Lagani ni suvas - 25 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 25

મીરાંએ મસ્ત કેડીયાં પાઘડી ધોતી બન્ને માટે સાત જોડ ભાડે લીધી.... જોવતી ઝવેલરી ઓક્સોડાઈઝની ખરીદી... પોતાના માટે મસ્ત કંદોરો લીધો ... બન્ને ઘરે જવાં નીકળ્યા.... ઝરમર વરસાદ ચાલુ થ્યો... જેમાં પલડાય નહીં એવો ઝાણે ઝાંકળ પડતી હોય સતત એવો ફરફેણ પડી રહી.... બન્ને માથે ઓઢી ઘરે પહોંચ્યા.. ભૂરી એના ઘર તરફ વળી... અને મીરાં પોતાના ઘર તરફ ગઈ.. ભેંસ દોઈ...ચા સાથે ખટમીઠા ઢોકળા બનાવ્યા... મયુર ઉઠી તૈયાર થઈ બેઠો હતો . આર્યન તો હજી ઉઘતો જ હતો... મીરાં અને મયુરે બન્ને નાસ્તો કરવા બેઠા...
"મીરાં ચણીયા ચોળીમાં મસ્ત લાગે છે તું તો.... ઢીંગલી જેવી... " મયુરે એના વખાણ કરતા કહ્યું....
" થેન્કયુ... ભાઈ તમારા માટે પણ લાવી છુ તમારે પણ આ જ પહેરવાનુ છે....!"
" ચણીયા ચોળી...? મયુર આશ્ચર્ય સાથે બોલ્યો... "
" અરે ભાઈ શું તમે પણ..... કેડીયુને ધોતી... હું લઈ આવી છુ તમારા બન્ને માટે.... અને આજથી અમાસ સુધી આજ પહેરવાનું..."
" ઓ... કે બોસ... "
" ગામમાં મેળો છે પંદર દિવસ રાતે રોજ ગરબા મજા આવશે..."
" હા, મોજ પડી જશે..... આ પેલો લંગૂર હજી સૂતો જ છે...એને ઉઠાડુ ..."
" ના, ભાઈ તમે કપડા બદલી લો તૈયાર થઈ જાઓ... હું ઉઠાડી આવું છુ..."
મયુર કપડા બદલવા બીજે માળ મેઢા પર ગયો.. મીરાં આર્યન ને ઉઠાડવા ગઈ. એણે આર્યને ઓઠેલું ખેંચી લીધુ...... ગાલ પર નાની થપથપાટ કરી આર્યન.... આર્યન... બૂમો પાડી.... આર્યન આંખો ખોલી એની આંખો ખૂલ્લી જ રહી ગઈ મીરાંને જોઈ એટલે એ જોતો જ રહી ગયો... મસ્ત ચણીયા ચોળી એનો રંગ એને ચોટી પડતો હતો...
" આમાં તુ મસ્ત લાગે છે... મીરાં.. "
" હું મસ્ત લાગુ.... તમે પણ મસ્ત જ લાગશો... નહાઈલો.... આજે તમારે પણ કેડીયુ ધોતી પહેરવાની છે."
" વાઉ.. મજા આવશે... યાર.. "
" જલ્દી તૈયાર થઈ જાઓ મેળો છે ગામમાં તમારી મીઠાઈ મળી જાશે મેળામાં... "???મીરાં એ મજાક કરતાં કહ્યું..
" હા, ઉડાવો અમારી સવાર સવારમાં ગામની મીઠાઈમાં મકોળાએ હશે ને ફ્રી માં .... નઈ... "
બન્ને હશી પડ્યા... આર્યન નહાવા ગયો અને મીરાં કામે વળગી ફટાફટ કામ પતાવવી ખેતરે જવા તૈયારી કરતી હતી ત્યાં જ આર્યન અને મયુર બન્ને નીચે આવ્યા... મીરાં.... આર્યનને જોઈ ચોકી ગઈ... એવુ જ ફાળીયું એવી જ કલગી... બાધવાની રીત ... પણ એના ભાવ એણે અંદર જ સમાવી લીધા...
" જો મીરાં કેવો લાગુ છું. સેમ ટુ સેમ ગોવાળીયો... !"આર્યન આંખો નચાવતો બોલ્યો...
" હા, સારા લાગો છો.... પણ આ ચા નાસ્તો કરી લો મેં હાલ જ ચા બનાવી તમારા માટે અને હું ખેતરે જાઉં છું. ચાર લેવા .... પાછો વરસાદ પડશે તો આ ભેંસ ભૂખી રહેશે... "
મીરાં એ આર્યનને ચા નાસ્તો આપ્યો અને મયુર ગામમાં ગયો. મીરાં ખેતરમાં જવા નીકળતી હતી કે આર્યને જોડે આવા જીદ કરી પોતે એકલો ઘરમાં કંટાળશે એટલે જોડે આવે તો સમય જતો રહેશે ...એટલે મીરાં એ એને સાથે આવવા દિધો.બન્ને ખેતરના રસ્તે પડ્યા......મીરાં આગળ આગળ ચાલતી હતીને આર્યન પાછળ પાછળ ચાલતો હતો... બન્ને વચ્ચે કોઈ વાતચીત ચાલુ ન હતી બન્ને વાતાવરણની મજા લેતા લેતા ચાલ્યા જતાં હતાં... રસ્તામાં જે મળે એને મીરાં જય શ્રી કૃષ્ણ એમ કહી આગળ વધતી હતી... રસ્તામાં ઉગેલા વેલા પર મીરાંની નજર ફરતી હતી એ નિરીક્ષણ કરતી હોય એવું લાગતા આર્યનથી પૂછી લેવાયું.....
" આ વાડમાં શું તાકી તાકી જુએ છે... ત્યાં ગોવાળીયો સંતાયો છે..?!"
" બસ.... હો.... તમારા શહેરી ને શું ખબર આ વાડમાં કેવા કેવા રતન પાકે.... તમે તો ફેશનેબલ નઈ મોટા.. સાહેબ...!"
" મજાક કરતો તો યાર શું તું પણ ..... કે..ને શું તાકતીતી હું એ જાણુ.... ?"
" અરે... કંકોડા.... અને ફોદના વેલા જોતી હતી તો વળતી વખતે લઈ શકાય....... ફોદના ભજીયા... કંકોડાનું
શાક પણ મસ્ત લાગે બાજરી રોટલા જોડે... જલ્સો પડી જાય....."
" ઓ...કે.... મીરાં મેડમ થોડા ઉતાવળા જઈએ.... પ્લીસ થાકી ગયો યાર.... ત્યાં જઈ... બેસીએ... "
" આ સામે દૈખાય એજ મારૂ ખેતર તમે અહીં બેસો હું ચાર વાઢીને દસ જ મિનિટમાં આવું..."
" ઓકે... બોસ... "
આર્યન ત્યાં બેઠો..... મીરાં એના કામમાં લાગી ગઈ...
ક્રમશ: