Pyar to hona hi tha - 6 books and stories free download online pdf in Gujarati

પ્યાર તો હોના હી થા - 6


( આપણે આગળ ના ભાગ માં જોયું કે મિહીકા, આદિત્ય, ધરા અનેે સમીર કૉલેેેજના એક પ્રોજેક્ટ માટે આહવા ડાંગ જંગલોમાં જાય છે અને ત્યા એમની મુુુલાકાત સૂૂૂરજ સાાથે થાય છે. સુુુરજ તેેે તેેેમનેે એમના પ્રોજેક્ટમાં મદદ કરેે છે અનેે એમને ત્યાંની સૌથી સુંદર જગ્યા પર લઈ જઈ વરસાદની સુુંદરતાનો અનુુુભવ કરાવે છે. બધાં સૂૂૂરજની વિદાય લે છે અને પોતાના ધરેે પહુુચે છેે. હવેે આગળ જોઈશું શું થાય છે.)

આદિત્ય સમીરને એના ઘરે છોડી પોતાના ઘરે પહુચે છે. રાતના લગભગ અગિયાર વાગી ગયા હતા. એ એના રૂમમાં જાય છે અને બેગ મૂકી સીધો બાથરૂમમાં શાવર લેવા ઘુસી જાય છે. લગભગ પંદરેક મિનીટ સ્નાન કર્યા પછી તે બહાર આવે છે. શાવર લેવાથી તે એકદમ ફ્રેશ મેહસુસ કરે છે. તે બેડ પર લંબાવે છે અને પાછું કંઈક યાદ આવતા તે ઊભો થઈ બેગ માંથી કેમેરો બહાર કાઢે છે અને એનું લેપટોપ લઈ ફરીથી બેડ પર આવે છે. તે બધાં જ ફોટા એના લેપટોપમાં લઈ લે છે. અને એક પછી એક ફોટા જુએ છે. અને પ્રોજેક્ટ માટેના જે ફોટા હોય છે એનું એક અલગ ફોલ્ડર બનાવે છે. અને પછી લેપટોપ બંધ કરી સૂઈ જાય છે. થોડીવારમાં તો એ ઘસઘસાટ ઊંઘી જાય છે. આમ પણ આજે આખો દિવસ ફર્યા કર્યું હોવાથી થાકના કારણે બધાં જ બેડ પર પડ્યા તેવા સુઈ જાયછે. સિવાય એક મિહીકાના...

હા, આખો દિવસ આટલી રખડપટ્ટી કરી હોવા છતાં તેને ઉંઘ નથી આવતી. ( જો તમે એવું સમજતાં હો કે મિહીકા આદિત્યની યાદમા ખોવાયેલી છે તો તમે ખોટું સમજો છો. હજી તો એમના મનમાં પ્રેમની કૂંપણ પણ નથી ફૂટી.. અરે હજી મે એમના મનમાં એ બીજ જ નથી વાવ્યા. અને હું અત્યારે એ વાવવાની પણ નથી. તો અત્યારે તો એમની દોસ્તીને જ માણો.) હા, મિહીકાને ઉંઘ નોહતી આવતી. કેમકે એ અત્યારે પણ એ પ્રોજેક્ટ વિશે જ વિચારતી હોય છે. એ પ્રોજેક્ટને કંઈ રીતે તૈયાર કરવો એ વિશે વિચારે છે અને વિચારતા વિચારતા એ પણ ક્યારે સુઈ જાય છે એની ખબર એને જ નથી પડતી.

સવારે એની આંખ ખૂલે છે અને એ ફટાફટ ઊભી થાય છે. ફ્રેશ થઈને તૈયાર થઈને એ જલ્દી જલ્દી નાસ્તો કરવા બેસે છે. એની મમ્મી એની પાસે આવીને બેસે છે અને પૂછે છે, કેવો ગયો તારો કાલનો દિવસ ? પ્રોજેક્ટ માટેનું કામ પૂરું થયું કે નહી !! રાત્રે તો મોડી આવી એટલે કંઈ પૂછ્યું નહી. બીજા દોસ્તો કેવા છે. સારા તો છે ને !! એની મમ્મી એની આદતવશ બધાં સવાલ કરે છે. મિહીકા હસીને એમના બધાં સવાલોના જવાબ આપે છે. અને ધરા, સમીર અને આદિત્ય વિશે પણ જણાવે છે. અને પ્રોજેક્ટ માટેનો બધું મટીરીયલ્સ લઈને ઈશિતાને પીક કરી કૉલેજ જવા નિકળે છે.

