પ્રેમ જાળ

"નીરબુદ્ધ મોટો બાળ હું
અજાણ્યા વળાંકને પરિચિત ગણી
અંતે ક્યાં અટવાયો હું"


        વર્ષો વહેણની જેમ વિસ્તરતા હતા. સ્નાતક અભ્યાસાર્થે કોલેજના પ્રથમ વર્ષમાં શ્રીરંગ એ ભાવનગર ની કોલેજમાં પ્રવેશ લીઇ રૂમ પર થી અપડાઉન કરે છે. નવા ઉત્સાહ અને નવા રોમાંચ સાથે એ કોલેજના પહેલા ધોરણ ૧૨ સુધી ક્લાસમાં દબાયેલા અવાજને બહાર કાઢવાની તૈયારી માં આવે છે. શરૂઆતના દિવસોમાં બહુ ખાસ કોઈ સાથે વાતચીત થતી નતી. એક-બે વાક્યોમાં વાત થોડા વિદ્યાર્થીઓ સાથે થાય પણ વધારે કંઈ નહીં. કોલેજ થી રૂમ ઉપર અને રૂમ થી ઘરે જેવું રૂટિન બની ગયું હતું. સમય જતા મિત્રો સાથે વધારે હરવા ફરવાનું થયું, પ્રોફેસરો સાથે થોડી ઘણી ઓળખાણ બની રહી અને મુખ્ય  ધ્યાન તો અભ્યાસ પર કેળવવાનું હતું એટલે રેગ્યુલર અને હોશિયાર સ્ટુડન્ટ ની જેમ અડધું વર્ષ પત્યું.

        આ છ માસિક સત્ર ના અંતમાં કોલેજના બારણે એક વિશ્વ સુંદરી એ ઠપકો કર્યો હોય તેમ એ સમયે એક છોકરીને જોઈને શ્રીરંગ ને લાગ્યું. આ ઓબ્ઝર્વેશન શ્રીરંગ એ થોડું મોડું કર્યું હતું કે તેજસ નામના એના જ ક્લાસમેટ સાથે ફરે છે અને એ છોકરી પણ એના જ ક્લાસની છે અને શ્રીરંગ ના ચક્ષુ ને એની સુંદરતા નિહાળવું ગમતું પણ એની સાથે મિત્રતા અઘરી લાગવાથી વધુ કંઈ વિચાર ન કર્યો.

        પાછળથી આવનાર વળાંક નો મૂળ શરૂઆત તો આજના દિવસ થી થઇ કે ખાલી ક્લાસ એ સર અમુક છોકરાઓને એક્ઝામ માટે આઈએમપી આપતા હતા જે ટોળું જોઈને શ્રી રંગ ગયો અને બોલ્યો "સર સર આ બે પ્રશ્નો પૂછી લો ને પરીક્ષા માટે"કે બાજુમાંથી અચાનક એક નિર્દોષ અવાજ આવ્યો કે "બસ બસ હો બસ"આ મજાક નું સ્વરૂપ કોઈના હાસ્યના પડઘા માં સંભળાયું તે એ જ વિશ્વ સુંદરી હતી જેની સાથે પછી ખાલી ક્લાસમાં શ્રી રંગ સાથે વાત થઇ ને નામ જાણવા મળ્યું તો રેહમત. પછી તો દિવસો વિતતા ગયા હતા. હાય હેલો સાથે કોલેજના શિક્ષણમાં પણ આગળ વધ્યા સાહેબો સાથે સારી ઓળખાણ બનીતી ગઈ. નવા મિત્રો ને નવો ઉજાસ વધતો ગયો ને પરીક્ષા સમયે રહેમત અને શ્રી રંગ નો બાજુબાજુમાં જ બેઠક નંબર આવ્યો અને બંને વચ્ચે મિત્રતા ના તાંતણો બંધાયા એ પછી whatsapp નંબરોની આપ-લે બંને વચ્ચે મિત્રતા ગાઢ થવા જઈ રહી હતી એની પાછળ શ્રીરંગ બધું જ  ન્યોછાવર કરતો જેમ કે પરીક્ષા માટે કંઈક શીખવતો, પ્રોજેક્ટ માં મદદ, પર્સનલ લાઈફ ના ઇશ્યું વિશેની સલાહો આમ તમામ બાબતો એ રેહમાત સાથે થતી પણ રેહમત તેજસ સાથે ના પ્રેમના સંપર્ક માં હતી અને શ્રીરંગ આ ક્ષેત્રે નવો હતો.

