Tryshanku - 3 books and stories free download online pdf in Gujarati

ત્રિશંકુ - પ્રકરણ 3

?આરતીસોની?

પ્રકરણ : 3


?ત્રિશંકુ?


"ઓહો.. આસિત તું ક્યાંથી આમ અચાનક જ.?"


"બસ અહીંથી નીકળતો હતો એટલે થયું તને મળતો જાઉં. ફોન તો રિસીવ કર.. મારે ધક્કો તો ના ખાવો પડત ને. અને આમ વરરાજા બનીને ક્યાં ઉપડ્યો.? લગ્ન કરવા જાય છે કે શું.?"


"લગ્ન તો નહીં પણ રિંગ સેરેમની છે.. જો બધું એકદમ જ નક્કી થયું એટલે કોઈને જણાવી શક્યો નથી. તું આવી જ ગયો છે તો ચાલ સાથે."


"ના.. ના.. તમે બધાં જઈ આવો, અત્યારે હું ઉતાવળમાં છું. લગ્ન માં તો આવવાનો જ છું ને."


"અરે, ચાલોને આસિતભાઈ." એમ કરીને વિવેકની બહેન, મમ્મી બધાં આગ્રહ કરવા લાગ્યા. એટલે આસિતે કહ્યું,


"કપડાં ચેન્જ કરીને પાછળ આવું છું, તમે જતાં થાઓ."


"ના આસિતભાઈ તમે અમારી સાથે જ ચાલો વિવેકભાઈના કપડાં પહેરી લો."


"હા ચાલને હવે. તને તો મારાં કપડાં થાય જ છેને.."


આસિતના મનના તાર બરાબર છંછેડાઈ ચૂક્યાં હતાં. એ મનોમન બબડ્યો,

"મારાં કપડાં પહેરીને મોટો થયો છે, ને આજે મને એના કપડાં પહેરાવે છે, જુઓ લો."


આસિત પણ તૈયાર થઈ ગયો હતો, હવે ત્યાંથી એક સાથે ચાર ગાડીઓ નીકળવાની હતી, અને પાંચમી આસિતની. લગ્ન કરવા જવાનું હોય એટલી તૈયારીઓ કરવામાં આવી હતી. અને તોય વિવેકે કહ્યું, 'બધું એકાએક અચાનક જ નક્કી થયું. એટલે તને બોલાવી નશક્યો આટલી બધી તૈયારીઓ કરવાનો સમય નીકળ્યો, પણ મને ઇન્વિટેશન આપવાનો સમય નહોતો.'


એણે જોયું કે નાનામાં નાની વસ્તુની તૈયારી બહુ ચીવટપૂર્વક કરવામાં આવી હતી. દરેક કાર પર વિવેક અને રિયાના સ્ટીકરો ચીપકાવાથી માંડીને ફૂલ હારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.


આસિત મનમાં વિચારતો હતો, 'હું ખોટો ત્યાં જઈ રહ્યો છું. રિયાને, વિવેક સાથે જોઈ શકવાની તાકાત મારામાં નથી.' છતાં મક્કમ મન સાથે સહુ સાથે એ જોડાયો.


અર્જુન હૉલ ઉપર પહોંચ્યા તો ત્યાં પણ જબરદસ્ત ડેકોરેશન કરવામાં આવ્યું હતું. જાણે લગ્ન જ ના હોય. એ તો અચંબિત રહી ગયો. સામે પક્ષેથી ખૂબ જ આગવી શૈલીમાં સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું. અંદર જતાં જે રીતે દરેકે દરેક ડેકોરેશન એ રીતે કરવામાં આવ્યું હતું ને એવું લાગતું જ નહોતું કે બધું જલ્દી જલ્દીમાં થયું હોય..

રિયા જેટલી રૂપાળી હતી એનાથી ચાર ગણા રૂપિયા લાગી રહ્યાં હતાં..


આસિત સૌથી વધારે દંગ તો ત્યારે રહી ગયો, જ્યારે રિયાએ આવીને એને પુછ્યું, "કેમ છે આસિત.?"

ત્યારે આસિત એટલું જ બોલી શક્યો હતો કે, "સરસ."


કેમકે એની પાસે બીજા કોઈ શબ્દો હતાં નહીં. પણ રિયા એને નામથી ઓળખે છે અને નજીકથી એ વધારે એને ખુન્નસ કરી ગયું. ધામધૂમથી ખુબ જ સરસ રીતે રિંગ સેરેમની પ્રસંગ પૂર્ણ થયો, આસિતે પણ ત્યાંથી વિદાય લીધી. મગજમાં ખુન્નસતા સાથે ઘરે પહોંચ્યો.


ધીરેધીરે એ લોકો એકબીજાના ટચમાં રહેવા લાગ્યાં, એક બે વખત આસિતે પુછ્યું હતું કે લગ્ન ક્યારે કરવાનો છે? ત્યારે એણે એટલું જ કહ્યું, "હજુ હમણાં નહીં."

એવું કહેતા એને હાશકારો અનુભવ્યો હતો. ઘણીવાર એ ત્રણેય હોટલમાં પણ જતાં. વિવેકને પણ શાંતિ વળી કે, 'ચાલો, આસિતના મનમાં રિયા પ્રત્યેનું આકર્ષણ, હવે હોય એવું લાગતું નથી.' બધું રાબેતા મુજબ થતું ગયું. મિત્રતા પણ પહેલાં જેવી સુખમયી થઈ ગઈ હતી..


રિયા આમતો પૈસાદાર ઘરની. એટલે સ્વાભાવિક છે મોજશોખથી ટેવાયેલી હોય જ. થોડી તુમાખી ભરેલી પણ ખરી.

*આગળ શરૂઆતમાં મેં જણાવેલ છે કે, કૉલેજમાં કોઈ એની નૉટ્સ માંગે તો ઘસીને ના પાડી દેતાં પણ ખચકાતી નહીં.*


વિવેકનું ઘર સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનવાવાળા હતાં. એટલે ખાવા પીવાથી લઈને પહેરવા ઓઢવામાં પણ પ્રમાણમાં બહુ સ્ટ્રીક્ટ હતાં..


બસ એક વાત આસિત સારી રીતે સમજી ગયો હતો કે, 'બંનેના ફેમિલીમાં એકબીજાથી ઓગણીસ વીસ નહીં પણ વીસ સો જેટલો ફરક હતો.' રાત્રે ક્યારેય વિવેકને બહાર ફરવાની છૂટ નહોતી જ્યારે રિયા છોકરી થઈ નેય રાત્રે મૂવી જોવા જવાનું હોય તો પણ ખચકાય નહીં. બધીજ રીતે મોજશોખમાં અને ફ્રી લાઇફ સ્ટાઇલમાં જીવેલી રિયા લગ્ન પછી કંઈ રીતે એડજેસ્ટ કરશે એની ચિંતા આસિતને રહ્યાં કરતી હતી. એના દિલમાં રિયાનું સ્થાન હજુપણ એણે અકબંધ રાખ્યું હતું.

-આરતીસોની


ક્રમશઃ વધુ આગળ ચોથા પ્રકરણમાં