The dark secret - 15 books and stories free download online pdf in Gujarati

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૫

અમર જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેની ગાડી એક ઝાડ સાથે અથડાયેલી પડેલી હતી. તેના કપાળ માંથી લોહી નીકળી રહ્યું હતું. તેના માથા માં સખત દુખાવો થઈ રહ્યો હતો. તેણે પોતાનો ફોન શોધ્યો.
મોબાઈલ મળતા તાત્કાલિક પોલીસ સ્ટેશન એ ફોન કર્યો. તેની ગાડી માં ફસ્ટૅ એડ કીટ હતી . તેણે પોતાનો કપાળ પર જખ્મ સાફ કરીને ટેપ લગાડી. અમર ને નાની મોટી ખરોચ લાગી હતી. બહુ નહોતું લાગ્યું.
તે ગાડી ની બહાર નીકળ્યો. તે હાઈવે રોડ પર આવ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ટ્રક ને કાર નો અકસ્માત થઈ ગયો હતો.
તે અકસ્માત ની જગ્યાએ પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે ટ્રક નો ડ્રાઈવર ને કાર નો માલિક બંને મૃત્યુ પામ્યા હતા. તેણે એમ્બ્યુલન્સ પણ બોલાવી લીધી. તે આજુબાજુ નિરીક્ષણ કરી રહૃાો હતો ત્યાં તેને રસ્તા પર એક ફોન પડેલો મળ્યો. તે નોકિયા નો સાદો ફોન હતો.
તેણે ફોન જોયો તો ફોન હજી ચાલુ જ હતો. તેણે કોલ લોગ જોયો તો તેમાં છેલ્લો કરેલો ફોન મોહિત સાહેબ ના નામ થી સેવ હતો.‌આ જોઈને અમર ને નવાઈ લાગી.
********************
આસ્થા ની આગળ વાંચવાની હિંમત નહોતી થતી. પણ તે પોતાની. જિંદગી નું સૌથી મોટું રહસ્ય પણ જણાવા માંગતી હતી. તેણે હિંમત ભેગી કરીને આગળ વાંચવા લાગી.
*****************
એક કડવું સત્ય હતું જે કોઈ નહોતું જાણતું . મેં પણ મારા મન ના ઊંડાણ માં તે સત્ય દબાવી દીધું હતું. પણ સત્ય તો એક દિવસ સામે આવીને જ રહે છે.
આસ્થા ના જન્મ પછી બધું બરાબર થઈ ગયું હતું. મહેશ પણ ખુશ રહેતો હતો. તેની પીવાની આદત પણ જતી રહી હતી. ૩ વર્ષ તો હસી ખુશી સાથે પસાર થઈ ગયા.
ઘર ની બાજુમાં મિસિસ ડીસોઝા કરીને આન્ટી રહેવા આવ્યા હતા. તેમની કમ્પની પણ સારી રહેતી હતી. જોસેફ ના મમ્મી આસ્થા ના જન્મ પછી મને મળવા ક્યારેક આવતા હતા. પણ તે રાત પછી જોસેફ મને મળવા આવ્યો ન હતો.
જોસેફ ના મમ્મી એક વાર મને મળ્યા આવ્યા હતા ત્યારે તે મારી પાસે રડી પડ્યા. તે બોલ્યા," રોઝી, પ્લીઝ જોસેફ ને સમજાવ કે તે ઘર વસાવી લે. આમ ને આમ ક્યાં સુધી તે એકલો રહેશે. આસ્થા ને જોઈને મને પણ થાય કે કાશ મારા ઘરે પણ આસ્થા જેવી નાનકડી ઢીંગલી હોય. પ્લીઝ, રોઝી. તે તારી વાત જરૂર થી માનશે."
મેં એમને દિલાસો આપતાં કહ્યું," તમે ચિંતા ન કરો. હું તેને સમજાવીશ. આસ્થા પણ તમારી પૌત્રી જ છે. તમને જ્યારે મન થાય ત્યારે તેને રમાડવા આવી શકો છો."