       શ્રીરંગ ને રેહમતનું આકર્ષણ લાગતું જ્યારે સામે પક્ષે એવું નહોતું, શ્રી રંગ અને રેહમત વચ્ચે નવી વાતો થતી મેસેજથી વગેરે ચાલતું રહ્યું ને રહેમત એ શ્રી રંગની સ્મૃતિઓમાં, કલ્પનાઓમાં જાગતી રહે ને શ્રીરંગ ને રેહમત પ્રત્યે આકર્ષણ વધ્યું પણ રમતને તેજસ સાથે પ્રેમ હતો અને આ વાત વિશે શ્રી રંગ ને ખબર હતી પણ એને કોઈ રસ નહતો પણ જાણ રાખતો કે શું ચાલી રહ્યું છે. રહેમત એમતો જુદા જ ગ્રૂપમાં રહેતી હતી અને ગ્રુપની બહાર નો એક શ્રીરંગ જ મિત્ર હતો. શ્રી રંગ ને ખબર પડી એના તેજસ સાથેના અનબનાવ ની વાત વગેરે.. પણ મોટી ન્યુઝ એ હતી કે રેહમતની સગાઈ એની જ કાસ્ટમાં કરી દેવામાં આવી પણ પ્રેમ મેળવવા તેજસ પાસે જ રહી પણ તેજસના career goal માટે તેજશે રેહમત ને છોડી દીધી અને એ સમયે રેહમત નો એક માત્ર સાથ,  આધાર એટલે શ્રીરંગ. અને આ સમય ને સાચવવા રેહમત એના પપ્પા ના ઘરે જતી રહી શ્રીરંગ એ એ સમયે મોબાઈલ દ્વારા એને ઘરે બેઠા સ્ટડીમાં મદદ કરતો આમ ચાલ્યું પણ પાનું ત્યારે પલ્ટ્યું કે.

        આ બાજુ શ્રી રંગે કોલેજમાં જ ઇંગ્લીશ કોર્સના ક્લાસ જોઈન્ટ કર્યા ને ક્લાસ ના સમય દરમિયાન જ પાછળથી અવાજ આવ્યો "14 નંબર તમારો છે ?"આ આવાજ સ્ટેફી નો હતોએક અપરિચિત છોકરી હતી ફરી નવી ઓળખાણ, નવી મિત્રતા પણ શ્રીરંગ ને સ્ટેફી માં વધુ રસ નહોતો કારણ રહેમત એ શ્રીરંગ ના સ્મરણોમાં જીવતી જ હતી જ્યારે સ્ટેફી ને શ્રીરંગ પ્રત્યેય આકર્ષણ બની રહ્યું હતું ને એ પરાકાષ્ઠા એ પહોંચી ગયું હતું ને ક્લાસ પૂરા થવાના હતા ને સ્ટેફી એ શ્રીરંગ ને કહી દીધું કે એ શ્રીરંગ ના માટે કંઇક જુદીજ લાગણી ધરાવે છે એને શ્રીરંગ ને પ્રેમ ના સ્વીકાર માટે આજીજી કરે છે પણ સહેજ પણ વિચલિત થયા વગર શ્રીરંગ એને આવું ના કરવાની સલાહ આપે છે અને સમજાવે છે અને મિત્રતા માં જ રહેવાનું કહે છે આમ સ્ટેફી એ શ્રીરંગ ની વાત માની જાય છે આમ પછી ક્લાસિસ પૂરા થવા ની સાથે સ્ટેફી અને શ્રીરંગ ના સંપર્કો પણ ઘટતા જાય છે ને અમુક સમય પછી સતત બંધ જ થઈ જાય છે.

       સમય જતા રહેમત ની એકલતામાં શ્રી રંગ એ સાથ પૂરતો હતો તેથી આવા સમયે રેહમત ને લાગ્યું કે શ્રીરંગ એની પાછળ ગાંડા ની જેમ મહેનત કરે છે અને જેથી રેહમત એ શ્રીરંગ વિશે વિચારતી રહી અને એ સમયે કોલ દ્વારા રેહમત શ્રીરંગ ને પૂછે છે કે "તું મને પ્રેમ તો નથી કરતો ને ?" મિત્રતા તૂટવાના ભયથી પહેલા શ્રી રંગ અચકાય છે પણ રહેમત એ એને કસમ અપાવે છે ત્યારે શ્રીરંગ એને હા પાડે છે પર રેહમત એને સલાહ આપે છે કે "આવું ના કરાય આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ" એને શ્રીરંગ ઉપર ગુસ્સો ના આવ્યો કારણ એનો એ પ્રિય મિત્ર બની ચૂક્યો હતો એ એને ખોવા દેવા નહોતી માંગતી તેથી એની સાથે પેહલાની જેમજ યોગ્ય વર્તન કરતી  અને આ બાજુ મિત્રતા ટકવી જોઈએ એ સંદર્ભે વિચારી શ્રીરંગ પણ મિત્રતામાં રહેવાનું સ્વીકારે છે. પણ આ બાજુ રહેમત ને તેજસ માટે હજી એટલો જ ક્રેઝ હતો તેથી થોડા સમય પછી એ બંને પણ નોર્મલી વાત કરતા પણ શ્રી રંગ ને આ નહોતું ગમતું અને એક પ્રકારે જલન થતી હતી તું શ્રી રંગે રહેમત ને સલાહ આપી કે"તારી સગાઈ થઈ ગઈ છે જે માણસ ખાલી તારી પાસે ટાઇમપાસ કરે છે એ તો એની સાથે યોગ્ય ના કહેવાય એટલે તું તેજસ થી દૂર રહે"

