Rashtra bhavna books and stories free download online pdf in Gujarati

રાષ્ટ્ર ભાવના

શું ભારતના ઝંડા ને જોઈને સલામી કરવાનું મન થાય એને રાષ્ટ્ર ભાવના કહેવાય?

શું એક શહીદ થયેલા સૈનિક માટે મનોમન આંસુ સારવા એને રાષ્ટ્ર ભાવના કહેવાય?

હા આને પણ રાષ્ટ્ર ભાવના કહી શકાય, પણ બીજા એવા ઘણા બધા રસ્તા છે જેનાથી આપણે આપણા મન માં સળવળતી રાષ્ટ્રભાવના ને સંતુષ્ટ કરી શકીએ. આપણને આપણી આજુબાજુ એવા ઘણા બધા ઉદાહરણો મળી શકે છે.

આ મારો પેહલો લેખ છે એટલે ગુજરાતી પ્રતિભા ની વાત જરૂર કરીશ. એવા જ એક સાચા અને પાક્કા ગુજરાતી એટલે ધ્વનિત ઠાકર.(એક જ દેશમાં અલગ અલગ પ્રાંત/રાજ્ય ની વાત કરવી એ રાષ્ટ્રભાવના ની એકદમ વિરુદ્ધ કહી શકાય પણ આ લખતી વખતે મારા પર્સનલ ગુજરાત પ્રેમ ને દબાવી ના શક્યો.)કદાચ ગુજરાત માં એવો કોઈ સમજદાર વ્યક્તિ નહિ હોય જે ધવનિત ને ના જાણતો હોય. ખુબ જ મધુર અને પ્રભાવશાળી કંઠ,અને એટલી જ પ્રભાવશાળી એની વાતો અને વાત સમજાવાની શૈલી.દેશ વિદેશ માં ખુબ જ ખ્યાતિ પામેલ આવો એક વ્યક્તિ જ્યારે અમદાવાદ માં ઘરે ઘરે જઈને વૃક્ષો વાવવાની નજીવી વાત કરે, તો શું એ આવું એટલા માટે કરે છે કે એની ખ્યાતિ માં વધારો થાય?ના. એ એનામાં રહેલી રાષ્ટ્રભાવના પ્રગટ કરી રહ્યો છે. અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશન સાથે હાથ મિલાવીને, તેના ખુબ જ બીઝી શિડ્યુલ માંથી સમય કાઢીને એ ફક્ત વૃક્ષ જ નથી વાવટો, પણ એક શીખ આપે છે કે જ્યારે તમારા નામ સાથે ખ્યાતિ જોડાય છે ત્યારે તેની સાથે કોઈક ના રોલ મોડલ બનીને પ્રેરણા આપવાનું કામ પણ એ ખ્યાતનામ વ્યક્તિ ની જવાબદારી છે. તેને અને તેના 'ટ્રી ઇડિયટ' ઇનિશિયેટીવ ને ખુબ ખુબ વંદન."ધ્વનિતે કીધું એટલે ફાઇનલ"

બીજું એક ઉદાહરણ પણ એક ગુજરાતી નું જ છે...!!!! પણ હવે એ ફક્ત એક ગુજરાતી જ નથી રહ્યા પણ એક ખુબ જ મોટી વૈશ્વિક પ્રતિભા બની ચુક્યા છે.;મિત્રો...., આવું જો કોઈ ભારપૂર્વક બોલે તો ફક્ત એક જ નામ યાદ આવે, અને એ છે 'નરેન્દ્ર દામોદરદાસ મોદી'. હું મક્કમપણે માનું છું કે સરદાર પટેલ પછી એવી ગજબ ની પ્રતિભા અને દીર્ઘદ્રષ્ટિ જો કોઈનામાં જોવા મળી હોય તો એ મોદી માં જ છે.કદાચ એવો એક જ માણસ મેં મારા જીવન માં જોયો છે જેણે સ્વચ્છતા જેવા એક અણગમતા, વણઉકેલાયેલા પ્રશ્ન ને સરળ રીતે સમજાવીને દેશ માં પ્રથમ વાર રાષ્ટ્રભાવના ના બીજ રોપ્યા.(હા, સ્વચ્છતા રાખવી એ પણ એક રાષ્ટ્રભાવના નું જ ઉદાહરણ છે). લોકો ને કલાકો સુધી લાઈન માં ઉભા રાખી ને પણ દેશ વિષે વિચારતા કરી શકે અને એ પણ ભારત જેવા દેશ માં જ્યાં લોકો ને "પાઇ ની પેદાશ નહિ ને ઘડી ની નવરાશ નહિ" જેવી સ્થિતિ છે, એ કદાચ ફક્ત મોદી જેવો તેજસ્વી વ્યક્તિ જ કરી શકે.એમની રાષ્ટ્રભાવના નો હું ભક્ત નથી, પણ જૂઠાણાં ની ઉંમર લાંબી ના હોય એવું દ્રઢપણે માનું છું.મોદી સામે નમવા સિવાય કોઈ વિકલ્પ નથી એવું તો નથી પણ શું એવો બીજો કોઈ વ્યક્તિ ક્યાંય છે જે મોદીની રાષ્ટ્રભાવના ને પોતાના વચન અને કર્મ થી પાછળ રાખી શકે તો મને ૧૦૦% કેહજો, આપણે આખી ઝીંદગી એમના પગ ધોઈને પીશું.(આઈ રિયલી મીન ઈટ).

