Pratikni shabd sanjivni - 2 books and stories free download online pdf in Gujarati

પ્રતિકની શબ્દ સંજીવની - 2

તમે તમારી જાતને બાળી નાખો,
જે કોઈ ઈચ્છા મનની વાળી નાખો.

અહીં ક્યાં કોઈ સપના પુરા થવાના,
જીવતર આખું શ્રદ્ધામાં ગાળી નાખો.

હું ની લાઈનમાં ઈશ્વર પણ જોડાયો,
જોવા તમે ભક્ત તણી થાળી નાખો.

ક્યાં સુધી વેદના ભીંતે લઇ ફરશો?
જઈ એકાંતમાં હાટડી ઠાળી નાખો.

આવ્યા છો જગમાં પાછા ફરવાના,
કાયમીની લાલસાને ટાળી નાખો.

Dp,"પ્રતીક"


હું ના આવેશમાં,મોંઘા માહણા વયા ગ્યા,
હતા સોનાના ખીસ્સા તોય નાણા વયા ગ્યા.

કરતા'તા જે મોંઘા પક્વાને હળશેલા,
એના ભાગના સુકાભટ ભાણા વયા ગ્યા.

ગાયા નથી જેણે કદી હરખના ગીતડા,
મરશ્યામાં એના નામના ગાણા વયા ગ્યા.

ગયા નથી જે પ્રસંગે કદી કોઈ આંગણે,
દુઃખે એના ભાગીદારિના ટાણા વયા ગ્યા.

આવો કદી બેસો અહીં માણસના ઓટલે,
એકલ પંથે ચાલવાના એ વાણા વયા ગ્યા.

Dp,"પ્રતીક"
મને મારુ બચપણ પાછુ આપો,
હેત ભરેલું મન સાચ્ચુ આપો.

ક્યાં ગયા એ દિવસો ખુશીના?
પુસ્તક ખોલી વાંચુ આપો.

જાય ઘરેથી લઇ શેરીએ રમવા,
રોટલી ભરેલું નાનું ખીચ્ચુ આપો.

કેવા હતા અમે નાના ભૂલકા,
બાંધી ડાળીએ ઝુલતા હીંચકા.

હોય ના કાગળ લીચ્ચું આપો,
મોર ચિતરવા પીછુ આપો.

મહેનતના આ થાકે ઉતારવા,
શમણાં ભરેલું એક જોકુ આપો.

મને મારુ બચપણ પાછુ આપો,
હેત ભરેલું મન સાચ્ચું આપો.

Dp,"પ્રતીક"

મને મારુ બચપણ પાછુ આપો,
હેત ભરેલું મન સાચ્ચુ આપો.

ક્યાં ગયા એ દિવસો ખુશીના?
પુસ્તક ખોલી વાંચુ આપો.

જાય ઘરેથી લઇ શેરીએ રમવા,
રોટલી ભરેલું નાનું ખીચ્ચુ આપો.

કેવા હતા અમે નાના ભૂલકા,
બાંધી ડાળીએ ઝુલતા હીંચકા.

હોય ના કાગળ લીચ્ચું આપો,
મોર ચિતરવા પીછુ આપો.

મહેનતના આ થાકે ઉતારવા,
શમણાં ભરેલું એક જોકુ આપો.

મને મારુ બચપણ પાછુ આપો,
હેત ભરેલું મન સાચ્ચું આપો.

Dp,"પ્રતીક"

દ્વાર ખખડાવી મંદિરના પાછો ફર્યો છું,
તુજ હાથે હું ઘડાયો તોય રજડયો છું.

બસ કહે એટલું ક્યાં છે તું ભગવાન?

માઁ ની મમતામાં મને તો તું દેખાયો'તો,
તેમ છતાં પણ તું મને ક્યાં ઓળખાયો'તો.

બસ કહે એટલું ક્યાં છે તું ભગવાન?

લોક કહે પત્થર પૂજો ત્યાં તું સમાયો છે,
પણ મને ક્યાં કોઈ પર્વતમાં દેખાયો છે.

બસ કહે એટલું ક્યાં છે તું ભગવાન?

નાત જાત ધર્મના નામે તું વેચાયો છે,
શું તને પણ મારી જેમ ગરીબી સતાયો છે.

બસ કહે એટલું ક્યાં છે તું ભગવાન?

માઁના ઉદરમાં મારી સાથે વાતું કરતો'તો,
તે ઘડી જે દુનિયા એની સાખી પૂરતો'તો.

