Yuvapedhi ni Arthvyavstha - 5 books and stories free download online pdf in Gujarati

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 5

2.to શિક્ષણ
પરિવારમાં સુધારા પછી જો સોથી વધારે કોઈ જરૂર હોય તો તે શિક્ષણમાં છે અને આજના યુગ શિક્ષણમાં સુધારો કરવાની વધારે જરૂર છે અને તેમાં પરિવર્તન કરવાની જરૂર છે.
શિક્ષણ શું છે? અને શું બનાવી દીધું:-
આજે જોઈએ તો શિક્ષણ એ ધંધો છે. અહીં પર જ્ઞાન મળતું નથી પણ વેચાય છે અને આવું જ્ઞાન એ આજના યુવા પેઢી કે બાળકોને અપાય છે આ લોકો એ શિક્ષણનો આખો અર્થ બદલી નાંખ્યો છે અને જ્યાં સુધી આવું શિક્ષણ કે જ્ઞાન આપતું રહે છે ત્યાં સુધી આજની યુવા પેઢી કે બાળકો પણ આવી જ રહેશે. આજે શાળા કે કોલેજો બનાવે છે પણ જ્ઞાન આપવા નહીં પણ રૂપિયા બનાવવા પણ અમુક વખતે તે રૂપિયા દાન આપે છે અને આ બધુ દેખાડો કરવા માટે થાય છે શિક્ષણ લેવું એ દરેક બાળકનો અધિકાર છે પણ આ શિક્ષણ જ્યારે ધંધો થઈ જાય ત્યારે બાળકો કેમ શિક્ષણ લઈ શકે? શાળા કે કોલેજમાં ફીમાં એટલો વધારો કર્યો હોય કે અમુક બાળકને શિક્ષણ લેવું શક્ય નથી અને જ્યાં શિક્ષણ મફત મળે છે ત્યાં તો શિક્ષણ પર ધ્યાન જ નથી આપતા અને અમુક વખતે તો એવું બને છે શાળા કે કોલેજ અમુક સીટ ખાલી હોય અને તે સીટ જોતી હોય તો તેની માટે ડોનેશન આપવું પડે છે અને તો જ તે સીટ તેને મળે છે અથવા તો શાળા કે કોલેજમાંથી એમ કે આ સીટ ફૂલ થઈ ગય અને તમારે આ શાળા કે કોલેજમાં એડમિશન જોતું હોય તો તેની માટે એટલું ડોનેશન આપવું પડે અને લોકો આપે છે પણ આ મોટા વર્ગને ફરકનો પડે પણ આ જેનાના વર્ગને ફરક પડે પોતાના રોજી રોટી અને અન્ય ખર્ચા અને થોડીક બચત થતી હોય તો એમાંથી ડોનેશનના ખર્ચા ક્યાંથી પુગી શકે અને આમાં પણ જે બાળકોના સપના હોય તેના મહેનત કરવાની શક્તિ હોય પોતાનામાં આવડત હોય પણ પોતાના પરિવારની આવક ઓછી હોય તેમાં આ લોકો ડોનેશન માંગે તો તે બાળકના સપનાં પણ ભાંગી જાય અને આ લોકો ડોનેશન માગીને શિક્ષણનો વેપાર નથી કરતા તો શું કરે છે સાચું કેવી તો શિક્ષણને આખો ધંધો બનવી દીધો છે અને જેની આવક સાવ ઓછી હોય તે તો તેના બાળકને ભણાવી જ નથી શકતા. જે શિક્ષણ મફત હોવું જોઈએ ત્યાં શિક્ષણનો વેપાર થાય છે.