જોસેફ ના મમ્મી એ ૩ વર્ષ ની આસ્થા ને પોતાના ખોળામાં લેતા કહ્યું," હા, રોઝ. આસ્થા ને જોઈને મારું મન રાજી થઈ જાય છે. ખબર નહીં આસ્થા ને જોઈને મને જોસેફ નુ બાળપણ યાદ આવી જાય છે." જોસેફ ના મમ્મી એ આસ્થા ને કિસ કરતા કહ્યું.
આ સાંભળી ને મારો ચહેરો ફિક્કો પડી ગયો. મેં તરત જ વાત બદલાવી નાખીને આસ્થા ને રમવા માટે બહાર મોકલાવી દીધી. પણ મેં મન માં નક્કી કર્યું કે જોસેફ ને હું ગમે તેમ કરીને મેરેજ માટે મનાવીશ.
બે ત્રણ દિવસ પછી મહેશ કામ ના લીધે બહાર ગયો હતો. તે મોડે થી આવવાનો હતો. મેં જોસેફ ના ઘરે ફોન લગાવ્યો.‌
જોસેફ જ ફોન ઉપાડ્યો. તે બોલ્યો," હેલ્લો.."
" હેલ્લો .. જોસેફ.." મેં કહ્યું.
" રોઝ.." તે મારો અવાજ તરત જ ઓળખી ગયો.
" કેમ છે તું ?" મેં પુછ્યું ‌
" તું કેમ છો , રોઝ ? ખુશ તો છો ને ?" જોસેફ એ પુછ્યું.
" હા, પણ તારા થી નારાજ છું." મેં કહ્યું.‌
જોસેફ એ પુછ્યું," કેમ ?"
" તું તારી લાઈફ માં કેમ આગળ નથી વધતો ? હું તને આવી રીતે નથી જોઈ શકતી" મેં લાગણીશીલ થઈને કહ્યું.
" રોઝ, હું ખુશ છું. મને આવી રીતે જ રહેવું છે. હું કોઈ બીજા સાથે નહીં જોડાઈ શકું." જોસેફ એ સ્પષ્ટ રીતે કહ્યું.‌
" પણ શું કામ ? કોઈ ની પાછળ આખી જિંદગી બરબાદ ન કરાય." મેં કહ્યું.
" મારા એક સવાલ નો જવાબ આપીશ ?" જોસેફ એ કહ્યું.
" હા , બોલ " મેં કહ્યું.
" શું આસ્થા મારી દીકરી છે ?" જોસેફ એ પુછ્યું.
આ સાંભળી ને હું ચોંકી ગઈ. મારા આખા શરીરે કંપારી પસાર થઈ ગઈ.
હું મહાપ્રયત્ને બોલી," ના "
" તું ખોટું બોલે છે. આસ્થા મારી જ દીકરી છે. મમ્મી તારી પાસે થી તેનો ફોટો લઈ આવ્યા હતા . તે મેં જોયો હતો. ત્યારે જ મને સમજાય ગયું કે આસ્થા મારી દીકરી છે. તું ચિંતા ન કર.‌હુ તેના પર કોઈ હક ક્યારેય નહીં બતાવું. બસ એક વાર મને કહે કે તે મારી દીકરી છે." જોસેફ એ લાગણીશીલ થઈને કહ્યું.
" હા, જોસેફ. આસ્થા તારી દીકરી છે." મારી આંખો ભીની થઈ ગઈ.
આટલું બોલી તે સાથે કોઈ વસ્તુ પડવાનો અવાજ આવ્યો. મેં પાછળ ફરીને જોયું તો મહેશ ઉભો હતો ને તેની આંખો માં ગુસ્સો હતો. ફર્શ પર ચોકલેટ , રમકડા ને ફુલો વિખરાયેલા પડયા હતા.
મેં ફોન તરત મુકી દીધો ને હું ડરતી ડરતી મહેશ પાસે ગઈ. મેં કહ્યું," મહેશ.."
હું હજી આગળ કશું બોલું તે પહેલા મહેશ એ મને થપ્પડ મારી દીધી ને મારું ગળું પકડી લેતા ક્રોધ માં કહ્યું," મારી પીઠ પાછળ તું આવા બધા કામ કરે છે. શું કમી રહી ગઈ હતી મારા પ્રેમ માં કે તને બીજા પુરુષ પાસે જવું પડ્યું!!"
મારો શ્વાસ રુંધાય રહૃાો હતો. મને એમ જ લાગ્યું કે મારું મૌત નજીક આવી ગયું. પણ મહેશ એ ધક્કો મારીને મને ફર્શ પર પાડી દીધી.
મને તમ્મર આવી ગયા ને ખાંસી આવવા લાગી.‌થોડી વાર પછી મેં સ્વસ્થ થઈને મહેશ ને બધી વાત કરી. મેં તેની માફી માંગી ને તેને ખુબ આજીજી ની વિનંતી કરી.
મહેશ તો પથ્થર ની મુર્તિ ની જેમ આ બધું સાંભળતો રહ્યો . તેના ચહેરા પર કોઈ ભાવ ન હતા.
અંતે મેં કહ્યું," મહેશ, હું તને જ ચાહું છું.‌તારા સિવાય બીજા કોઈ ને પ્રેમ કરતી નથી. પ્લીઝ, તું કહે તે કરવા તૈયાર છું. મારો પ્રેમ સાબિત કરવા હું ગમે તે કરવા તૈયાર છું.".
આ સાંભળી ને મહેશ ની આંખો માં ચમક આવી . તેણે મારો ચહેરો હાથ માં લીધો ને કહ્યું," ખરેખર તું મને પ્રેમ કરે છે ? મારા માટે તું કંઈ પણ કરીશ ?"
મેં હકાર માં માથુ હલાવ્યું. મહેશ એ કહ્યું," આસ્થા ને છોડી દે. આ ઘર માં આસ્થા ન જોઈએ."
આ સાંભળી ને હું ઝાટકા સાથે તેનાથી અલગ થઈ ગઈ.‌મે કહ્યું," તું શું બોલે છે તેનું તને ભાન છે !! તે નાનકડી છોકરી એ તારું શું બગાડ્યું છે !!જે સજા દેવી હોય તે મને દે." મેં આક્રોશ થી કહ્યું.
" સજા શું તમને તો જાન થી મારી નાખવાનું મન થાય છે. પણ તને હું પ્રેમ કરું છું. એટલે તે નહીં થાય મારા થી." તેણે મારા વાળ પકડીને ખેંચતા કહ્યું.‌
" જો સાંભળી લે. હું તે પાપ ને ઘર માં નહીં રાખું. તને પસંદ કરવાનું છે. આસ્થા ને મારા માંથી." મહેશ એ ગુસ્સામાં કહ્યું.
મને પીડા થઈ રહી હતી. મહેશ એ ગુસ્સામાં મને ધક્કો મારતાં છોડી દીધી.
મેં મહેશ ને કહ્યું," પ્લીઝ , હું આસ્થા વગર નહીં રહી શકું. તારા વગર પણ નહીં રહી શકું."
મહેશ એ કહ્યું," તને બે માંથી એક ની પસંદગી કરવી પડશે." તે ગુસ્સામાં ઘર ની બહાર જતો રહ્યો.
મને કંઈ સમજાય નહોતું રહ્યું. હું ફર્શ પર બેસીને રડી રહી હતી. ત્યાં મારી આસ્થા મારી પાસે દોડતી આવીને મારા આંસુ લુછવા લાગી. તેના નાનકડા હાથ ની નાજુક ને કોમળ આંગળીઓ ના સ્પર્શ થી મને થોડી રાહત મળી.
તેનો માસુમ ચહેરો ને ભોળી આંખો માં જોતા મેં મન માં નક્કી કરી લીધું કે હું આસ્થા નહીં છોડુ. મેં તેને ગોદ માં લઈ લીધી ને ચુંબનો થી નવડાવી દીધી. મેં નક્કી કરી લીધું કે હું આ ઘર છોડીને આસ્થા ને લઈને જતી રહીશ.
મેં એક સુટકેસ કાઢીને સામાન પણ પેક કરી લીધો. હું મહેશ ના આવવાની રાહ જોતી હતી.
સાંજ થવા આવી પણ તે આવ્યો ન હતો. મેં બધે તપાસ કરી પણ તે ક્યાંય નહોતો મળ્યો. મને બહુ બેચેની થઈ રહી હતી. મેં સરલાબેન ને ફોન કરીને બોલાવી લીધા.
સરલાબેન ને પુરી વાત ન કરતા મેં ફક્ત ઝધડો થયો હતો એમ જ કહ્યું. રાત આખી વીતી ગઈ પણ મહેશ નો કોઈ પતો નહોતો.
મને એક વાર થયું કે સરલાબેન ને બધી વાત કરું પણ પછી મારું મન પાછું પડ્યું.‌આમ પણ તેમને મારી સાથે બહું ફાવતું ન હતું.
બીજે દિવસે સાંજે પોલીસ ને એક લાશ જંગલ માંથી મળી આવી.‌તે લાશ જોઈને મને અરેરાટી છુટી ગઈ. તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ હતો. તેના કપડા મહેશ એ પહેરેલા કપડા જેવા જ હતા.
મારું મન નહોતું માનતું કે આ મહેશ ની લાશ હતી. પણ પોલીસ ને કહેવુ એવું હતું કે મહેશ ને બે ત્રણ જણાં એ જંગલ તરફ જતાં જોયો હતો.‌ પોલીસ એવું માનતી હતી કે આ લાશ મહેશ ની જ હતી.‌કોઈ જંગલી જાનવર ના હુમલો કર્યો હશે એવું તેમનું માનવું હતું.‌
બધા એ આ વાત સ્વીકારી લીધી પણ મારું મન હજી પણ આ વાત સ્વીકારવા તૈયાર ન હતું.
હું તે રાત્રે પોક મૂકીને રડી પડી. જિસસ પાસે માફી માંગી. મારા ગુના ની સજા મહેશ ને કેમ મળી ?!મહેશ વગર નું જીવન મારા માટે મુશ્કેલ છે.
મહેશ ને મેં સાચા દિલ થી પ્રેમ કર્યો છે ને હજી પણ પ્રેમ કરું છું.‌તે પ્રેમ ના વિશ્વાસે હજી પણ મારું મન કહે છે કે મહેશ પાછો આવશે. ફરી થી બધું બરાબર થઈ જશે.
અત્યારે તો મારી આસ્થા ના સહારે હું જીવી રહી છું, ડાયરી..
બાય ડાયરી..
******************
આસ્થા એ ડાયરી બાજુ પર મુકી દીધી. તેની આંખો માંથી આંસુ નીકળી રહ્યા હતા. પોતાની જિંદગી ની આટલી મોટી સચ્ચાઈ જાણ્યા પછી તે અંદર થી તુટી ગઈ હતી.
ત્યાં અચાનક હોલ માં કોઈ વસ્તુ પડવાનો અવાજ આવ્યો. આસ્થા ચોંકી ગઈ . તેણે પોતાના જ આંસુ લુછી નાખ્યા ને બહાર હોલ માં આવી. મેઈન ડોર ખુલ્લો હતો.‌ આસ્થા ને થયું શૈલા આવી હશે.
તેણે બુમ પાડી," શૈલા.." પણ કોઈ જવાબ ન આવ્યો.
આસ્થા એ ઘર ની બહાર જઈને જોયું તો બહાર કોઈ ન હતું. ઠંડો પવન ફુંકાય રહૃાો હતો ને અમાસ ની રાત હોવાથી ગાઢ અંધકાર છવાયેલો હતો. ઘર ની બહાર લગાવેલા બલ્બ નો ઝાંખો પ્રકાશ આવી રહૃાો હતો.
