Sath books and stories free download online pdf in Gujarati

સાથ

લગ્નનાં લગભગ ૧૦ વર્ષ પછી એ ક્ષણ ઘર આંગણે આવી હતી. આ સમયની આતુરતાથી ઘરના મોટેરા થી માંડી નાનેરા દરેક રાહ જોઈ રહ્યાં હતાં. આ બધાં માં ઋતુલનો જીવ જાણે પડીકે બધાયો હતો.


ઓપરેશન થિયેટર ની બહાર એક ખૂણેથી બીજે ખૂણે ફરતો હતો. એને જોઈ કિન્નરભાઈથી રહેવાયું નહીં અને તેની પાસે જઈ ખભે હાથ મુકતા, " બેટા આમ રૂમ ની પહોળાઈ માપવાથી શું થઈ જવાનું છે. ભગવાન પર વિશ્વાસ રાખ સૌ સરવાના થઈ જશે. જીવિકા અને બાળક બંને ને આપણે હેમખેમ જ ઘરે લઈ જઈશું."


હા પપ્પા હું જાણું છું, પરંતુ આ મનનું શું કરું... શાંત થતું જ નથી ને. ઉપરથી હજી કોઈ સમાચાર મળ્યાં નથી. ખબર નથી પડતી આ ડોક્ટરો કરી શું રહ્યા છે.


બેટા આમ ઉતાવળે આંબા ના પાકે. ડોકટર એનું કામ કરી રહ્યાં છે. બસ થોડાં સમયમાં આપણે કિલકારીનો અવાજ આવ્યો જ સમજ. ( ઋતુલ જાણે જવાબ આપવા માંગતો ન હોય એમ ચૂપચાપ ઉભો રહ્યો.)


ડો. સીમા, જીવિકા આમ કેમ ચાલશે... થોડું તો... જોર નહિ કરે અને આમ થાકી જઈશ તો બાળકને તકલીફ પડશે. So plz કોશિશ કર. ( જીવિકા માટે પણ દરેક સ્ત્રી ની જેમ માં બનવું એ સંપૂર્ણતા નો એક મીઠો અહેસાસ હતો. આજે જ્યારે એ અહેસાસ પૂરો થવા જઈ રહ્યો હતો ત્યારે એનું મન કેમ બેચેન હતું એ સમજવું એના માટે કઠિન હતું.)


લગભગ અડધો કલાક વીતી ગયો હતો, હજી કોઈ સમાચાર મળ્યાં ન હતા. ઋતુલની ધીરજ હવે ખૂટી હતી. એ ધીમે ધીમે ઓપરેશન થિયેટરના બારણાં નજીક જઇ ઉભો હતો.


શું થઈ રહ્યું હશે. બંને હેમખેમ તો હશે ને ? ખરું છે આ તો કોઈ કંઈ કહેતું જ નથી. અંદર થી હવે તો સમાચાર આવે તો સારું.. ( એનું દિલ એટલું જોર થી ધડકતું હતું જે એનો ધબકાર પોતે જ સાંભળી શકતો હતો)


ઊંઉઆઆ... ઊંઉઆઆ... ( અચાનક અંદરથી અવાજ આવ્યો. ઋતુલની આંખમાં ચમક આવી ગઈ)


થોડીવાર માં ડો. સીમા બહાર આવ્યા, " અભિનંદન ઋતુલ... જીવિકા એ ખૂબ સ્વસ્થ અને સુંદર બાળકીને જન્મ આપ્યો છે. બને બરાબર છે. બસ હમણાં થોડા સમય માં બંને ને બહાર લાવશે. હા પણ એક વાત સ્પષ્ટ કરી દઉં કે આપણે નોર્મલ ડિલિવરી નથી કરાવી શક્યાં. સિઝેરિયન કર્યું છે. ( ઋતુલ ને મેડિકલને લગતી વાતોમાં ધ્યાન ન હતું. એનું ચિત્ત તો નવજાતમાં ચોંટેલું હતું.)


ઘરના બધાં ઘણાં ખુશ હતાં. આજે ઋતુલ એની પરી અને જીવિકા ઘરે આવવાના છે એ વાત થી ખૂબ જ ઉત્સાહિત હતો. ઘરે સ્વાગતની બધી તૈયારીઓ કરી એ હોસ્પિટલ આવ્યો. ડિસ્ચાર્જ ફોરમાલિટી પતાવ્યા પછી એણે જીવિકાને કપડાં બદલી તૈયાર થવા કહ્યું અને સાથે નર્સને જીવીકની મદદ કરવા. છેલ્લાં બે દિવસથી ઋતુલને જીવિકા બદલાયેલી લાગતી હતી. એકદમ ગુમસુમ, નીરસ...


થોડીવાર પછી ઋતુલે જીવિકાનો હાથ પકડતા કહ્યું, " ચાલ જીવિકા આપણે જીવનના નવા અધ્યાયની સાથે મળી શરૂઆત કરીએ.


( જીવિકાને આ વાત ન ગમી હોય એમ જોર થી હાથ છોડાવતા) ઋતુલ હું... આને... ઘરે...


શું કહેવું છે જીવિકા તારે.. જરા ખુલીને બોલ.


હા હું એજ કહું છું કે મારે આ બાળકીને નથી લઈ જવી. ( ઋતુલના પગ નીચે જાણે જમીન ખસી હોય એમ નિસ્તબ્ધ ઉભો રહ્યો) મારે આ જવાબદારી નથી જોઈતી. બસ તું મને જ ઘરે લઇ જા. બસ મારે તારી સાથે જ જીવન આગળ વધારવું છે.


જીવિકા તો આપણી દીકરી ??