બસ કહે એટલું ક્યાં છે તું ભગવાન?

જુઠ્ઠા તારા છે દિલાસા જૂઠી છે વાતો,
દિવસ શું અહીં પ્રેમથી નથી જતી રાતો.

બસ કહે એટલું ક્યાં છે તું ભગવાન?

મારે મન તું પ્રેમ"પ્રતીક"બસ એટલું જાણું,
તારા કાજે દુનિયાના સવ હસતા ઝેર માણું.

બસ કહે એટલું ક્યાં છે તું ભગવાન?

Dp,"પ્રતીક"

લઇ પાટી હું પણ ભણવા ગયો'તો,
કારકિર્દીની દીવાલ ચણવા ગયો'તો.

કહેવાયો છતાય ઠોઠ નિશાડીયો,
કે હું ક્યાં શબ્દ જણવા ગયો'તો.

ઘરની દીવાલ એક ધુબકે ઓળંગી,
નિશાળે મૌજ બસ માણવા ગયો'તો.

કહેતા'તા સૌ મને સાવ બુદ્ધિનો લઠ તું,
મારા જેવા કેટલા?એ ગણવા ગયો'તો.

શાળા સંચાલક તો ઉંઘણના વાસી,
લઇ શોટી હાથમાં જગાડવા ગયો'તો.

મારે તે મન મારો આતમ પરમાત્મા,
ત્યાંતો ખાલી ઉઠાં ભણવવા ગયો'તો.

Dp"pratik"

હૃદય ઉભરાઈ છે સ્પર્શો તો જરા,
આવું કેમ થાય છે, પૂછો તો ખરા.

મૌસમ મજાની આજે અચાનક લાગે છે,
દિલ'ને દર્દની વચ્ચે કોઈ કસક લાગે છે.

હું છુ ગગનમાં આજે નીચે છે ધરા,
આવુ કેમ થાય છે, પૂછો તો ખરા.

જોઈ તને આંખો મારી આવી ચમકમાં,
ધીરે ધીરે પગરવ મારા ચાલે ખનકમાં.

જાણે કે તપ્તિ ધુપે પડે છે કરા,
આવું કેમ થાય છે, પૂછો તો ખરા.

દરિયો છે પ્રેમનો ખારો તોયે હૂતો માણું,
ચાહતમાં તારી હૂતો ઝેર મધ જાણું.

પીવા ઝેર પણ મન મારુ બને છે મીરા,
આવું કેમ થાય છે પૂછો તો ખરા.

ફૂલનો પવન'ને ફૂલની ફોરમ ફેલાય છે,
જ્યારે શ્વાસે મારા તારું નામ લેવાય છે.

લઉ નામ તારું ફૂલો ચૂમે છે ધરા,
આવું કેમ થાય છે, પૂછો તો ખરા.

સાચ્ચે મને શું તુજથી પ્રેમ થયો છે,
કે આ હૃદયને કોઈ વ્હેમ થયો છે.

આવે યાદ તારી જ્યારે કરું ઉજાગ્રા,
આવું કેમ થાય છે, પૂછો તો ખરા.

હૃદય ઉભરાઈ છે, સ્પર્શો તો જરા,
આવું કેમ થાય છે, પૂછો તો ખરા.

Dp,"પ્રતીક"

કાશ કે ખબર તને મારી હોતે,
તો દિલમાં તે યાદી ભરી હોતે.

ગયા તે પાછા વળ્યાં જ નથી,
આપ વળો તો વાત સારીહોતે.

કસમ છે આપની સાવ કોરોછુ,
બતાવું કાળજુ કાપી કટારીહોતે.

એક નામ છે હજુ તારા દિલમાં,
એ નામની તું પેલી પૂજારી હોતે.

હું ચાહું તને તું એટલું જો ચાહે,
તો તારી મારી જોડી કરારી હોતે.

હા કરીદે હા પ્રણયની આ મજાછે,
તુજ દુરીની આ'પ્રતીક'ને ફળી સજાછે.

Dp,"પ્રતીક"

દિવસ તો ઉગ્યો,કદાચ સમય રાત નહીં જોવા દે,
ઘરથી નીકળ્યા બાદ ઘરની દીવાર નહીં જોવા દે.

ઉઠતા વેંત ઘરમાં જે સુખ મળે તે માણી લો,
બંધ થયા પાપણ પછી નિખાર નહીં જોવા દે.