શિક્ષણનો અર્થ બદલાય ગયો છે :-
શિક્ષણમાં પણ હરીફાઈ થઈ ગઈ છે અને આજનું શિક્ષણ માં જે સમજવાનું છે તે તો કોઈ સમજાવતું નથી અને આજે જે બાળકો કે યુવા પેઢીને જે શિક્ષણ આપાય છે તેમાં મોટા ભાગે તો ગોખાણ્યું જ્ઞાન આપાય છે એટલે કે અહીં વિદ્યાર્થીને સમજવાની જગ્યા એ તેની પાસે ગોખાવે છે જે શીખવાડવાનું છે તે તો કોઈ શીખવાડતા નથી પણ અહીં શાળા કે કોલેજનું પરિણામ બીજા કરતા સારું પરિણામ આવે તે જોવે છે પણ તેમાંથી કેટલું શીખ્યા તે કોઈ નથી જોતું શાળા કે કોલેજનું પરિણામ સારું લાવવા વિદ્યાર્થી પાસે ગોખાવે છે અને આજે શિક્ષણમાં ચોપડીની જ વાત કરવાની બીજી વાત તો કરવાની જ નહીં. એમાં જો જ્યારે પરિક્ષા આવે ત્યારે શિક્ષકો અને વડીલો બાળકોને એટલું ટેન્સન દેય કે સારામાં સારા માર્ક આવવા જોઈએ બીજા કરતા આગળ કોઈ વધવું જોઈએ વિદ્યાર્થી કેટલું શીખ્યો તે કોઈ નથી જોતું બસ તે ખાલી જોવે છે તો માર્ક જોવે છે પછી તે માર્ક ક્યાંથી લાવિયો તે કોઈ નથી જોતું વિદ્યાર્થી કેટલું શીખ્યો તે કોઈ મહત્ત્વ રાખતા નથી ભલે સારમાં સારા માર્ક લાવિયો હોય પણ તેને કંઈ આવડતું તો હોઈ જ નહીં ધોરણ 1૦ અને 1૨ આ ધોરણમાં વિદ્યાર્થીને શિક્ષકો અને વડીલો એટલું ટેન્સન દેય પોતાને અંદરથી જ બીવડાવી દેય છે એક પ્રકારનો ભય ઊભો કરી દેય છે આ શિક્ષણ માટે જે વાતાવરણ ઉભું કરવાની જરૂર છે તે કોઈ વાતાવરણ ઉભું કરતા નથી જે અને આ શિક્ષણમાં તો નવું શીખવા તો કંઈ મળતું નથી અને જે શીખવાડે તે ચોપડીનું અને તે પણ ગોખાણ્યું જ્ઞાન આપે છે. વિદ્યાર્થીઓ માટે જે વાતાવરણ ઉભું કરવાની જરૂર છે તે વાતાવરણ શિક્ષકો ઉભું કરતા જ નથી. આમ તો અડધા શિક્ષકો એવા છે તેને પોતાને પણ ન આવડતું હોય તે અને પૂરતું શિક્ષકને પણ સમજાવતા નો આવડતું હોય તેવા શિક્ષકો પણ છે અને જો વિદ્યાર્થી શિક્ષક પાસે શીખવા જાય તો તે પૂરતું તો શીખવાડતા નથી. ખરેખર આવું શિક્ષણ હશે તો આજની યુવા પેઢી કે બાળકોનો વિકાસ થાય તેવું લાગતું નથી અને પરિણામ સામે જોવો છો.
શાળા કે કોલેજમાં જેને વધુ ટકા હોય તેને લે અને જેને ઓછા ટકા હોય તેને લેતા નથી. પછી તે શાળા કે કોલેજ વાળા કે અમારે એટલા ટકા પરિણામ આવે જને જેને વધુ ટકા આવ્યા છે તેને તો લેવા છે પણ જેને ઓછા ટકા આવ્યા છે તેને તો નથી લેવા. એમ કેમ નથી વિચારતા કે જેને ઓછા ટકા આવ્યા છે તેને ભણાવી અને તેના માટે અમે એવું વાતાવરણ ઊભું કરીએ અને તે લોકો પણ શિક્ષણમાં ધ્યાન જાય અને તેને પણ સારામાં સારા ટકા આવે તેવું તો તે વિચારતા નથી. શાળાનું પરિણામ કે વધુ આવે તે જ વિચારે પણ વિદ્યાર્થીને કેટલું શીખ્યા તે કોઈ વિચારતા જ નથી.
