Revenge - 1 books and stories free download online pdf in Gujarati

રિવેન્જ - પ્રકરણ - 1

પ્રેમવાસના સીરીઝ - 2

"બળાત્કારી હવસખોર ટોળકીનું સત્ય ઉજાગીર

કરી બદલો લેતી નારીનું પ્રેત.... એક રહસ્યમય

ભયાનક અને વાસનાનો નગ્ન ચિતાર.......

દેશભરથી મોહમચિ મુંબઇ નગરીમાં રોજ રોજ ઠલવાતી માનવ મેદની... એમાં ગ્લેમરની દુનિયામાં નામ-દામ કમાવવા આવતાં રોજનાં યુવાન યુવતીઓ ....કોઇક ઠેકાણે પડે છે કોઇને ઠેકાણે પાડી દેવામાં આવે છે. બી.સી.ગ્રેડની ફીલ્મો અને હલકી સેક્સી ભયાનક સીરીયલો બનાવતી ટોળકી જેમાં પ્રોડયુસર, ડાયરેક્ટર, પાત્રોની પસંદ કરનાર સપ્લાયરો જે પોતાનાં અંગત મનોરંજન માટે કુમારી કુમળી છોકરીઓ અને છોકરાઓને જાળમાં ફસાવી ગમે તે કામ કરવા માટે મજબૂર કરે છે શારીરીક માનસિક શોષણ અને બ્લેકમેઇલીંગ કરે છે.

આમાં એક સંસ્કારી ઘરની છોકરી જે ધર્મે ક્રીશ્ચીયન "અન્યા", ખૂબ દેખાવડી, શરીર સૌષ્ઠવ અને અતિ સુંદર છે એ આ ટોળકીમાં ફસાય છે. ખાઇ બદેલાં ટોળકીનાં સભ્યો કેવું શારીરીક શોષણ કરે છે અત્યાચારો કરે છે અંતે આ અન્યા મૃત્યુ પામે છે અને એ આત્મા પ્રેતાત્મા થઇને બદલો લે છે અને એને બીજી પ્રેતયોનીનો પ્રેત મળી જાય છે બંન્ને મળીને શું કરે છે એવી ભયાનક સત્ય સમજાવતી રસપ્રચૂર હવસખોરોનું નગ્ન સત્યનો સંપૂર્ણ ચિતાર આપતી નવલકથા. " રિવેન્જ "પ્રેમવાસના સીરીઝ-2

રિવેન્જ

પ્રકરણ - 1

અન્યા ખૂબ ખુશ હતી. વહેલી સવારે ખૂબ ધોધમાર વરસાદ વરસી ગયેલો. ચારેબાજુ ઠંડક પ્રસરી ગયેલી અને જાણે ભીડભાડવાળી મુંબઇમાં પણ લીલોતરી લીલોતરી છવાઇ ગઇ હતી. કલકત્તાની ટ્રાન્સફર થઇને આવ્યા પછી પાપા તો નવી જગ્યાએ સેટ થઇ ગયાં હતાં. એમની અમુક વર્ષે ટ્રાન્સફર થયાં કરતી હતી પણ વધુમાં વદુ કલકત્તા રહેવાનું થયું હતું વળી અહીં મુંબઇ શીફ્ટ થયે માત્ર છ માસ થયાં હતાં. ધીમે ધીમે મુંબઇની ભૂગોળ સમજાઇ રહી હતી. પહેલાં શરૂઆતના દિવસોમાં પાપા એમની ઓફીસ નજીક મરીનલાઇન્સનાં ચર્ચમાં લઇ જતાં પછી તો ખબર પડીકે માહીમમાં ખૂબ મોટું સરસ ચર્ચ છે તો ધીમે ધીમે ટ્રેઇનનાં સમય અને સ્ટેશનોથી માહિતગાર થવા માડી પછી એકલી જતી આવતી થઇ ગઇ. ક્યારેક માં સાથે દરિયે ફરવા માટે નીકળી જતી.

