Love quadrilateral - 13 books and stories free download online pdf in Gujarati

પ્રણય ચતુષ્કોણ - 13

કોલેજની પિકનિક થાય છે અને એ પણ પંચગીનીમાં. બધા હોંશભેર કોલેજ પિકનિકમાં પહોંચે છે...રાજ આ પીકનીકમાં જ એના દિલની વાત પિયા સુધી પહોંચાડવા માંગે છે. આખો દિવસ ટ્રેકિંગ, ધમાલ- મસ્તી , અંતાક્ષરી અને ખાવા પીવાની મોજ મસ્તી કરીને...રાતે બધા campfire કરીને બેઠા છે અને ગપ્પા મારે છે...અચાનક જ પિયા ત્યાંથી ઉભી થઇ દૂર ચાલવા લાગે છે...રાજ પણ તકનો લાભ ઉઠાવીને એની પાછળ પાછળ જાય છે...કેમકે આખા દિવસમાં એને એવું એકાંત મળ્યું જ ન હતું કે એ પિયાને કાઈ કહી શકે. અંતાક્ષરીમાં એણે ઘણી વાર ગીતો થકી પોતાના દિલની વાત પિયાને જણાવવાનો પ્રયત્ન કર્યો પણ પિયાએ એ વાત notice જ ન કરી.
Hey piya , શુ થયું ? કેમ આમ અચાનક જ ત્યાંથી ઉભી થઈને આમ ચાલવા લાગી ? રાજ આજે આખો દિવસ ધમાલ મસ્તી કરીને થાકી છું તો થોડી શાંતિ માટે આમ ચક્કર મારવા નીકળી છું..અરે પણ આ જંગલ છે ગમે તે થઈ શકે આમ એકલા નીકળી જવાતું હશે? રાજ પિયાને ઠપકો આપે છે..એવામાં અચાનક જ પિયાનો પગ લપસે છે અને એ ત્યાં જ ફસડાઈ પડે છે...રાજ એની મદદ કરે છે અને ત્યાં બાજુના ઝાડ નીચે બેસાડે છે અને એના પગમાં થોડો massage કરી દે છે અને કહે છે..જોયું ? આમ એકલા ન નીકળાય... એવામાં જ એક જંગલી જાનવરનો અવાજ આવે છે અને પિયા ગભરાઈને રાજને ગળે લાગી જાય છે..રાજ આમ અચાનક પિયાના આ વર્તનથી રોમાંચ અનુભવે છે અને પિયાની પીઠ પસવારે છે. થોડી વારમાં પિયા રાજથી અળગી થવાની try કરે છે ત્યારે રાજ પોતાની સુધ બુધ ખોઈ બેઠો હોય છે...અને પોતાના હાથ વડે પિયાના ચહેરા પર આવેલી લટને કાન પાછળ લઇ જાય છે અને પ્રેમથી એના ગાલ પર હાથ ફેરવી આંખ નીચે પિયાના શરમથી લાલ થઈ ગયેલા ગાલ પર ચુંબન કરે છે. પિયાને પણ આ બધું ગમતું હોય છે માટે એ કઈ વિરોધ નથી કરતી..અને શરમાઈને ઉભી થઇ જાય છે...રાજ પણ confident feel કરે છે..કેમકે પિયા એ કઈ વિરોધ ન કર્યો...એ પિયાના ખભા પકડી એને પોતાની તરફ ફેરવે છે ..ત્યાં પિયા શરમાઈને એને ગળે લાગી જાય છે એમ જ 5 મિનિટ બંને ઉભા રહે છે...હવે આપણે જઈએ? બાકી બધા અહીં આવી જશે આપણને ગોતવા....કહેતા રાજ દૂર જાય છે...અને આખા રસ્તે એકબીજાનો હાથ પકડીને ચાલતા જાય છે...બંને આખા રસ્તે મૌન છે પરંતુ બંનેના હાથના સ્પર્શ થકી કહ્યા વગર જ બંને એક બીજાના મનની વાત સમજી જાય છે. શુ અદ્દભૂત અનુભૂતિ કરે છે! બંને...સાતમા આસમાનમાં વિહરે છે...વગર કહ્યે જ પ્રેમનો એકરાર એ પણ આ રીતે બંને પક્ષ તરફથી....

ત્યાં પહોંચે છે ત્યાં ખુશી તરત પિયાનો હાથ ખેંચી તેને દૂર લઈ જાય છે અને પૂછે છે ક્યાં હતી ? મને તો તારી કેટલી ચિંતા થતી હતી ? ....પણ પિયાના માત્ર કાન સુધી જ ખુશીના શબ્દો પહોંચતા હતા...મનમાં તો માત્ર રાજના જ વિચારો ચાલતા હતા.
બધા ઉભા થઇ પોત પોતાના રૂમમાં જવા લાગે છે ત્યારે પણ રાજ અને પિયા માત્ર એકબીજાની આંખોમાં જોઈને જ સમજી જાય છે...bye કે take care જેવા શબ્દો ઔપચારિક બની જાય છે..

એ રાતે પિયાને ઊંઘ નથી આવતી....રાજની હાલત પણ કંઈક આવીજ હોય છે..બંને મોબાઈલ હાથમાં લે છે અને મૂકી દે છે..પડખાઓ ફરે છે...અને એમાં જ અચાનક પિયાના મોબાઈલમાં મેસેજ આવે છે, રાજ નો જેમાં માત્ર લખ્યું છે , "I love you". વાંચીને જ પિયાના face પર મસમોટી smile આવી જાય છે.
બસ પછી તો પ્રેમ કહાની પુર જોશમાં આગળ વધતી જાય છે..બે જણા મિત્ર બનીને ગયા હતા અને પિકનીકની એક રાત પછી પ્રગાઢ પ્રેમી બનીને પાછા ફર્યા હતા. આ પ્રેમ જોઈ સારા ઉદાસ રહે છે પણ મિલન એને ખુશ રાખવા અથાગ પ્રયત્નો કરે છે..ખુશી દિવસે ને દિવસે મિલન તરફ વધુ ને વધુ ખેંચાતી જાય છે..
હવે આગળ શું થશે કોણ પ્રેમનો એકરાર કરશે અને કોનો પ્રેમ અધુરો રહી જશે એ જાણવા વાંચતા રહો...પ્રણય ચતુષ્કોણ..
ક્રમશઃ