અભિનંદન:એક પ્રેમ કહાની - 20

અભિનંદન:એક પ્રેમ કહાની-20

ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા ધર્મ અને ધાર્મિ ને એકસીડન થયેલુ તે ધીમે ધીમે સારું થવા લાગ્યું અભિનંદન અને મિતવા ની પ્રેમ કહાની માત્ર ધર્મ અને ધાર્મિને જ ખબર છે ગ્રુપના તમામ લોકો અજાણ છે બધાના મનમાં અને દિલમાં એમ જ છે કે અભિનંદન હવે ક્યારેય કોઈ છોકરીને પ્રેમ નહીં કરી શકે પણ જે થઈ રહ્યું છે એ બધાના વિચારો કરતાં કંઇક ઊલટું કંઈક અલગ જ છે


ધીમે ધીમે એક મહિના જેટલો સમય જતો રહ્યો એક વખત રોહિત નામનો છોકરો પોતાની પ્રેમીકાને મળવા માટે "લવરીયા પ્રદેશમાં"ગયો અભિનંદન અને મિતવા ને બેઠેલા જોયા એ બંને નું ધ્યાન ના આવે એટલા માટે તે છુપાઈને જતો રહ્યો તેણે પોતાની પ્રેમિકાને વાત કરી તેની પ્રેમિકા


આરોહી એ કહ્યું ના હોય. એવું બને જ નહીં અભિનંદન અને મિતવાની કોલેજમાં એવી કોઈ હરકત નથી કે તેના પર શક કરી શકાય ત્યારે

રોહિતે કહ્યું ચલ હું તને બતાવું. ચોરીછૂપીથી અભિનંદન અને મિતવાને...રોહિતે બતાવ્યા


આરોહી બોલી oho આમ વાત છે

એ બંને પોતાની વાતચિત કરી.બંને મળી લીધું પછી કોલેજ આવ્યા. કોલેજ આવી અને અભિનંદનના ગ્રુપ જોડે આવ્યા અને

કહ્યું તમારા ગ્રુપમાં તો બધું નવીન છે રોહિત બોલ્યો

બરખા બોલી કેમ નવીન નવીન?

આરોહી બોલી તમારા ગ્રુપમાં તો એક લવ કપલ જોડાઈ ગયું છે.

કેશા બોલી હે?.

રોહિત બોલ્યો હે? નહીં હા!!!

નીરજ બોલ્યો રોહિત સાફ વાત કર ને ભાઈ.શું વાત છે ભાઈ?

ત્યારે રોહિત બોલ્યો મેં અને આરોહીએ  અભિનંદન અને મિતવાને "લવરીયા પ્રદેશમાં" જોયા

મોહિત બોલ્યો ના હોય?

કેશા બોલી  મને માન્યામાં નથી આવતું.

આરોહી બોલી તમે માનો કે ના માનો જો આવતા છે પુછીજો જો.


કેશા બોલી આવા દે ને વાત છે.પેલા બંને જતા રહ્યા.

નીરજ બોલ્યો જે થયું એ સારું થયું. મને તો લાગતું જ નતું કે અભિનંદન હવે તેનું મગજ ઠેકાણે લાવી શકશે...

કેમકે નંદની ના છોડ્યા પછી ધર્મ એ  તેને બે વખત માનસિક તકલીફ માટે ડોક્ટર પાસે લઈ ગયેલો..

બરખા બોલી હા સાચી વાત છે.ભાઈ અભિનંદનને  સંભાળી  લીધો ઈશ્વરની કૃપા છેઅભિનંદન અને મિતવા ની એન્ટ્રી થઇ. 


કેશા બોલી આવો લવ કપલ.


બરખા બોલી જોડી સરસ છે. મોડીભલે ફીટ થઇ .પણ જોડી સરસ છે.

નીરજ બોલ્યો હા જે હોય તે..પણ જોડી જકકાસ..


અભિનંદન બોલ્યો hi

મિતવા એ બધાને hi કર્યું.