આસ્થા એ દરવાજો બંધ કર્યો ને તે ઘરમાં દાખલ થઈ. તે જેવી ઘર માં આવી તેવી લાઈટ જતી રહી. આસ્થા ને થોડો ડર લાગ્યો. પવન ના લીધે બારી ના દરવાજા જોર થી પછડાવા લાગ્યા.
આસ્થા ને કંઈક અજીબ લાગ્યું. તેણે ટેબલ ના ખાના માંથી ટોચૅ બહાર કાઢી. તેને કોઈ ના પગલાં નો અવાજ સંભળાયો. આ અવાજ કીચન તરફ થી આવી રહૃાો હતો. તેણે ટોચૅ ચાલુ કરીને કીચન તરફ જોયું. પણ કોઈ દેખાયું નહીં.
તેણે રૂમ માં પણ એક નજર ફેરવી . સરલાબેન તો ગાઢ નિદ્રામાં સુતા હતા. અચાનક આસ્થા ને એવો અહેસાસ થયો કે તેની પાછળ કોઈ ઉભું છે. તેણે પાછળ ફરીને જોયું તો કોઈ ન હતું.
આસ્થા ને ડર લાગી રહ્યો હતો. તેણે પોતાનો ફોન શોધી કાઢ્યો પણ તે સ્વિચ ઓફ હતો. ત્યાં જ આસ્થા ને હોલ માંથી કોઈ ના હસવાનો અવાજ આવ્યો.
આસ્થા ગભરાતા ગભરાતા હોલ માં ગઈ. તે ટોચૅ ના પ્રકાશ માં ચારેબાજુ જોઈ રહી હતી. તેણે કહ્યું," કોણ છે ? જે હોય તે સામે આવ."
થોડી વાર તો એકદમ શાંતિ રહી પછી એક વસ્તુ અચાનક આસ્થા પર આવીને પડી. આસ્થા હેબતાઈ ગઈ ને તે નીચે ફર્શ પર પડી ગઈ. તેના હાથ માંથી ટોચૅ પડી ગઈ. તેનાથી ચીસ પડી ગઈ.
તેણે ધ્રુજતા હાથે ટોચૅ લીધી ને જોયું તો તેનો ફેવરિટ ઢીંગલો ત્યાં ફર્શ પર પડ્યો હતો. તેના ચહેરા પર નું હાસ્ય અત્યારે ડરામણું લાગી રહ્યું હતું.
આસ્થા ખુબ ડરી ગઈ. તે ઉભી થઈને દરવાજો ખોલીને બહાર જવા જતી હતી. ત્યાં પાછળ થી ધેરો અવાજ સંભળાયો.
" આસ્થુ.. તે રાત્રે શું થયું તે તને નથી જણાવું ??"
આસ્થા ના ધબકારા વધી ગયા . તે આ અવાજ સાંભળી ને ચોંકી ગઈ. તે ધીમે થી પાછળ ફરીને ને સામે જોયું તો તેની આંખો આશ્વર્ય થી પહોળી થઈ ગઈ.
**************
અમર એ એમ્બ્યુલન્સ માં બંને લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધી હતી. તે પોતે પોલીસ ને વેન માં પાછો આવી રહ્યો હતો.
ત્યાં તેના ફોન ની રીંગ વાગી. મિસિસ સ્મિથ નો ફોન હતો.
તે ગભરાયેલા અવાજે બોલ્યા," હું , જોસેફ ને ડો પ્રશાંત ત્યાં આવી રહૃાા છે. જોસેફ માને છે કે આસ્થા ની જાન ને ખતરો છે. તેણે આસ્થા પાસે જવાની જીદ લીધી છે. પ્લીઝ, તું જલ્દી આસ્થા.." ત્યાં જ ફોન કપાઈ ગયો.
અમર ના ફોન ની બેટરી લો હોવાથી તે સ્વિચ ઓફ થઈ ગયો હતો. અમર એ સ્પીડ માં પોલીસ વેન જવા દીધી.
**************

હેલ્લો મિત્રો, સ્ટોરી તેના અંત તરફ આગળ વધી રહી છે. તમારા પ્રતિભાવો જરૂર થી આપજો..