આજે સવારે પડેલાં વરસાદે એને કલકત્તાની મૌસમ યાદ કરાવી દીધી ત્યાં હાવડા બ્રીજથી આગળ જતાં દક્ષિણેશ્વર મહાકાળી મંદિર થી આગળ આવેલું ચર્ચ ત્યાં એ દર શુક્રવારે અચૂક જતી અને શનિ-રવિ દોસ્તો સાથે મજા કરતી એને પોતે ક્રીશ્ચીયન હોવા છતાં માં મહાકાળી પર ખૂબ આસ્થા હતી એનાં માતા પિતા ક્રીશ્ચીયન હોવા છતાં ઉદારવાદી વિચારધારા ધરાવતાં અને નવરાત્રીમાં એ લોકો પણ અન્યાને લઇને મંદિર દર્શન થતાં પોતાનાં ચર્ચ પણ જતાં, આખુ કલકત્તા જ્યારે દુર્ગાપૂજામાં હિલોળે ચઢ્યું હોય તો કોણ બાકાત રહે ?

અન્યા વિચારોમાં ખોવાયેલી જોઇએ માં એ પૂછ્યું એય માય ચાઇલ્ડ ક્યારની શેનાં વિચારોમાં છે ? અન્યાએ માં રૂબીની સામે જોઇ કહ્યું"કંઇ નહીં મોમ ખબર નહીં આજે મારું કોલકત્તા યાદ આવી ગયું, રૂબીએ કહ્યું" અન્યા હવે તો તારાં પાપાની બદલી હમણાં થઇ છે હવે તો કદાચ અહીંયા જ રહેવાનું થશે અહીં એમને બધું સુવ્યસ્થિત કરવા માટેજ લાવ્યા છે અને અહીં જે કરપ્શન છે એની પાછળ જ છે મેં સેમને કહ્યુ હતું કે તમે આ જોબ છોડી દો એન્ટીકરપ્શનમાં તમે અત્યાર સુધી ખૂબ જોખમ ઉઠાવ્યા છે અન્યાનું મેરેજ કરવાનું આવશે. હજી ક્યાં સુધી જોખમ લેશો ? તારાં પાપા સેમ ફરનાન્ડીઝ એન્ટીકરપ્શનમાં હવે ખૂબ મોટું નામ થઇ ગયું છે હવે પાછા વળી શકે એમ નથી અહીં પણ જોખમ વધુ છે પણ મારું માની જ નથી રહ્યાં.

અન્યા થોડીવારમાં સામે જોઇ રહી.... પછી બોલી માં તુ કેમ ચિંતા કરે છે ? પાપને જીસસ પર ખૂબ ટ્રસ્ટ છે મને મારી કાલી પર કંઇ નહીં થવા દે. એમનું સ્ટેટ્સ પોઝીશન કેટલી મોટી છે સરકાર કેટલી બધી ફેસીલીટી અને સુરક્ષા આપે જ છે ને હું તો પ્હેલીવાર એમની ઓફીસ મરીનલાઇન્સ ગઇ હતી આશ્ચર્યમાં ડુબી ગઇ હતી આપણું કોલકત્તા સારું છે પણ અહીંની તો દુનિયા જે જુદી છે માં. ઊંચા ઊંચા આભને આંબતા બીલ્ડીંગ - વિશાળ દરિયો - ફીલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝ હીરો હીરોઇન પબ-ડીસ્કો - હોટલ્સ જીવન જીવવા માટેની બધીજ સુવિધાઓ અહીં છે શું જોઇએ ? પણ આ બધુ હોવા છતાં આજે મને મારું હાવડા મારું ચર્ચ અને કાળીમંદિર યાદ આવી ગયાં. પાપાને કહેવાની છું. મને થોડાં દિવસ ત્યાં લઇ જાઓ.

અન્યાની માં રૂબી, અન્યાને આનંદથી જોઇ રહી અને બોલી એય અનુ... તું એટલી બધી સુંદર છે ને કે મને તારી પણ ચિંતા રહે છે તારું ગ્રેજ્યુયેશન થઇ ગયું તું આગળ સંગીતઅને નૃત્યનું ભણવા ઇચ્છતી હતી એ તને જોઇન્ટ કરી આપું પણ મને ખબર નહીં અહીં મુંબઇમાં ખૂબ ડર રહે છે. તારું આમ લોકલ ટ્રેઇનમાં આવવું જવું મારો જીવ ઊંચો ને ઊંચો રહે છે. તારાં પાપાની કાર કરતાં તુ ટ્રેઇનમાં જલ્દી પહોંચે છે. એટલે ફર્સ્ટકલાસનો પાસ કરાવી આપે છે પણ તને કોલકત્તા ખૂબ યાદ આવ્યું હોય તો આપણે સાથે જ જઇશું તારા પાપાને સમય રહીં હોય તો માસીનાં ઘરે આપણે જઇને રહીશું આમેય સોફીયા ખૂબ યાદ કરે છે ચલ આજે યાદ આવી છે તો એને ફોન કરીને વાત કરી લઇએ.