બધા બંને પર હસવા લાગ્યા બંનેને એવું લાગ્યું કે તેની ચોરી પકડાઈ ગઈ છે પણ બંને કશું બોલ્યા નહીં

અભિનંદન ને પૂછ્યું કેમ શું થયું ?
...

બરખા બોલી અભિનંદન કોંગ્રેચ્યુલેશન્સ. અમારી ટીમમાં એક કપલ નો વધારો થયો છે.

મિતવા બોલી કેમ કોઈ નવું એડમિશન આવ્યું છે?

કેશા બોલી છે તો જુનું એડમિશન પણ એન્ટ્રી નવી છે.

નીરજ બોલ્યો અપડેટ થયેલું વર્ઝન છે

મોહિત બોલ્યો હા અપડેટ વર્ઝન.

અભિનંદન બોલ્યો એટલે હું સમજ્યો નહીં.

પરખા બોલી તારે શું સમજવાની જરૂર છે? તને તો મિતવા સમજે છે.મિતવા ને તું સમજે છે. "લવરીયા પ્રદેશમાં" બીજું શું જોઈએ.?બની શરમાઈ ગયા.. બંને ને ખબર પડી ગઈ ચોરી પકડાઈ ગઈ છે. બંનેમાંથી પણ કોઈ કશું બોલ્યું નહિ. બંને એ આછું સ્મિત આપ્યું.

ત્યાં સામેથી ધર્મ અને ધાર્મિ આવ્યા. ધર્મ એ વાતાવરણ શાંત જોઈ પૂછ્યું શું થયું છે?

ત્યારે મોહિત બોલ્યો "લવરીયા પ્રદેશમાં" કોણ કોણ જાય છે તેનું લીસ્ટ બનાવ્યું છે અને તેમાં હવે અભિનંદન અને મિતવાની હાજરી બોલે છે..

બધા હસવા લાગ્યા અભિનંદન અને મિતવા વચ્ચે હવે કશું છુપાવવા જેવું નથી મિત્રો છુપાવેલું બધું જાણી ગયા.ધીમે ધીમે દિવસો પસાર થાય છે નીરજ અને કેશા મોહિત અને બરખા ધર્મ અને ધાર્મિ અભિનંદન અને મિતવા જોડી કમાલની બની ગઈ.એકબીજાની સાથે કોલેજ આવે  રીસેશ માં એકબીજા સાથે સમય વિતાવવો જોડે ક્લાસમાં એક સાથે બેસવું કોલેજથી છૂટીને ઘરે જોડે જવું આ બધું સામાન્ય થઈ ગયુ.એકબીજા પ્રત્યે નો પ્રેમ વહેચતા થયા
ખુશીના દિવસો પ્રેમના દિવસો લાગણીના દિવસો હસીના દિવસો આમ સેકન્ડ યર ને સાતેક મહિના વીતી ગયા. હજુ એન્યુઅલ એક્ઝામ ની વાર છે આ લોકોનું ગ્રુપ ભણવામાં સહેજ પણ કચાશ ન છોડે.

એક બીજા ક્યારેક કોલેજમાં બંક મારે તો એકબીજાને હેલ્પ કરે દરેક મટીરીયલ આપે પ્રોજેક્ટ હોય કે બીજું કાર્ય હોય બધા એકબીજાને હેલ્પ કરે એકબીજાને મદદરૂપ બને એક બીજાનું ખરાબ કરવાની ભાવના નહીં પણ એકબીજા વચ્ચે તકરાર થતી હોય તો તેને સોલ્વ કરે એકબીજાને પ્રેમ આપે અને પ્રેમ કરે લાગણીઓને વહેંચે
એક સારી ભાવના એક સારુ ગ્રુપ નો બેસ્ટ નમૂનો એટલે આ "અષ્ટકોણીય" ગ્રુપ....


***

Rate & Review

Verified icon

Shweta 1 month ago

Verified icon

Meet Vaghani 2 months ago

Verified icon

Vijay Kanzariya 4 months ago

Verified icon
Verified icon

Bharat 4 months ago