જેને ઓછા ટકા આવે તેને ભણાવી જોવો તેને વધુ ટકા લાવી શકો તે માટે શિક્ષકો જે મહેનત તેને શાળા કે કોલેજ કહેવાય અને તેને જ સાચી રીતે શિક્ષણ કહેવાય અને જેને વધુ ટકા આવે છે તેને જ તમે એડમીશન આપો છો અને તેમાં તમારા શાળા કે કોલેજ વધુ ટકા આવે તો તેમાં કંઈ જ નવી ન નથી પણ તમે જેઓછા ટકા આવે છે તેને વધુ ટકા કેમ આવે છે અને પછી જો વધુ ટકા આવે તો તે સાચું પરિણામ કહેવાય અને આજે લગભગ શાળા કે કોલેજમાં ચોપડી બહારનું શીખવાડતા જ નથી જે ચોપડીમાં આવે છે તે જ શીખાવડે છે જે શિક્ષણમાં સમાનતાથી આપવાનું હોય તે આજે આપતું નથી શાળા કે કોલજનો પહેલો નંબર કેમ આવે તે વિચાર છે પણ તે નહીં વિચારે કે વિદ્યાર્થી કેટલું શીખ્યા જે વસ્તુ શીખ્યા તેમાંથી કેટલું શીખ્યા તે નથી જોતા અથવા તો જેનેઓછુ આવડે અથવા તો જે ભણવામાંઓછુ ધ્યાન આપે છે તે વધુ ધ્યાન કેમ આપી શકે તે તો કોઈ વિચારતું જ નથી અને વધુ ટકા વાળાને પેલા લેવામાં આવે છે અનેઓછા ટકા વાળાને પછી લેવામાં આવે છે હોશયારને તો બધા ભણાવી લે પણ જે નબળા વિદ્યાર્થીને ભણાવી લે અને જ સાચા શિક્ષકો કહેવાય.
વિદ્યાર્થી ના બંક:-
વિદ્યાર્થી આજે શાળા કે કોલેજમાં ગુલ્લી મારે છે જો કંઈ કામ હોય તો રજા પડે તો ચાલે પણ તે તો કંઈ કામ ન હોય એમને એમ રજા પાડે છે અને આજે મોટા ભાગે શાળા કે કોલેજમાં વિદ્યાર્થીઓ ગુલ્લી મારે છે તે નથી વિચારતા કે મારે માટે વડીલો તે કેટલી મહેનત કરે છે અને આજે દિવસે ને દિવસે ગુલી મારવાનું વધી રહ્યું છે જો એકાદી બે વાર મારતો તો એમાં કોઈ ને કંઈ વાંધો નથી પણ વધારે ને વધારે રજા પડે છે અને વિદ્યાર્થી તો ભૂલ છે અને આ માટે શિક્ષકોને તે વિચારવું જોઈએ કે શાળા કે કોલેજમાં અહીં જે કાર્ય માટે આવે છે તે કાર્ય કરે અને તે માટે વિચારવું પડે અને આ માટે તેને વાતાવરણ ઊભું કરવું પડે પણ આજે શિક્ષકો એવું વિચારે છે કે મોટા ભાગના વિદ્યાર્થી ન આવે તો તે શિક્ષકો કલાસ રૂમની અંદર જ નથી જતા પાણ તેની માટે એવું નહિ વિચારે કે વિદ્યાર્થી ગુલીનો મારે અને તે તેનું જે કાર્ય કરવા આવે છે તે જ કાર્ય કરે આના માટે નવા નવા પગલા લઈ અહીં પર નિયમ બનવાનું કેતો નથી અને આ માટે શિક્ષકો જ કલાસ રૂમની અંદર એવું વાતાવરણ ઉભું કરવું પડે છે કે કોઈ દિવસ કોઈ ગુલી મારવાનું વિચારે જ નહીં અને વિદ્યાર્થી પણ ગુલી મારવા શું ફાયદો છે તમરુ જે કાર્ય છે જે તમે નહીં કરો તો બીજું કોણ કર છે જે વસ્તુ માટે તમરા માતા–પિતા શીખવા મોકલે છે તો તમે તે વસ્તુ કેમ નથી. શીખતા શાળા કે કોલેજની વાત હોય અને તેમાં કોઈ પણ બાબતનું નડતર રૂપ હોય તો તમે તમરા શિક્ષકોને વાત કરો કારણ કે શાળા કે કોલેજ બાબતમાં વડીલોને કંઈ ખબર ન હોય પણ તે બાબત પર તો શિક્ષકો પાસે જ તેનો જવાબ હોય.
