Jonathan Livingston Seagull by Rechard bach books and stories free download online pdf in Gujarati

સાગરપંખી

સાગરપંખી રિચાર્ડ બાક
અનુવાદ : સોનલ પરીખ

Today, I have read Gujarati novella 'Jonathan Livingston Seagull' written by Richard Bach and illustrated by Russell Munson, translated by Sonal Parikh.

It is a fable in novella form about a seagull who is trying to learn about life and flight, and a homily about self-perfection. Bach wrote it as a series of short stories that were published in Flying magazine in the late 1960s. It was first published in book form in 1970, and by the end of 1972 over a million copies were in print. Reader's Digest published a condensed version, and the book reached the top of the New York Times Best Seller list, where it remained for 38 weeks. In 1972 and 1973, the book topped the Publishers Weekly list of bestselling novels in the United States. (Wikipedia)

ભાગ ૧

આમ તો મારા મતે, લોકોના ટોળા માંથી અલગ તરી આવું એટલે પૂર્ણતા મેળવી એમ સમજવું. પૂર્ણતા એટલે માત્ર વિચારોથી મુક્તતા નહિ, જૂની પરંપરાથી મુક્તતા નહિ, ધર્મથી મુક્તતા નહિ, એકલતા જ સર્વશ્રેષ્ઠ છે, આપણી જાત જેટલું શીખવે છે એટલું કોઈ શિક્ષક કદી નહિ શીખવી શકે. જો વિચારોમાં બદલાવ આવે એટલે ૫૦ % તમે સફળતાના શિખરે ચડી ગયા. પરંતુ વિચારોને બદલાવવા માં તમે કદાચ તમારા પ્રિય વ્યક્તિ દૂર થઈ જશો પરંતુ ચોક્કસ સ્વતંત્રનું આકાશ મળશે.

પ્રથમ ભાગમા, જોનાથન (સાગરપંખી) ના સમાજની વાત કરી છે. મોટા ભાગના સાગરપંખીઓ માટે ઊડતા શિખવું એટલે કાંઠા પરથી જરા ઊંચે ઊડી ખાવાનું મેળવવું અને પછી પાછા કાંઠે આવી જવું. તેમને માટે ઊડવાનું મહત્વ નથી પરંતુ પેટ ભરવાનું છે. કઈ પણ નવું કરવું એવો ઉત્સાહ નોહતો. જ્યારે જોનાથન માટે આનાથી ઊંધું હતું તેને ખાવાનું નહિ પરંતુ ઊડવા તેને વધારે પ્રીય હતું. અને તેનું ધ્યેય ગતિ પ્રાપ્ત કરવાનું હતું. તેમને માછીમાર દ્વારા ફેંકાયેલા માછલાંના ટુકડા થી સંતુષ્ટ નોહતો એમને આકાશમા બાજની જેમ આઝાદ બની ગતિ સાથે ઊડવું હતું. અને એ ખોરાકની પાછળ સમય બગાડવા કરતા પ્રેકટીસમાં બધું ધ્યાન આપતો. અને થોડા જ સમયમા સારી એવી કુશળતા આવી ગઈ પરંતુ હજુ એમને કચાશ લાગી આવતી ૫૦ માઇલ ૬૦ માઈલ એમ ધીરે ધીરે સારી ગતિ એ ગગન ચુમતો. અને ક્યારેક ક્યારેક નિસફળતાના આગમા પણ બળતો એવી નિસફળતા કે જેમાં હારી જતો અને ફરી સાગરપંખી ના ટોળામાં આવી વસતો. એમના માતા પિતા પણ એમની જે ઝંખના હતી એમનાથઈ નારાજ હતા છતાં પણ જોનાથને પ્રયત્ન છોડીયો નહિ. અંતે સાગરપંખી સમાજમાં ખબર પડી કે જોનાથન ઊંચે ઉડવાની કોશિશ કરે છે ત્યારે ભરી સભામા આરોપી બનાવી દે છે,

'તેં અવિચારિપણું દાખવ્યું છે. તું બેજવાબદાર છે. તે સાગરપંખીઓનાં કુળની પરંપરા અને ગૌરવ તેં ભ્રષ્ટ કર્યો છે. માટે તને સાગરપંખીની જમાતમાંથી કાઢી મૂકવામા આવે છે. આપણું આ વિશ્વમાં એક જ કામ કરવાનું છે ખોરાકની શોધ કરવી અને જીવતા રહેવું.'

