chis - 29 PDF free in Horror Stories in Gujarati

ચીસ - 29

વિક્ટોરિયાની પોચી મખમલી આંગળીઓનો સ્પર્શ બાદશાહના રોમે રોમને ઝંકૃત કરી ગયો.
વિક્ટોરિયાની નીલી આસમાની આંખોનાં ઊંડાણ મુગલ સમ્રાટને જાણે કે પોતાની તરફ ખેંચી રહ્યાં હતાં.
"જોર્જ હન્ટ મેરે હસબન્ડ હે... ઉન્હોને બતાયા થા કી વ્યાપાર કે સિલસિલે મે આપસે જીતની જલ્દી બાત હો જાયે ઉતની જલ્દી હમારા કામ સ્ટાર્ટ હો જાયેગા..!"
વિક્ટોરિયા બાદશાહની આંખોના મર્મને પામી ગઈ હોય એમ તરત જ મુદ્દા પર આવી ગઈ.
"જબ આપ ખુદ ઇતની બડી જિમ્મેદારી લેકર મહેલમેં પહોંચ ગઈ હો તો હમ આપ કો ખાલી હાથ કૈસે રુખસત કર સકતે હૈ..?"
"હમે આપ પર પુરા ટ્રસ્ટ થા બાદશાહ સલામત..!"
વિક્ટોરિયા એ બાદશાહના બંને હાથોને પોતાના હાથમાં લઇ ચૂમી લીધા.
વિક્ટોરિયાનો અંદાજ બાદશાહને ખૂબ પસંદ આવ્યો.
આંખોમાં ઊછાળા લેતો દરિયો મહારાજને સીધું ઇજન આપી રહ્યો હતો. એક સ્ટેપ આગળ વધવાના ભીતરના દબાણને તેઓ રોકી શક્યા નહીં..
વિક્ટોરિયાના ભરાવદાર ચહેરાને પોતાની બન્ને હથેળીઓ વચ્ચે લઈ બાદશાહે આ પ્રસ્તાવ પર મહોર મારતો હોય એમ એના સ્નિગ્ધ હોઠો પર પોતાના હોઠ મૂકી દીધા.
વિક્ટોરિયાના શ્વાસ ધમણની માફક ચાલી રહ્યા હતા. આંખોમાં તરવરાટ હતો. જાણે કે જોર કરી રહેલું એનું જોબન કંઈક આવી જ પ્રતિક્રિયા ઈચ્છતુ હતું.
"બાદશાહ સલામત..!"
વિક્ટોરિયા પોતાના જાદુઈ સ્વરનાં જાણે કે કામણ પાથરી રહી હતી.
ગરદન સુધી વિસ્તરેલા સોનેરી વાળમાં બાદશાહની આંગળીઓ ફરતી રહી.
"હમ તો ઇંગ્લિશ શરાબ કા વો જામ હૈ જિસે અગર આપ ધીરે ધીરે પીઓગે તો સંભલ જાઓગે.. બાદશાહ કો ઇતની જલદી હોશ ગવાના શોભા નહી દેતા..!'
વિક્ટોરિયાનો રોકવાનો અંદાજ લાજવાબ હતો. સુલેમાન સાળવીએ ગણતરીની પળોમાં પોતાના મન પર લગામ કસી લીધી.
" આપ બિલકુલ સહી કેહ રહી હો..! મુજે અબ આબે હયાત જેસી અનમોલ શરાબ કો રોજ થોડી થોડી પિકર જીંદગી કા લુફ્ત ઉઠાના ચાહિયે..!"
"યકિનન..!"
વિક્ટોરિયાએ શરારતી અંદાજમાં પોતાની આંખો ઉલાળી..
સમ્રાટે ફરી વાર કનિજને બોલાવી..
કેમકે બાદશાહ કળથી કામ લેવામાં માનતો હતો પોતાની જાત પર એને સંપૂર્ણ ભરોસો હતો. અને આમ પણ તેની પાસે એક હુકમ નો એક્કો હતો. જેનુ મહારાજની સાર સંભાળમાં મોટું યોગદાન હતું.
કનીજ ને પ્રવેશ કરતી જોઈ બાદશાહે હુકમ કર્યો કે છોટી રાની કો બુલાઓ વો મહેમાન કો મહેલ કે દર્શન કરાએગી...!"
"જૈસી આજ્ઞા મહારાજ...!" કહેતી કનીજ ત્વરાએ ચાલી ગઈ.
વિક્ટોરિયા મંદ મંદ મુસ્કુરાતી બાદશાહની મજબૂત ભુજાઓને નીરખી રહી હતી. બાદશાહની બાહોમાં સમાઈ જવા મન ઉતાવળુ હતુ. છતાં સ્ટેપ બાય સ્ટેપ એને પ્લાનિંગથી પોતાના લક્ષ્યને વેધવાનું હતુ.
