BAAP DIKARI books and stories free download online pdf in Gujarati

બાપ દિકરી

ભરત ગોસાઈ

કોઈ ના મુખેથી સાંભળેલી એક સત્ય ઘટના છે, માતા પુત્ર નો પ્રેમ હોય કે પછી ,ભાઈ બહેનનો પ્રેમ હોય ,કે પછી ભાઈ ભાઈ નો પ્રેમ હોય પણ જ્યારે નજર બાપ અને દીકરી ના પ્રેમ પર નજર પડે ને ત્યારે આ હૈયામાં સમાયેલું આંસુનું ટીપુ બિંદુ બનીને વેહવા લાગે છે.

દીકરી જેમ જેમ મોટી થાય ને એમ એમ તેના બાપને ચિંતા વધતી જાય છે, આપના લોકગીતો મા પણ કહ્યું છે કે

" દાદા હો દીકરી દાદા હો દીકરી વાગડ મા ના દેશોરે સઈ ,
વગડની વઢીયારી સાસુ દોહ્યલી રેજી."

એક સત્ય ઘટનાનો પ્રસંગ છે એમ તો હું પણ કંઈ આવી વાત માં નોતો વિશ્વાસ કરતો પણ આ ઘટના જ્યારે મારા અંગત મિત્ર ના સાથે ઘટી ત્યારે મને પણ વિશ્વાસ થઈ ગયો.

નામ હું બદલવું છું પણ જગ્યા એજ છે.

રાઘવ ભાઈને અવારનવાર સૌરાષ્ટ્ર માંથી વડોદરા સાહિત્યના પ્રોગ્રામ કરવા આવવાનું થતું , તેની આગળ કાર ન હતી પણ તે ભાડે કાર કરાવીને વડોદરા આવતા તેં બહુજ મોટા કલાકાર પણ બહુજ સાદું જીવન એમનું આમ તો તે મૂળ જૂનાગઢના વતની.

એકવાર વેહલી સવારે ૪ વાગ્યે પ્રોગ્રામ પતાવીને સિવિલ હોસ્પિટલ નજીકથી નીકળતા હતા , ત્યાં રાઘવભાઈની નજર હોસ્પિટલ ના પગથીયા પર પડી !

પગથિયા પર એક ૧૬ ૧૭ વર્ષની દીકરી પોતાનું માથું જુકાવિને સોધાર આંસુએ રડતી હતી. રાત ના ચાર વાગ્યતા કોઈ બીજા માણસો પણ ત્યાં ન હતા કે તેમની મદદ કરી શકે.

રઘવભાઈ પોતાની ગાડી માંથી ઉતર્યા અને ડ્રાઈવર ને નજીક ગાડી પાર્ક કરવા કહ્યું. રાઘવ ભાઈ તે દીકરીની નજીક ગયા અને એક હાથ એમના માથા ઉપર મૂકીને કીધું કે

"બેટા કેમ રડે છે??".
બેટા એવો શબ્દ સાંભળતાં દીકરીના શરીરમાં એક જંજનાટ પસાર થઈ ગયો, દીકરી ધ્રુસકે ધ્રુસકે રડતી રડતી પોતાનું માથું ઊંચું કરીને જ્યાં જોવે છે તો એક ભલો માણસ દેખાય છે, આવી અવાવરી રાત્રે ભગવાને એમની મદદ કરવામાટે કોઈ ઓલિયાને મોકલ્યો હોય તેમ ભગવાનનો પાડ માનવા લાગી.

બોલ બેટા કેમ રડે છે?? રઘવભઇએ ફરીથી પૂછ્યું. દીકરીએ સામે જોઇને કહ્યું કે તમે કાઠિયાવાડી લગો છો બાપુ..બાકીતો હું રાતના બાર વાગ્યાથી અહી બેઠી છું પણ કોઈએ મને આવીને નથી પૂછ્યું કે શું તકલીફ છે મને.

હા બેટા જૂનાગઢનો છું , વડોદરા આવ્યોતો પ્રોગ્રામ કરવા. રઘવભઇએ જવાબ આપ્યો. પણ તું અહી એકલી શું કરે છે તારા મા બાપ ક્યાં છે ? અને આમ કા હોસ્પિટલમાં આવવાનું થયું?
બાપુ એમાં એમ છેને કે હું અને મારા બાપુ બેય જાત્રા કરવા ગયાતા , પણ કમનસીબે અમારી બસને રસ્તામાં અકસ્માત નડ્યો ઘણા યાત્રિકો ઘાયલ થયા એમને બધાને આ હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા એમાં હું અને મારા બાપુ પણ હતા.