આજનું શિક્ષણ સમાજને સુસંગત નથી:-
આજે જે શિક્ષણ દેવામાં આવે છે તે ખરેખર કંઈ ઉપયોગમાં આવતું જ નથી. જે શિક્ષણ આપવામાં આવે છે તે કેટલાંય વર્ષો સુધી તે ખરેખર કંઈ ઉપયોગમાં આવતું નથી. આમ આજનું શિક્ષણ સમાજને સુસંગત નથી. આથી, શિક્ષણ પદ્ધતિમાં સુધારો લાવવો જરૂરી થઈ ગયું છે. યુવા પેઢી ધંધો કે નોકરી કરવા જાય છે ત્યારે તેને ખબર વડે છે કે જે કંઈ ભણ્યા તે ન ગણ્યા બરાબર છે. આ શિક્ષણ તો કંઈ જ કામમાં નથી આવતું. નોકરી કે ધંધે લાગ્યા પછી પાછું તેનું શિક્ષણ લેવામાં આવે છે અને જે શિખવાડવાનું છે તે તો કોઈ શીખવાડતા નથી. આવું શિક્ષણ શું કામનું જે આગળ કામ નથી આવતું તેવું શિક્ષણ શું કામ શીખવાડવાનું. આવું શિક્ષણ યુવા પેઢી કે બાળકોને અપાય છે પણ કામ નથી આવતું.
આજે શાળા - કોલેજમાં મોટા ભાગના શિક્ષક એવા હોય છે જેમને પોતાને કંઈ જ આવડતું ન હોય. આવા શિક્ષકો વિદ્યાર્થીઓને આગળ કેમ વધવું તે માર્ગ બતાવી શકતા નથી. શિક્ષકો કે પ્રોફેસરો બધું શીખવતા નથી. વિદ્યાર્થીને કહે છે કે મારી પાસે આવજો હું શીખવી દઈશ પણ ત્યારે વિદ્યાર્થીને ન આવડતું હોય તો પણ કોઈ શિક્ષક પાસે જતા નથી અને જે કાર્ય કરવા માટે આવ્યા છે તે કાર્ય કરતા જ નથી વિદ્યાર્થીનેનો આવડતું હોય શીખવાડતા કેમ નથી આ માટે શિક્ષકો કેમ નથી વિચારતા જે આપણું ભવિષ્ય બનવાનું છે તે કેમ નથી વિચારતા કે આજના વિદ્યાર્થી કેમ દિવસે ને દિવસે શીખવાનું શીખતા નથી અને વિદ્યાર્થી એ પણ જોવું જોઈએ કે આપણે પહેલાં જે કાર્ય કરવા માટે આવ્યા છે તે કાર્ય કરવું જોઈએ.