જ્યાં જ્યાં તે હાથ લંબાયો મળ્યું બધું સારું છે,
બાદ તારા કોણ કરે ઘરપર ઉપકાર નહીં જોવા દે.

મહેનતનો પરસેવો પાડી ઘર કરો નિહાલ,
બેઈમાની નું ખાસો તો સંસાર નહીં જોવા દે.

છો ભલા માણસ"પ્રતીક"પ્રીત રેલાવી જાણો,
ઝેર ભરો જો સંબંધ માં દિલદાર નહીં જોવા દે.

Dp,"પ્રતીક"

સામે બેઠું કોઈક અજાણ્યું લાગે છે,
તેમ છતાં દિલને એ જાણ્યું લાગે છે.

હશે કોઈ પરભવનો સ્નેહ સંબંધ,
એથીજ અંધારૂ અજવાળ્યુ લાગે છે.

જુવે છે એ પણ નજર ચોરી ચોરી,
ક્યાંક મન એનું પણ લાલચ્યૂ લાગે છે.

દીઠું દર્શન પણ બધું સત્ય નથી હોતું,
તેમ છતાં ઝાંઝવું જળ ભર્યું લાગે છે.

જે હોય તે"પ્રતીક"પ્રેરણાતો મળશે,
ક્યાં અહીં કોઈ દૂધે ધોવાયું લાગે છે.

Dp,"પ્રતીક"

જીવન છે જીવવા જેવું જીવી લે યાર,
જે કોઈ મળે એને કરી લે તું પ્યાર.

સમજણ ના છેડા પર બાંધી ને કટાર,
શાને ભરે છે તું નફરત નો ભંડાર.

દુનિયા છે બોલવા માટે તું દુનિયાની છોડ,
અંતર આત્મા નો તું વિશ્વાસ રાખી દોડ.

મંજિલ સુધી પહોંચવાના છે રસ્તા હજાર,
તું પણ એક રસ્તો ધારી કરીલે કાંટા પાર.

પથ માં કોઈ બેઠી તારા માટે ગોરી,
એથી મિલાવી લે નેન ચોરી ચોરી.

કિસ્મત લખ્યા છે સૌના વિધિ એ એક,
જીવનસાથી તને પણ મળી જશે કોઈ નેક.

જીવન છે જીવવા જેવું જીવી લે યાર,
જે કોઈ મળે એને કરી લે તું પ્યાર.

Dp,"પ્રતીક"

કેતા'તા સૌ છે આ કજાતનો કજરો,
તોય મેં ભવ માં પાડ્યો છે ભમરો.

ઉભી લગાવી હતી વેણી ના ફૂલડાં,
હું ભોળો ત્યાં જઈ હારી ગયો દલડા.

પૂછતા નામ દોડી ને વટી ગઈ ઉંબરો,
તોય મેં ભવ માં પાડ્યો છે ભમરો.

માંડ માંડ જોડી હું લાવ્યો હતો જાન,
એમાંય તે જોડી દીધા મર્શયાના ગાન.

મોભાદાર માનવીનો કરી દીધો કચરો,
તોય મેં ભવ માં પાડ્યો છે ભમરો.

થશે શકન વહુ ના જો ઘરે પધામણા,
ખીલી જશે હરખે ઓશિયાળા આંગણા.

લીધું ઘર માથે આખું કરી ને ડુંગરો,
તોય મેં ભવ માં પાડ્યો છે ભમરો.

આવતા'તા સોને મઢેલ ગોરીના માંગા,
પરણી તારી હારે બની બેઠા અભાગા.

હતું ભાગ્યમાં મારા વેણીનો ગજરો,
તોય મેં ભવ માં પાડ્યો છે ભમરો.

Dp,"પ્રતીક"

ધાર્યે છે શું,અને થાય છે શું,
બોલે છે કઈ,સમજાય છે શું.

સૂતરના તાંતણે બધાંયા પછી,
બાંધીએ શું,અને બંધાય છે શું.

કીધું તો કોઈનું પણ ચાલતું નથી,
ચાલે એનુંય પૂરું જણાય છે શું?

બે પૈડાની ગાડીમાં સ્નેહનું ઇંધણ,
ભરે છે શું, અને છલકાય છે શું.

ચાલી નીકળ્યા લઈ ઘણા ઓરતા,
મનમાં માંગવું 'તું શું,મંગાય છે શું.

પ્રણય"પ્રતીક"બધા સરખા નહોતા,
જે મળ્યું મારુ બીજુ ભાગ્ય છે શું.

Dp,"પ્રતીક"