હવે ફક્ત રેફ્રન્સ માટે એક બીજા દેશ ની વાત કરી રહ્યો છું અને એ દેશ નું નામ છે જાપાન.શું જાપાનીઓ પેહલે થી જ આવા દેશભક્ત હતા. ના! તો પછી એવું શું થયું કે રાતોરાત એ દેશ ની કાયાપલટ થઇ ગઈ.જ્યાં સુધી હું જાણું છું, જાપાન એક સત્તા માટે અંધ દેશ હતો,પણ હિરોશિમા અને નાગાસાકી ની કરુણાંતિકાઓ પછી એ દેશ ના રહેવાસીઓએ દેશ ને દોડતો કરવાનું બીડું ઝડપ્યું.આજે લગભગ સાડા બાર કરોડ જેટલી એટલે કે આપણા દેશ કરતા લગભગ દસમા ભાગ ની વસ્તી ધરાવતા આ દેશ માં ભારોભાર રાષ્ટ્રભાવના ભરેલી છે, કદાચ ઉભરાય છે.જ્યાં કદાચ એક મિનિટ થી વધારે ટ્રેન લેટ થાય તો તેનો ડ્રાઈવર પોતાની જવાબદારી સમજીને લોકોની જાહેર માં માફી માંગે છે.જ્યાં લગભગ ૯૦% ખોવાયેલી વસ્તુઓ તમને પછી મળી જાય છે.જ્યાં ટ્રાફિક નું નિયમન સ્વેચ્છાએ થાય છે. જ્યાં ભીડ નથી થતી પણ સ્વેચ્છાએ જ માણસો કોઈ પણ પ્રકાર ના બહાના બતાવ્યા વગર કે ધક્કા મુક્કી કાર્ય વગર જ કતારબંધ થાય છે. આખી દુનિયા માં વખણાયેલી તેમની ટેક્નોલોજી પણ તેમના માં રહેલી રાષ્ટ્રભાવના નું જ પરિણામ છે. "રાષ્ટ્ર સર્વોપરી" તેમના માથે થોપવામાં આવેલું કોઈ સૂત્ર નથી પણ તેમણે ગળથુથી તરીકે જ અપનાવેલું એક કેમિકલ છે જે હવે તેમની રગેરગ માં ભળી ગયું છે.

આવા અસંખ્ય ઉદાહરણ છે જે રાષ્ટ્રભાવના ના દૃષ્ટાન્ત આપે છે. સમયસર ટેક્સ ભરવો, બને એટલી વીજળી, પાણી બચાવવા, સ્વચ્છતા જાળવવી, ટ્રાફિક ના નિયમો નું પાલન કરવું, વગેરે વગેરે....

પણ આપણા દેશ માં વિરોધાભાષ કેમ જોવા મળે છે? કેમ આપણે પણ આવી નાની નાની બાબતો ને નથી અપનાવી શકતા? મારા માટે એના ઘણા કારણો છે પણ અહીં હું મુખ્ય બે જ કારણો બતાવીશ. એક છે શિક્ષણ. આપણા દેશ માં આપવામાં આવતા શિક્ષણ માં ઘણા લુપહોલ્ઝ છે જે કદાચ આપણને દેશ ને પણ પ્રેમ કરી શકાય એવા સંસ્કાર નથી આપી શકતું. અને બીજું છે જાતિભેદ. જે દેશ માં આઝાદી ના ૭૦ વર્ષ પછી પણ જાતિભેદ નો નિકાલ ના થઇ શક્યો હોય એ દેશ ને સર્વોપરી રાખી જ ના શકે.હજારો જાતિઓના ફાંટા આપણને હંમેશા અલગ જ કરે છે.મારા મતે "અલગતા માં એકતા" એ સૂત્ર જ ખોટું છે. જ્યાં અલગ શબ્દ જોડાય ત્યાં એકતા રહી જ ના શકે.

આ લેખ કદાચ ઘણો બધો લાંબો લખાઈ શકે છે પણ ટૂંક માં કહું તો ફક્ત દેશ માટે જીવ આપવો એ જ રાષ્ટ્રપ્રેમ નથી, પણ દેશ ની ખ્યાતિ વધારવા માટે કરવામાં આવેલું નાનામાં નાનું કાર્ય પણ મારા મતે રાષ્ટ્રવાદ છે, રાષ્ટ્રભાવના છે.અને હા, આવું કહેવાનો મતલબ એ નથી કે આપણા સૈનિકો કોઈનાથી પણ ઓછા રાષ્ટ્રપ્રેમી છે. મારા હૃદય માં સૈનિકો નો રાષ્ટ્રપ્રેમ સર્વોપરી અને અજેય છે.દેશ માટે જીવન પણ આપી દેવાની ખુમારી પેદા કરવા કદાચ જન્મારો ઓછો પડે. એટલે એવા સૈનિકો ને કોટી કોટી વંદન કરીને મારા શબ્દોને અલ્પવિરામ આપું છું.

-હરેશ શાહ