Olympics books and stories free download online pdf in Gujarati

ઓલમ્પિકનો ઈતિહાસ

આજથી બરાબર 1 વર્ષ પછી જાપાનના ટોક્યોમાં ઓલમ્પિક રમત શરૂ થવા જઈ રહી છે...

ઓલમ્પિકનું મહત્વ આપણે સૌ જાણીએ છીએ... વિશ્વનો સૌથી મોટો રમતોત્સવ એટલે ઓલમ્પિક અને આ ઓલમ્પિક વિશે આજથી લઈને તેની શરૂઆત સુધી એટલે કે 1 વર્ષ સુધી, તેના વિશે નવા નવા ફેક્ટસ અને માહિતી જાણીને રોજ પોસ્ટ કરવાનો પ્રયત્ન કરવાનું નક્કિ કર્યું છે...

રોજ 9 વાગ્યે અહીંથી ઓલમ્પિક વિશે એક પોસ્ટ મૂકવાનો પ્રયત્ન રહેશે...

તો આજની એટલે કે ઓલમ્પિકની પ્રથમ પોસ્ટ ઓલમ્પિકના ઈતિહાસ થી શરૂ કરીએ...

ગ્રીસ માન્યતા મૂજબ –

પ્રાચીન ઓલમ્પિક એ પ્રાચીન ગ્રીસ (પ્રાચીન ગ્રીસ ભૂમધ્ય સમુદ્રના ઉત્તરપૂર્વમાં મોટો વિસ્તાર હતો, જ્યાં લોકો ગ્રીક ભાષા બોલતા હતા. જે આજે જે ગ્રીક ઓળખાય છે, તેના કરતાં ઘણું મોટું હતું...) ત્યાંથી શરૂ થયું હોવાનું મનાય છે...

આ પ્રાચીન ગ્રીક લોકો – ઝિયસ (God Zeus) ને ગ્રીક દેવતાઓના રાજા માનતા હતા..
તે આકાશ અને વીજળીના દેવ હતા. તેના પ્રતીકોમાં લાઈટનિંગ બોલ્ટ, ગરુડ, બુલ અને ઓક વૃક્ષનો સમાવેશ થાય છે.

ઝિયસ, ટાઈટન ક્રોનસ (Titans Cronus) અને રીઆ (Rhea)ના સૌથી નાના પુત્ર હતાં... (ટાઈટન એ દેવતાઓની એક સંપૂર્ણ જાતિ માનવામાં આવે છે...)

જ્યારે ઝિયસ જન્મ્યા ત્યારે તેમના પિતા ક્રોનસે તેમની સાથે તેમના બીજા ભાઈઓ અને બહેનો - પોસેડોન, હેડ્સ, હેસ્ટિયા, ડિમીટર અને હેરાને ગળી જવાનો પ્રયત્ન કર્યો...

ત્યારે રીઆએ ઝિયસને ગ્રીકની ડિક્ટે નામના પર્વતની એક ગુફામાં છૂપાવી દીધા... જે ઝિયસની ગુફા – Cave of Zeus તરીકે ઓળખાય છે. (Mount Dicte in Crete સર્ચ કરો... ગ્રીસમાં આ પહાડી મળશે અને એના પર આ ઝીયસની કેવ પણ લોકેટેડ છે...)

જ્યારે ઝિયસ મોટા થાય છે ત્યારે પોતાના પિતાને પોતાના ભાઈઓ – બહેનોને એમના શરીરમાંથી બહાર કઢાવે છે અને પિતા ક્રોનસ અને ટાઈટન્સ (બીજા દેવતાઓ) સાથે યુદ્ધ કરે છે, યુદ્ધ જીતીને એ બધાને ટાર્ટરસ (Tartarus)નામની એક ઊંડી ભૂગર્ભ જગ્યા કે જ્યાં આ દેવતાઓની જેલ હોય છે ત્યાં પૂરી નાંખવામાં આવે છે અને પૂરાં બ્રહ્માંડનું વર્ચસ્વ પોતે લઈ લે છે...

ઝિયસ અને તેના ભાઈઓ પોસેડોન અને હેડ્સ કુદરતને વિભાજિત કરે છે : પોસેડોન સમુદ્રને તેના રાજ્ય તરીકે પ્રાપ્ત થાય છે... હેડ્સનને ટાર્ટરસ (અંડરવર્લ્ડ) મળે છે અને ઝિયસને આકાશ મળે છે... આકાશ સિવાય ઝિયસને પૃથ્વી પર અને માઉન્ટ ઓલિમ્પસ (Mount Olympus) પર પણ સર્વોચ્ચ સત્તા આપવામાં આવે છે...

ગ્રીકમાં આવેલ આ Olympus (ઓલિમ્પસ નામના) પર્વત પર રહેતા લોકો Olympions (ઓલમ્પિયન્સ) તરીકે ઓળખાય છે.
આ ઓલમ્પિયન્સ લોકોએ ઝિયસ ભગવાનને રીઝવવા માટે દર ચાર વર્ષે ઓલમ્પિક યોજવાનું નક્કી કર્યું...

ઈ.સ. પૂર્વે 776 થી આ પ્રાચીન ઓલમ્પિક રમવાનું ચાલુ કર્યું... (તેઓની માન્યતા પ્રમાણે હેરાક્લસ – હરક્યુલસ – ઝિયસનો પુત્ર હતો જેણે આ ગેમ રમવાની પ્રથા ચાલુ કરી અને દર ચાર વર્ષે રમાડવાનો રિવાજ ઘડ્યો...)

આ પ્રાચીન ઓલમ્પિકમાં મુખ્યત્વે એથ્લેટિકનો જ સમાવેશ થતો હતો... તેમાં ધીમે ધીમે એક પેન્ટાથલોન (જેમાં કૂદકા મારવાની ઘટના, ડિસ્ક અને જ્વેલિન થ્રોઝ, ફૂટ રેસ અને રેસલિંગ), બોક્સિંગ, કુસ્તી અને અશ્વવિષયક રમતોનો સમાવેશ પણ થયો...

આ ગેમ્સ ચાલતી ત્યારે યુદ્ધ વિરામ રહેતો...
સામાન્યપણે યુરોપિયન પ્રજા યુદ્ધવિરામમાં માનતી જ નહિં એટલે આ વાત એમનું એડવાન્સ લેવલ બતાવતી હતી...

આ રમત ક્યારે પૂરી થઈ, તેનો ચોક્કસ ડેટા અવેલેબલ નથી પણ રોમન શાસક થેઓડોસિઝ પ્રથમ (Theodosius I)ના શાસન વખતે એટલે કે ઈ.સ. પૂર્વે 393માં તેણે આ રમત પર પ્રતિબંધ મૂકેલો હોવો જોઈએ કાં તો થેઓડોસિઝ બીજા (Theodosius II)ના સમયમાં કે જેણે બધા ગ્રીક મંદિરો તોડી પાડવાનો આદેશ આપેલો એટલે તે ગ્રીક લોકો પ્રત્યે અનાદર ભાવ ધરાવતો હોવાથી આ રમત રમવાનો રીવાજ પણ તેના દ્વારા બંધ કરાયું હોવાનું અનુમાન છે...
અસ્તુ

ઓલોમ્પિક વિશેની આ જાણકારી કેવી લાગી એ જરૂર કહેજો...

હવે પછીની પોસ્ટમાં મોર્ડન ઓલમ્પિકની શરૂઆત વિશે જાણશું...

- © ફાલ્ગુન વાઘેલા...