અન્યાએ ક્યું "ચાલ આજે આમ પણ સન્ડે છે ફનડે પાપાનો જલ્દી કહેવાનું કહી હજી આવ્યા નથી. રૂબીએ કહ્યુ નો બેબી મારે થોડીવાર પ્હેલાં જ વાત થઇ ખૂબ જ વરસાદને કારણે અટવાયા છે હમણાં જ આવી જશે. ઓહ તો મોમનું મને કહેતી કેમ નથી ? ચાલો પાપા વ્હેલાં આવે તો આજે પણ જઇએ થોડી મસ્તી કરીશું મોજ કરીને પાછાં આવીશું.

રૂબીએ કહ્યું ચાલ પેલાં સોફીયા સાથે વાત કરી લઇએ. અન્યાએ કહ્યું "ઓકે ઓકે ચાલ લગાવ ફોન અને રૂબીએ સોફીયાને ફોન લગાવ્યો તરતજ સામેથી ઊંચકાયો "ઓહ રૂબી માય ડાર્લીંગ કેમ છે તું ? ત્યાં તો ખૂબજ વરસાદ છે ને ? પાણી લોગ થઇ ગયાં છે કે ઓકે છે ? મારી નાની ડોલ અન્યા શું કરે છે ? એમ તો એનાં કામમાં જ હશે અને એક તારો બનેવી આખો વખત વરસાદ પડ્યો નહી કે બોટલ મોઢે ચઢાવી નથી બસ ક્યારનો એન્જોય એન્જોય બોલતો જાય છે અને એક પછી એક પેગ ચઢાવતો જાય છે અને કુત્રિમતાથી ખડખડાટ હસી પડી. હાસ્ય બતાવી વેદના દબાવી રાખી.

રૂબી સમજી ગઇ એણે ક્યું "કંઇ નહીં પણ તું સમજાવતી હોય તો થોડું ઓછું પીવે આમ તબીયત ખરાબ થશે. એમ ક્યારેક ઓકે સમજાય પીવે છે પણ છોડ એવી બધી વાત.... તું કેમ છે ? ત્યાં વરસાદ કેવો છે ? અને તારાં મુંબઇ કરતાં જતા વધારે છે પણ મજાની મોસમ છે બે દિવસથી ચર્ચ પણ જવાયું નથી તું વ્હાલી અન્યાને આપ તો. રૂબીએ અન્યાને ફોન આપ્યો કહે લે માસી વાત કરે... અન્યાએ ફોન લઇને કહ્યું "એય માસી મીસ યું, તારી અને કલકત્તાની સાથે ખૂબ યાદ આવી છે. સોફીયાએ કીધુ "લૂચ્ચી મારી ડોલ મારી કે ક્યાની ? યાદ આવી હોય તો આવી જાને માસી પાસે મને પણ ખુબ ગમશે..અહીં હું અને તારો માસો બેજ એકબીજાનાં મોં જોઇ બેસી રહીએ છીએ પણ જો વરસાદ પછી દુર્ગાપૂજા આવે છે ત્યારે જરૂર આવજો તું અને રૂબી બને સેમને કામ કરવું હોય તો ભલે કર્યા કરે... અન્યાએ કહ્યું જરૂર માસી જરૂર આવીશ.ઓકે મોમને ફોન આપું કહીને એ ફોન આપીને એનો ફોન રણકયો

એટલે એનો મોબાઇલ લેવા દોડી....

અન્યાએ ફોન ઉપાડ્યો સ્ક્રીન પર અનનોન નંબર હતો એણે છતાં હલ્લો કહ્યું "તો સામેથી કોઇ રીસ્પોન્સ ના આવ્યો એણે કટ કરીને ફોન મૂકી દીધો અને આશ્ચર્યમાં થયું કોણ છે ? ફોન કરીને બોલતું નથી. એણે ફોન પાછો મૂકીને પૈસે પાછી વીન્ડો પાસે આવીને બહાર વરસાદી માહોલ જોવા આવી ગઇ અને ત્યાં એનાં ફોનની ફરી રીંગ વાગી.....