જ્યારે 16 વર્ષની મહારાણી એ પ્રવેશ કર્યો ત્યારે વિક્ટોરિયાની આંખો બે ઘડી માટે પહોળી થઈ ગઈ. નકાબની પાછળ છુપાયેલો ગોરો ચહેરો અને એની રોનક જાણે કે વિક્ટોરિયાના અભિમાનની ઠેકડી ઉડાડી રહ્યાં હતાં. મહારાણીને જોઈ એક ક્ષણ માટે વિક્ટોરિયા ડગમગી ગઈ.
"મહારાજની પાસે જન્નતી હૂરોનો ખજાનો હશે શું છે એ મારા જેવી વિલાયતી મહિલાના રૂપ સૌંદર્ય પાછળ આકર્ષિત થશે ખરા...?"
જોકે હાર માને એ વિક્ટોરિયા નહીં.. તરત જ પોતાના જલવાની પરીક્ષા એને લઇ લીધી..!
રાણીના ગળામાં ઝગમગતો હીરા માણેક અને ડાયમંડથી મઢ્યો નેકલેસ જોઈ.. જાણી જોઇ એના મોઢેથી ઉદગાર નીકળ્યો.
"વાહ મહારાજ.. ઈતના સુંદર નેકલેસ મૈને મેરી લાઈફમે આજ તક નહી દેખા.!
રાણીની મુસ્કુરાહટ ઊડી ગઈ. એના મનમાં જે ડર જન્મ્યો હતો એમ જ થયું.
બાદશાહે વિક્ટોરિયાની સામે જોઈ કહ્યું.
"આપકો ઇતના પસંદ આયા તો આપ હી રખ લિજીયે..?
મહારાણી એ બાદશાહનો હુકમ થતાં તરત જ પોતાના ગળામાંથી મહામૂલો નેકલેસ વિક્ટોરિયાના હાથમાં થમાવી દીધો.
મહારાણીના ઉજળા ચહેરા પર ફિક્કાશ ઉતરી આવી. જ્યારે વિક્ટોરિયા પોતાની જીત ઉપર પોરસાઈ રહી હતી.
પોતે હવે બાજી મારી લેશે એ વાતમાં હવે એને લેશમાત્ર પણ શંકા રહી નહોતી.
"થેન્ક યુ સો મચ રાની સાહેબા.!!" મહારાણીનો આભાર માનવાનો દેખાવ કરી એ એની સાથે મહેલ જોવા નીકળી ગઈ..
જ્યારે બાદશાહ સુલેમાન સાળવી પોતાના મહેલના એક સ્પેશિયલ કમરા તરફ ચાલવા લાગ્યો.
આગલા દિવસે સાધારણ વેશમાં નગરચર્યા કરવા નીકળેલા બાદશાહની ઠાકુર સાહેબની બેગમનુ શરીર સૌષ્ઠવ અને બેનમૂન વળાંકો જોઈ મતી ભ્રમ થયેલી.
ઠાકુર સાહેબની નાની હવેલી જેવા ઘરનો નકશો મગજમાં રાખી તેઓ મહેલમાં ફરેલા..!
અઘોરીને કામ સોપાયું ત્યારે એણે ખુલાસો કર્યો હતો કે "ઠાકુર સાહેબ અપની સેનામે સેનાધિપતિ હૈ...! "
તેમ છતાં બાદશાહે ઠાકુરની પત્નીને ભોગવવાનો મનસૂબો બનાવી લીધો હતો.
"કિસી ભી હાલ મેં વો હમે ચાહિયે..! આપ અપના સારા ઈલમ આજમાલો.. યહી સમજો કે આપ કે ઈમ્તહાન કી ગડી હૈ..!"
રાજ હઠનો અનાદર પોતાના જીવનું જોખમ સાબિત થાય..! એટલે અધોરીએ હ'કારમાં માથું હલાવ્યું.
બાદશાહે ખુશખુશાલ થઈ પોતાના ગળાનો એક બેશકીમતી મોતીઓનો હાર અઘોરીના હાથમાં મૂકી દીધેલો.
અચાનક ઠાકુર સાહેબની પત્નીનુ ધગધગતું રૂપ બાદશાહની આંખોમાં તરવરવા લાગ્યુ.
વિક્ટોરિયા બાદશાહની આગ ભડકાવી દૂર થઈ ગઈ હતી. કદાચ એટલે જ બાદશાહને ઠાકુરની પત્ની યાદ આવી ગઈ...!
એટલે જ બાદશાહ ઉતાવળે અઘોરીના સ્પેશિયલ રૂમ સુધી પહોંચી ગયા.Rate & Review

Divya

Divya 7 months ago

Sharda

Sharda 7 months ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 3 years ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 years ago

Share

NEW REALESED