જીનાથન ચૂપ ન રહી શક્યો, (આરોપીને સામી દલીલ કરવાનો નિષેધ હતો) મોટા અવાજે કહીયું,

'બેજવાબદારી ? મારા ભાઈઓ, મારા મિત્રો, જીવનમાં અર્થ અને હેતુ શોધવા ઝંખતા સાગરપંખીથી વધારે જવાબદાર કોણ હોઈ શકે ? હજારો વર્ષોથી આપણે માછીમારોએ ફેંકેલા માછલીના ટુકડા પાછળ ભમીએ છીએ -પણ હવે આપણી પાસે જીવનનું એક ધ્યેય છે - શીખવું, શોધવું, મુક્ત થવું! મને માત્ર એક તક આપો. મેં શુ સિદ્ધ કર્યું એ મને બતાવવા દો..'

જોનાથન ની કોઈ વાત સાંભળતું નથી અને એમને બહિષ્કાર કરે છે જો કે, જોનાથનને એમનું કોઈ દુઃખ નથી કેમ કે એમને એમના સપના પુરા કરવા હતા, ગતિ સાથે ખુલ્લા આકાશમા ઊડવું હતું. અંતે તે બધા દૂર જઈને ફરી પ્રેકટીસ શરૂ કરી..

આ પહેલા ભાગમા, ઘણું બધું શીખવા મળે છે અને જ્યારે વાંચન કરીએ ત્યારે આપણે થઈ આવે છે કે આ જોનાથન ની જે વાત લેખિકા કરી છે એ પાત્ર આપડે પોતે છીએ. કારણ કે સમાજ, આપણા માતા પિતા આપણે ખાબોચિયા માં રાખવા માગે છે જો એ ખાબોચિયા માંથી બહાર આવવાની કોશિશ કરીએ તો આપણે સમાજમાંથી કાઢી મૂકે છે. જોનાથન અને એમના સમાજ પાસે જેમ પાંખો છે એમ આપણી પાસે પણ પાંખો છે, ખુલ્લું આકાશ છે છતાં આપણે ઉડવાની કોશિશ કરતા નથી કારણ કે આપણે ડર છે સમાજનો, માતાપિતા નો, પ્રિયજનોનો. આપણી જે સ્કિલ છે, આપણી જે ઇચ્છા છે, આપણું જે સ્વપ્ન છે તેમનું વિસર્જન કરીએ છે. પરંતુ જો જોનાથનની જેમ લોકો ની પરવાહ કરીયા વિના આપણા સપનાને વળગી રહીએ તો આપણા સપના ચોક્કસ પુરા થાય છે. ટુંકમા 'પર' માટે નહિ પરંતુ 'સ્વ' માટે જીવવુ એ જ મહત્વનું છે જે આપણે ક્યારેય સ્વીકારતા જ નથી.

ભાગ ૨

જોનાથન એમની જમાત છોડી દૂર જતો રહીયો અને એમની કઠોર કસોટી આદરી. એક દિવસ એમના પ્રેકટીસ દરમિયાન એમની જ જમાતના, વિદ્રોહ કરેલા બે પક્ષી આવી ચઢિયા અને જોનાથનની કોશિશને જોઈને,જોનાથન ને એમની સાથે લઈ ગયા. ત્યાં એક નવો જ સમાજ હતો, ત્યાંના બધા જ પક્ષી કંઈક ને કઈક નવું કરવા માગતા હતા, નવું શીખવા માંગતા હતા, શીખવા માટે અનેક પ્રયત્ન કરતા હતા. સુલીવાન, ચ્યાંગ ત્યાં નો વડવા હતા, કુશળ હતા. એક દિવસ જોનાથનને પ્રશ્ન થયો, 'આ જગતમાં સ્વર્ગ જેવું કંઈ છે કે નહિ.' તેને ચયાંગને પુછીયું. અને ચ્યાંગે જવાબ આપીયો કે,

'ના, જોનાથન. એવું કોઈ સ્થળ નથી. સ્વર્ગ એ કોઈ સ્થળવિશેષ કે સામ્યવિશેષનું નામ નથી. સંપૂર્ણતા એ જ સ્વર્ગ છે. જ્યારે તું ગતિની સંપુર્ણતા સિદ્ધ કરીશ તે જ ક્ષણે તું સ્વર્ગ પ્રાપ્ત કરીશ, પણ પૂર્ણ ગતિ એટલે કલાકના હજાર કે લાખ માઈલની ગતિ નહિ. પૂર્ણ ગતિ એટલે પ્રકાશના કિરણની ઝડપે ઊડવું તે પણ નહિ. કોઈ પણ સંખ્યા આખરે મર્યાદિત છે, બંધાયેલી છે અને પૂર્ણતાને કોઈ સીમા, કોઈ બંધન નથી. પૂર્ણ ગતિ એટલે, બેટા, આ ક્ષણે અહીં હોવું તે.'