આ વિરોધાભાસ જોવા મળે છે:-
શાળા કે કોલેજમાં જોઈએ તો શિક્ષકો જે બાળક હોશિયાર હોય તેના પર વધારે ધ્યાન દેતા હોય છે પણ જે બાળક શિક્ષણમાં નબળા હોય છે તેના ઉપર ઓછું ધ્યાન દેવામાં આવે છે, કેમ જે બાળકને આવડે છે, તેના પર થોડું ઓછું ધ્યાન હશે ચાલશે પણ જે બાળક નબળું છે તેના પર જ ધ્યાન દેવાની વધારે જરૂર છે પણ તે આજે તે જોવામાં આવતું નથી અને શાળા કે કોલેજમાં જે વસ્તુ આવડતી નથી તે શીખવા માટે તો આવતા હોય છે અને વિદ્યાર્થીને તૈયાર કરવાના હોય છે પણ તે હોશિયાર માટે જ છે નબળા વિદ્યાથી માટે નથી અને જ્યારે શાળા જે કોલેજમાં જોવી તો જ્યારે વિદ્યાર્થીઓ ક્લાસમાં હોય છે અને શાળાનું કોઈ પણ કાર્ય હોય પેલા નબળા વિદ્યાર્થીને લઈ જાય છે અને આમ કરીને જ વિદ્યાર્થીને ભણતરમાં ધ્યાન દેતા નથી અને ભણવામાં તેનું મનઓછુ લાગે છે અને બીજું એકે આજે હોશિયાર વિદ્યાર્થી કે જેને ભણવામાં ધ્યાન દેતા હતા તે આજે તેનું પ્રમાણ ઓછું થતું જાય છે એટલે કે હોશિયાર વિદ્યાર્થી નબળા બનતા જાય છે પણ નબળા વિદ્યાર્થી હોશિયાર બનતા નથી અને બને તો તે ખુબ જ ઓછું જોવા મળે છે ખરેખર આજે શિક્ષણમાં અને શિક્ષકોમાં સુધારો લાવવાની જરૂર છે. આજે જોવી તો વિદ્યાર્થી દિવસેને દિવસે ભણતરમાંઓછુ ધ્યાન આપવા લાગ્યા છે. અહીં વિદ્યાર્થીની પણ મહેનત હોવી જોઈએ જે વસ્તુ તમને નથી આવડતી તે વસ્તુ શીખવાનો પ્રયત્ન કેમ નથી કરતા અને તમને જે નથી આવડતું તે તમારા શિક્ષકોને કયો અને શિક્ષકની પણ ફરજ છે વિદ્યાથીનેનો આવડતું હોય તે વસ્તુ તેને શીખવાડવાની પણ હોશિયાર વિદ્યાર્થીને ભણતરમાં ધ્યાન આપવાનું છે પણ નબળા વિદ્યાર્થીને પણ શિક્ષકોને તૈયાર કરવાના છે.
શિક્ષકો કે પ્રોફેસરો જ ભણાવવાથી મોં ફેરવે તો ક્યાં જવું?:-
શાળા - કોલેજમાં વિદ્યાર્થી તો આવતા તો નથી પણ શિક્ષકો ય આવતા નથી. આ રીતે તેના કાર્યમાં સંપૂર્ણ બેદરકારી દાખવે છે અને વિદ્યાર્થીઓ પણ શિક્ષકોને બોલાવવા જાય તો પણ શિક્ષકો ક્લાસમાં આવવાની ના પાડે છે અને શાળામાં તો શિક્ષકો ક્લાસમાં આવે છે પણ અમુક શિક્ષકો ક્લાસમાં આવીને બેદરકારી દર્શાવે છે અને જો શિક્ષકો ક્લાસમાં આવીને વિદ્યાર્થીને જે શીખવાનું છે તે નથી શીખવતા અને ક્લાસમાં જે વિદ્યાર્થીને શીખવાનું નથી તે શીખવે છે અને પ્રાથમિક શિક્ષણ એટલું નબળું છે. મોટા ભાગના વિદ્યાર્થી પણ નબળા બની ગયા છે અને જો આવું