અન્યાએ ફોન ઉપડયો એણે ફરીથી એજ નંબર સ્ક્રીન પર જોયો એણે હલ્લો હલ્લો કર્યા કર્યું સામેથી કોઇ જવાબના મળ્યો. એ એવું બીલ ફોન કાપ્યો કે વાત નથી કરવી તો ફોન શું કામ કરો છો ? યું ઇડીયટ.... એમ કહી ગુસ્સામાં ફોન કાપીને પછી સ્વીચ ઓફ જ કરી દીધો. અને મોમ અને માસીની વાતો સાંભળવા લાગી.

અન્યા એનાં ડેડી જેવાં આવ્યા અને એણે જીદ કરી. એય ડીયર સેમ ચાલો આજે કોઇ મસ્ત પબ-રેસ્ટોરમાં લઇ જાવ આજે મન-દીલ ઠેકાણે નથી.... એ ખૂબ વ્હાલથી ડેડને ક્યારેક સેમ પણ કહેતી... નાની હતી ત્યારથી કાલી કાલી ભાષામાં એ સેમ કહીને બોલાવતી એનો મૂડ જોઇને જ પાપાએ આવીને તરતજ એને હગ કરી કહ્યું "શું વાત છે મારી પ્રિંસેસ આજે ઓર્ડર પર ઓર્ડર કરી રહી છે કંઇક જુદા જ મૂડમાં છે ને કાંઇ પણ બેબી મેં તને કેટલાં ફોન કર્યા તારો ફોન સ્વીચઓફ અને તારી મોમનો બીઝી કેમ આમ ?

અન્યાએ કહ્યું "અરે પાપા કોઇ અનનોન નંબર થી મને કોલ આવે છે અને કોઇ બોલતું નથી એટલે કંટાળીને બંધ કરી દીધો અને મંમી માસી જોડે ક્યારની વાત કરતી હતી. આ સાંભળીને સેમ વિચારમાં પડી ગયો કે કોના કોલ આવે છે ? એની નોકરી અને કામ એવાં છે કે કોઇ પણ બદમાશ રાજકારણી બિલ્ડર કે વેપારી ક્યારે દુશ્મન થઇ જાય કેહવાય નહીં. અને ખાસ સંજોગોમાં પોતાનો સ્ટાફ પણ... એણે ક્યું તારો ફોન ચાલુ કર અને એ નંબર પહેલાં મને આપ. અને માય ડાલીંગ રૂબી તું અને અન્યા તૈયાર થઇ જાવ આપણે ડીનર બહાર લઇશું મસ્ત મોસમમાં કેન્ડલ લાઇટ ડીનર વીથ..... માય ફેવરીટ સ્કોચ.... અને એ ફ્રેશ થવા માટે અંદર જતાં રહ્યાં.

અન્યા ખૂબ ખુશ થઇ ગઇ એણે ક્યું મોમ તું પણતૈયાર થઇ જા આજે પાપનો મૂડ, મૌસમ અને મારી ઇચ્છા બધુ જ ખૂબ મસ્ત મસ્ત છે ચાલો એમેય કરીને આવીએ અને મારે તમને બંન્ને ને એક સરપ્રાઇઝ પણ આપવાની છે એમ કહીને તૈયાર થવા એ પણ અંદર છોડી ગઇ.

**************

બધાં તૈયાર થઇને પાપા સાથે કારમાં પબ જવા માટે નીકળી ગયાં અન્યાએ કહ્યું "પાપા આજે "બોરા બૌરા" પબમાં જઇએ જૂહુ મસ્ત છે સેમે કહ્યું "ઓકે દીકરા" અને અન્યાનો ફોન કરી રણાયો અને એજ અનનોન નંબર હતો એણે પાપાને વાત કરી. અને સેમે એ નંબર લઇ લીધેલો. એની આંખો પહોળી થઇ ગઇ અને ગુસ્સાથી એનાં તેવર બદલાઇ ગયાં. પ્રકરણ -1 સમાપ્ત.

આગળ રોમાંચિત ટર્ન પ્રકરણ-2 વાંચો....