આજે પણ જેવી એ કૉલેજના ગેટમા એન્ટર કરે છે ને એક બાઈક સનનન કરતી એની બાજુમાંથી પસાર થાય છે. અને ઈશિતા રોજની જેમ આદિત્ય પર ચિડાઈ છે. અને કહે છે, "આ આદિત્ય એક દિવસ મારા હાથનો માર ખાવાનો છે.." પણ આજે રોજની જેમ આદિત્યની બાઈક પાર્કિંગ તરફ નહી જતા થોડેદૂર જઈ ઊભી રહે છે.. અને તે હેલ્મેટ ઉતારી મિહીકા અને ઈશિતાની એક્ટીવા જ્યાં ઊભી હતી તે તરફ આવે છે.

આદિત્યને આમ પોતાની તરફ આવતા જોઈ ઈશિતા ડરી જાય છે અને કહે છે, " યાર આણે સાંભળી તો નથી લીધું ને ! આદિત્ય તેમની પાસે આવે છે અને મિહીકા તરફ જોઈને કહે છે, " hii Mihika, good morning.. ઈશિતા તો આંખ ફાડીને આદિત્યને જ જોયા કરે છે એને યકીન જ નથી થતો કે આદિત્ય આવીને મિહીકા સાથે વાત કરે છે. આદિત્ય પણ તેની તરફ જુએ છે અને કહે છે, તુ મને કેમ મારવા માંગે છે !!

ઈશિતા : તે સાંભળી લીધું ?

આદિત્ય : હા તો, મારા કાન હજુ સહી સલામત છે. મને બધું બરાબર સંભળાય છે.

મિહીકા : અરે આદિત્ય, એમાં એવું છે કે, ઘણીવાર અમે જ્યારે ગેટમા એન્ટર થઈએ છીએ અને તું સડસડાટ બાજુમાથી તારી બાઈક લઈ જાય છે. કેટલી વાર અમે પડતાં પડતાં બચ્યા છે. એટલે ઈશિતા તારી પર ચિડાઈ છે.

આદિત્ય : ઓહહ એવું છે. સોરી યાર મિહીકા, મારું ધ્યાન નહોતું એટલે.

ઈશિતા : હા, પણ બાઈક ચલાવતી વખતે આજુબાજુ જોઈને ચલાવવું જોઈએ ને... તારા કારણે કોઈને ઈજા ન થાય એ પણ જોવું જોઈએ ને...

આદિત્ય : હા મારી માં. તું પણ તારી ફ્રેન્ડની જેમ ભાષણ આપવામાં એક્સપર્ટ લાગે છે. પણ હવેથી હું બાઈક ચલાવતી વખતે આજુબાજુ પણ ધ્યાન આપીશ. અને આજુબાજુ કોઈ ઈશિતા કે મિહીકા તો નથી કે એ વાતનું ખાસ ધ્યાન આપીશ.

આદિત્યની આમ વાત કરવાની રીતથી ઈશિતા પહેલા તો આશ્ચર્યથી તેની તરફ જુએ છે. પછી મિહીકા તરફ જુએ છે. મિહીકા ધીમે ધીમે મુસ્કુરાતી હોય છે. ઈશિતાના ચહેરાના હાવભાવ જોઈને તે અને આદિત્ય ખડખડાટ હસવા લાગે છે. અને ઈશિતા પણ જોરથી હસવા લાગે છે.

મિહીકા : ચાલો ક્લાસમાં જઈએ. પછી બધાં મળીએ.

આદિત્ય અને મિહીકા એમના ક્લાસમાં જાય છે અને ઈશિતા એનાં ક્લાસમાં જાય છે. એ બંને એમની જગ્યા પર બેસે છે. એટલાં મા જ ધરા અને સમીર પણ આવી જાય છે. બધાં એકબીજાને ગુડ મોર્નિગ વીશ કરે છે.

ધરા : ફ્રેન્ડસ આના પછીનો લેક્ચર ફ્રી છે તો આપણે કેન્ટીનમાં મળીએ..

આદિત્ય : wow ફ્રી લેક્ચર ! મજા આવશે આમ પણ કાલનો થાક હજી ઉતરો નથી. હું તો કૉલેજ પણ નઈ આવવાનો હતો. પણ આ મિહીકા મેડમ પછી મારી ક્લાસ લઈ લે એટલે આવવુ પડ્યું.

મિહીકા : જા ને ચાંપલા. હું કંઈ પ્રોફેસર થોડી છું કે તારી ક્લાસ લઉ તુ આવે કે નઈ આવે મારે શું !!

આદિત્ય : okk હું નઈ આવુ તો તને કોઈ ફર્ક ના પડે ? તો પછી કાલના ફોટોગ્રાફની પણ કોઈ જરૂર નથી ને !! અને આદિત્ય બેગમાંથી પેનડ્રાઈવ કાઢીને બતાવે છે.

મિહીકા : ઓહહહ ગ્રેટ તુ ફોટોઝ લઈ આવ્યો. અને તે તેના હાથમાંથી પેનડ્રાઈવ લેવા જાય છે.