શિક્ષણ હોય તો વિદ્યાર્થીનો વિકાસ કેમ થાય? શીખવા માટે તો કોલેજમાં આવતા હોય પણ જો તે લોકો ક્લાસમાં ન આવે તો કોલેજ આવવાનું શું કામ જે ભવિષ્ય બનવવા માટે આવા શિક્ષકો હોય તો જેવું ભવિષ્ય બનવાનું હોય તેવું બનીનો શકે અને જો વિદ્યાર્થી આવી ભૂલ કરે તો તેને અટકવાની હોય છે પણ શિક્ષકો જ આવી ભૂલ કરે તો શું કરવું? શિક્ષકો જ બેદરકારી દર્શાવે તો વિદ્યાર્થીનો વિકાસ કેવી રીતે થાય અને કોલેજમાં વિદ્યાર્થીનું ભવિષ્ય શિક્ષકો ઉપર છે જો શિક્ષકો પોતે જ પોતાના કાર્યમાં આવું બેદરકારી દર્શાવે તો વિદ્યાર્થીનું ભવિષ્ય કેવી રીતે બને છે અને જો આ વાત વિદ્યાર્થીઓએ પોતાના પરિવારને પણ જણ કરવી જોઈએ કોલેજ કે શાળામાં શિક્ષકો જ આવું પોતાના કાર્યમાં બેદરકારી દર્શાવે છે તો વિદ્યાર્થી પણ શિક્ષકોને જોઈને ક્લાસમાં આવતા નથી અને વિદ્યાર્થી પણ તેના કાર્યમાં બેદરકારી દર્શાવે છે.
વિદ્યાર્થીઓ શાળા કે કોલેજમાં તો આવે છે જે શીખે છે તે ચોપડીનું જ શીખે છે કોઈ દિવસ એમ નથી વિચારતા કે આજે કંઈ નવું જાણવી ,નવું શીખવી એવું તો કોઈ દિવસ બનતું નથી અહીં વિદ્યાર્થીઓ નવું વિચારતા જ નથી અને તે જ્યાં સુધી નવું વિચાર છે નહીં ત્યાં સુધી શિક્ષણ પણ બેકાર બને છે શિક્ષણ એ છે કે વિદ્યાર્થી નવું વિચારતા થઈ જાય તે શિક્ષણ કેહવાય અને વિદ્યાર્થીઓ પણ શિક્ષકોને જે પૂછવાનું છે તે પૂછતાં જ નથી અને નથી પૂછવાનું તે પહેલા પૂછે છે અહીં વિદ્યાર્થી શીખવા માટે શાળા કે કોલેજમાં જાય છે પણ વિદ્યાર્થીનું જે કાર્ય છે તેમાં સપુણ પણે બેદરકારી દર્શાવે છે અને ક્લાસમાં બેસીને જે શિક્ષકો ભણાવતા હોય તો તેનું કાર્ય ભણવાને બદલે મોજમસ્તીમાં હોય છે અને વિદ્યાથીઓ આજે શિક્ષણનું આપમાન કરે છે જે શિક્ષકોનું માન સન્માન હોવું જોઈએ તેની જગ્યા એ આજે તેનું આપમાન થઈ રહયું છે અને જે દેશમાં શિક્ષકોનું આપમાન થાય તે દેશનું શિક્ષણ પણ આવું જ રહે છે અને વિદ્યાર્થીને પહેલા જો કોઈ વસ્તુ શીખવાની હોય છે તે પહેલા શિક્ષકો કે વડીલોનું માન સન્માન શીખવાનું છે જો વિદ્યાર્થીઓ આ વસ્તુ શીખી જાય તો તે ઘણુબધું શીખી જાએ અને વિધાર્થીને તો દરોજ નવાનવા પ્રશ્નનો થવા જોઈએ અને તે ગમે તે વસ્તુ શીખવા માટે જાય છે તો એમાંથી જ્યાં સુધી પ્રશ્નનો ઊભાનો થાય ત્યાં સુધી શીખ્યા નથી વિદ્યાર્થીઓ એ થોડું શીખવામાં પણ ધ્યાન દેવું જોઈએ.
to be continued