abhinandan : ek premkahani - 18 books and stories free download online pdf in Gujarati

અભિનંદન: એક પ્રેમ કહાની - 18

અભિનંદન: એક પ્રેમ કહાની-18



અભિનંદન બોલ્યો મિતવા તું મારા છેલ્લા શ્વાસ સુધી સાથ આપીશ?

મિતવા એ અભિનંદન ને રોકતા કહ્યું તું આવું ના કર હું હંમેશા તારી સાથે છું


અભિનંદન બોલ્યો થેન્ક યુ સો મચ મને તારા દિલાસાથી ખૂબ જ ખૂબ જ સારું લાગ્યું.મારા મગજને શાંતિ મળી,મારા દિલને રાહત મળી છે.


મિતવા બોલી કોલેજ માટે લેટ થાય છે હવે તો આમ રસ્તામાં બાઈક રાખીને ઊભો છે તો સ્ટાર્ટ કરો.



અભિનંદન બોલ્યો રાજકુમારી ની જેવી ઈચ્છા.

મિતવા હસી અભિનંદન અને મિતવા કોલેજ પહોંચ્યા

ઋષિતને નંદની નો સાથ તેના તમામ મિત્રોએ છોડી દીધો.

મિતવા અને અભિનંદન એક બાઈક પર આવ્યા બંને ગ્રૂપના સભ્યો ખુશ થઈ ગયા

ઉર્જા બોલી ઉમેશ આપણે ખૂબ જ ખોટું કર્યું છે જે બે સાચર પ્રેમ કરતા હતા તેને દૂર કરવાની કોશિશ કરી અને સાચા પ્રેમને તડપાવવાની કોશિશ કરી. ઈશ્વર આપણને ક્યારેય માફ નહીં કરે


વિમલ બોલ્યો એવું ક્યારેય નહીં થાય. આપણે અજાણ હતા આપને કોઈ વાતની ખબર નતી આપણે અંધારામાં હતા ઈશ્વરે આપણને પ્રકાશ આપ્યો જ્યારે આપણે અજવાળા માં આવ્યા અજવાળા નો લાભ ઉઠાવી આપણે સત્યનો સાથ આપ્યો ઈશ્વર આપણા જોડે કોઈ પણ બાબત અજુગતી નહિ કરે.

વનિતા બોલી હે ઈશ્વર વિમલ ના શબ્દો નો સ્વીકાર કરજે.


ઋષીતે બધાનું બિહેવ્યર જોયુ તેને ખૂબ જ ગુસ્સો આવ્યો થોડીક વાર તો તેને બધાને તિક્ષણ ઘા વડે રહેસી નાંખવાની ઈચ્છા થઈ

નંદિનીએ રૂષિત ના ખભા પર હાથ મૂકી કહ્યું" દો દિન કી ચાંદની ફિર અંધેરી રાત" હું તારા અપમાનનો બદલો લઈશ

રૂષિત બોલ્યો નંદિની આઇ લવ યુ બસ આ જ કારણે બસ આ જ કારણે હું તને ખૂબ જ પ્રેમ કરું છું તું મારા દરેક પરિસ્થિતિમાં સાથ આપે છે આઇ લવ યુ

***

ક્લાસ શરૂ થયો અભિનંદન મિતવા એક બેન્ચ પર બેઠા.

અભિનંદન બોલ્યો મિતવા ચાલને ભાગી જઇએ


મિતવા એ આંખ કાઢી અભિનંદન નીચું જોઈ ગયો

પ્રોફેસર આવ્યા શરૂ થયો કલાસ.એ સમજાવવા લાગ્યા નોટ તૈયાર કરવા લાગી મિતવા. પણ અભિનંદન ધ્યાન કેમ એ પહેલાની જેમ જ સ્ટડીમાં લાગે નહીં. તેને ફરી વખત પગ નીચે દબાવ્યો.નીચે જવા માટે ઈશારો કર્યો. મિતવા એ ચહેરો હલાવી ને ના પાડી.


મિતવા ફરી વખત તૈયાર કરવા લાગી મુદ્દા. પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો.