ધીરે ધીરે જોનાથન સંપુર્ણતા તરફ જવા પ્રયત્ન શરૂ કરી દીધા. છતાં પણ જોનાથન મનમા શ્રદ્ધાનું બીજ હતું, ચ્યાંગ કહીયું, 'શ્રદ્ધાની વાત ભૂલી જા. ઊડવા માટે શ્રદ્ધાની જરૂર નથી. ઊડવા માટે અનુભવ જરૂરી છે, આત્મવિશ્વાસ જરૂરી છે.' અને ધીરે ધીરે ચ્યાંગ ના માર્ગદર્શન હેઠળ એ કુશળતા વિકસાવી. જોનાથનને એ બધું જ મળી ગયું જે એ ઇચ્છતો હતો, ગતિ, સ્વર્ગ, સમય, વર્તમાન વિગેરે. જોનાથન હવે સંપૂર્ણ થઈ ગયો હતો. ચયાંગ ના જવા પછી તેની જગ્યા એ જોનાથન આવીયો અને ત્યાં પંખીને માર્ગદર્શન આપવા માંડ્યો. એમની અંદર પણ હજુ કશુંક ખૂટતું હોય એવું લાગી રહીયુ હતું, પ્રેમ, કરુણા, ક્રોધ, મોહ વિગેરે. જેમને માર્ગદર્શક બની ત્યાર પછી શીખીયો. એમનામા નિપુર્ણતા આવિયા પછી ફરી તેમની જમાત (પૃથ્વી પરની) યાદ આવવા માંડી. અને એમને નક્કી કરીયું કે એમની જેવા કેટલા બધા સાગરપંખી જે સ્વતંત્રતા થઈ ઊડવા માગતા હશે, કેટલા ને નવું નવું શીખવા માગતા હશે, કેટલા ને બહિષ્કાર કરીયો હશે. ભલે એ સમાજ એમને ફરી સ્વીકારે નહિ પરંતુ જે લોકોની મારી સ્થિતિ એમને હું શીખવું એમને પણ સંપુર્ણતા નું જ્ઞાન અને ઊડવાની અવનવી કુશળતા શીખવું. એ આ બધાને છોડી પૃથ્વી તરફ ગતિ સાથે ઉડાન ભરે છે...

આ ભાગ એટલો જ મહત્વનો છે જેટલો પહેલો છે. કંઈક નવું શીખવા માટે sacrifice કરવું પડે છે જે આપણે ક્યારેય કરતા નથી. અને કદાચ કરીએ તો પણ લાંબો સમય આપના ગોલ સુધી ટકી શકતા નથી. એ સમય એવો હોય છે જેમાં લડાય બહારના લોકો સાથે નહિ પરંતુ આપણી જાત સાથે હોય છે જેમાં આપણે પોતાની જાત ને દોષ અને નિર્દોષ સાબિત કરતા હોઈએ છીએ. અને અંતે હાર માનીને આપણા સપનાનું તેમજ આપણું પાંખો નું બલિદાન આપી ફરી એ જ સમાજની ભીડ નો ભાગ બની જઈએ છીએ અને બીજાના ફેંકેલા રોટલા પાછળ દોડાદોડી કરવા માંડીએ છીએ. સ્વ ઉપર નિયંત્રણ મેળવીને, કદાચ લક્ષ સુધી પોહચી ગયા હોઈએ તો આપના મગજમા બદલો લેવા ની જ ભાવના હોય છે. જ્યારે જોનાથન પોતે તો સંપૂર્ણ બનીયો સાથે સાથે બીજાને પણ સંપૂર્ણ બનાવવાનું વિચારે છે અને એ માટે ફરી એ જમાતમા જાય છે એ જમાત જેમને એક સમયે તેમની માનહાની કરી હતી, બધા વચ્ચે અપમાન કરીયું હતું, એમનો બહિષ્કાર કરીયો હતો. પરતું આપડે તો આવું કાંઈ વિચારતા જ નથી અથવા તો જે લોકો સફળતાની શિખરે પોહચી ગયા છે તે લોકો બીજાની સફળતા જોવા માંગતા જ નથી. અને એવો ખાસો પ્રયત્ન પણ કરતા નથી.

