addition of Relation books and stories free download online pdf in Gujarati

સબંધો ના સરવાળા

શનિવાર ની સાંજે હું મારી દોસ્ત સાથે બેસીને મજા લેતી હતી આ ઢળતા સૂર્ય ની. મારી દોસ્ત એટલે કોફી અને હું પોતે રોશની જે હંમેશા અંધારા માં જ વધુ દેખાઈ. જીવન પણ ઘણું અજીબ છે સમજવું અને જો સમજી ગયા તો ? તો શુ ?તો મજા મરી જાય છે જીવન ની , એટલે જ જ્યાં સુધી તમે અજાણ છો ત્યાં સુધી મજા છે . જીવન ના સફર માં ગણા બધા સબંધો ની સફર પણ સાથે હોઈ છે કોઈક એવા સબંધો જે આપડા જન્મતા ની સાથે જોડાઈ છે કોઈક આપડે જાતે બનાવી એ છીએ અને કોઈક એવા જે અજાણતા જ બની જય છે.

આ સબંધો ગણીત ના સરવાળા જેવા છે જો વદી મુકવા નું રહી જય તો આખોય સરવાળો ખોટો પડે, એજ રીતે સબંધો પણ એવા જ કૈક છે . તો ચાલો જોઈ મરી જિંદગીના સબંધો ના સરવાળા.

હું એક હરિયા ભરિયા વૃક્ષ ની દાંડી નું એક નાનકડું ફૂલ છું. અમારા ઘર માં અમે સહુ સાથે મળી ને રહી એ એક સંયુક્ત કુટુંબ. એક ડાળ ના પંખી ની જેમ. એટલે પહેલા થી જ મને એકલું રહેવું ન ગમે. પણ જો જીવન માં કૈક નવું કરવું હોઈ તો નાના મોટા બલિદાન તો આપવા જ પડે મેં પણ આપ્યું , ત્રણ વરસ સુધી ઘર થી દૂર રહેવા નું બલિદાન. જો ભણી ગણી ને આગળ વધવું હોઈ તો આ તો કરવું જ પડે. હું પણ મારા નાનકડા ગામ વેરાવળ ને છોડી ને અમદાવાદ ગઈ ત્રણ વરસ ના કોલેજ કૅમ્પલેટ કરવા.

અમદાવાદ માં મારુ સપનું એટલે આઈ આઈ એમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માન્ગેમેન્ટ). જે આજે પૂરું થયું એમાં એડમિશન મળતા ની સાથે. આજે જ મમ્મી પપ્પા હોસ્ટેલ સુધી મને મુકવા આવ્યા અને રૂમ ને બધું જોઈ ને એમને પણ સંતોષ થયો. સાંજે એ નીકળવા ના છે પરત જવા માટે. એક બાજુ એમના વગર રહીશ કેમની એની દિલ માં લેહર વહી રહી છે અને એક બાજુ માં મારા સપના નો પહેલો પડાવ છે એની એક્સસાઈટમેન્ટ છે. સાંજ ના ૫:૪૫ થયા છે મમ્મી પપ્પા નો પરત જવા નો સમય આવ્યો, આંખો આસુઓ થી છલકાવા ની તૈયારી છે પણ છલકાઈ નહિ અને કોશિશ જારી છે કેમ કે જો હું આસુંડા વરસાવી તો મમ્મી પપ્પા પણ રોવા લાગશે. અને એમને રડતા હું જોઈ ના શકું. હસતા મોઢે એમને વિદા કર્ર્યા .

ચાલો એક વાતની ખુશી છે રૂમ માં હું એકલી નથી. એક રૂમ માં થ્રી શેયરિંગ છે. સ્વેતા અને શુરભી મારા રૂમ પાર્ટનર અને સારી વાત તો હતી કે અમે કલાસરૂમ માં પણ સાથે જ છીએ. કાલે સવાર માં કોલેજ નો પહેલો દિવસ નવા લોકો નવું વર્તાવરણ એક્સસાઈટમેન્ટ સાથે સાથે થોડો ડર પણ પજવે છે આજે , ખબર નઈ કાલ નો દિવસ કેવો રેસે. આઈ હોપ બધું ઠીક રહે. ઊંઘ તો આવા થી રહી ચાલો મરી દોસ્ત નો જ સહારો છે. (કોફી )