Malelo prem - 13 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | મળેલો પ્રેમ -13

મળેલો પ્રેમ -13
"એય, ક્યાં પહોંચ્યો?" આણદા ભાઈ એ પ્રશ્ન કર્યો.


"હા, મોટાભઈ! રસ્તામાં જ શું. અડધે પોચી ગયો શું. તમેં ક્યાં પહોંચ્યા?""હુંય, રસ્તમાં શું. બાકી રાહુલ ને જાલું રાખે. ક્યાંય જવા ના દેતો. એને તા હું જ હમજાવશ. ભલે, અમે પહોંચતા શીએ."


આમ, તેઓ રાહુલ ના કાકા તરફ વધી રહ્યા હતા. પરંતુ, રાહુલ ના કાકા ખેલ કરી રહ્યા છે. એ વિશે તેઓ જાણતા નહોતા. આમ, આ વાત નો લાભ લઈ આ ત્રણેય આગળ વધી રહ્યા હતા. બસ બસ સ્ટેશન પર ઉભી રહી. રાહુલ નીચે પાણી ની બોટલ લેવા ગયો. અને તેજ સમયે કાલુ કાકા તેને જોઈ ગયા.


"હાલો! હું કાલુ બોલતો શા. મુંહે રાહુલ દેખાણો. ઈ ઈયા બસ સ્ટેશને ઉભોંય. તમેહે પોચતા વાર લાગશે. હું તમેહે બસ નો નંબર દેતો શા. ઈ બસ દેખાય તો વાહે જાયો".


કાલુ એ આ ઇન્ફોર્મેશન સરપંચ સાહેબ ને આપી. આમ, રાહુલ અને શ્રુતિ ની આ પ્રેમ કથામાં ફરીવાર ટ્વિસ્ટ આવવાનો હતો. કાકા એ તોહ, સાથ આપ્યો. પરંતુ, કાલુ એ બધો જ ખેલ બગાડ્યો. આ તરફ આ વાત થી અજાણ રાહુલ પાણી લઈ બસમાં બેઠો. ત્રણેય હસતાં, અને મસ્તી કરતા આગળ વધી રહ્યા હતા.


"એય, રાહુલ અને કાનજી તોહ, બીજી બસમાં છે. આ તારો ભાઈ પણ તારી જેવો જ છે. આવો જુઠો છે એ?"


"એય, બોલતા પહેલા ભાન રાખજે. મારો ભાઈ છે. હું પૂછી જોઉં એને. આમ, ખોટા આરોપ ના લગાણ એની પર-" આમ, આણદા ભાઈ તેના ભાઈ ને ફોન કરે છે.


"હાલો! ક્યાં પોન્ચયો? અને આ હું શું હામભરુ શું? રાહુલ બીજી બસ માં ચડું ગો? તારો ધ્યાન ક્યાં હુતો? એને જોયો કે, નશી જોયો?"


"ઈ હું ક્યારે હુવ રયો? મુંહે ભાન જ ન રઈ. મુંહે, ક્યાં ખબર હુતી? કે ઈ ભાગુ જાવાનો શે. મુંહે થ્યો કે, મારો માન જરૂર રાખશે. મારી વાત માનશે. પણ ઈ તા પ્રેમમાં ગાંડો થ્યો શે. ધારત તો મુંહે મારું પણ લેત. પણ, તમે ચિંતા ન કરો. હું જાલું લેશ એહે."


"ઈ ચિંતા તું ન કર. ઈ કઈ બસમાં શે ઈ ખબર પઉ ગઈ. તું હવે ઈ જ બસમાં બૈઠો રે. અમે, પોચુ ને તુહે ફોન કરીએ."


આ તરફ આ ઈન્ફોર્મેશ રાહુલ સુધી પહોંચી ગઈ હતી. રાહુલના કાકા આ બાબતમાં તેનો સાથ દઈ રહ્યા હતા. ઉંદર અને બિલાડી ની જેમ જ દોડામ- દોડ ચાલી રહી હતી." તારા પિતા ને ખબર પડી ગઈ. ફરી ખબર પડી ગઈ. ગામ સુધી પહોંચવું જરૂરી છે. અને પરવાનગી તોહ, ગામ વરચે જ મેળવવાની છે. અહીં તોહ, જીવનું જોખમ છે. કદાચ, ગામ ની પબ્લિક વરચે તેઓ, પરવાનગી આપી દે. અને હવે, કેટલીક બસ બદલીશું? એક કામ કરીએ. અહીં પાસેના ગામમાં જ રોકાઈએ. મારો મિત્ર પણ ત્યાં જ રહે છે. અને આપણે કઈ તકલીફ પણ નહીં થાય. અને એ એકલોજ રહે છે. માટે આપણે ફાયદો જ થશે.થોડા દિવસો બાદ, નીકળી જઈશું.""પ્લાન તો સારો છે. પરંતુ, સેફ છે ને?" શ્રુતિ એ કહ્યું.


"અફકોર્સ! આ પ્લાન પરફેક્ટ છે. ત્યાં આપણને કોઈ શોધી પણ નહીં શકે. અને ત્યાં નો નજારો. આહાહાહા.... વાત ન પૂછો. નજારો શાનદાર છે. પહાડો, ઝરણાઓ, ગાર્ડન વગેરે જેવી સુંદર જગ્યાઓ છે."