ભાગ 3

જોનાથન દૂરની ઉંચી ભેખડોની આસપાસ ધીરે ધીરે ચક્કર કાપતો હતો. તેનું ધ્યાન તેની નજીક ઊડી રહેલા ફ્લેચર (સાગરપંખી) આ તરુણ સાગરપંખીને એક આદર્શ વિધાર્થી તરીકેનું ઘડતર મળી રહીયુ હતું. તેનામાં સોંથિ મોટી વાત એ હતી કે તેનામાં ઉડ્ડયન સિદ્ધ કરવાની અદમ્ય, સળગતી ઝંખના હતી. જ્યારે પણ ફ્લેચર હારી જતો ત્યારે ખરા ગુરુ તરીકે જોનાથન તેને પ્રોત્સાહન પૂરું પાડતો.

'જોનાથન, હું મૂર્ખ છું, તદ્દન મૂર્ખ. કેટલું મથું છું, પણ કશું કરી શકતો નથી. તમે મારા જેવા નકામા વિધાર્થી સાથે સમય બગાડો છો.'

ત્રણ મહિના પુરા થયા ત્યારે જોનાથન પાસે બીજા છ વિધાર્થીઓ હતા. એ બધા જ બહિષ્કૃત હતા અને ઊડવા ખાતર ઉડવાના નવા અદભુત વિચાર માટે તેમને કુતુહલ હતું. જોનાથન અવારનવાર એમના શિષ્યને કહેતો,

'સત્ય એ છે કે આપણે સૌ સ્વતંત્રતાની અસીમ કલ્પના જેવા એક મહાસાગરપંખીનો અંશ છીએ. અને આ સમજણ સાથે લક્ષ્યવેધી ઉડ્ડયન કરવું એ આપણો પોતાનો અસલી સ્વભાવ તરફ જવાનો એક પ્રયાસ છે. જે કંઈ આપણને મર્યાદિત કરે છે, બાંધે છે તે બધાંને છોડતાં જવાનું છે. આ બધી અત્યંત ઝડપી, અતિશય ધીમી, હવામાં અનેક કૌશલ્યો દર્શાવતી ઉડ્ડયનકળાનો અભ્યાસ આને માટે જ છે. પાંખના એક છેડાથી બીજા છેડા સુધીનું તમારું આખું શરીર તમારા વિચારનું જ સાકાર સ્વરૂપ છે. વિચાર દેખાતા નથી. શરીર દેખાય છે - બસ એટલો જ ફરક છે. વિચારોને મુક્ત કરો અને તમારું શરીર પણ મુક્ત અને હળવું થશે.'

