Dikaro books and stories free download online pdf in Gujarati

દિકરો

કૉલેજ માં વિમલ ને વિભા સાથે પ્રેમ થઈ જાય છે. તે લવ મેરેજ કરવા માગતો હતા. વિમલ વિભા ને તેના મમ્મી સાથે મુલાકાત કરે છે. વિમલ તેના મમ્મીને બધી વાત કરે છે. વિમલ તેના મમ્મી પાસે મેરેજ નો કરવાનો જવાબ માંગે છે. પણ હું વિચારી ને સાંજે જવાબ આપીશ એમ કહી તેના રૂમમાં જતી રહે છે.

સાંજે વિમલ મેરેજ નો જવાબ માંગે છે. મમ્મીને તે વિભા તારા માટે યોગ્ય નથી એમ કહે છે. બેટા તું ભૂલી જા તેને તે તારી યોગ્ય રીતે તારા જીવનમાં ખરી ઉતરી શકે તેમ નથી. તારા માટે હું યોગ્ય છોકરી ગોતીશ. પણ વિમલ તેના મમ્મીની મરજી વિરુધ્ધ વિભા સાથે મંદિર માં લગ્ન કરી ઘરે આવે છે. મમ્મી ના છુટકે તેનો સ્વીકાર કરવો પડે છે.

બીજી બાજુ વિભા ના ભાઇ, ભાભી ને મમ્મી પણ આ લગ્ન થી માંની જાય છે. બને પરિવારો વચ્ચે આવરો જાવરો થઈ જાય છે. બને પરિવાર ખુશી થી રહેવા લાગે છે.

હવે ધીરે ધીરે વિભા તેનો હક જમાવવા લાગે છે. તેની સાસુ પર અત્યાચાર કરવા લાગે છે તે પણ વિમલ ઘરે ન હોય. વિમલ ઘરે હોય ત્યારે સાસુ સાથે પ્રેમ નું નાટક કરે છે એટલે વિમલ ને ખબર ન પડે. મમ્મી પણ દીકરા ને કારણ જુલમ સહન કરે છે. હવે ધીરે ધીરે જુલમ વધવા લાગે છે.

એક દિવસ કોઈ કારણ સર વિમલ ઘરે આવે છે તે દ્રશ્ય જોવે છે તો પગ નીચે થી જમીન સરકી જાય છે. વિભા તેના મમ્મીને લાકડી વડે મારી રહી હોય છે. તે વિભા ને રોકી બંને ની વાત સાંભળે છે. મમ્મી તો કઈ બોલી નહીં બસ બે આંસુ પડ્યા જ્યારે વિભા દોષ નોં ટોપલો તેની સાસુ પર ઢોળી દે છે. મમ્મી નાં આંખ માં આંસુ જોઈ વિભા ને ઘરે થી કાઢી મૂકે છે.

બેટા મારા માટે આ શું કર્યું હું તો કાલ સવારે મરી જઈશ. તું તારી જીંદગી ન બગાડ. પણ મમ્મી તું મારી ભગવાન છે. પત્ની તો બીજી થાશે પણ તું જીવન માં એક જ વાર મળે છે. તારો બહું ઉપકાર છે મારા પર.

આ બાજુ વિભા તેના મમ્મીને ઘરે આવે છે. તે પણ ત્યાં ની હાલત જોઈ ચોકી ઉઠે છે. તેની ભાભી તેની મમ્મી પર જુલમ કરી રહી હતી. તેનો ભાઈ ઘરે હાજર ન હતો. પહેલા તો ભાભી ને રોકે છે. ને નિરાંતે ભાભી ને તેની કહાની સમજાવે છે. ભાભી ને કહે કદાચ મારી જેમ થયું હોય તો.. બંને ભુલ નું ભાન થાય છે. ભાભી તેની સાસુ પાસે માફી માગે છે ને તને મા માનીને રાખીશ એવું વચન આપે છે. ભાભી વિભા ને મોકલે છે તું જા માફી માંગ નહીંતર મોડું થઈ જાસે. 

વિભા તેના ઘરે થી નીકળી વિમલ ની ઘરે પહોચી. વિમલ તેના મા ના પગ ડાબી રહ્યો હતો. થોડી વાર દરવાજા પાસે ઉભી રહી. સીધી તેના સાસુ નાં પગ માં પડી માફી માગે છે. બહુ રડે છે. તેના ઘરે બન્યું તે વાત પણ કરે છે. પણ કહેવાય છે માં તે મા આખરે વિભા ને માફ કરી દે છે. વિમલ પણ ફરી માં નાં કહેવાથી અપનાવી લે છે.

આજે સાચો દિકરો પુરવાર થાય છે. દીકરો માં નાં કાળજા નોં ટુકડો કહેવાય. વિચારવું જોઈએ આવું આપણી સાથે પણ થઈ શકે છે. દુનિયામાં માં થી મોટું કોઈ નથી. પત્ની કરતા માં બહુ મોટી હોય છે. આશા રાખું આ વાર્તા થી તમે બધા મા ને વધારે પ્રેમ કરશો. "મા તે મા બીજા વગડા ના વા"

જીત ગજ્જર