પણ આદિત્ય એનો હાથ ઊંચો કરે છે અને મિહીકાના હાથમાં નથી આવવાં દેતો મિહીકા પણ એનો એક હાથથી આદિત્યનો હાથ પકડે છે. અને બીજા હાથથી તેના હાથમાંથી પેન ડ્રાઈવ લેવાની કોશિશ કરે છે. આદિત્ય પેનડ્રાઈવ સમીરને આપી દે છે. બંને જણાં મિહીકાને ચિડવે છે. અને એમની આ મસ્તી જોઈ કલાસના બીજા સ્ટુડન્ટ્સ એકદમ આશ્ચર્ય પામે છે. છોકરાઓ આદિત્યથી ઈર્ષ્યા કરવા લાગે છે કે મિહીકા કોઈને પણ ઘાસ નાંખતી નહી અને અહીં આદિત્યની સાથે હસી હસીને મસ્તી કરે છે. અને છોકરીઓ મિહીકાથી જલી રહી છે કે મિહીકા સ્ટડીઝમાં તો એમને પાછળ રાખતી હતી અને હવે ક્લાસનો મોસ્ટ હેન્ડસમ અને છોકરીઓમાં મોસ્ટ પોપ્યુલર છોકરાને પણ એમની પાસેથી છિનવી લીધો હોય તેવું તેઓ મેહસુસ કરી રહી હતી.

આ બાજુ આ ચાર જણાને તો જાણે બીજા શું વિચારે છે એની સાથે કોઈ મતલબ જ ના હોય તેમ એમની મસ્તીમાં મસ્ત હોય છે.

આદિત્ય : કેમ તને તો હું આવું કે ન આવું એનાથી કોઈ ફર્ક નથી પડતો ને ? તો હવે કેમ આટલા ધમપછાડા કરે છે.

આમ ને આમ એ લોકોની મસ્તી ચાલતી હોય છે અને એટલામાં પ્રોફેસર આવે છે. મિહીકા ગુસ્સામાં કહે છે તુ કેન્ટીનમાં મળ પછી તારી વાત.

ક્લાસ પૂરો થતાં તેઓ કેન્ટીનમાં ભેગાં થાય છે. મિહીકા ચૂપચાપ બેસી જાય છે કંઈ બોલતી નથી.

આદિત્ય : ઓ મારી માં.... બતાવું છું ફોટોઝ. આમ મોઢું ફૂલાવીને ના બેસ.

મિહીકા : (ખૂશ થઈને) હા તો બતાવને ક્યારનો શું હેરાન કરે છે.

આદિત્ય : મને તને ચિડવવાની મજા આવે છે.

ધરા : ઓયે તમારું આ રિસાવું મનાવવું પૂરું થયું હોય તો ફોટોઝ જોયે ?

મિહીકા : હા ચાલો તો જલ્દી જલ્દી ફોટોઝ સિલેક્ટ કરીએ તો પ્રોજેક્ટનું કામ આગળ વધે. પણ ઓયે તું પેનડ્રાઈવ તો લઈ આવ્યો પણ જોઈશું કેવી રીતે !!

આદિત્ય : મને ખબર જ હતી કે તુ તારું દિમાગ ચલાવશે જ એટલે હું એનુ ઈન્તઝામ કરીને જ આવ્યો છું. આમ કહી તે એની બેગમાંથી લેપટોપ કાઢે છે.

મિહીકા : ઓહઓઓ એટલે જ જનાબ આજે મોટી બેગ લઈને આવ્યા છે.

સમીર : અરે આ તમારી ટોમ એન્ડ જેરી ફાઈટ બંધ કરો અને જે કામ કરવાનું છે તે કરો...

આદિત્ય : આમ તો મે પ્રોજેક્ટ માટેના જેટલા ફોટોઝ પાડેલા એ બધાં એક ફોલ્ડરમાં નાખી દીધા છે.

સમીર : not bed Aditya.. મિહીકાની સાથે રહીને તુ તો બે દિવસમાં જ સ્માર્ટ થઈ ગયો ને !!

આદિત્ય : સ્માર્ટ તો હું પહેલેથી જ છું..

ધરા : ઓ મિયા મિઠ્ઠુ પોતાની તારીફ પછી કરજે પેહલા ફોટોઝ બતાવ..

આદિત્ય લેપટોપમાં પેનડ્રાઈવ નાખે છે અને બધાં ફોટોઝ જોવા લાગે છે.

મિહીકા : ફોટોઝ તો બધાં સારા જ છે. આપણે એક કામ કરીએ પ્રોજેક્ટમાં જે ફોટોઝનો યુઝ કરવાના છે તેનું એક અલગ ફોલ્ડર બનાવીએ..

અને એ લોકો એક પછી એક ફોટા જુએ છે અને જે પ્રોજેક્ટ માટે લેવા જોઈએ એવા હોય એ સિલેક્ટ કરી બીજા ફોલ્ડરમાં કૉપી કરે છે.

