અભિનંદન : એક પ્રેમકહાની - 19

અભિનંદન: એક પ્રેમકહાની-19


મિતવા બોલી ગમે તેમ થાય મારે ધર્મને મળવા જવું પડશે

અભિનંદન બોલ્યો હા હું તને ધર્મના ઘરે લઈ જઈશ. તું ચિંતા ન કર.

મિતવા બોલી  એ બેમાંથી એક પણ કોઈ પણ કોલ રિસીવ નથી કરતા ખબર નહીં શું થયું છે? મેસેજ પણ રિસીવ નથી કરતા.


અભિનંદન બોલ્યો આપણે ત્યાં જઈએ છીએ તારી બધી જ ફરિયાદો ધર્મને નોંધાવી દેજે ચિંતા ના કર.


મિતવા બોલી મારો બેસ્ટ ફ્રેન્ડ છે.

અભિનંદન બોલ્યો હા તારો બેસ્ટ ફ્રેન્ડ છે.પણ હું તને પણ દુઃખી નથી જોઇ શકતો .કેમકે તું મારો પ્રેમ છે.


મિતવા અભિનંદન ધર્મના ઘરે પહોંચ્યા ધર્મના મમ્મી એ દરવાજો ખોલ્યો અને મિતવા શરૂ થઈ


માસી ધર્મ કેમ કોલ રિસીવ નથી કરતો? ધર્મ કેમ મેસેજ નો જવાબ નથી આપતો?એ ક્યાં છે? ધાર્મિ પણ કશું બોલતા નથી ?શું થયું છે?

ધર્મના મમ્મી હસ્યા અને બોલ્યા તું નાની હતી ત્યારે જેવી હતી એવી છે. ધર્મની આજે પણ એટલી ચિંતા કરે છે.જેટલી પહેલા કરતી હતી. તારો દોસ્ત કમાઈને આવ્યો છે. એના રૂમમાં છે.

મિતવા ફફડાટ સીડી ચડી ગઈ. તેની પાછળ અભિનંદન. જઈને જુએ છે ધર્મ બેડ પર સૂતો છે.ચડ્ડો પહેરેલો છે. અન્ડેરવેર છે હાથ અને પગ છોલાઈ ગયેલા છે.મિતવા બોલી ધર્મ આ શું થયું? કેમ થયુંન ક્યાં છોલાયો? શા માટે ગયોતો?ધાર્મિ તે ધ્યાન ન રાખ્યું.તારે  કહેવાયને ધર્મને ગાડી સ્પીડમાં ન ચલાવે. તું બરાબર ધ્યાન રાખતી નથી ધર્મનું.

ધાર્મિ હસીને બોલી તને એટલી બધી ચિંતા છે ધર્મની.તો મને વાગ્યું તેનું શું?

મિતવા બોલી બન્ને....તને ભલે વાગ્યું.


અભિનંદન બોલ્યો મિતવા શાંત થઈ જા.

તુ ધાર્મિ ને શું કહે છે એ તો વિચાર ?

મિતવા બોલી સોરી મને ટેન્શન થઈ ગયું. એટલે મારાથી બોલાઈ ગયું.


ધર્મ એ  મિતવાનો હાથ પકડ્યો અને બોલ્યો મિતવા તું શાંત થઈ જા.મને કશું નથી થયું. ન તો હું બાઇક સ્પીડમાં ડ્રાઇવ કરતો હતો.ન તો કોઈની ભૂલ છે. ના મારી ભૂલ છે. મે સહેજ  બ્રેક મારી ગાડી સ્લીપ થઈ અને ધાર્મિ અને મને બંનેને વાગ્યું.


મને વધારે વાગ્યું ધર્મીને ઓછું.

મીતવા બોલી  તો તારે બ્રેક મારવામાં ધ્યાન રાખવું જોઈએ.

ધર્મ બોલ્યો તમે બંને મારા જોડે છો અને એક ધાર્મિ છે મારો પરિવાર છે મારા જોડે પછી શુ?

આ દિવસો જલ્દી જતા રહેશે.
અભિનંદન બોલ્યો...મિતવા હવે મારો વારો આવ્યો હોય તો મારા ફ્રેન્ડ ને ખબર પૂછી શકું?


અભિનંદન બોલ્યો કેમ છે તને?

ધર્મ બોલ્યો અભિનંદન ઇટ્સ ઓકે સારું થયું. મારી ગાડી સ્લીપ થઈ ત્યારે રસ્તા પર કોઈ નહોતું. હું કોલેજ જવા નીકળ્યો ધાર્મિ ને લઈને. પણ થયું એવું કે મેં સ્પીડ બ્રેકર આવતા બ્રેક મારી, મારી ગાડી સ્લીપ થઈ ગઈ અમને બંનેને વાગ્યું થોડું ઘણું. રોડ પર કોઈ વાહન ન'તું આવતું.

મિતવા બોલી ઈશ્વરનો આભાર..

ધર્મના મમ્મી પાણીને ચા બંને લઈને આવ્યા


એ બોલ્યા સાચી વાત છે...

