Radheyshayam books and stories free download online pdf in Gujarati

રાધેશ્યામ

રાધા સોળ શણગાર સજી ને કૃષ્ણ ને મળવા યમુના તટ પર જતી હતી... મન માં વિચારો પણ જેમ ચાલવા ની ઝડપ વધે તેમ વધી રહ્યાં હતાં... "આજે તો મારો કાનો મારી રાહ જોતો હશે...મને થોડું મોડું થયું છે..."

જ્યારે રાધા ત્યાં પહોંચી તો જુવે છે કાનો તો તેના મિત્રો સાથે રમવા માં એટલા મશગુલ છે કે રાધા તરફ તેનું ધ્યાન જ નથી જતું... એટલે રાધા ત્યાં થી રીસાય ને ચાલી જાય છે...

રાધા ને આમ પણ રિસવા માં કોઈ ટક્કર ના આપી શકે... બોઉં નાની નાની વાતો માં પણ એ પોતાના કાના થી રીસાય જાય... કોઈ કોઈ વાર તો એવું હોય કે કાના ને પણ ખબર હોય કે રાધા એવું ઈચ્છે છે કે હું એમને પ્રેમ થી મનાવું... અને બધા એ વાત ને સમજતા જ હતા કે - રાધા રીસાય છે, એટલે કૃષ્ણ નથી માનવતા ; કૃષ્ણ માનવે છે, એટલે રાધા રીસાય છે...

આજ તો કૃષ્ણ પણ જાણે જોવા ના માંગતા હોય કે રાધા એમનાં થી કેટલી ઘડી રીસાય શકે છે, એમ આજે કૃષ્ણ એ પણ રાધા ને જોઈ ને પણ અનદેખી કરી હતી.

રાધા ત્યાં યમુના તટ પર જ એક ઝાડ ની નીચે બેઠી હતી... અને ખૂબ રડી રહી હતી... એટલા માં તેની સખી વિશાખા અને લલિતા ત્યાં આવ્યાં... રાધા ની હાલત જોઈ ને એમને મનાવા લાગ્યાં...પણ રાધા માનતી જ નથી...તે તો કાના ની જ રાહ જોતી હોય છે... કાનો આવતો નથી એટલે રાધા પોતાની સખી ને કાના ને બોલાવવા માટે મોકલે છે...

રાધા કહે છે - " હે વિશાખા, હે લલિતા કોઈ મારા કાના પાસે જઈને કહો કે.... કાના ભલે રાધા રીસાય છે, પણ તને ખૂબ યાદ કરે છે; તારા થી રીસાય ને એને ક્યાંય ચેન નથી પડતું; તારા નામ ની જ માળા જપી રહી છે.... અને મારી દશા પણ જરા સારી રીતે વર્ણન કરજો..... મારા કાના ને કેહજો કે માંડ કરીને રાધા ત્યાં બેઠી છે... તારા થી દૂર રહી ને એની જે દશા થઈ છે તે તું જાણે છે...? રડી રડી ને આંખો સોજી ગઈ છે; એમના કેશ પણ વિખરાઈ ગયા છે; કેવી નિર્જીવ જેવી થઈ છે; દેહ પણ જાણે સૂકાઈ ગયો છે...."

સખીઓ કાના પાસે આવી ને રાધા નું વર્ણન કરે છે...

કાનો સખી ને કહે છે- "તમે જાવ હું હમણાં આવું છું..."

સખીઓ આવી ને રાધા ને કહે છે- "અમે તારા કાના ને કહી આવ્યા છીએ, કાના એ કહ્યું છે તે હમણાં આવે છે..."

પણ રાધા ના જીવ ને શાંતિ થતી નથી તે પોતાનું મ્હોં ઘૂંઘટ માં છુપાવી ને બેઠી હોય છે, પણ વારંવાર ઘૂંઘટ માંથી જોવે છે કાનો આવ્યો કે નઈ...!

કાનો આવે છે અને રાધા ને કહે છે- "રાધે.... "

બસ આટલા માં તો રાધા ના નિર્જીવ દેહ માં જીવ ના આવી ગયો હોય એમ તે કાના પાસે આવે ને તેને કહે છે- "કાના, આટલી વાર કેમ લગાડી...?"

કાનો કહે છે- " હજુ તો માંડ કરી ને પંદર મિનિટ થઈ હતી... એટલા માં તો તારો દેહ પણ સૂકાઈ ગયો; કેશ વિખરાઈ ગયા; આંખો સોજી ગઈ...?" થોડું રાધા ને ખીજવા માટે હસ્યો...

રાધા કહે છે- "હા , કાના હું તને એટલો પ્રેમ કરું છું કે એમાં તારા માટે માન છે પણ મારા માં ધૈર્ય નથી..; એક ક્ષણે રીસાય અને બીજા ક્ષણે પસ્તાવો થાય... કે મેં આ શું કર્યું...? મારા જ કાના થી રીસાય ગઈ... હું તેના વગર કેમ રહીશ...? મારો કાનો તો મારો જીવ છે... હું એના વગર અધુરી છું..." આટલું બોલતાં બોલતાં તો રાધા ની આંખો માંથી આંસુ ની જાણે યમુના વહી રહી હોય છે...

કાનો પોતાની રાધા ને શાંત કરાવે છે... અને બંન્ને ત્યાં જ તે ઝાડ નીચે જ બેસી ને પ્રેમ ની વાતો કરે છે...

( આ ઘટના માત્ર એક કલ્પના જ છે.. રાધા કૃષ્ણ ના પ્રેમ ને વ્યક્ત કરવા માટે )




હીમાશ્રી...
"રાધું"