Pujato paliyo books and stories free download online pdf in Gujarati

પૂજાતો પાળીયો

ઘનશ્યામ ભાઈ જંગલ ખાતામાં ડ્યૂટી કરે તેની રોજ ની રોજ ની દિનચર્યા સવારે જંગલમાં ચેક પોસ્ટ પર ફરજ બજાવવા જવું. આમ તો ઘર બહું દુર ન હતું પણ સમય પહેલાં તે પોતાની ફરજ પર હાજરી આપતા. બહુ નેક અને ઈમાનદાર માણસ હતા. સ્વભાવ પણ સાંત હતો. એકલા હોય તો થોડુ ભજન પણ કરી લેતા. 

જંગલ ખાતામાં તેમની સાથે એક રમેશ ભાઈ પણ ડ્યૂટી કરતા સ્વભાવે થોડા ગરમ અને નાસ્તિક હતા. તેમને ભગવાનની વાતો ગમે નહીં એટલે ઘનશ્યામ ભાઈ ક્યારેક ક્યારેક તે ન હોય ત્યારે એકલા ભગવાન નું સ્મરણ કરે.

ઘનશ્યામ ભાઈ જ્યાર થી નોકરી પર લાગ્યા ત્યારથી ત્યાં એક પથર હતો લાગતો હતો કોઈ પાળીયો હસે એટલે તેને ધૂપ દીવા કરતા. તેમને ત્યાં રહી ગયેલા જૂના સાહેબે કહેલું કે તમે તેમની પૂજા કરજો. ત્યાર થી રોજ સવારે તે પૂજા કરી ડ્યુટી પર જતા. આવી તેની રોજની દિનચર્યા. 

એક ઘનશ્યામ ભાઈ નો પુત્ર બિમાર પડ્યો એટલે દસ દિવસ ની રજા લઈ તેમની સારવાર કરવા ગયા. ત્યાં રિપોર્ટમાં ડાયાલીસિસ કરવું પડશે એ પણ દર અઠવાડિયે એવું રિપોર્ટમાં આવ્યું એટલે ઘનશ્યામ ભાઈ દર અઠવાડિયે તેમના પુત્રને લઈ ડાયાલીસિસ કરવા દવાખાને જતા. રોજ પેલા પાળીયા ને પૂજા કરી આજીજી કરતા હે પાળીયા તમે અમારું ઘ્યાન રાખજો. 

સોમાસા ના દિવસો શરૂ થયા એટલે ઘનશ્યામ ભાઈ ને રજા ની પરવાનગી મળી નહીં. ઘનશ્યામ ભાઈ મૂંઝાઈ ગયા જો જવું તો નોકરી જાય અને ન જાવ તો મારો દિકરો નું શું થશે. પણ આખરે તેણે તેના દીકરા પર મહત્વ આપ્યું. રજા રાખવા નું નક્કી કર્યું. 

સવારે પોતાના દીકરા ને લઈ હૉસ્પિટલ ગયાં, આ બાજુ ચેક પોસ્ટ પર મોટો અધિકારી આવ્યાં. રમેશ ભાઈ ને પૂછયું ઘનશ્યામ ભાઈ ક્યાં. ઉતર મળ્યો આજે નથી આવ્યા. તેનો દીકરો બિમાર છે તે તે હૉસ્પિટલ ગયા છે. અધિકારી ગુચ્છે થયા. અધિકારી ગુસ્સે થઈને બોલ્યા હું અત્યારે ઘનશ્યામ ભાઈને ડિસમિસ કરું છું. ત્યાં જંગલ માંથી અવાજ આવ્યો હા સર હું હાજર છું હું ક્યાય નથી ગયો. અધિકારી ને ખબર ન પડી પણ રમેશ ભાઈ ને નવિન લાગ્યું કારણ કે જો ઘનશ્યામ ભાઈ આવ્યા હોય તો પેલા પાળીયા ની પૂજા કરત પણ પૂજા તો થઈ નથી. અધિકારી ત્યાં રોકાઈ ગયા. 

સાંજ થવા આવી અધિકારી ત્યાં થી નીકાળી ગયા રસ્તામાં ઘનશ્યામ ભાઈનું ઘર આવ્યું એટલે અધિકારી થયું લાવ હું ઘનશ્યામ ભાઈ પુત્ર ની ખબર અંતર પૂછુ. જયાં મકાનમાં પ્રવેશ્યા ત્યાં ઘનશ્યામ ભાઈ રૂમમાં તેના દીકરા પાસે બેઠાં હતાં. અધિકારી સમજી ન શક્યા કે હું અત્યારે જેને મળી ને આવું છું તે અહીં કેમ.
અધિકારી એ એટલુ પૂછયું તમે ક્યારે આવ્યો.

હું આજે ડ્યૂટી પર ન હતો. મેં રજા પાડી છે. મને માફ કરજો સાહેબ
અધિકારી બોલ્યા તો પછી ત્યાં ડ્યૂટી પર કોણ હતું.
આ સાંભળીને ઘનશ્યામ ભાઈ બધું સમજી ગયા કે પાળીયા સિવાય કોઈ નહીં.

આખી રાત તેને પાળીયા ના સપના આવ્યા. તે હાજરા હજૂર છે એવો ભાસ થયો. માંડ માંડ સવાર પડયું. સવાર થયું ઘનશ્યામ ભાઈએ દોટ મુકી પાળીયા પાસે પડી ગયા. તે આભાર પ્રગટ કરવા લાગ્યા. તે આજે મારી લાજ રાખી. તું ખરેખર મારો ભગવાન. હું જીવીશ ત્યાં સુધી તારી પૂજા કરીશ. ત્યાંર પછી તેમનો દિકરો ધીરે ધીરે સાજો થઈ ગયો. 

ઘનશ્યામ ભાઈ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પાળીયા ની પૂજા કરતા રહ્યા. પછી તેનો દીકરો ડ્યૂટી પર લાગ્યો તે પણ તે પાળીયા ની પૂજા કરતો. 

જીત ગજ્જર