અભિનંદન અને મિતવા એક કલાક બેઠા. વાતો કરી ચા પીધી. નાસ્તો કર્યો અને પછી અભિનંદન મિતવાને ઘરે મુકવા ગયો ત્યાં એના મમ્મી પપ્પા અને બા આવી ગયેલા છે. અભિનંદન પણ અંદર આવ્યો અને વાત કરી કે ધર્મ અને ધાર્મિ નું એક્સિડન્ટ થયું એ બંને ખબર પૂછવા ગયેલા.મિતવા ના મમ્મી પપ્પા અને બા એ અભિનંદન ને પૂછ્યું કે હવે ધર્મ અને ધાર્મિ ને કેમછે એમ?પછી અભિનંદન જતો રહ્યોઘરે જઈને પણ બંને એકબીજા જોડે મેસેજ થી વાત કરવા લાગ્યા. શું કરે છે? શું ખાય છે? ક્યારે પાણી પીધું? જમવાની કેટલી વાર છે? બા શું કરે છે ?મમ્મી પપ્પા શું કરે છે? અભિનંદનના મમ્મી-પપ્પા શું કરે છે? તેના બા શું કરે છે આટલી બધી મિતવાને વ્યસ્ત જોય તેના

પપ્પાએ કહ્યુ મિતવા તને થોડો સમય મળે તો અમારા બધા જોડે વિતાવ. મોબાઈલ મોબાઈલ ના કર.

મિતવા બોલી હા પપ્પા.

અભિનંદન ને બાય કહ્યું અને તે મમ્મી પપ્પા અને બા જોડે બેસવા ગઈ


બધા વાતો કરવા લાગ્યા.બા  તેના સમયની વાતો કરવા લાગ્યા. મિતવા વચ્ચે પ્રશ્ન પૂછે અને તેનો જવાબ બ આપે બા બોલ્યા 11:00 વાગી ગયા છે. હવે સુઈ જવું જોઈએ. મિતવના પપ્પા એ કહ્યું હા બા.ને પછી બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા.


મિતવા એ અભિનંદન ને હાઈ નો મેસેજ કર્યો. બંને વાત કરવા લાગ્યા.નવા નવા પ્રેમીને આઇ લવ યુ. શબ્દ વારંવાર શબ્દપ્રયોગ થાય. સો વખત તો આઇ લવ યુ કહી દીધું. એકબીજાને બે કલાકમાં.એક વાગી ગયો છે હવે સુઈ જવું જોઈએ મિતવા બોલી.

અભિનંદનને ના પાડી તેમ છતાંય જીદ કરી અને અભિનંદન જોડે બાય કહેવડાવ્યું અને પછી બન્ને સુઇ ગયા


બધા મિત્રો કોલેજમાં ભેગા થઈ ગયા.અભિનંદનને મિતવા એ  સમાચાર આપ્યા કે ધર્મ અને ધાર્મિ નું એક્સિડન્ટ થયું. ધર્મને વધારે વાગ્યું છે અને ધર્મીને ઓછું વાગ્યું છે.

ધર્મ અને ધાર્મિ અને બાજુમાં રહે છે ધર્મને મિતવા એકબીજાને બાળપણથી જ ઓળખે છે.એ બંને ફ્રેન્ડ છે બધા મિત્રોએ કહ્યું કે તો આજે કોલેજ છૂટીને ધર્મની ધાર્મિ ને ખબર પૂછવા જઈશું.આ મિત્રો જ્યાં વાતો કરે છે ત્યાં જ જોરથી અવાજ સંભળાવા લાગ્યો. જોરથી અવાજ સાંભળી ને આ મિત્રોએ અવાજ તરફ જોયું. તો બહાર રોડ ઉપર સૂરજ અને ઋષિત જગડી રહ્યા છે.એકબીજાને મારી રહ્યા છે.બથ્થામ બાથથી આવેલા છે. એકબીજાના વાળ ખેંચે છે. એકબીજાને મારે છે. કે એકબીજાને નખ મારે છે. ઘણો મોટો ઝઘડો થઈ ગયેલો છે.કોલેજ આગળ મોટું ટોળું થઈ ગયું છે.

એટલી વારમાં  પ્રોફેસર આવે છે. બન્નેને શાંત પાડે છે. એકબીજાને સમજાવે છે.ખીજાય છે. અને કોલેજની અંદર આવવા માટે કહે છે.


પ્રોફેસર બંનેને ઓફિસમાં લઈ જાય છે. બંને એકબીજાને દોષ નીકાલવા લાગે છે. બધા જ પ્રોફેસર જાણે છે કે ઋષિત ખૂબ ખતરનાક છોકરો છે. વારેવારે તેને અલગ-અલગ છોકરાઓ જોડે કોલેજમાં ઝઘડા થયા જ કરે છે. એટલે ઓફિસમાંથી પણ ઋષિત વોર્ન કરવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે હવે છેલ્લી વાર અગર ફરી વખત કોઈ આવી હરકત કરતો દેખાય તો પોલીસને બોલાવી ને સોંપી દેવામાં આવશે.


જ્યારે સુરજ પોતે સામેથી કહે છે સર ને સર i'm sorry પણ હું શું કરું? વૃષિતની બાઈક આમથી આવી. મારી બાઈક આમથી આવી. એમાં એ મારી મમ્મી અને મારી સિસ્ટરને ગાળો આપવા માંડ્યો એટલે નાછૂટકે મારે ...

સુરજ હવે તું  ધ્યાન રાખજે બેટા.  સૂરજને ઋષિત ને જવા કહ્યું...ક્લાસ શરૂ થયો અભિનંદનને મિતવા એ કહ્યું ચલ ને ભાગી જઇએ. મિતવા એ  કહ્યું "ના"

અભિનંદન બોલ્યો "અગર તું મારી વાત નહીં માને તો તને મારી કસમ છે"

મિતવા એ કહ્યું ઓકે....આ પિરિયડ  પૂરો થવા દે પછી જઈએ

અભિનયની થેન્ક યુ સો મચ....


***

Rate & Review

Verified icon

Meet Vaghani 2 months ago

Verified icon

name 3 months ago

Verified icon

Apps Whats Up App 3 months ago

Verified icon

Purab Panchal 3 months ago

Verified icon

Ssb 5 months ago