મિહીકા : હાશ... ચાલો ફોટોઝ તો સિલેક્ટ થઈ ગયાં. હવે એના વિશે લખવાનું અને અને પ્રેઝન્ટેશન બાકી રેહશે..

ધરા : પ્રેઝન્ટેશન એટલે !! આપણે તો અસાઈમેન્ટ આપવાનું છે ને ! મતલબ કે હાર્ડ કોપી આપવાની છે ને !!

મિહીકા : હા, આપણે હાર્ડ કોપી જ આપવાની છે. પણ એમાં પણ પ્રેઝન્ટેશન તો આપવાનું કે નહી...

આદિત્ય : મતલબ ?

મિહીકા : મતલબ એ કે ખાલી ફોટોઝ અને લખાણથી જ કંઈ પ્રોજેક્ટ નથી બનતો. એને થોડું ડેકોરેટ પણ કરવું પડે.

સમીર : ઓહ એટલે જ તુ હંમેશા અસાઈમેન્ટમાં નંબર લઈ જાય છે. અમે તો ખાલી લખીને આપી દઈએ છીએ.

મિહીકા : હા તો હવે મારી પાસેથી શીખી લેજો.

ધરા : મિહીકા એક વાતનો જવાબ આપ તો.... તને એવો વિચાર નથી આવતો કે આ લોકો મારો આઈડીયા જાણી લેશે તો આગળ જતાં મને નુકસાન થશે. કે કોઈ મારા કરતાં આગળ ચાલ્યું જશે...

મિહીકા : અરે ના રે ના મને કોઈ દિવસ એવો વિચાર નથી આવ્યો. ઈન્ફેક્ટ મારા સુજાવથી કે મારા આઈડીયાથી જો કોઈ આગળ આવશે તો મને વધારે ખુશી થશે. જ્ઞાન તો જેટલું આપીએ એટલું વધે. મે તમારી સાથે કોઈ પણ બાબત ડીસ્કસ કરીશ તો મને એમાંથી નવો વિચાર પણ આવી શકે. અથવા એવું પણ બને કે તમારી પાસે મારાથી પણ સારો આઈડીયા હોય તો મને પણ ફાયદો થાય ને !!

ધરા : wow મિહીકા શું વિચાર છે તારા. અમે લકી છીએ કે તુ અમારી ફ્રેન્ડ છે.

મિહીકા : ના યાર લકી તો મે છું કે તમે મને સમજો છો અને તમારા જેવી જ ગણો છો.

આદિત્ય : આપણે બધા જ લકી છીએ કે આપણે એકબીજાના ફ્રેન્ડ છીએ..

મિહીકા : ચાલો હવે વાતો બહુ થઈ હવે કોણ શું કરશે એ નક્કી કરી લઈએ...

સમીર : હા હવે તું જ કહે કોણે શું કરવું ?

મિહીકા : જુઓ એમ તો આ પ્રોજેક્ટમાં ત્રણ પાર્ટ મેઈન છે. એક તો કન્ટેન્ટ બીજું એને અક્ષરમા ઢાળવુ અને ત્રીજું ડ્રોઈંગ... કન્ટેન્ટ હું બનાવી લાવીશ. પણ મારા અક્ષર સારા નથી તો તમારા માથી જેના અક્ષર સારા હશે એણે લખવાનું

સમીર : ધરાના અક્ષર સારા છે.

મિહીકા : ગ્રેટ તો હું કાચું લખાણ લખીને આવીશ ધરા તુ એને સારા અક્ષરથી લખી નાખજે. અને હવે બાકી રહ્યું ડ્રોઈંગ તો એની જીમ્મેદારી તમારા બંનેની. મિહીકા આદિત્ય અને સમીર તરફ જોઈને કહે છે.

ધરા : હા સમીરનું ડ્રોઈંગ સારુ છે.

આદિત્ય : સારું તો મે ને સમીર એ કામ કરીશું..

મિહીકા : હા આપણે કોઈ એકના ઘરે સાથે મળીને કરીશું તો વધારે સારું રેહશે..

આદિત્ય : સારુ ને તો આપણે મારા ઘરે જ ભેગાં થઈએ.

મિહીકા : સારુ તો હું આજે આ ફોટોઝ પ્રમાણે એના વિશે લખી નાખીશ. અને કાલે આપણે કૉલેજ પછી તારા ઘરે ભેગાં થઈ બાકીનું કામ પૂરું કરીશું..

બધાં હા કહે છે અને એકબીજાને by કહી છૂટા પડે છે.

** ** **

વધું આગળ ના ભાગ માં...

** ** **

ભાગ પસંદ આવે તો રેટીંગ અને કોમેન્ટ જરુર આપજો.