મને તો થોડું વાગ્યુંતું એટલે ડૉક્ટરે થોડા પાટા પિંડી કરીને રજા આપી દીધી પણ મારા બાપુને માથામાં બહુજ વગ્યુતું તો એમને આઈસીઆઈયુ મા રાખ્યાતાં પણ ડોકટર ની ઘણી મેહનત બાદ પણ મારા બાપુને ડોકટર બચાવી ન શક્યા .

એમને મૃત જાહેર કર્યા અને મને બોલાવવામા આવી અને કીધું કે તમે આ મૃતદેહને તમે તમારા ઘરે લાઇજવાની વ્યવસ્થા કરો પણ બાપુ હું એકલી આ શહેર પણ નવું અને આપતી એકાએક આવી ચડી તો હું શું કરું? મારી આગળ પૈસા પણ નથી કે કોઈ પ્રાઇવેટ વાહન કરીને મારા ગામ પહોંચાડું દીકરી ફરી રડવા લાગી.

રઘવભઇએ કહ્યું કે બેટા રડીશ નઇ હું તારા બાપને તોલે છું મારી આગળ ઘરની ગાડિતો નથી પણ હું ભાડાથી ગાડી લઈને અવ્યોતો તો તું અને તારા બાપુ ને તારા ગામમાં પોહચાડી દઈશ તું ચિંતા ના કરીશ દીકરી .

રાઘવભાઇ અને ડ્રાઈવરે દીકરીના બાપને ગાડીમાં પાછળની સીટમાં સુવડાવ્યા અને દિકરી પોતાના બાપનું માથું પોતાના ખોળામાં નાખીને સોધાર આંસુએ રડતી હતી.

બપોરના ૨ વાગ્યા હશે રાઘવભાઇ પોતાની ભાડે કરેલ ગાડી દીકરીના ગામમા પ્રવેશી, પાછળ બેઠેલી દીકરીએ ગામમાં રહેલું પોતાનું ઘર બતાવ્યું. ઘર નજીક ગાડી ગાડી ઉભી રાખી , અને દીકરીએ પોતાના બાપનું માથું નીચે મૂકીને ગાડીની બહાર નીકળી. દીકરીએ કહ્યું કે બાપુ મારા ઘરની ચાવી મારા પાડોશમાં આપેલી છે તે ચાવી લઈને આવું ત્યાં સુધી રાહ જુવો.

રાઘવભાઈ કહે ભલે બેટા તું તારે શાંતિથી ચાવી લાવીને દરવાજો ખોલ. દીકરી બાજુમાં આવેલી ગલીમાં વળી ગઈ. લગભગ એકાદ કલાક થઈ હશે પણ દીકરી ન આવી એટલે રાઘવભાઈ ને થયું કે પોતાનો બાપ મૃત્યુ પામ્યો છે એટલે પાડોશમાં બધા પૂછતા હશે અને એને સમજાવવામાં દીકરીને મોડું થયું હશે એટલે રઘવભાઈ એ રાહ જોવાનું ચાલુ રાખ્યું. પણ બપોરના ચાર વાગ્યા તેમ છતાં દીકરી ન આવી એટલે રઘવભાઈ ગામના ચોરે પોચ્યા અને ગામના વડીલને આખી ઘટના વર્ણવી.

ગામના લોકોની મદદથી દરવાજો તોડ્યો અને ઘરમાં ગયા. દીકરીના બાપને ગાડીમાંથી ઉતરીને ઘરમાં લાવ્યા. રઘવભાઈ ખુબજ થાકી ગયા હતા એટલે તે નજીકના ખાટલા ઉપર બેઠા એમની નજર દીવાલ ઉપર લટકતી એક છબી ઉપર પડી તે છબીમાં જે ફોટો હતો તે ફોટાને બતાવીને રઘવભાઈએ ગામના વડીલને કહ્યું કે આજ દીકરી મને અહી લઈને આવી હતી. ગામ લોકોને માન્યમાં ન આવે એવી વાત હતી કારણકે આ દીકરીનું તો મૃત્યુ છ મહિના પેલાજ થયું હતું.
રઘવભાઈને આ વાતની ખબર પડતાં પોતાના શરીરમાં વીજળી દોડી ગઈ. તો શું રઘવભાઈ વડોદરાથી અહી સુધી એક ભૂત સાથે આવ્યા??????

પણ એમને એક પિતા અને પુત્રીનો પ્રેમ જોઈને આંખમાં આંસું આવી ગયા. દીકરી મોતને ભેટી હોય એને છ છ મહિનાના વાણા વાઈ ગયા હોય અને પોતાના બાપનું શબ વડોદરાની હોસ્પિટલમાં રઝળતું હોય એ દૃશ્ય આ દીકરી કેમ જોઈ શકે . એટલેજ એમને ભૂત બનીને આવવું પડ્યું હશે.

બાપ અને દીકરીના સ્નેહની વાત મે ખુદ રઘવભાઈના મુખેથી સાંભળેલી.