Aa Status chhe ke maansai ? books and stories free download online pdf in Gujarati

આ સ્ટેટસ છે કે માણસાઈ ?

કુદરત ની પ્રકુતી ને સમજવી સરળ લાગે છે,
પરંતુ આ કાળામાથા ના માનવીની પ્રક્રુતી ને સમજવી અઘરીલાગે છે.


ઉપરની પંક્તિ એટલામાટે કવછું કે આજે એક ઘટના જોય ને ખરેખર તેના વીષેના વિચારો અટકતા નથી એટલે શબ્દ રૂપે કહુ છુ. આજે હું ને મારા મીત્ર ચાલી ને જતાહતા ત્યારે એક દ્રશ્ય જોયું. એક આલીશાન ગાડીમાં એક કુતરાનું બચ્ચુ બેસીને બહારના નજારા ને જોતું ખુબજ આનંદ થી બેસીને પસાર થયું. ખરેખર નજારો જોય મન નાચી ઉઠ્યું. એ puppy ને જોતા જોતા અમે થોડા આગળ વધ્યા ત્યાં રસતા પર બીજી ઘટના જોવામળી.

એક સ્ત્રી નાના બાળકને લઈને ચાલી જતી હતી, તે બાળકની માતા નહીં પણ બાળકને સાચવનારી આયા હતી. જોયને દુઃખ થયું. શહેરમાં આવો નજારો બહુ જોવામળે છે. પોતાના બાળકને જેણે જન્મ આપીયો હોય એવા સુધરેલા મા બાપ એક આયાના ભરોસે છોડીને કામપર નીકળી પડતા હોય છે, કે શોપીંગ પર. ઘણા મોલમા કે શોપીંગ ની જગ્યાઓ પર એવુ પણ જોવા મળતુ હોયછે કે રડતા બાળકને આયા રમાડતી હોય છે જ્યારે puppy ને મોમ્મસ ગોદમાં લય ફરતી હોયછે. શું આ માણસાઈ છે? મને તો આ પ્રાણીઓ પ્રત્યે ના પ્રેમ કરતા એક સ્ટેટસ વધુ દેખાય છે.

ડાયપર ના બોજ તળે બાળક પડ્યો હોય છે તેને Toilet તો નહીં કર્યું હોયને તેને જોવાની પણ ફુરસદ નથી,પરંતુ Puppy ને ક્યા સમયે જાવાનું હોય તેની પુરી જાણકારી રાખવામા આવે છે. પહેલા એ માણસાઈ ભર્યાં પેમની કેને જરૂર છે એ નાના બાળક ને કે Puppy ને ? પ્રાણીઓ પ્રત્યેનો આ આપણો પ્રેમ નહીં પણ આપણો સ્ટેટસ ભરી નરી મુર્ખામી લાગે છે.

આપણને લાગતું હોય કે આપણે એ pest ને સાચવીએ છીએ ખરેખર તો આપણે તેને તેના પરિવારથી છુટા પાડીને એનાપર કબજો જમાવીએ છીએ. દુઃખ તો એછે કે એને વાચા નથી, જો હોત તો એપણ કહી દેત નથી જરૂર મને તમારી ગાડી કે આ આધુનિક લાઈફ ની મને ખુલ્લા મને મારા પોતાના સાથે જીવવાદ્યો.

પ્રક્રુતી નો કે પ્રાણીઓ નો પ્રેમ જોવો હોયતો એતો ગામડામાં હતો ને હજીપણ છે. એ અબોલ પ્રાણીને ભૂખ લાગે એટલે આપણા દરવાજા પાસે આવીને બેસતું એટલે આપણે રોટલો કે રોટલી આપતા અને જોએ ન આવેતો આપણે વારંવાર જોતા કે કેમ ન આવ્યું. પ્રાણીઓ ની પુરી માવજત પણ કરતા ને છોકરાવ ને પણ સાચવતા. એ આપણું બાળક પણ જોતુ ને પશુપ્રેમ ને સમજતો.
Pets ને રાખવાનો હું કાંઈ વીરોધ નથી કરતો પરંતુ જે બાળકના તમે જન્મદાતા છો તેને તો પેલા તમારો પ્રેમ આપો. હુંફ ની જરૂર તેને છે, તેના પ્રત્યે ધ્યાન દેશો તો આપણે સાચા વ્યક્તિ કે સારા પરિવાર ને સારા સમાજ ને બનાવી શક્શુ. પરંતુ આમ Status ની જીંદગી જીવશુ તો આપણે શું નીર્માણ ની આશા રાખશું. Pets ને સાચવવા જોયે એ આપણી ફરજ છે પણ પેલા બાળ પછી આ. મીત્રો આ મનઘડેલ વ્યથા નથી આવુ આપણે અવાર નવાર જોઇએ છીએ. શું Puppy ની જેમ એ બાળક ની ધ્યાન ન રાખી શકે? શું છોકરાવ પાછળ સમયનથી એ સચ્ચાઈ છે? જે બાળક ને આપણે સમય ન આપ્યો હોય તે મોટો થયાપછી આપણને ધિક્કારે તે ખોટું છે? મીત્રો બસ વધુ કાંઇ ન લખતા અહીં આ પુર્ણ કરૂ છું.

આ મારૂ મંતવ્ય છે જો ખરાબ લાગ્યું હોય તો ક્ષમાચાહુ છું અને જો ગમેતો Share કરવા વીનંતી કરૂ છું.

આપ સૌ ને
ભાવીક બીદ ના રામ રામ
જય જીનેન્દ્ર