"ઓહ! તોહ, રહેવા જેવું છે. જ્યાં સુંધી ખતરો ના ટળે ત્યાં સુંધી રહીએ. પરંતુ, આ કારણે તો મારા પિતા નો ગુસ્સો વધશે. આપણે આમેય એમને કહેવાનું જ છે ને? અંતે , એમનો સામનો તોહ, કરવાનો જ છે? અને ગામ નું શું નક્કી? અંતે છે તોહ, ગામના સરપંચ ને? લોકો તોહ, એમનું જ સાથ આપશે. તોહ, હમણાં કેમ ન કહી શકીએ? વાત તોહ, અહીં જ કરવી પડશે. બાકી કંઈ થશે તો આ જગ્યા છે જ ને?""વાત તોહ, સાચી છે. સામનો અહીં જ કરવો પડશે. તારા પિતા અહીં આવશે જ. ચાલો એક વાર પરવાનગી મેળવી જ લઈએ."
કાલુ ના જણાવ્યા મુજબ, સરપંચ અને આણદા ભાઈ બસ સ્ટેશન પહોંચ્યા. સરપંચ એ કહ્યું " એય, છોકરા! મારી દીકરી ને ભગાડી? મારી દીકરી ને? અરે, તારો બાપ ખેતી કરે અને તું? સાલા! ઔકાત જોઈ અને પ્રેમ કરતા હોવ તો. ચાલ શ્રુતિ! તારાય નાટક વધી ગયા છે. તને તોહ, હું પછી જોઈશ. પહેલા આ ગરીબ ને જોઈ લઉં.""અધા! રાહુલ ને હાથ પણ ન અડાડતા. અમે બંને એકબીજા ને પ્રેમ કરીએ છીએ. અને, આ તમારો પદ, હોદ્દો, ઈજ્જત, નામ, પૈસો તમારી પાસે જ રાખો. પ્રેમ માં જાત-પાત, પૈસો, ઔકાત, શકલ વગેરે જોવાતું હોત તોહ, આજે કોઈ કોઈથી પ્રેમ જ ન કરત. આ વિચારધારા બદલો. અમને પરવાનગી આપો. અમે લગ્ન કરવા માંગીએ છીએ. અને તમારો જવાબ હા માં હોવો જોઈએ. બાકી, ના માં આવ્યો તોહ, બીજો વિકલ્પ છે અમારી પાસે." શ્રુતિ એ કહ્યું.


" એ! તું તારો બીજો વિકલ્પ તારી પાસે જ રાખ. બાકી, મારા દીકરા ને મેલી દે. હાલ એય! આ લખણ શે તારા? બાપનો નામ ડૂબાડવા બૈઠો શો."


"કયો નામ? અરે, છોકરી કહી રહે છે કે, એ મને પ્રેમ કરે છે. છોકરો એની માટે જાન આપવા તૈયાર છે. તોહ, પરવાનગી આપો ને. તમને તોહ, એ વાત જાણી ને રાઝી થવું જોઈએ કે, અમે તમારી પરવાનગી લેવા આવ્યા. નહીંતર ભાગી શકતા હતા. અને કોર્ટ મેરેજ કર્યા હોત , તો તમે કંઈ કરી શકવા ના હતા? બાકી આ નામ, સોહરત વગેરે તમારી પાસે જ રાખો."


"હામો થાય શે? હામો થાય શે? ( આણદા ભાઈ એ રાહુલ ને ગાલ પર એક ચાટો માર્યો) ચાલ, ઘર ભેરો થા."


"માત્ર પરવાનગી જ લેવા ની હતી. જે, મળી નહીં. હવે, મારી પાસે બીજો વિકલ્પ છે. ચાલ શ્રુતિ! કાના! તું અહીંયા જ રે. તે ઘણોય સાથ આપ્યો દોસ્ત. કદાચ ફરી મળીશું. અને હા વિધિ યાદ છે મને".


આમ, કહી અને રાહુલ શ્રુતિ સાથે ભાગ્યો. આ જોઈ, સરપંચ તેમનો પીછો કરવા લાગ્યા. અને આ તરફ, રાહુલ ના કાકા કાર સામે આવો ઉભી ગયા."એય! આ તારો ભાઈ ગાંડો થઈ ગયો છે? શું કરે છે? હટ."


"એય, હું કરે શે? અંદર બેહ."


આ તરફ, રાહુલ ને એક ફોન આવ્યો. રાહુલ એ ફોન ઉપાડ્યો.


"ધ્યાન થી સાંભળ! આ ઘટના ઘટવાની છે. એ વિશે મને અંદાજો હતો. માટે, તારા મિત્ર ને કહી ને બાઈક મંગાવી લીધી છે. અને આ કારમાં પંચર કરી નાખ્યો છે. તું તારા દોસ્ત ના ઘેર ચાલ્યો જા. અને ચિંતા ન કરજે, હું બેઠો છું."


"એય! આ તારો ભાઈ શું બોલી રહ્યો છે? કયો દોસ્ત?આય એનો સાથ આપી રહ્યો છે. એય! વિક્રમ! જલ્દી થી કાર બદલો. આ કારમાં પંચર છે."

"તને તોહ, હું પછી જોઈશ. પહેલા આ રાહુલ ને પકડવા દે."


આમ, આ તરફ સરપંચ એ કાર બદલી. અને આ તરફ રાહુલ તેના દોસ્ત તરફ વધી રહ્યો હતો.શું થવાનું છે આગળ? એ જાણવા માટે વાંચતા રહો.

ક્રમશઃ


Rate & Review

ATULCHADANIYA

ATULCHADANIYA 3 years ago

Jigna patel

Jigna patel 3 years ago

kinjal patel

kinjal patel 4 years ago

Hina

Hina 4 years ago

Meenaz

Meenaz 4 years ago