મિતવા ઊભી થઈ તેનો આન્સર આપ્યો.આખા ક્લાસની વચ્ચે પ્રોફેસરે મિતવાની સરાહના કરી.બધા એ મિતવા માટે તાળી પાડી


અભિનંદન તાળી પાડવા લાગ્યો ઉભો થઇ. પછી પોતાના થી કંઈક ખોટું થયું હોય એવું લાગ્યું એટલે નીચે બેસી ગયો આખો કલાસ ખડખડાટ હસી પડ્યો.



મિતવા બોલી છાણીમાની... પાગલ થઇ ગયો છે સ્ટુપીડ. આમ બધાની વચ્ચે ઉભો થઈ ગયો. બધા કેવા તારા પર હસ્યા.


અભિનંદન બોલ્યો શું ફરક પડે તું ક્યાં હસે છે મારા પર?

મીતવા હસી પડી...

અભિનંદન બોલ્યો ચાલશે કિટ્ટી....



રિસેસ પડી સ્ટુડન્ટ કોલેજીયન નીચે આવ્યા પોતાના ગ્રુપમાં ગોઠવાઈ ગયા કોઈ કેન્ટિનમાં તો કોઈ બહાર તો કોઈ ગાર્ડનમાં ટહેલવા નીકળી પડ્યા.

અભિનંદનનો પોતાનો પ્રેમના સ્વીકાર થયા પછીનો આ પહેલો દિવસ કોલેજ નો. એ ખુશ. તેનો ચહેરો પ્રત્યેક સ્ટુડન્ટ વાંચી શકે છે.એટલું સાફ દેખાય છે કે અભિનંદન ખૂબ જ ખુશ છે.



કેશા બોલી અભિનંદન આટલી ખુશી નું કારણ હું જાણી શકું છું?

મિતવા એ આંખ કાઢી એક ચિટકો ભર્યો. અભિનંદન ઉભો થઇ ગયો.

બરખા બોલી શું થયું અભિનંદન?

અભિનંદન બોલ્યો કશું નહિ.શાયદ મને એવું લાગે છે કે કીડી હશે...મિતવા ની ફ્રેન્ડ


મોહિત બોલ્યો મૂળ વાત તો ભુલાઈ જ ગઈ તું કેમ ખુશ છે?

નીરજ બોલ્યો સાચી વાત છે. તું કેમ ખુશ છે? તારા પપ્પાને પાછું પ્રમોશન મળ્યું.


અભિનંદન બોલ્યો એવું પણ નથી.હું નંદિની ના દુઃખ માંથી પૂરેપૂરું બહાર આવી ગયો છું અને એટલે ખુશ છું

બરખા બોલી ok તો થઈ જાય પાર્ટી.

અભિનંદન બોલ્યો ન થાય પાર્ટી.

કેશા બોલી લે કેમ?

અભિનંદન બોલ્યો કેમ છકે આજે રાત્રે આપણે બધા ડિનર માટે જઈશું. એટલા માટે.

****



પાછો ક્લાસ શરૂ થયો. ફરી અભિનંદન અને મિતવાની મસ્તી શરૂ થઈ. આજે ધર્મ અને ધાર્મિ નથી આવેલા. મિતવા પોતાની ખુશીમાં ધર્મને ભૂલી જવાયોતેને અચાનક યાદ આવતા તેણે અભિનંદન ને પૂછ્યું અભિનંદન ધર્મને ધાર્મિ કેમ નથી?



અભિનંદન બોલ્યો અરે હા! યાર ધર્મને ધાર્મિ કેમ નથી ?

મિતવા એ ટપલી મારતા કહ્યું હું તને પૂછું છું અને તું મને પૂછે છે કેમ નથી?

અભિનંદન બોલ્યો મિતવા એ બન્ને એ ગુલ્લી મારી લોન્ગ ડ્રાંઇવ પર.


મિતવા બોલી ધર્મ મને કહ્યા વગર ના જાય. એ વાત હું નથી માનતી.


અભિનંદન બોલ્યો હા હા કેમ તું મારા કરતાં એને વધારે ઓળખે છે?


મિતવા બોલી હા. હી ઇસ માય બેસ્ટ ફ્રેન્ડ


કોલેજ પૂરી થઈ મિતવા અભિનંદન કોલેજની બહાર નીકળ્યા અભિનંદન પોતાની બાઇક બહાર નીકાલી.

મિતવાને કહ્યું બેસી જા. મિતવા એક સ્માઈલ આપી અભિનંદન પાછળ બેસી ગઈ.....