્સી માં જશુ...
ક્રમશ:

શું આ પાર્ટી માં સૂર સમ્રાટ મળશે???
કે પછી આવશે કંઈક અલગ જ ટ્વિટ્સ...
જાણવા માટે જોડાયેલા રહો મારી કહાની સૂરસમ્રાટ સાથે...
જલ્દી મળીશું ભાગ-૩ સાથે....
"આરવીક"