જોનાથન ધીમે ધીમે એમના શિષ્યોને ઉડ્ડયનની નવી નવી ટેક્નિકસ શીખવતો અને પ્રોત્સાહન પૂરું પાડતો. ફરી જોનાથનને વિચાર આવીયો, હવે તેમની ઈચ્છા હતી કે તેમના સમાજ ને બદલવો અને એમને બતાવું છે કે તેઓ (સાગરપંખી) નો જન્મ માત્ર ખોરાક શોધવા માટે કે બીજા ફેંકેલા બટકું માછલાંના ટુકડામાં વિતાવવા નથી થયો. એ મહાસાગરપંખી છે. અને એમને નક્કી કરીયું કે તેઓ ઊડવાની કળાનું પ્રદર્શન કરશે એ સમાજની વચ્ચે પરંતુ એમના શિષ્યો આ વાત સાથે સહમત થતા નથી. છતાં તે એકલો જે નક્કી કરીયું એમને અનુસરવા એ દિશા (પૂર્વ) તરફ ઉડાન ભરે છે એમના વિધાર્થી પહેલા સહમત નોહતા છતાં પાછળથી એક પછી એમ ૭ તે ૭ વિધાર્થી એક પછી એક ઉડાન ભરી. અને અંતે એમના જુના નિવાસ સાથે પોહચીયા પરંતુ જે સ્થિતિ પહેલા હતી એ જ સ્થિતિ ત્યા પણ એ જ હતી જે પહેલા હતી. તેનો સમાજ તેઓને સ્વીકારતા નથી. જોનાથન અને એમના શિષ્ય એક પછી એક ઉડાન કલા બતાવતા કિનારે ઉતરિયા. ધીમે ધીમે બધા જોનાથન અને એમના શિષ્યોની આસપાસ ભેગા થવા માડીયા અને અંદરો અંદર વાતો કરવા માડીયા કે 'આ તો બહિષ્કૃત જોનાથન અને એમના શિષ્યો છે...' જોનાથન અને એમના શિષ્યો લોકોની વાતો માં ધ્યાન ન આપતા પોતાની કલા બતાવવા માં મશગુલ બનીયા. અવનવી તેમજ ગતિ સાથે ની ઉડાન જોઈને સૌ સ્તબન્ધ હતા કે સાગરપંખી આવી કુશળતાથી કઈ રીતે ઉડાન કરી શકે? ગતિ સાથે કઈ રીતે વ્યવહાર કરી શકે? સમુદ્રના ઉંડાણ માં તરતી માછલીને કઇ રીતે પકડી શકે? એ સમાજ માં પણ ઘણા બધા એવા વ્યક્તિ હતા જેઓ આવા પ્રયત્ન છુપાઈ છુપાઈને કરતા હતા. જોનાથન ને જોયા પછી એમને પણ ઈચ્છા થઈ કે તેઓ પણ પોતાની કલા બતાવે. હવે એમને પણ એ સમાજ એક બંધન જેવું લાગવા લાગે છે અને અંતે તેઓ પણ જોનાથન સાથે જોડાય છે અને એમની કુશળતા બતાવવા લાગે છે. છતાં પણ અમુક ટોળામા રહેલા લોકો જોનાથન અને તેઓ ના શિષ્યને સ્વીકારતા નથી અને એમને તે જગ્યાએ દૂર જવાનું સૂચવે છે અને અંતે જોનાથન, શિષ્યો અને નવા જોડાયેલા વિધાર્થીઓ એ સમાજથી દૂર જતા રહે છે જે સમાજ જૂની પરંપરાને છોડવા માગતા નથી, એ સમાજ જે તેઓને સમજી શકિયા નહિ, એ સમાજ જે આધુનિકતા અને કુશળતાને સ્વીકારતા નથી. થોડા સમય પછી જોનાથનને એમના શિષ્યોથી ખૂબ દૂર જતો રહે છે અને એમની જે માર્ગદર્શકનો દોર ફ્લેચર ને સોંપે છે. (જોનાથન નું અંતમાં મૃત્યુ થાય છે કે એ પછી જોનાથનનું શુ થાય છે એવી કોઈ સ્પષ્ટા કરતા નથી.)

જોનાથન એક સાગરપંખી તરીકે જ જો વાંચવા માં આવે તો આ વાર્તા માત્ર કાલ્પનિક છે જેમાં માત્રને માત્ર અધસત્ય રહેલું છે પણ જો એમની મોરાલિટી ની વાત કરીયે તો આ વાર્તા સમાજની ખરી દશા અને દિશા બતાવે છે. રૂઢિચુસ્ત વ્યક્તિ અને સ્વંત્રતા શોધતો નવયુવક ની આ સાહસિક વાર્તા કહી શકીએ. જો આ વાર્તા થોડાક અંશે સમાજ આમાંથી કશું શીખશે તો ચોક્કસ આવનારી પેઢીને સુધરશે, એ આ castism, racism અને individualism થી નહિ પીડાઈ. એ પોતાની જાતે જ નિર્ણય લેવા તેમજ તેમના સ્વ ને ઓળખવા સક્ષમ બનશે. કહેવા બેસીએ તો, આ વાર્તા ના એકેએક વાર્તાલાપ અને પ્રસંગ ઉપર લાબું લચકદાર લખી શકાય, અને આપણે સક્ષમ છીએ આવી નાની નાની વાતોને સમજવા તેમજ સરખામણી કરવા માટે. અત્યારે તો માત્ર આશા જ રાખી શકાય કે સમાજ સુધરશે, સમાજ આપણે ખુલ્લું આકાશ આપશે, સમાજ જ આપણા પગ ને બેડીઓ ખોલશે. જ્યા સુધી જૂની વિચારધારા સમાપ્ત નહિ ત્યાં સુધી utopian સમાજની આશા રાખવી નકામી છે. જૂની પરંપરા શા માટે નથી તૂટતી એમનું પણ કારણ જણાવી દઉં,