એ આપણી નથી.. તારી છે..


ઋતુલને જીવિકાનું આ વર્તન સમજાતું ન હતું. એણે ડો. સીમા સાથે વાત કરવાનું નક્કી કર્યું.


ડો. સીમા, હું સમજી ગઈ ઋતુલ શા માટે જીવિકા આવું વર્તન કરી રહી છે. આવું સામાન્ય રીતે ડિલિવરી પછી કોવા મળતું હોય છે. જેને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહી શકાય. આવું સામાન્ય રીતે ૧૦ માંથી ૧ સ્ત્રીને થતું જોવા મળે છે. તારે એને ખૂબ નાજુકતા થી સંભાળવી પડશે.


ડોકટર તમે શું કહેવા માંગો છો એ સમજાતું નથી. આટલાં વર્ષો પછી અમારી ઈચ્છાને કિનારો મળ્યો અને હવે જીવિકા કહે છે કે બાળક નથી જોઈતું એટલે શું કરવું...


ડો. સીમા, " ઋતુલ હું તારી બધી વાત સમજુ છું પરંતુ હાલ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં પોસ્ટપાર્ટમ ડિપ્રેશન શુ છે એ સમજવું ઘણું અગત્યનું છે. જો જેમ મેં આગળ કહ્યું એ પ્રમાણે ૧૦ માંથી ૧ સ્ત્રીમાં આ તકલીફ ડિલિવરી પછી જોવા મળે છે. સામાન્ય રીતે બાળક જન્મ પછી સ્ત્રીની અંદર માનસિક રીતે ફેરફાર જોવા મળે છે. પરંતુ આ ફેરફાર લગભગ ૨ અઠવાડિયા થી વધુ રહે તો તેને ડિપ્રેશન કહેવાય છે અને એ લગભગ બાળક જન્મના એક વર્ષ સુધી રહે છે. આ દરમિયાન માતા ખૂબ અકળામણ અનુભવે છે, ગુસ્સો કરે છે તથા બાળક પ્રત્યે અણગમો બતાવે છે. હા પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અને માતા બન્યા પછી બાળકને સાચવવામાં આવતા તણાવ વચ્ચે ખૂબ જ પાતળી રેખા છે.


આ પરિસ્થિતિ ને આપણે એક માનસિક બીમારી તરીકે ગણી ન શકીએ. ચિકિત્સા ની પરિભાષામાં આમ થવાનું મુખ્ય કારણ હોર્મોનલ બદલાવ છે અને તે દરેક માતા માં ઓછા અથવા વત્તા પ્રમાણમાં જોવા મળે છે. જો આવી પરિસ્થિતિ એક વર્ષથી વધુ ચાલે તો જરૂર તેને માનસિક બીમારી કહી શકાય. મને જ્યાં સુધી લાગે છે જીવિકા પણ આ જ સમય અને પરિસ્થિતિ માંથી પસાર થઈ રહી છે. જેનાં કારણે એને બાળકો પ્રત્યે અણગમો છે. આવા સમયે ઘણીવાર સ્ત્રીઓ આત્મહત્યા સુધીનું વિચારી લે છે અથવા જીવિકા ની જેમ બાળકોને ત્યજી દે છે.


ડોક્ટર તો તમારું કહેવું એમ છે કે અમારે એક વર્ષ રાહ જોવી પડશે ? ત્યાં સુધી શું કરવાનું ?


ના ઋતુલ રાહ જોવાની વાત જ નથી. ઘણીવાર ખૂબ જલ્દી થી આ પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય છે. પરંતુ ખાસ કરીને ઘરનાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે, એમાં પણ પતિ તરીકે તું જેટલું એને સકારાત્મક દિશામાં સાથ આપીશ ને એટલું એ જલ્દી એ મૂળ પરિસ્થિતિમાં પાછી આવી શકશે. એને હકીકત થી દુર રાખી સકારાત્મકતા તરફ વાળવાની જુરૂર નથી, પરંતુ એની સાથે પ્રેમ અને લાગણીપૂર્વક વાત કરવી એટલી જ જરૂરી છે. પોસ્ટપાર્ટમ ને એક બીમારી ગણવાને બદલે પરિસ્થિતિ ગણવી જોઈએ. આવા સમયે સૌથી વધુ સંભાળની જરૂર માતા અને બાળકને હોય છે.


જ્યારે આ સ્થિતિ ને સ્ત્રીના ઘરના અને ખાસ કરીને પતિ સમજી શકતો નથી ત્યારે બંને વચ્ચે ગેરસમજ, ઝઘડા અને તણાવ ઉભો થાય છે અને સ્ત્રીની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે. પોસ્ટપાર્ટમ માં દવાની સાથે મહત્વ ની ભૂમિકા હૂંફ ભજવે છે. એટલે મારૂં મને તો હવે તારે ધીરજ રાખી આખી સ્થિતિને સકારાત્મક રીતે સંભળાવી જરૂરી છે.


( થોડો સમય ઋતુલ ને પણ આખી વાત સમજતા અને ઉતરતા થયો. એણે થોડો સમય ઘર અને રોજિંદા જીવનથી દૂર રહી જીવિકાને સાથ આપવાનું નક્કી કર્યું. જેને કારણે દિવસે દિવસે જીવિકાની હાલતમાં સુધાર આવતો ગયો અને લગભગ એક મહિના પછી એણે જ્યારે પહેલીવાર જિયાનાને પોતાના ખોળામાં લઈ વ્હાલ કર્યું ત્યારે ઋતુલ અને જીવિકાની આંખો માં પરમ આનંદ અને દીર્ઘ સંતોષ જોઈ શકતો હતો.)