        દિવસો દરમિયાન રહેમત ને શ્રી રંગ ના સંવાદો વાદવિવાદ બની જાય છે અને એમના સંબંધો માં ઘણા તણાવો પણ આવે છે આ એક વિશય ના લીધે તે બંનેમાં અચાનક જ દૂરી વર્તાય છે આવી બે વ્યક્તિઓ વચ્ચે ફસાવવાની પરિસ્થિતિ માં રેહમત તે પછી પપ્પા ના ઘરે જતી રહે છે ને શ્રીરંગ સાથેના બધાજ કોન્ટેક્ટ ધીમે ધીમે તૂટી જાય છે ને આવો દેવદાસ જેવો કપરો સમય તે જેમ તેમ વિતાવતો એને એવા સમયે શ્રીરંગ ને સ્ટેફી સાથેના વિતાવેલા સમય ની યાદો તાજી થઈ આવે છે પણ હવે શું ? સ્ટેફી અને શ્રીરંગ વચ્ચે ઘણા પેહલાથી જ બધા. સંપર્કો તૂટી ગયા હોય છે પણ અત્યારના જખમ પર રૂઝ લાવવું હતું ત્યારે એના સ્ટેફી એ કરેલા પ્રપોસલ માટેનું ખ્યાલ આવ્યો ત્યારે શ્રીરંગ એ રહેમત સાથે બનેલી બધી જ વાત વિસ્તારવા સ્ટેફી પાસે જાય છે પણ સ્ટેફી વાત કરવાની ના પાડે છે ત્યારે શ્રી રંગ પણ એને આજીજી કરે છે ને ઘણા સમજાવ્યા પછી સ્ટેફી વાત સાંભળે છે ને પછી સ્ટેફી સાથે રૂબરૂ મળવાનું અને વાત કરવાનું ચાલુ થાય છે જેથી શ્રી રંગ નું mood સારું બનતું જતું. અને બંને શ્રીરંગ અને સેફ્ટી પાક્કા મિત્રો પણ બને છે શ્રી રંગ ની નજરો માં રહેમત ની સ્મૃતિ થોડી ઝાંખી તો પડે છે પણ સાવ ભૂંસાઈ જતી નથી એટલે આવા અવિસ્મરણીય યાતનાને ભૂ લાવવા માટે પોતાના મનમાંથી રહેમત ને કાઢી નાખવા માટે વધુ ના વિચારતા શ્રી રંગે સ્ટેફી સામે પોતાના પ્રેમને આવકારે અને સ્વીકારે એવી વાત મૂકી.

      બીજી બાજુ એ જ સમયે તેજસ સાથેના અણબનાવ થી રહેમત ને શ્રીરંગ ની કિંમત સમજાય છે અને શ્રી રંગ પ્રત્યેના પ્રેમના પામાવા નવી ધાર વહી આવે છે. ને આ બાજુ શ્રી રંગ સ્ટેફી સામે પ્રપોઝ કરે છે ને સ્ટેફી ઘડીક શાંત થઇ જાય છે ને મનોમન હરખાય છે પણ કશું બોલતી નહોતી અને આજ જ 2 મિનિટ નો સન્નાટો....

    

     "શાંત રસ્તે પગ મૂકતા ને એજ રસ્તે
        તોફાન નવી વરમાળા સાથે તૈયાર...."

        એજ 2 મિનિટ માં  પાછળ થી અવાજ આવે છે ..."I Love you" .. રડતી આંખે રહેમત બોલે છે ત્યારે એજ ક્ષણે સ્ટેફી પણ શ્રીરંગ ને હા પાડી દે છે. રેહમત નું પ્રપોઝ મૂકવું અને સ્ટેફી નો જવાબ આપવો આ બંને પ્રક્રિયા એક સાથે જ થાય છે ને હવે જોવું એ રહ્યું કે કોની નજરો કોના ઉપર છે..?

      પતંગ ના દોરા જેવા એક બીજામાં વિંટાયેલા દોરા ની જાળમાં અટવાયેલા શ્રીરંગ એમાંથી બહાર નીકળી શકતો નથી કારણ આતો આદત બની ગઈ હોય છે..ઉકેલી શકાતી નથી અને તોડી પણ શકાતો નથી.

     .....   :- ગૌરવ ચૌધરી..


***

Rate & Review

Verified icon

Pragnesh Parmar 1 month ago

Verified icon

Rakesh 2 months ago

Verified icon

Manjula Makvana 2 months ago

Verified icon

GAURAV CHAUDHARI 2 months ago

Share