૧) પુસ્તકાલય : અત્યારના સમાજ પુસ્તકાલય જતો નથી ત્યાંના પુસ્તકોને હાથ અડકારતો નથી. ભાગ્યે જો કોઈને વાંચવા નો શોખ હોય તો એ માત્ર ધાર્મિક પુસ્તકો પર ધ્યાન આપે છે અને એ વાંચે છે અને એમની પ્રચારવિધિ શરૂ કરે છે.
૨) ભણતર : અત્યારનો સમાજ એમના બાળકોને શિક્ષણ તો આપવા માગે છે પણ શિક્ષણ દ્વાર શીખેલા જ્ઞાનનો ઉપયોગ કરવાની આજ્ઞા આપતું નથી. લાખો, કરોડોના પૈસા નું પાણી કરી ને શિક્ષણ પ્રદાન કરે અને પછી ધર્મ અને રિવાજ નામની સાંકળથી બાળકો ને બાંધી દે છે.
૩) પ્રોત્સાહન : અત્યારનો સમાજ એવું ઈચ્છે છે કે એમની (સમાજ, જ્ઞાતિ, ધર્મ) છબી સારી બને. લોકો વચ્ચે તેમનું મોભો પડે. આ જે individuality છે એ જ સમાજને આગળ લાવતા અટકાવે છે. આમ બધા કહે છે 'વસુદેવકુટુંમ્બકમ' પણ ખરેખર સચ્ચાઈ કઈક અલગ છે, સમગ્ર સૃષ્ટિ તો દૂર રહી પણ એક ઘરમા પણ ઘટ સંબંધ હોતો નથી, એક જ ધર્મ પાળતા હોવા છતાં એમાં પણ અનેક ભાગ પાડીયા, હવે આવી સ્થિતિમાં કઈ રીતે વસુદેવકુટુંમ્બકમ સાચું પડે? અને હા બીજું એમ પણ કહી શકીએ કે જો કોઈ બાળક આ સાંકળ તોડીને સ્વંત્રતાને અપનાવે તો સમાજ તેમને પ્રોત્સાહન કરવાની બદલે, એમને મદદ કરવાને બદલે એમને વખોળે, એમના પરિવાર ને કોશે, જીવવાનું નરક બનાવી દે. જે દિવસે સમાજ પ્રોત્સાહન આપતો થશે ત્યારે જ એકતા આવશે, ત્યારે જ utopian સમાજની રચના થશે, ત્યારે જ માનવ માનવ મટી વિશ્વમાનવ બનશે.
૪) વિચારધારા : સમાજની વિચારધારા કેવી છે એતો તમે સારામાં સારી રીતે જાણો છો મારે એ વિશે કશું કહેવાની જરૂર નથી. આ ટોપિક પર માત્ર હું એમ જ કહીશ કે, 'જ્યારે સમાજ કુવા માંથી બહાર આવશે ત્યારે જ દેશનું તેમજ સમાજ નું કલ્યાણ થશે, જે રૂઢિરિવાજ, પરંપરા, જાતિવાદ ને જરા પણ મંજુર નથી. આજ જોવા જાએ તો ખ્યાલ આવશે કે દેશ અને સમાજ ને ભડકાવવા નું કામ રાજકીય નેતાશ્રી કરી રહિયા છે. જે દેશ લોકશાષિત (democracy) હોવા છતાં કોઈ એકના વિચાર ધારા પર ચાલે, એમના (રાજકીય નેતા) પહેલા વેલા ફાંસીના ફંડા હસતા હસતા, પોતે જ પોતાના ગળામાં પહરે !!! જ્યારે નાગરિકો લાઈબ્રેરી નો વપરાશ કરશે અને દેશ વિદેશ ના મહાન વિચારકોની વિચારધારા, એમને કરેલી લડતને વાંચશે ત્યારે જ સમાજ નું કલ્યાણ થશે, utopian સમાજની રચના થશે. માત્ર હવે એક આશાનું કિરણ છે એ છે અત્યારની યુવા પેઢી. હવે આ સમાજ કોણ જોનાથન બનશે એ જ મહત્વ નું છે. જોનાથન બની ગયા પછી પણ સમાજ વિશે કોણ સારું અને એમને પરંપરા માંથી બહાર લાવશે એ જ મહત્વ નું છે.

મેહુલ ડોડીયા
૨૨/૦૯/૨૦૧૯